ધોરણ ૫ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૪ કેરીઓ બારેમાસ ! PART 01
- ખોરાક બગડી ગયો છે એ શા પરથી જાણી શકાય છે?
ઉત્તર :જ્યારે કોઈ ખોરાકમાંથી ખરાબ વાસ આવે ત્યારે તે બગડી ગયો છે તેમ કહી શકાય. ઉપરાંત તેને અડતાં તેમાં ચીકાસ પકડાઈ ગઈ હોય તેવું લાગે છે. ત્યારે પણ ખોરાક બગડી ગયો છે તેમ કહી શકાય.2. બટાકાનું શાક બગડી ગયું છે તે કેવી રીતે ખબર પડે?
ઉત્તર :જો બટાકાનું શાક બગડી ગયું હોય તો બટાકામાંથી વાસ આવે છે તેમજ શાકને અડતા તેમાં ચીકાસ જણાય છે જેના આધારે શાક બગડી ગયું તેનો ખ્યાલ આવે છે.3. બગડેલો ખોરાક ખાવાથી બીમાર પડાતું નથી.
ઉત્તર : ખોટું4. બગડી ગયેલા ખોરાક ખાવાથી શું થાય છે?
ઉત્તર : બગડી ગયેલો ખોરાક ખાવાથી માંદા પડાય છે. ફુડ પોઇઝનિંગ થાય છે. જેને કારણે ઝાડા-ઊલટી કે તાવ આવે છે.5. …………… ખોરાક ઝડપથી બગડી જાય છે.
ઉત્તર : રાંધેલો6. નીચેનામાંથી કઈ વસ્તુ સૌથી છેલ્લે બગડશે?
ઉત્તર : ભાખરી7. કરઈ વસ્તુઓ એકાદ દિવસમાં વાપરી કાઢવી પડે છે, નહીં તો તે બગડી જાય છે?
ઉત્તર : રાંધેલા ખોરાક જેવા કે, દાળ, ભાત, શાક, ખીચડી વગેરે એક જ દિવસમાં વાપરી કાઢવા પડે છે. નહીં તો તે બગડી જાય છે.8. નીચેનામાંથી કઈ વસ્તુ બે-ત્રણ દિવસ સુધી સારી રહી શકે છે?
ઉત્તર : કેક9. નીચેનામાંથી શું અઠવાડિયા સુધી સારું રહી શકે છે?
ઉત્તર : બટાકા10. તળેલો નાસ્તો જેવો કે, પૂરી, સેવ ઝડપથી બગડતા નથી.
ઉત્તર : સાચું11. કઈ વસ્તુઓ મહિનાઓ સુધી ખરાબ થતી નથી?
ઉત્તર : લોટ, ઘી, તેલ, ગોળ, ખાંડ, મસાલા વગેરે વસ્તુઓ મહિનાઓ સુધી ખરાબ થતાં નથી.
12. દહીં બે દિવસ સુધી સારું રહી શકે છે.
ઉત્તર : સાચું13. કઈ વસ્તુઓ એકાદ અઠવાડિયા સુધી સારી રહી શકે છે?
ઉત્તર : બટાકા, ડુંગળી વગેરે એકાદ અઠવાડિયા સુધી સારાં રહી શકે છે.14. બગડી ગયેલા ખોરાકને કચરાપેટીમાં ફેંકી દેવો જોઈએ.
ઉત્તર : સાચું15. દાદીએ બ્રેડનું પૅકેટ કેમ પાછું આપી દીધું?
ઉત્તર : બ્રેડના પૈકેટમાંથી કાળા અને લીલા ધબ્બા દેખાતા હતા, જેના પરથી દાદીને ખબર પડી કે બ્રેડ બગડી ગયેલી છે. માટે તેમણે બ્રેડનું પેકેટ પાછું આપી દીધું.16. આપણે બજારમાંથી કોઈ ખાદ્યપદાર્થ ખરીદીએ ત્યારે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ?
ઉત્તર : એક્સપાયરી ડેટ17. તૈયાર ખોરાકના પૅકેટ ઉપર કઈ કઈ માહિતી આપેલી હોય છે?
