- પહેલાંના સમયમાં મોટા ભાગના ખેડૂતો બીજ બજારમાંથી લાવતા ન હતા. (√ કે X )
ઉત્તર : √
- વાનગામ કયા રાજ્યમાં આવેલું છે ?
ઉત્તર : B
(A) મહારાષ્ટ્રમાં
(B) ગુજરાતમાં
(C) મધ્યપ્રદેશમાં
(D) દિલ્લીમાં
3. બીજનો વંશ કેવી રીતે આગળ ચાલતો હતો ?
ઉત્તર : ખેડૂતો દર વર્ષે સારા પાકમાંથી થોડાં બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા. આ રીતે બીજનો વંશ આગળ ચાલતો હતો.
4. ખેડૂતો બીજને શેમાં સાચવીને રાખતા હતા ?
ઉત્તર : ખેડૂતો બીજને સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને સાચવી રાખતા હતા. કેટલાક ખેડૂત લાકડાની નાનાં – નાનાં ખાનાંવાળી પેટીનો ઉપયોગ કરતા હતા.
5. દામજીભાઈ બીજને જીવ – જંતુથી બચાવવા શું કરતા હતા ?
ઉત્તર : દામજીભાઈ લાકડાની પેટીમાં જુદાં જુદાં ખાનામાં જુદાં જુદાં બીજ સાથે કડવા લીમડાનાં સુકાં પાંદડાં મૂકીને બીજાને જીવ – જંતુથી બચાવતા હતા.
6. પહેલાંના સમયમાં ___ કુટુંબો વધુ હતાં.
ઉત્તર : સંયુક્ત
7. સંયુક્ત કુટુંબોમાં કોનો કોનો સમાવેશ થતો હતો ?
ઉત્તર : સંયુક્ત કુટુંબમાં માતા – પિતા, બાળકો, દાદા-દાદી, કાકા – કાકી તથા પિતરાઈ ભાઈ-બહેનોનો પણ સમાવેશ થતો હતો.
8. પહેલાંના સમયમાં ગામના લોકો હળીમળીને કામ કરતા હતા. (√ કે X)
ઉત્તર : √
- પહેલાંના સમયમાં ગામના લોકો કેવી રીતે રહેતા હતા ?
ઉત્તર : પહેલાંના સમયમાં ગામલોકો હળીમળીને એક પરિવારની જેમ જ રહેતા હતા. તેઓ બધાના સુખ-દુ:ખમાં ભાગીદાર બનતા. વળી તેઓ ખેતીમાં પણ સાથે કામ કરતા અને પાક તૈયાર થઈ જાય ત્યારે સાથે મળીને ઉત્સવ ઊજવતા હતા.
10. શિયાળાનાં તાજાં શાકભાજીમાંથી શું બનાવવામાં આવતું હતું ?
ઉત્તર : A
(A) ઊંબાડિયું
(B) મસાલા
(C) મંચુરિયન
(D) આપેલ તમામ
11. ઊંબાડિયું માટલા ___ માં બનાવવામાં આવે છે.
ઉત્તર : ઊંબાડિયું
12. ઊંબાડિયું વિશે બે- ત્રણ વાક્યો લખો .
ઉત્તર : ઊંબાડિયું બનાવવા શિવાળાનાં તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા. માટલાને ચૂસ્ત રીતે બંધ કરવામાં આવતું. પછી કોલસાના અંગારામાં માટલાને ઊલું મુકી તેને પકવવામાં આવતું. આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલ શાકને ‘દેશી ઊંધિયું’ કે ‘ઊંબાડિયું’ કહે છે.
13. દેશી ઊંધિયાની સાથે શું ખાવામાં આવતું હતું ?
ઉત્તર : D
(A) પૂરી
(B) ભાખરી
(C) જલેબી
(D) બાજરીના રોટલા
- ઊંબાડિયા સાથે શું ખાવામાં આવતું હતું ?
ઉત્તર :ઊંબાડિયા સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા, ઘરમાં બનાવેલ માખણ, ઘી અને છાશ ખાવામાં આવતાં.15. ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારનાં અનાજ અને શાકભાજી ઉગાડતા હતા. (√ કે X)
ઉત્તર : √
16. ખેડૂતો ઉગાડેલા પાકનું શું કરતા હતા ?
