1. બધા સંબંધીઓ ધનુના ધરે ક્યો તહેવાર ઊજવવા આવ્યા છે?
ઉત્તર : દશેરા

2. ધનુના……………….પરિવારમાં સૌથી મોટા છે.
ઉત્તર : 
પિતા

3. બધા તહેવારો ધનુને ધેર કેમ ઊજવાય છે?
ઉત્તર :
 ધનુના પિતા પરિવારમાં સૌથી મોટા છે. તેથી બધા તહેવારો તેમના ઘેર જ ઊજવાય છે.

4. દશેરાની સાંજે સાંજ પડતાં જ સ્ત્રીઓ અને બાળકો શું કરવા લાગ્યાં ?

ઉત્તર : સાંજ પડતાં જ સ્ત્રીઓ અને બાળકો સામાન બાંધવાનું કામ કરવા લાગ્યાં.

5. મુકાદમ એટલે શું?
ઉત્તર : 
મુકાદમ એટલે એવો વ્યક્તિ કે જે કારખાનામાં કે ખેતરમાં જે અન્ય જગ્યાએ જ્યાં મજૂરોની જરૂર હોય ત્યાં મજૂર પૂરા પાડવાનું અને તેમના હિસાબ રાખવાનું કામ કરતો હતો.

6. મુકાદમ દરેક પરિવારની………………..વિગતો આપતો હતો.
ઉત્તર : 
લોન

7. લોન એટલે શું ?
ઉત્તર :
 જો કોઇ વ્યક્તિને ધંધા માટે, શિક્ષણ માટે કે અન્ય બીજા કાંઇ જરૂરી કામ માટે પૈસાની જરૂર હોય અને તે અન્ય કોઇ પેઢી, સંસ્થા કે બેંકમાંથી તેની જરૂરિયાત મુજબના પૈસા ચોક્કસ શરતોને આધીન અને વ્યાજ આપવાની શરતે મેળવે તો તેણે લોન લીધી કહેવાય.

8. ગામલોકોને ખર્ચા માટે ઉછીના પૈસા………………….આપતા હતા.
ઉત્તર : 
મુકાદમ

9. મુકાદમ ગામલોકોને શું સમજાવતો હતો?
ઉત્તર :
 મુકાદમ ગામલોકોને આગળના છ મહિના તેઓએ ક્યા વિસ્તારમાં કામ કરવા જવાનું રહેશે તે સમજાવતો હતો.

10. વરસાદની ઋતુની દશેરા સુધી ધનુના ગામના લોકો શું કામ કરતા હતા?
ઉત્તર :
 વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુના ગામના લોકો મોટા ખેડૂતોની જમીન પર ખેતીનું કામ કરતા હતા.

11. વર્ષના ક્યા સમય દરમિયાન ધનુના પરિવારને ગામમાં કામ મળે છે
ઉત્તર : 
વરસાદની ઋતુથી દશેરા સુધીના સમય દરમિયાન ધનુના પરિવારને ગામમાં કામ મળે છે.

12. ક્યા સમય દરમિયાન ધનુના પરિવાર પાસે ગામમાં કામ હોતું નથી?
ઉત્તર : 
દશેરા પછી વરસાદની ઋતુ આવે ત્યાં સુધીના છ માસ ધનુના પરિવાર પાસે ગામમાં કામ હોતું નથી.

13. વરસાદ ન હોય તે સમયે કામ પણ ન હોય તે સમયે ગામલોકો ઘરનો નિભાવ કેવી રીતે કરતા હતા ?
ઉત્તર :
 જ્યારે કામ ન હોય ત્યારે ગામલોકો મુકાદમ પાસેથી ઉછીના પૈસા લે છે. તે પૈસા પરત આપવા તેઓએ મુકાદમ માટે કામ કરવું પડે છે.

14. મુકાદમ…………..ની ફેકટરીની પ્રતિનિધિ હતો.
ઉત્તર : 
શેરડી

15. ગામલોકોને શેરડીની ફેકટરીમાં કામ કોણ અપાવતું હતું ?
ઉત્તર :
 ગામલોકોને શેરડીની ફેકટરીમાં કામ મુકાદમ જે શેરડીની ફેકટરીનો પ્રતિનિધિ છે. તે અપાવતો હતો.