ઉત્તર : તૈયાર ખોરાકના પેકેટ ઉપર તેની બનાવવાની તારીખ, તેમાં વાપરેલ ચીજવસ્તુઓ, તેની કિંમત, તેનું વજન તેના ઉપયોગની રીત, તેના ઉપયોગની અંતિમ તારીખ વગેરે માહિતી આપેલી હોય છે.18. બે-ત્રણ દિવસ પછી ભીની રોટલી કે બ્રેડ પર શું દેખાય છે? કેમ?
ઉત્તર : બે-ત્રણ દિવસ પછી ભીની રોટલી કે બ્રેડ પર કાળા કે લીલા-પીળા ધબ્બા જેવું દેખાય છે. કેમ કે, હવામાં ફૂગના કિટાણુ ભળેલા જ હોય છે, જે વાસી-ખોરાક પર ચોંટતાં ત્યાં ઝડપથી વિકાસ પામે છે. જેને કારણે ફૂગના ધબ્બા ભીની રોટલી કે બ્રેડ પર દેખાય છે.19. ભીની બ્રેડ કે રોટલી થોડા દિવસ પછી ખાવાલાયક રહેતાં નથી, તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર :
હેતુ : ભીની બ્રેડ કે રોટલી થોડા દિવસ પછી ખાવાલાયક રહેતાં નથી, તે ચકાસવું.
સાધનો અને પદાર્થો : બિલોરી કાચ, બે ડબા, રોટલી, બ્રેડ, પાણી
પદ્ધતિ : એક રોટલી અને એક બ્રેડ લઈ તેને અલગ ડબામાં મૂકો. અલગ અલગ ડબામાં મૂકો. એક ગ્લાસમાં પાણી લઈ બંને પર થોડું થોડું પાણી છાંટી બંનેને ભીનાં કરો. રોજ અવલોકન કરો.
અવલોકન :
દિવસ | અડીને | સૂંઘીને | બિલોરી કાચ દ્વારા | રંગમાં ફેરફાર |
1 | – | – | – | – |
2 | થોડું નરમ | – | – | – |
3 | પોચું, ફેલલાં | ભીની રોટલીની સુંગધ | ભૂખરાં ટપકાં | – |
4 | વધુ ફૂલેલું અને નરમ | બગડવાની શરૂઆતની વાસ | ભૂખરાં કાળાં ટપકાં | ભૂખરી, કાળી સપાટી |
5 | ફૂલીને આકાર અનિયમિત | બગડેલી બ્રેડની વાસ | કાળા ટપકાંના પ્રમાણમાં વધારો | કાળી સપાટી |
7 | અનિયમિત ફૂલીને વિચિત્ર દેખાવ | સડેલા પદાર્થની વાસ | કાળા ભૂખરાં ટપકાંમાં વધારો | સપાટી તદ્દન કાળી સપાટી |
ભેજના કારણે રોટલી/બ્રેડનાં ટુકડા પર ફૂગનું પ્રમાણ ધીમે-ધીમે વધે છે. જેના કારણે રોટલી/બ્રેડના બંધારણમાં ફેરફાર થવાથી તે ખરાબ વાસવાળી બને છે.
નિર્ણય : ભેજના કારણે ઉત્પન્ન થતી ફૂગ ભીની રોટલી કે બ્રેડને ખાવાલાયક રહેવા દેતી નથી.
20. ……………. ઋતુમાં ખોરાક ઝડપથી બગડી જાય છે.
ઉત્તર : ઉનાળાની
21. કઈ ક્છતુમાં અનાજ, કઠોળમાં જીવડાં વધારે પડે છે અથવા સડી જાય છે?
ઉત્તર : ચોમાસાની
22. ……………. ખોરાકમાં ઝડપથી સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે.
ઉત્તર : રાંધેલા
23. લીલાં શાકભાજી ક્યારે બગડી જાય છે?
ઉત્તર : લીલાં શાકભાજી બે-ત્રણ દિવસ સાફ કર્યા વગર બહાર ખુલ્લામાં તડકામાં કે જયાં ગરમ હવા આવતી હોય તેવી જગ્યાએ મૂકી રાખવામાં આવે તો તે બગડી જાય છે.
24. રાંધેલા ખોરાકને લાંબો સમય સાચવવા શું કરવું જોઈએ?