ઉત્તર : ખેડૂતે ઉગાડેલા પાકમાંથી પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ, શાકભાજી વગેરે ઘરમાં રાખી બાકીનાં અનાજ, શાકભાજી બજારમાં કે શહેરમાં વેપારીને વેચી દેતા હતા.
- ખેડૂતો ઉગાડેલા કપાસનું શું કરતા હતા ?
ઉત્તર :ઉગાડેલા કપાસમાંથી રૂ કાઢતા અને એ રૂને રેંટિયા પર ઉપર કાંતતા. તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું હતું.18. નીચેનામાંથી કયો પાક ચોમાસાની અને ઉનાળાની એમ બંને ઋતુમાં લેવાય છે ?
ઉત્તર : A
(A) ડાંગર
(B) ઘઉં
(C) ગાજર
(D) રાઈ
19. ખેડૂતો ઉનાળમાં કયા કયા પાકની ખેતી કરે છે ?
ઉત્તર : ખેડૂતો ઉનાળામાં બાજરી, કેરી, કાકડી, સૂરણ, રીંગણ, કોળું વગેરેની ખેતી કરે છે .
20. ઘઉંની ખેતી કઈ ઋતુમાં કરવામાં આવે છે ?
ઉત્તર : A
(A) શિયાળો
(B)ઉનાળો
(C) ચોમાસું
(D) A અને B બંને
21. ચાની ખેતી ____ ની ઋતુમાં કરવામાં આવે છે.
ઉત્તર : ચોમાસા
22. નીચે આપેલાં શાકભાજીનું ઋતુ અનુસાર વર્ગીકરણ કરો :
(કોળું, ગાજર, કારેલાં, બીટ, સૂરણ, કંકોડાં, કોબીજ, કાકડી, દૂધી, ફલાવર, ભીંડા, તૂરીયાં )
ઉત્તર : ઉનાળો : કોળું , સૂરણ , કાકડી , દૂધી
શિયાળો : ગાજર , બીટ , કોબીજ , ફ્લાવર
ચોમાસું : કારેલાં , કંકોડાં , ભીંડા , તૂરિયાં
- શિયાળામાં કયા કયા પાક લેવાય છે ?
ઉત્તર :શિયાળામાં ઘઉં, જવ, કઠોળ, રાઈ, તલ, ટામેટાં, કોબીજ, ફ્લાવર, બીટ, ગાજર વગેરે પાક લેવાય છે.24. અનાજને કેવી રીતે સાચવવામાં આવે છે?
ઉત્તર :અનાજને સાચવવા માટે તેની અંદર સૂકાં કડવા લીમડાનાં પાન કે ડાળીઓ અથવા બોરીક પાવડરની ટીકડીઓ મૂકવામાં આવે છે. અનાજને દિવેલથી મોઇને રાખવામાં આવે છે.25. ગુજરાતમાં ખેતીને સંબંધિત ____તહેવારની ઉજવણી થાય છે .
ઉત્તર : ઉત્તરાયણ26. ઉત્તરાયણ ક્યારે ઊજવવામાં આવે છે ?
ઉત્તર : ઉત્તરાયણ 14 કે 15 મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે .27. ઉત્તરાયણનું બીજું નામ મકરસંક્રાતિ છે .( √ કે X )
ઉત્તર : √28. કયો તહેવાર 10 દિવસ સુમી ઊજવવામાં આવે છે ?
ઉત્તર : B
(A) પોંગલ
(B) ઓણમ
(C) વૈશાખી
(D) સંકાન્તિ
- ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારમાં કઈ કઈ વિરોષ વાનગીઓ બનાવવામાં આવે છે ?
ઉત્તર :ગુજરાતમાં ઉત્તરાયના તહેવારમાં તલના લાડુ, તલ અને સીંગની ચીક્કી, ઊંધિયું, જલેબી, મમરાના લાડું વગેરે જેવી વિશેષ વાનગીઓ બનાવવામાં આવે છે .30. ઊંધિયું બનાવવા કયાં કયાં શાકભાજીનો ઉપયોગ થાય છે ?
ઉત્તર :ઊંધિયું બનાવવા બટાકા, શક્કરિયાં, રવૈયાં, રતાળુ, વાલોર, પાપડી, વટાણા, તુવેર, મરચાં, ટામેટાં, લીંબુ, કોથમીર, મેથી, જામફળ વગેરે શાકભાજીનો ઉપયોગ થાય છે.31. ઓણમ ક્યારે ઉજવવામાં આવે છે ?
