🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 02 સપ્ટેમ્બર
ઇતિહાસમાં આજની મહત્વની ઘટનાઓ
-
૧૬૬૬ – લંડનમાં લાગેલી ભીષણ આગમાં ઓલ્ડ સેન્ટ પોલ કેથેડ્રલ સહિત ૧૦,૦૦૦થી વધુ ઇમારતો નાશ પામી.
-
૧૯૩૪ – ગુજરાતના એકમાત્ર યહૂદી ધર્મસ્થાન મેગન અબ્રાહમ સિનાગોગનું બાંધકામ પૂર્ણ થયું.
-
૧૯૪૫ – જાપાનની શરણાગતિ સાથે બીજા વિશ્વયુદ્ધનો અંત.
-
૧૯૪૬ – ભારતમાં જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અંતરિમ સરકારની રચના કરવામાં આવી.
-
૧૯૬૦ – તિબેટની પ્રથમ ચૂંટણી. તિબેટિયન સમુદાય આ તારીખને લોકશાહી દિવસ તરીકે ઉજવે છે.
-
૧૯૭૦ – નાસાએ ચંદ્ર પરના બે એપોલો મિશન, એપોલો ૧૫ અને એપોલો ૧૯ ને રદ કરવાની જાહેરાત કરી.
-
૨૦૦૯ – ભારતના આંધ્રપ્રદેશના કુર્નૂલથી ૪૦ નોટિકલ માઇલ (૭૪ કિમી) દૂર રુદ્રકોંડા હિલ નજીક હેલિકોપ્ટર દુર્ઘટનામાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીનું અવસાન થયું.
-
1999: ભારતીય તરવૈયા બુલા ચૌધરી એશિયાની પ્રથમ મહિલા બની જેણે બે વખત ઇંગ્લિશ ગલ્ફ તરવું.
-
1960: સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનની પ્રથમ ચૂંટણી યોજાઈ.
-
1946: ભારતમાં વચગાળાની સરકારની રચના.
-
1945: વિયેતનામને જાપાન અને ફ્રાન્સથી આઝાદી મળી.
-
1939: બીજા વિશ્વયુદ્ધ જર્મનીએ પોલેન્ડના ડેન્ઝિગ શહેર પર કબજો કર્યો.
-
1920: મી. બ્રિટિશ સરકાર સામે ગાંધીજીનું અસહકાર આંદોલન.
-
1916: પટના હાઈકોર્ટની સ્થાપના.
*ઈતિહાસમાં આજના જન્મ*
-
૧૯૧૬ – ડૉ. રમણીકલાલ દોશી, નેત્રયજ્ઞ અને ક્ષયનિવારણ નો ભેખ ધારણ કરનાર ગાંધીવાદી ચિકિત્સક
-
અમરનાથ ઝા નો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૯૭ છે
*ઈતિહાસમાં આજના અવસાન*
-
૧૮૬૫ – વિલિયમ રૉવન હેમિલ્ટન, આઇરિશ ભૌતિકશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ (જ. ૧૮૦૫)
-
૨૦૦૯ – વાય. એસ. રાજશેખર રેડ્ડી, (Y. S. Rajasekhara Reddy) ભારતીય રાજકારણી, આંધ્રપ્રદેશના ૧૪મા મુખ્યમંત્રી (જ. ૧૯૪૯)
-
૨૦૧૪ – ગૂલામ એસાજી વહાણવતી,(Goolam Essaji Vahanvati) ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૧૩મા એટર્ની જનરલ (જ. ૧૯૪૯)
📜૧૯૧૬ – ડૉ. રમણીકલાલ દોશી એટલે કે ચિખોદરાની આંખની હોસ્પીટલવાળા પૂ. દોશીકાકાનો રાજકોટ ખાતે જન્મ. ગાંધીજી અને રવિશંકર મહારાજના પ્રભાવમાં આવી લોકસેવાનો ભેખ ધારણ કરનાર દોશીકાકાએ નેત્રયજ્ઞ અને ક્ષયનિવારણનો ભેખ લીધો હતો.
આજનો ખાસ દિન વિશેષ અમરનાથ ઝા
ભારતના પ્રસિદ્ધ વિદ્વાન, સાહિત્યકાર અને શિક્ષણશાસ્ત્રી અમરનાથ ઝા નો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૯૭ છે. નાં રોજ બિહારના મધુબની જિલ્લાના એક ગામમાં થયો હતો. અમરનાથજી એ અલાહાબાદમાં જ શિક્ષણ પૂર્ણ કર્યું. એમ. એ. પૂર્ણ કર્યા બાદ ૧૯૨૨ માં અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે અલાહાબાદની કૉલેજમાં નિમણુંક કરવામાં આવી.. ૧૯૩ ૮ થી ૧૯૪૮ સુધી યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી.અનેક ભાષાઓના જાણકાર અમરનાથ ઝા ને લોક સેવા આયોગના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી.
આગ્રા યુનિવર્સિટીએ અમરનાથ ઝા ને એલ.એલ.ડી અને પટણા યુનિવર્સિટીએ ડી.લીટ ની પદવી એનાયત કરી. અમરનાથ ઝા એ અનેકવાર આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ ૧૯૫૪ માં ભારત સરકારે અમરનાથ ઝા ને પદ્મભૂષણ’ પુરસ્કાર આપી સમ્માનિત કર્યા છે. દેશ અને સમજ માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર અમરનાથ ઝા નું નિધન ૨ સપ્ટેમ્બર ૧૯૫૫ નાં રોજ થયું હતું.