ઉત્તર : રાધેલા ખોરાકને લાંબો સમય સાચવી રાખવા તેને રાંધ્યા પછી ઠંડો પડે એટલે ફ્રિજમાં મૂકી દેવાથી તે લાંબો સમય સાચવી શકાય છે.
25. ભાતને થોડો સમય ફ્રિજ વિના સાચવવા શું કરવું જોઈએ?
ઉત્તર : ભાતને એક-બે દિવસ ફ્રિજ વિના સાચવવા ભીનાશવાળા કાપડમાં વીંટાળીને રાખવાથી તે સારો રહે છે.
26. દૂધને જાળવવા શું કરવું જોઈએ?
ઉત્તર : દૂધને જાળવવા તેને દિવસમાં એકથી બે વખત ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરવું જોઈએ અને ઠંડું પડતાં તેના વાસણને બીજા પાણી ભરેલા વાસણમાં મૂકી રાખવું જોઇએ, જેથી તે એક-બે દિવસ સુધી સારું રહે છે. આ ઉપરાંત દૂધને ફ્રીજમાં પણ લાંબો સમય જાળવી શકાય છે.
27. અનાજ-કઠોળ વગેરેને જીવાતથી બચાવવા શું કરવું જોઈએ?
ઉત્તર : અનાજ-કઠોળ વગેરેને જીવાતથી બચાવવા માટે તેમાં કડવા લીમડાની સૂકી ડાળી કે પત્તાં મૂકવાં જોઈએ, બોરીક પાવડરની ટીકડીઓ મૂકવી જોઈએ, દિવેલ કે તેલથી મોઈને રાખવાં જોઈએ.
28. રાંધેલી વસ્તુને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે કયા કયા પ્રિઝર્વેટિવનો ઉપયોગ થાય છે?
ઉત્તર : રાંધેલી વસ્તુઓને સાચવવા માટે વિનેગાર, સોડિયમ બેન્ઝોઇટ, સોડિયમ નાઇટ્રાઇટ જેવાં આર્ટિફેશિયલ પ્રિઝેર્વેટિવનો ઉપયોગ થાય છે.
29. નીચેનામાંથી કયું કુદરતી પ્રિઝર્વેટિવ છે?
ઉત્તર : મીઠું, ખાંડ
30. ગોળ એ કુદરતી પ્રિઝર્વેટિવ છે.
ઉત્તર : ખોટું
ધોરણ ૫ આસપાસ પર્યાવરણ પાઠ ૪ કેરીઓ બારેમાસ PART 1
પાઠ 4 કેરીઓ બારેમાસ
1. એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે?
ઉત્તર : ફ્રુટ સલાટ
2. કઇ ઋતુમાં દૂધ જલદી બગડી જાય છે?
ઉત્તર : ઉનાળામાં
3. ખાદ્ય પદાર્થ ના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવા લાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે?
ઉત્તર : વાપરવા ની તારીખ
4. બ્રેડ કે રોટલી ત્રણ-ચાર દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેમાં શું ફેરફાર જોવા મળે છે?
ઉત્તર : બ્રેડ કે રોટલી ત્રણ-ચાર દિવસ સુધી ભેજવાળા વાતાવરણમાં રહે તો તેમના પર સફેદ ફૂગ જોવા મળે છે.
5. કેરી ના પાપડ બનાવવા કેરી ના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે?
ઉત્તર : ગોળ અને ખાંડ
6. પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર : અડદ
7. હર્ષના ટિફિનમાં ……………. નામની મીઠી રોટલી હતી.
ઉત્તર : પૂરણપોળી
8. …………… ની ઋતુ માં ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે છે.
ઉત્તર : શિયાળા
9. સોસ બનાવવા માટે………….. નો ઉપયોગ કરવામાં આવે છે.
ઉત્તર : ટમેટા
10. ઉનાળાની ઋતુ માં પુરી સાથે………….. નો રસ ખાવાની મજા આવે છે.
ઉત્તર : કેરી
11. …………… ને ઉકાળવાથી તે લાંબા સમય સુધી બગડતું નથી.
ઉત્તર : દૂધ
12. ચટાઈ …………… ના ઝાડના પાંદડાંમાંથી બનાવવામાં આવે છે.
ઉત્તર : વડ
13. ગોળ અને ખાંડ સાથે……….. ભેળવી કેરી ના પાપડ બનાવવામાં આવ્યા.