ઉત્તર : ઓણમ 1 થી 11 સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવે છે.32. 13 એપ્રિલે / 14 એપ્રિલે કયો તહેવાર ઉજવવામાં આવે છે ?
ઉત્તર : C
(A) લોહરી
(B)બીહુ
(C) વૈશાખી
(D) ઓણમ
33. જોડકાં જોડો :
અ | બ |
(1) તમિલનાડુ | (A) બીહુ |
(2) પંજાબ | (B) ઓણમ |
(3) અસમ | (C) વૈશાખી |
(4) કરેલ | (D) પોંગલ |
જવાબ |
(1) ► D |
(2) ► C |
(3) ► A |
(4) ► B |
- સમય બદલાતાં ગામમાં ક્યાં કયાં પરિવર્તનો આવ્યાં ?
ઉત્તર : સમય બદલાતાં અમુક જગ્યાએ નહેરો દ્વારા પાણી આવી ગયું. બધી જગ્યાએ લગભગ વીજળી આવી ગઈ. બાજરી, જુવાર, શાકભાજી જેવા પાકોનું વાવેતર ઘટ્યું. અને ઘઉં, કપાસ જેવા પાકોનું પ્રમાણ વધ્યું ખેડૂતોએ બીજા વર્ષ માટે બીજ સાચવી રાખવાનું બંધ કર્યું.
35. સમય બદલાતાં ખેડૂતો ક્યા પાક વધુ લેવા લાગ્યા ?
ઉત્તર : સમય બદલાતાં ખેડૂતો બજારમાં વધુ ભાવ મળે તેવા પાક દા.ત. ઘઉં અને કપાસ વધુ લેવા લાગ્યા.
36. ખેડૂતોને વધુ ભાવ મળે તેવો પાક કયો હતો ?
ઉત્તર : D
(A) બાજરી
(B) મકાઈ
(C) જુવાર
(D) કપાસ
- કારણ આપો : ખેડૂતો હવે બીજ બજારમાંથી ખરીદીને લાવે છે.
ઉત્તર :બજારમાંથી મળતાં બીજથી ઉત્પાદન સારું થાય છે; વળી આવાં બીજ અમુક પ્રકારના રોગ સામે પણ ટકી શકે છે. આમ, વધુ ઉપજ મેળવવા ખેડૂતો બીજ બજારમાંથી ખરીદીને લાવે છે.38. દામજીભાઈ અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિમાં કેવો તફાવત હતો ?
ઉત્તર :દામજીભાઈ પારંપરિક રીતે ખેતી કરતા હતા. તે ખેતર ખેડવા માટે હળ અને બળદનો ઉપયોગ કરતા હતા અને ખેતરમાં પશુઓના છાણમાંથી મળતું છાણિયું વાપરતા હતા. બિયારણ માટે દર વર્ષે થતા સારા પાકમાંથી બીજા વર્ષે વાવવા માટે થોડાં બીજ અલગ કાઢીને સાચવી રાખતા હતા. હસમુખભાઈ તેનાથી વિપરિત આધુનિક પદ્ધતિથી ખેતી કરતા હતા. તે ખેતર ખેડવા ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હતા. બિયારણ અને ખાતર બજારમાંથી લાવતા હતા. સિંચાઈ માટે વીજળીથી ચાલતા પંપનો ઉપયોગ કરતા હતા. અનાજની જગ્યાએ જેના વધુ ભાવ મળે તેવા પાકની ખેતી કરતા હતા.39. હસમુખભાઈ બીજ બજારમાંથી ખરીદતા હતા. ( √ કે X )
ઉત્તર : √
- પહેલાના સમયમાં કયા પ્રાણીનો ઉપયોગ ખેતીમાં વધુ ઘાતો હતો ?
ઉત્તર : C
(A) ઘોડો
(B) ખચ્ચર
(C)બળદ
(D) ગધેડો
(A) હળ
43. પરંપરાગત ખેતીમાં વપરાતું સાધન જણાવો.