16. ગામલોકોને શેરડીની ફેકટરીમાં કામ કોણ અપાવતું હતું?
ઉત્તર : 
ગામલોકોને શેરડીની ફેકટરીમાં કામ મુકાદમ જે શેરડીની ફેકટરીનો પ્રતિનિધિ છે તે અપાવતો હતો.

17. જો ધનુના ગામના લોકો કામની શોધમાં તેમનું ગામ છોડે નહિ તો તેમને પોતાના ગામમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે ?
ઉત્તર : 
જો ધનુના ગામના લોકો કામની શોધમાં તેમનું ગામ છોડે નહિ, તો તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જેમ કે તેમની પાસે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવાના પણ પૂરતા પૈસા નહી હોય. તેઓને બે સમયનું ખાવાનું પણ મેળવવામાં તકલીફ પડશે. બાળકોને ભણાવવાની ફીના પૈસા પણ તેમની પાસે નહિ હોય અને કામ નહિ હોય તો મુકાદમ જેવા લોકો પણ તેમને ઉછીના પૈસા આપશે નહિ.

18. ધનુના ગામામાં વરસાદ ન હોય ત્યારે ખેતી થઇ શકતી નથી. શું ખેતી વરસાદના પાણી વગર પણ થઇ શકે? કેવી રીતે ?
ઉત્તર :
 હા, વરસાદના પાણી વગર પણ સિંચાઇની મદદથી ખેતી થઇ શકે છે. સિંચાઇની પદ્ધતિ દ્વારા પાક માટે જરૂરી પાણી મેળવી શકાય. નહેરો, ટ્યુબવેલ કે રહેંઠ દ્વારા પાણી મેળવીને ખેતી માટે વાપરી શકાય છે.

19. આપણા દેશમાં ક્યાં ક્યાં પ્રકારની સિંચાઇ પદ્ધતિઓ દ્વારા સિંચાઇ થાય છે.
ઉત્તર :
 આપણા દેશમાં કૂવા દ્વારા, સરોવરો દ્વારા, નદીઓની નહેરો દ્વારા તથા બહુહેતુક યોજનાઓ વગેરે સિંચાઇની પદ્ધતિઓ વડે સિંચાઇ થાય છે.

20. દશેરા પછી ગામમાંથી કોણ કોણ તેમના ઘરથી દૂર થઇ જશે.
ઉત્તર :
 દશેરા પછી ધનુના ગામમાંથી ધનુ, તેનાં માતા–પિતા અને કાકા તેમના બે મોટાં બાળકો, તેનાં મામા–મામી અને તેમની દીકરીઓ તથા ગામમાંથી ચાળીસ–પચાસ પરિવારો તેમના ઘરની દૂર થઇ જશે.

21. દશેરા પછી છ માસમાં ગામમાં કોણ–કોણ રહેશે ?
ઉત્તર :
 દશેરા પછી છ માસમાં ગામમાં વૃદ્ધો, નાનાં બાળકોવાળી સ્ત્રીઓ, બીમારી વ્યક્તિઓ વગેરે ગામમાં રહેશે.

22. ધનુ તેનાં………………………..ને ખૂબ યાદ કરે છે.
ઉત્તર :
 દાદીમાં

23. ધનુના ગામના કેટલાક લોકો ગામમાં રહેશ ? શા માટે?
ઉત્તર :
 ધનુના ગામના વૃદ્ધો, તેમનાં ઘરે નાનાં બાળકો, બીમાર વ્યક્તિઓ, પશુઓ વગેરેની દેખભાળ કરવા માટે ગામમાં રહેશે. જ્યારે અશક્ત કે બીમાર વ્યક્તિઓ કામ કરી શકતા ન હોવાથી ગામમાં રહેશે.

24. ધનુ અને બીજા ભણતા બાળકો છ મહિના માટે ગામ છોડી જશે ત્યારે ગામની શાળામાં શું થશે?
ઉત્તર :
 ધનુ અને બીજા ભણતા બાળકો છ મહિના માટે ગામ છોડી જશે ત્યારે ગામની શાળામાં મોટા ખેડૂતોના બાળકો ભણવા આવશે અને એવા બાળકો આવશે કે જેમના માતા–પિતા ઇચ્છતા હોય કે તેમનું ભણવાનું ન બગડે અને આ કારણથી તેમને પોતાની સાથે લઇ ન ગયા હોય.