ઉત્તર : કેરી નો માવો
ઉત્તર : બટાટા
15. ખોરાકનું બગડવું એટલે શું?
ઉત્તર : ખોરાક વધુ પડી રહે ને વાસી થઈ જાય, તેમાંથી ખરાબ વાસ આવે તેને ખોરાકનું બગાડવું કહે છે.
16. અલ્પેશ અને મહેન્દ્ર બન્ને ભાઈઓ ઉનાળાની રજાઓ કયા વીતાવતા હતા?
ઉત્તર : અલ્પેશ અને મહેન્દ્રને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડિયામાં વીતાવતા હતા.
17. કેરી ના પાપડ બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે છે?
ઉત્તર : કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરીઓ ,ગોળ અને ખાંડ ની જરૂર પડે છે.
18. એક અઠવાડિયા સુધી રાખી શકાય તેવા ખોરાકના ત્રણ ઉદાહરણ આપો.
ઉત્તર : બટાકા ,ડુંગળી કેક ,સફરજન ,મીઠાઈ.
19. જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે, ત્યારે તમે શું કરો છો?
ઉત્તર : મારા ઘરે ખાવાનું બગડી જાય તો અમે તેને માટી નો ખાડો કરી દાટી દઈએ છીએ અથવા કચરા પેટીમાં નાખી દઈએ છીએ.
20. કેરીના માવા માં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવ્યો?
ઉત્તર : કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેના ઘટ્ટ પ્રવાહીને તડકામાં સૂકવવાથી તેમાંથી પાણી દૂર થાય છે .આથી ધન સ્વરૂપમાં તેનો એક સરખો થર જામે છે. તડકે સૂકવવા થી ભેજ વગરના કેરી ના પાપડ લાંબા સમય સુધી બગડતા નથી આથી તેને તડકામાં સૂકવવામાં આવે છે.
ધોરણ ૫ આસપાસ પર્યાવરણ પાઠ ૪ કેરીઓ બારેમાસ PART 2
પાઠ 4 કેરીઓ બારેમાસ
- પિતા એ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલા પાકી કેરીઓ કેમ પસંદ કરી?
ઉત્તર : કેરી ના પાપડ ગળ્યા સ્વાદવાળા બનાવવા માટે પાકી કેરી ના માવાની જરૂર પડે છે તેથી પિતાએ સૌથી પહેલા પાકી કેરીઓ પસંદ કરી.22. કાચની બરણીમાં અથાણા ભરતા પહેલાં તેને શા માટે સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે?
ઉત્તર : કારણ કે તેમાં રહેલો ભેજ સૂર્યપ્રકાશની ગરમીથી સુકાઈ જાય છે. વળી સૂર્યપ્રકાશમાં બરણી જીવાણુ મુક્ત બને છે .આથી કાચની બરણીમાં અથાણું ભરતા પહેલા તેમને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે.23. માંચડો બનાવવા ભાઈઓ બજારમાંથી શું શું લાવ્યા?
ઉત્તર : માંચડો બનાવવા બજારમાંથી તાડના ઝાડ ના પાંદડા થી વણેલી ચટાઈ , નીલગીરી ઝાડ ના થાંભલા અને નારિયેળીની છાલ માંથી બનેલી દોરીઓ લાવ્યા.24. ખોરાક નો બગાડ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર : (1) જમતી વખતે થાળીમાં ભોજન વધુ પ્રમાણમાં લઈને ભોજનને એકઠું કરી કચરાપેટીમાં નાખવું. (2) જરૂર કરતાં વધુ પ્રમાણમાં ભોજન બનાવ્યું અને વધેલું ભોજન ફેંકી દેવું. આ બધી બાબતો ખોરાકને બગાડવું સૂચવે છે.25. ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ?