45. ખેતીમાં યંત્રો વાપરવાથી ઘણા લોકો બેરોજગાર થયા છે. (√ કે X )
ઉત્તર : બળદ કરતાં ટ્રેક્ટરની ઝડપ ખૂબ વધારે હોય છે. આથી, બળદની જગ્યાએ ટ્રેક્ટર વાપરવાથી ખેડૂતનું કામ ઝડપથી થાય છે. વળી, બીજા સાધનો આવવાથી પણ ખેતીના કામ માટે હવે બહુ વધારે માણસોની જરૂર પડતી નથી. આમ, હવે તો ખેડૂત બળદનો ઉપયોગ ખેતીમાં બહું જ ઓછો કરતો હોવાથી કહી શકાય કે બળદો હવે ખેતી માટે નકામા થઈ ગયા છે. તે જ રીતે હવે ઓછા માણસોથી પણ ખેતી સારી થઈ શકે છે. તેથી જ સાધનોને લીધે ખેતીમાં કામ કરનાર ઘણા બેરોજગાર થઈ ગયા છે.
47. હસમુખભાઈ શાને પ્રગતિ ગણતા હતા ?
ઉત્તર : હસમુખભાઈ વધુ પૈસા કમાવા, સુખ – સુવિધાવાળું જીવન, અવર – જવર માટે સાધનો વસાવવાં અને સારું ખાવું – પીવું તેને પ્રગતિ ગણતા હતા.
ઉત્તર : હું મારા ગામની સમતુલિત પ્રગતિ જોવા ઇચ્છું છું . મારા ગામમાં સારું શિક્ષણ આપતી શાળા હોય, લોકોને ઝડપથી સાજા કરે તેવું દવાખાનું હોય, પાકા રસ્તાઓ હોય, બાળકો રમત – ગમત તેમજ કલાના ક્ષેત્રે આગળ વધે તેવી સુવિધાઓ હોય. મારા ગામમાં આધુનિક ઢબે ખેતીવાડી અને પશુપાલન પ્રવૃત્તિઓ થતી હોય.જળસંચય, જળસંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણમાં મારું ગામ મોખરે હોય. સૂર્યઊર્જાનો મહત્તમ ઉપયોગ થતો હોય. ગામમાં કોઈ બેરોજગાર ન હોય અને પર્યાવરણને નુકસાન ન કરે તેવા ઔદ્યોગિક એકમો પણ હોય. આમ, મારા ગામના તમામ લોકો શાંતિથી, મહેનત કરીને, હળીમળીને પ્રકૃતિની નજીક રહીને સુખ-સુવિધાઓ મેળવીને જીવન જીવી શકે તેવી પ્રગતિ ઇચ્છું છું.
49. ખેતીમાં છેલ્લાં ___ વર્ષોમાં વધુ બદલાવ આવ્યા છે.
50. કારણ આપો : ખેડૂતોને હવે મોંઘાં ખાતર ખરીદવાં પડે છે .
ઉત્તર : પહેલાંના ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરતા હતા . તેઓ જમીન ખેડવા બળદનો ઉપયોગ કરતા હતા . આમ , ગાય – બળદનું છાણ ખેતરમાં કુદરતી ખાતરનું કામ કરતું હતું . હવે , ખેતીમાં બળદની જગ્યાએ ટ્રેકટરનો ઉપયોગ થાય છે . સાથે પશુપાલનની પ્રવૃત્તિ પણ ઘટી છે . આથી છાણિયું ખાતર ન મળવાથી ખેડૂતોને મોંઘાં રાસાયણિક ખાતર ખરીદવાં પડે છે .
51.નવા પ્રકારના બીજા એવાં હતા કે પાકને જીવજંતુઓ શરમાતા નુકસાન કરતા હતા. (√ કે X )
ઉત્તર : છેલ્લા વર્ષોમાં ખેતીમાં બદલાવ આવ્યો છે, જેનું મુખ્ય કરણ વકઢાતી જતી વસ્તી છે. આટલી બધી વસ્તીને અનાજ પૂરું પાડવા માટે વધુ ઉત્પાદન આપે તેવી પદ્ધતિઓ અપનાવવી ખૂબ જ જરૂરી હતી. આથી, જ ખેતપેદાશોનું ઉત્પાદન વધે તે માટે સિંચાઈની વ્યવસ્થા, આધુનિક બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને યંત્રોનો ખેતીમાં મોટા પાયે ઉપયોગ થવા લાગ્યો. હવે ખેડૂતને પોતાનું ઉત્પાદન વેચવા માટે બજાર સરળતાથી મળી રહેતું હોવાથી પણ ખેડૂતો વધુ ને વધુ પાક ઉત્પાદન થાય તેવા ફેરફારો અપનાવી રહ્યા છે.
