🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 04 સપ્ટેમ્બર
📜૧૯૯૮ – ગુગલની સ્થાપના સ્યેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી. એમનાં નામ લોરી પેઇજ અને સેર્ગી બ્રિન હતાં.
આજના દિવસની મહત્વની ઘટનાઓ
-
૧૮૮૮ – જ્યોર્જ ઇસ્ટમેને ટ્રેડમાર્ક કોડેકની નોંધણી કરાવી કેમેરા માટે પેટન્ટ મેળવી.
-
૧૯૫૧ – પ્રથમ જીવંત આંતર મહાદ્વીપીય ટેલિવિઝન પ્રસારણ સાન ફ્રાન્સિસ્કો ખાતે આયોજીત જાપાની શાંતિ સંધિ પરિષદથી શરૂ કરવામાં આવ્યું.
-
૧૯૭૫ – આરબ-ઇઝરાયલ સંઘર્ષ સંબંધિત સિનાઈ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
-
૧૯૯૮ – સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ લૅરી પેજ અને સેર્ગેઈ બ્રિન દ્વારા ગૂગલની સ્થાપના કરવામાં આવી.
-
૧૯૯૮ – લોકપ્રિય ટીવી ગેમ શો હૂ વૉન્ટ્સ ટુ બી મિલિયોનર ? આઇટીવી પર પ્રસારીત કરવામાં આવ્યો.
-
2001: હેવલેટ પેકાર્ડે 25 બિલિયન ડોલરમાં કોમ્પ્યુટર કંપની કોમ્પેક કોર્પોરેશન હસ્તગત કરી.
-
1998: Googleની સ્થાપના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ, લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન દ્વારા કરવામાં આવી હતી.
-
1972: માર્ક સ્પિટ્ઝ એક જ ઓલિમ્પિક ઈવેન્ટમાં 7 ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ બન્યા.
-
1937: પ્રભાતની સંત તુકારામને વિશ્વની ત્રણ શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક તરીકે પસંદ કરવામાં આવી.
-
1909: લોર્ડ બેડન પોવેલના સ્કાઉટ્સનો પ્રથમ મેળાવડો.
-
1888: જ્યોર્જ ઈસ્ટમેને કોડક ફિલ્મ કેમેરાની પેટન્ટ કરી.
-
1882: થોમસ એડિસને ઇતિહાસમાં પ્રથમ વ્યાપારી ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ શરૂ કર્યો. આ દિવસને વીજળી યુગની શરૂઆત તરીકે ઓળખવામાં આવે છે.
🌸આજના દિવસના જન્મ🌸
🍫૧૯૪૧ – સુશીલકુમાર શિંદે
➖ભારતીય રાજકારણી.
🍫૧૯૪૧ – રમેશ શેઠી
➖ભારતીય મૂળના પૂર્વ આફ્રિકાની ટીમના ક્રિકેટર.
🍫૧૯૫૨ – રીશી કપૂર
➖ભારતીય ચલચિત્ર અભિનેતા.
🍫૧૯૬૨ – કિરણ મોરે
➖ભારતીય ક્રિકેટર.
💮આજના દિવસના અવસાન💮
🌼૧૯૨૨ – મહારાજા ઇડર શ્રી સર પ્રતાપ સિંહ સાહેબ બહાદુર
આજનો ખાસ દિવસ વિશેષ દાદાભાઈ નવરોજી
-
ભારતીય રાજનીતિના પિતામહ દાદાભાઈ નવરોજી
ભારતીય રાજકારણનાં પિતામહ દાદાભાઈ નવરોજીનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૮૨૫ નાં રોજ મુંબઈમાં થયો હતો. તમામ ભારતવાસીઓદાદાભાઈ નવરોજીને વહાલથી દાદા કહેતા. ભારતમાં રાષ્ટ્રભાવનાના જનક અને સ્વરાજ્યના પાયામાં ઈંટ મૂકનાર દાદાભાઈ નવરોજી જ હતા. દાદાભાઈ ભણવામાં તેજસ્વી | જોવા હોવાથી તેમને તેમની જ્ઞાતિમાંથી શિષ્યવૃત્તિ મળી હતી અને આ મુંબઈની એલિફન્સટન કૉલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ તે જ કૉલેજમાં ગણિતના પ્રોફેસર બન્યા તે સમયે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં આ પદ સર્વોચ્ચ ગણાતું હતું.
દાદાભાઈ નવરોજીનાં મનમાં હંમેશા વિચાર રહેતાં કે તેઓને જે કંઈ મળ્યું છે તે સમાજને લીધે જ મળ્યું છે અને હું જે કાંઈ બની શક્યો છું તે પણ સમાજને આભારી છે તેથી મારે મારું જીવન સમાજ પાછળ ખર્ચી નાખવું જોઈએ.કૈમાસ ભાઈઓ દ્વારા જ દાદાભાઈને તેમના વ્યાપારમાં ભાગીદાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું અને દાદાભાઈ લંડન ને લિવરપુલમાં તેનું કાર્યાલય સ્થાપવા માટે ઈંગ્લેન્ડ ગયા. આ સાથે વિદેશ જવાનો ઉદેશ્ય પણ ઈંગ્લેન્ડ ભણવા જનાર વિદ્યાર્થીઓની ભલાઈ અને સરકારી વહીવટી સંસ્થાઓનું વધુમાં વધુ ભારતીયકરણ કરવાનું આંદોલન ચલાવવાનો હતો.
દાદાભાઈ નવરોજી ત્રણ વખત રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખપદે ચૂંટાયા હતા. આ ઉપરાંત તેમણે ઈંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયન એસોસિએશન નામક સંસ્થાની સ્થાપના કરી હતી. દાદાભાઈ નવરોજી બ્રિટીશ પાર્લામેન્ટમાં ચૂંટાનાર પ્રથમ ભારતીય હતા. સૌ પ્રથમ ‘સ્વરાજ્ય’ શબ્દનો ઉપયોગ દાદાભાઈએ કર્યો હતો. ઈ.સ.૧૯૧૬ માં મુંબઈ યુનિવર્સિટીએ તેમને ડોક્ટર ઓફ લો ની પદવી આપી હતી. આ ઉપરાંત દાદાભાઈ નવરોજીએ પોવર્ટી એન્ડ અન-બ્રિટીશ રૂલ ઇન ઈન્ડિયા પુસ્તક અને રાસ્ત ગોફતાર નામક સમાચારપત્રક શરુ કર્યા હતા. ૩૦ જૂન ૧૯૧૭ નાં રોજ ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ઈન્ડિયા અને હિંદના દાદા નામે ઓળખાતા દાદાભાઈ નવરોજીનું નિધન થયું.