ઉત્તર: (1) પેકેટ માં રહેલી વસ્તુ કે ખાદ્ય પદાર્થ ક્યારે બનાવવામાં આવ્યો છે તેની તારીખ અને વર્ષ.(2) વસ્તુની કિંમત. (3)વસ્તુ કે પદાર્થો ક્યાં સુધી ઉપયોગમાં લઈ શકાય તેની તારીખ અને વર્ષ.(4) પેકેટ પર વસ્તુ કે પદાર્થ ના વજન ની વિગત. (5) પેકેટ ની વસ્તુ કે પદાર્થ બનાવવા માટે કઈ વસ્તુ નો ઉપયોગ થયો તેની વિગત.(6) ઉત્પાદકતા તથા બ્રાન્ડનું નામ.26. એવી ઋતુઓ અને પરિસ્થિતિ ની યાદી બનાવો, જેમાં ખોરાક જલદી બગડી શકે છે?
ઉત્તર : ઉનાળામાં દૂધ જલ્દી બગડે છે વળી તેને સારી રીતે ગરમ કરવામાં નો આવે તો જલદી બગડી જાય છે.(3) ભોજનને થાકીને તેમજ ઠંડક માં ન રાખવામાં આવે તો તે જલ્દી બગડે છે. (4)અનાજ અને કઠોળ ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં જલ્દી બગડે છે.27. શું તમારા ઘરમાં અથાણું બને છે ?કયા પ્રકારનું અથાણું બને છે ?કોણ બનાવે છે ?તેઓ કોની પાસે થી એ બનાવતા શીખ્યા?
ઉત્તર : હા, મારા ઘરમાં કેરી ગુંદા અને આમળા ના અથાણા બને છે.અથાણા મારી મમ્મી બનાવે છે તેઓ અથાણા બનાવતા તેમની મમ્મી પાસેથી શીખ્યા હતા.28. તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણા ની યાદી બનાવો.
ઉત્તર : કેરીનું અથાણું ,ગાજરનું અથાણું , ગુંદાનું અથાણું ,લસણ નું અથાણું , લીંબુ નું અથાણું, આમળાનું અથાણું , મરચાનું અથાણું , ચણા મેથીનું અથાણું , આદું અથાણું વગેરે…29. જ્યારે તમે બજારમાંથી ખરીદી કરો ત્યારે પેકેટ પર તમારે શું જોવું અને વાંચવું જોઈએ.
ઉત્તર :
(1) વસ્તુ ક્યારે બની છે તેની તારીખ અને વસ્તુની કિંમત.
(2)વસ્તુ નુ કુલ વજન.
(3) વસ્તુ ક્યાં સુધી વાપરી શકાય તેની તારીખ કે માસ અને વર્ષ.
(4)વસ્તુ કયા કયા પદાર્થોની બનેલી છે તેની પૂરી વિગત.
(5)ઉત્પાદક તથા બ્રાન્ડનું નામ.
30. કેરીનું ગળ્યું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે ?અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે લખો?
ઉત્તર :
જરૂરી સામગ્રી: રાજાપુરી, કેરી , ગોળ, સરસવનું તેલ, રાઈ ના કુરિયા અને મેથીના કુરિયા ખારેક ,મરચું ,હળદર ,હિંગ મીઠું, મરી, લવિંગ
બનાવવાની રીત : રાજાપુરી કેરી ને ધોઈ ને છાલ સાથે ટુકડા કરવા, ગોટલી ની નજીક ચારે બાજુ કાપવી તેમાં મીઠું હળદર નાખી બે દિવસ રહેવા દેવું. પછી ટુકડા સૂકવવા માટે કપડા ઉપર પહોળા કરવા. એક તપેલીમાં વચ્ચે બધો મસાલો ભેગો કરી ગરમ કરવો. મસાલો ઠંડો પડે એટલે ગોળનો ભૂકો મરચું, તજ, મરી ,લવિંગ અને કેરીના ટુકડા નાખવા. અઠવાડિયા સુધી હલાવતા રહેવું પછી બરણીમાં ભરવું .મીઠા હળદરનું જે પાણી રહે તેમાં ખારેકના ઠળિયા કાઢી તેમાં પલાળવા બરાબર ફૂલી જાય એટલે ઊભી ચીરી કરી અથાણામાં નાખવી.
31. ખરા કે ખોટા તે જણાવો.
1. ખોરાક વાસી થવો એ ખોરાક નું બગડવુ કહેવાય.
ઉત્તર : ✓
2. શાક એક અઠવાડિયા સુધી સારું રહે છે.
ઉત્તર : ×
3. અથાણાની આખા વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.