53. પહેલાંના સમયમાં ખેડૂતો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે શું કરતા હતા ?
ઉત્તર : પહેલાંના સમયમાં ખેડૂતો જમીનમાં પાક લેવા છાણિયું ખાતર વાપરતા, ઉપરાંત પાકની ફેરબદલી કરતા જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે.
54. આધુનિકના પાછળ આંધળી દોટને કારણે હરામુખભાઈને કેવા પ્રકારનો ખર્ચ વધી ગયો હતો ?
ઉત્તર : આધુનિકના પાછળ આંધળી દોટને કારણે હરામુખભાઈને રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, બિયારણ પર વધુ ખર્ચ થવા લાગ્યો.
55. સિંચાઈ માટે ખેડૂતો પોતાના ખેતર માં જ ___ કરવા લાગ્યા.
ઉત્તર : બોરવેલ
56. ____ ની ગંધ ખુબ ખરાબ હોય છે.
(C) કાચાં ફળ
57. કપાસના ભાવ શાથી ઘટ્યા હતા ?
ઉત્તર : મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા. આથી કપાસની માંગ સામે ઉત્પાદન વધુ હોવાથી કપાસના ભાવ ઘટ્યા હતા.
58. જમીનની ફળદ્રુપતા શાથી ઘટી છે ?
ઉત્તર : એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી છે.
59. ખર્ચા ને પહોંચી વળવા હસમુખભાઈએ શું કર્યું ?
ઉત્તર : D
(A) બીજો ધંધો શરૂ કર્યો
(C) જમીનનો નાનો ટુકડે વેચી દીધો
60. ખેતીમાંથી થતો નફો ____ માં જતો રહેતો.
ઉત્તર : લૉન ભરવા
61. હસમુખભાઈ ની જેમ તેનો પુત્ર પરેશ શા માટે ખેડૂત નહોતો બનવા માંગતો ?
ઉત્તર : વધુ પડતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગના કારણે તથા એકનો એક પાક વારંવાર લેવાને કારણે જમીનની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ હતી. ઉપરાંત બધા જ ખેડૂતો કપાસની ખેતી કરતા હોવાથી પાકની સારી કિંમત પણ નહોતી મળતી. આમ, ખેતીમાં આવક ઘટી ગઈ હતી અને ફકત ખેતી ઉપર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. આથી, પરેશ ખેડૂત બનવા નહોતો માંગતો.
62. ‘બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી.’ આ વિધાન સાચું છે કે ખોટું ? કારણ આપો.
ઉત્તર : હું માનું છું કે બીજની વાન સાચી છે કે, હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. ખેતીમાં વધુ પડતાં રસાયણોના ઉપયોગથી ખેતરની જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ. જમીનમાંથી સતત પાછી ખેંચવાને કારણે ભૂગર્ભ જળની સપાટી ઓછી અથવા ઘટી ગઈ. જેથી ભવિષ્ય માટે પાણી ઓછું થઈ ગયું. યંત્રોના ઉપયોગથી કામ ઝડપી બન્યું પણ તેને લીધે ઘણા બધા લોકો બેરોજગાર બન્યા છે. આ બધાને કારણે કહી શકાય કે આ દેખાતી પ્રગતિ એ વાસ્તવિક પ્રગતિ નથી.
63. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા લખો.
ઉત્તર : રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીમાં શરૂઆતમાં ઉત્પાદન વધુ મળે છે, તેથી ફાયદો જણાય છે. પણ પછી વધુ નુકસાનકારક બને છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી જમીનની કુદરતી ફળદ્રુપતા નાશ પામે છે. તેની ભેજધારણ શક્તિ ઘટે છે. તેથી દર વર્ષે વધુને વધુ ખાતર નાખવું પડે છે તેથી આર્થિક ખર્ચા વધે છે. પાકની ગુણવત્તા ઘટે છે. અને વધુ પડતાં રાસાયણિક તત્ત્વોના ઉપયોગથી તૈયાર થયેલા પાકનો ખોરાકમાં ઉપયોગ કરવાને લીધે કૅન્સર જેવા અસાધ્ય રોગો પણ થતા જોવા મળ્યા છે. આમ, આ પ્રકારની ખેતીથી ગેરફાયદા વધુ છે.
64. સજીવ ખેતીના ફાયદા લખો .