ઉત્તર : ✓
4. કોઈપણ વસ્તુ ના પેકેટ પર ફક્ત કિંમત જ લખવામાં આવે છે.
ઉત્તર : ×
5. ઉનાળામાં ગરમીને કારણે વસ્તુ જલદી બગડી જાય.
ઉત્તર : ✓
6. ચાર-પાંચ દિવસ પડી રહેલી બ્રેક બગડી જતી નથી.
ઉત્તર : ×
7. દૂધ ને સાચવવા તેને સુખી અને ગરમ જગ્યા કે રાખવામાં આવે છે.
ઉત્તર : ×
32. બંધબેસતાં જોડકાં રચો.
ઉત્તર :
વિભાગ અ (વસ્તુ) | વિભાગ બ (શામાંથી બને છે?) |
1. પાપડ | 1. ચોળા |
2. કાતરી / વેફર્સ | 2 ટામેટાં |
3. વડીઓ | 3. બટાટા |
4. સૉસ | 4. અડદ |
5. કોથમીર – લસણ |
ઉત્તર |
1. – 4 |
2. – 3 |
3. – 1 |
4. – 2 |
- તફાવતના બે મુદ્દા લખો.
ખોરાકનું બગડવું | ખોરાકનો બગાડ |
1. ખોરાક વાસી હોય કે અન્ય કારણસર ખાવાલાયક ન રહે તો તેને ખોરાકનું બગડવું કહેવાય.
2. ખોરાકનું બગડવું એ પણ ખોરાકનો બગાડ જ છે.
|
1. ખોરાક વપરાયા વિના પડી રહે અને તેને ફેંકી દેવો પડે તો તેને ખોરાકનો બગાડ કહેવાય.
2. ખોરાકના બગાડને ખોરાકનું બગાડવું એમ કરી શકાય નહિ. |
ધોરણ ૫ આસપાસ (પર્યાવરણ) પાઠ : ૦૪ કેરીઓ બારેમાસ ! PART 02
- તફાવત લખો : ખોરાકનું બગડવું અને ખોરાકનો બગાડ
ખોરાકનું બગડવું | ખોરાકનો બગાડ |
1. કુદરતી રીતે જ ખાદ્ય પદાર્થ બગડી જાય તો તેને ખોરાકનું બગડવું કહેવાય. | 1. માનવીય ભૂલને લીધે ખોરાકને એંઠવાડ કે કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે. તેને ખોરાકનો બગાડ કહેવાય. |
2. કેળું વધુ દીવસો એમ ને એમ રહેતા પોચું થઇ જાય તે ખોરાકનું બગડવું કહેવાય. | 2. આખું કેળું ખાધા વગર થોડું ખાઇને બાકીનું કેળું ફેંકી દઇએ તે ખોરાકનો બગાડ કહેવાય. |
3. ખોરાકનું બગડવું કુદરતી છે. | 3. ખોરાકને બગાડ એ માનવીય પ્રવૃત્તિઓને લીધે થાય છે. |
-
ટામેટાંના સોસને સાચવી રાખવા તેમાં ……….. નો ઉપયોગ કરવામાં આવે છે.
ઉત્તર : વિનેગાર33. નીચેનામાંથી કઈ વસ્તુ સૂકવણી કરીને બારેમાસ રાખી શકાય છે?
ઉત્તર :ગવાર, કેરી, કારેલાં.34. બટાકામાંથી કઈ કઈ વસ્તુઓ સૂકવણી કરીને બનાવવામાં આવે છે?
ઉત્તર :બટાકામાંથી કાતરી, વેફર, પાપડ, છીણ, ફ્રાયમ્સ વગેરે બનાવીને સૂકવણી કરીને રાખવામાં આવે છે.
35. ………….. ફળનો રાજા છે.
ઉત્તર : કેરી36. કેરી કઈ ઋતુમાં થતું ફળ છે?
ઉત્તર : ઉનાળો
37. કેરીના પાપડ બનાવવા માટે શું તૈયારી કરવી પડે છે?
ઉત્તર : કેરીના પાપડ બનાવવા માટે બજારમાંથી તાડના ઝાડનાં પાંદડાંથી વણેલી ચટ્ટાઈ, નીલગિરિના ઝાડના થાંભલા, કાથી, પાકી કેરીઓ, ગોળ અને ખાંડ લાવવાં પડે છે. ચટાઈ, થાભલા અને કાથીનો ઉપયોગ કરી ઊંચો માંચડો બનાવવો પડે છે.38. કેરીના પાપડ કેવી રીતે બનાવવામાં આવે છે?
ઉત્તર : કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરીનો રસ કાઢીને તેને પાતળા સુતરાઉ કાપડથી ગાળવામાં આવે છે. જેથી તેમાં ગાંઠો કે રેસા રહી ન જાય. ત્યાર બાદ તેમાં ગોળ અને ખાંડ યોગ્ય પ્રમાણમાં મેળવીને ખૂબ હલાવી એકરસ કરવામાં આવે છે. આ મિશ્રણને તાડની ચટાઈના માંચડા પર એકદમ પાતળું થર પાથરીને સૂર્ય પ્રકાશમાં સૂકાવા દેવામાં આવે છે. આવી રીતે રોજ ચાર અઠવાડિયા સુધી ચટાઈ પર કેરીના રસના થર કરવામાં આવે છે. તે સમયે સૂર્યપ્રકાશ પાપડ પર યોગ્ય રીતે મળતો રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે. તેની પર ધૂળ ન ઊડે માટે રાત્રે બારીક સાડીથી તેને ઢાંકી દેવામાં આવે છે. 4 સેમી જેટલું જાડું થર તૈયાર થઈ જાય એટલે તેને બરોબર સુકાવા દઈને તેનાં ચોસલાં પાડીને કાચની કોરી કરેલી બરણીમાં ભરી લેવામાં આવે છે. પછી આખું વર્ષ કેરીના પાપડની મદદથી કેરીનો સ્વાદ માણી શકાય છે.39. નાળિયેરની છાલમાંથી બનેલી દોરીને ………… કહે છે.
ઉત્તર : કાથી
40. કેરીના પાપડ બનાવવા સૂર્યપ્રકાશ જરૂરી નથી.
ઉત્તર : ખોટું41. કેરીનો પાપડ તૈયાર થવામાં લગભગ કેટલો સમય લાગે છે?
ઉત્તર : ચાર અઠવાડિયાં42. કેરીનો પાપડ …………. જેવો લાગે છે.
ઉત્તર : સોનેરી કેક43. કેરીના પાપડ બનાવવા સારી પાકી કેરીઓ કેમ પસંદ કરવામાં આવે છે?
ઉત્તર : સારી પાકી કેરીઓમાં રસ સારો અને મીઠો નીકળે છે, ઉપરાંત તેમાં રેસા પણ ઓછા હોય છે. માટે પાપડ બનાવવા પાકી કેરીઓ વપરાય છે.44. આપણે કેરીનો બારેમાસ આનંદ લેવો હોય તો શું કરવું પડે? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર : આપણે કેરીનો બારેમાસ આનંદ લેવો હોય તો તેના રસને ક્રોજન કરવો પડે. તેમાંથી આમપાક કે છૂંદો, શરબત વગેરે બનાવીને રાખવું પડે.45. કેરીના પાપડ બનાવતી વખતે કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવીને તેને તડકામાં શા માટે સૂકવવામાં આવે છે?
ઉત્તર : કેરીના પાપડ બનાવતી વખતે કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવતાં તે ઘટ્ટ પ્રવાહી સ્વરૂપમાં આવે છે. તેમાં પાણીનો ભાગ પણ હોય છે. જો આ પાણી ઊડી ન જાય તો કેરીનો માવો બગડી જાય. આથી તેમાં રહેલો પાણીનો ભાગ દૂર કરી તેનું આખુ વર્ષ સારી રીતે સાચવી શકાય તે માટે તડકામાં સૂકવામાં આવે છે.
46. અથાણું ……….. કેરીમાંથી બને છે.
ઉત્તર : કાચી47. કાચી કેરીનો ઉપયોગ શું શું બનાવવા માટે થાય છે? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર : કાચી કેરીનો ઉપયોગ આંબોળિયાં, ચટણી, શરબત, અથાણું, કચુંબર, શાક, બાફલો વગેરે બનાવવામાં થાય છે.48. કાચી કેરીમાંથી બનાવેલ ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે.