ઉત્તર : સજીવ ખેતીથી નીચે મુજબના ફાયદા થાય છે :
(1) જમીનની ફળદ્રુપતા વધે છે.
65. ભાસ્કરભાઈની વાડી _________ ગામમાં આવેલી હતી .
66. ભાસ્કરભાઈની વાડીમાં બાળકોએ શેનાં ઝાડ જોયાં ?
(A) આંબાનાં
ઉત્તર : વાડીની બધી જમીન પર સુકાયેલાં પાંદડાં, જંગલી છોડ અને ધાસ પથરાયેલું હતું.
69. ભાસ્કરભાઈની વાડીના રંગબેરંગી પાંદડાંવાળા છોડનું નામ શું હતું ?
(A) ક્રોટોન
70. ભાસ્કરભાઈ રાસાયણિક ખાતરની મદદથી વધુ ઉપજ મેળવતા હતા. (√ કે X)
71. ભાસ્કરભાઈ ________ ખેતી કરતા હતા.
ઉત્તર : સજીવ
72. અળસિયાં ખેતી માટે કેવી રીતે ઉપયોગી છે ?
ઉત્તર : અળસિયાં જમીનને અંદરથી ખોદ્યા કરે છે. તેઓ જમીનમાં એક ગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે, તેના કારણે જમીન પોચી બને છે. તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. આથી ઉત્પાદન સારું મળે છે.
73. કેવી રીતે મફતમાં ખાતર તૈયાર કરી શકાય ?
ઉત્તર : એક ખાડો ખોદીને તેમાં અળસિયાં રાખવાં જોઈએ. તેમાં રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડાં વગેરે નાખતા, અળસિયાં તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. આ રીતે મફતમાં ખાતર તૈયાર કરી શકાય છે.
74. પહેલાંના સમયમાં ડૂંડામાંથી બાજરી દાણા કાઢવા ____ વાપરવામાં આવતું.
ઉત્તર : ખાંડણિયું
76. પહેલાંના સમયમાં ડૂંડામાંથી દાણા કેવી રીતે કાઢવામાં આવતા હતા ?
ઉત્તર : પહેલાંના સમયમાં ડૂંડામાંથી દાણા કાઢવા માટે ડૂંડાને ખંડનણિયામાં નાંખી સાંબેલાથી ખાંડવામાં આવતા હતા.
77. આજે ડૂંડામાંથી દાણા છૂટા પાડવા ___ નો ઉપયોગ થાય છે .
ઉત્તર : થ્રેશર
78. બાજરીના પાકનાં થડ કાપવા માટેનો ઉપયોગ થાય છે.
ઉત્તર : A
(A) દાતરડા
79. દાણાને દળવા માટે ઘંટીનો ઉપયોગ થાય છે. (√ કે X)
ઉત્તર : √
79 . બીજ ઘણી બધી જટિલ પ્રક્રિયા પછી આપણી થાળી સુધી પહોંચે છે. (√ કે X )
80. આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે, તેવું કેવી રીતે કહી શકાય ? તે વિશે જણાવો.
ઉત્તર : પહેલાં લોકો જુદાં જુદાં અનાજની રોટલી ખાતા હતા, પરંતુ આજે મોટે ભાગે ઘઉંમાંથી જ રોટલી બનાવવામાં આવે છે. ખોરાકમાં ચોખા, શાકભાજી, દાળ, કઠોળ વગેરેનો ઉપયોગ થતો હતો. જ્યારે અત્યારે તૈયાર પૅકેટો જેવાં કે નુડલ્સ, પાસ્તા, બ્રેડ વગેરેનો ઉપયોગ વધ્યો.
ઉત્તર : જો બધા ખેડૂતો એક જ પ્રકારનાં બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો એક જ પ્રકારના અનાજનું ઉત્પાદન થશે. જેને કારણે આપણો ખોરાક પણ એક જ પ્રકારનો બની જશે. આપણને જુદાં જુદાં અનાજ, શાકભાજી, ફળો વગેરે મળશે નહીં. જેથી શરીરમાં પોષક તત્ત્વોની ખામી થશે. ઉપરાંત તે જ રીતે જમીનમાં પણ એક જ પ્રકારનો પાક લેવાથી તેની ફળદ્રુપતા ઘટશે અને પાકની ગુણવત્તા પણ ઘટશે.