ઉત્તર : બાફલો49. કેરીનો બાફલો પાકી કેરી બાફીને બનાવવામાં આવે છે.
ઉત્તર : ખોટું50. અથાણું બનાવવા કેરી ઉપરાંત બીજા કયા મસાલાનો ઉપયોગ થાય છે? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર : અથાણું બનાવવા કેરી ઉપરાંત મીઠું, લાલ મરચું, હળદર, હીંગ, રાઈના કૂરિયા (ભરડો), મેથીના કૂરિયા, ધાણાના કૂરિયા, વરિયાળી, તેલ વગેરેનો ઉપયોગ થાય છે.51. આંબળાંનું અથાણું પણ બનાવી શકાય છે.
ઉત્તર : ખોટું
52. પાકી કેરીનો ઉપયોગ શું શું બનાવવા થાય છે?
ઉત્તર : પાકી કેરીનો ઉપયોગ રસ, મઠો, મીઠાઈ, આમપાક, આમપાપડ, જામ, જેલી, શરબત વગેરે બનાવવા થાય છે.53. કેરી અને અન્ય ચીજોમાંથી બનાવવામાં આવતાં અથાણાંનાં નામ જણાવો. (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર : કેરીમાંથી ગળ્યું અથાણું, ખાટું અથાણું, લસણિયું, છૂંદો, કટકી, પંજાબી મિક્સ અથાણું, ડાબલા વગેરે ઉપરાંત મરચાં, આંબળાં, કેયડાં, લીંબું, લીલી હળદર વગેરેનું પણ અથાણું બનાવવાય છે.54. અથાણાં ભરવાની બરણી બરોબર કોરી ન હોય તો શું થાય?
ઉત્તર : અથાણાં ભરવાની બરણી બરોબર કોરી ન હોય એટલે કે ભેજવાળી હોય તો અથાણાંમાં ફૂગ લાગવાની અને અથાણું બગડી જવાની સંભાવના રહે છે.55. તમારા ઘરમાં કઈ-કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર : અમારા ઘરમાં કાચી કેરીમાંથી બાફલો, શરબત, આંબોળિયાં, ચટણી, અથાણાં, છૂંદો વગેરે બનાવાય છે, જ્યારે પાકી કેરીમાંથી રસ, આમપાક, મેંગો લસ્સી, મેંગો મઠો, આઇસક્રીમ વગેરે બનાવવામાં આવે છે.56. પાપડ બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે?
ઉત્તર : જેના પાપડ બનાવવાના હોય તે લોટ, જેમ કે અડદ કે મગદાળનો લોટ, મરિયાંનો ભૂકો, જીરું, મીઠું, ખારો અને પાણી વગેરે સામગ્રી જોઈશે.57. કઈ કઈ ચીજવસ્તુઓ સુકવણી કરીને બારેમાસ રાખવામાં આવે છે? (નમૂનારૂપ ઉત્તર)
ઉત્તર : ચોખાના પાપડ, વડી, ચકરી, બટાકાની કાતરી, વેફર, પાપડ, ફ્રાયમ્સ, મગ અને ચોખાની વડીઓ વગેરે ઉનાળાની ઋતુમાં સુકવણી કરીને બારેમાસ રાખવામાં આવે છે.58. કારણ આપો : બારેમાસ ભરીને રાખવાના ઘણાં ખાદ્ય પદાર્થો સૂર્યપ્રકાશમાં રાખીને સૂકવવામાં આવે છે.
ઉત્તર : ખાદયપદાર્થોમાં પાણી રહેલું હોય છે, જેથી તે લાંબા સમય સુધી વાપરવા યોગ્ય રહેતા નથી. જો ખાદ્ય પદાર્થોને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે તો તેની અંદર રહેલું પાણી (ભેજ) સૂકાઈ જાય છે. જેથી, ખાદ્યપદાર્થ લાંબા સમય સુધી વાપરવા યોગ્ય બને છે.59. સુકવણી કર્યા વગર બીજી કઈ વસ્તુઓ છે, જે બારેમાસ રાખવા માટે બનાવવામાં આવે છે?
ઉત્તર : ટામેટાંનો સોસ, ફળોના જામ, અથાણાં વગેરે સુકવણી કર્યા વગર ગોળ અને ખાંડ નાખીને બનાવવામાં આવે છે.