25. દશેરા પછીના છ મહિના ધનુના ગામના લોકો ક્યાં રહેઠાણ બનાવશે ?
ઉત્તર :
 દશેરા પછીના છ મહિના ધનુના ગામના લોકો શેરડીનાં ખેતરો અને ફેકટરીઓ નજીક રહેઠાણ બનાવશે એટલે કે જ્યાં કામ મળશે તેની નજીક રહેઠાણ બનાવશે.

26. છ મહિના માટે ધનુના ગામના પરિવારોનો કાફલો શેમાં રહેશે ?
ઉત્તર : 
છ મહિના માટે ધનુના ગામના પરિવારોનો કાફલો સૂકી શેરડી અને તેનાં પાદડાંમાંથી બનાવેલી ઝૂંપડીઓમાં રહેશે.

27. બીજા ગામમાં જઇ પુરુષો શું કામ કરશે ?
ઉત્તર :
 શેરડી કાપશે અને ભારાઓને ફેકટરીમાં લઇ જશે.

28. શેરડીના ભારા બાંધવાનું કામ………………….કરે છે.
ઉત્તર : 
સ્ત્રીઓ

29. ધનુ આખો દિવસ શું કરતો હતો ?
ઉત્તર :
 ધનુ તેના પિતા સાથે બળદગાડામાં બેસી શેરડીની ફેકટરી પર જતો હતો. ત્યાં બળદ સાથે રમે અને આજુબાજુ ફર્યા કરે; આ રીતે દિવસ પસાર કરતો હતો.

30. મામી શા માટે ઇચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે ?
ઉત્તર : 
ધનુનાં મામી ધનુને મોટો માણસ બનાવવા માંગે છે. તેને તેમને જે તકલીફો પડે છે તે ન ભોગવવી પડે તે ધનુ આખું વર્ષ શાળાએ ભણે તેવું ઇચ્છે છે.

31. જ્યારે તમે લાંબા સમય માટે શાળાએ જઇ શકો તેમ ન હોય તો શું થાય ?
ઉત્તર : 
જ્યારે લાંબા સમય માટે શાળાએ ન જઇ શકાય ત્યારે ઘણું બધું નવું જાણવાનું શીખવાનું છૂટી જાય છે.

32. જ્યારે ધનુને તેના ગામના લોકો સાથે ગામ છોડી જવું પડે છે. તે સમયે કેવા પ્રકારની વ્યવસ્થા દ્વારા ધનુ તેનું ભણવાનું ચાલુ રાખી શકે ?
ઉત્તર : 
જ્યારે ધનુને તેના ગામના લોકો સાથે ગામ છોડીને જવું પડે તે સમયે તે જ ગામમાં જાય છે તે ગામની શાળામાં તેને પ્રવેશ અપાવી તેટલા સમય પુરતું તેનું શિક્ષણ ત્યાં ચાલુ રાખી શકાય. બીજા વિકલ્પમાં ધનુ જેવા બાળકો માટે રાત્રિશાળાનું આયોજન કરી શકાય.

33. એવી નોકરી કે – કામના ઉદાહરણ આપો કે જેના લીધે લોકોને તેમના પરિવારથી ઘણા મહિનાઓ દૂર રહેવું પડે છે?
ઉત્તર :
 કેટલીક નોકરીઓ જેવી કે સૈન્યમાં કોઇ અગત્યના મિશન માટે, બોર્ડિંગ સ્કૂલમાં ભણવા જવાનું થાય ત્યારે લોકોએ પોતાના ઘેરથી ઘણા મહિનાઓ દૂર રહેવું પડે છે.

34. જુદા જુદા પ્રકારના ખેડૂતોના જીવનમાં શું સમાનતા અને તફાવત છે ?
ઉત્તર : 

સમાનતા : (1) મોટા ભાગના ખેડૂતો પોતાના જીવનનિર્વાહ માટે ખેતી પર આધારિત રાખે છે.
(2) ખેડૂતના ઘરના બધા સભ્યો ખેતીના કામમાં જોડાયેલા હોય છે.
(3) ખેતી માટે તેઓ વરસાદ પર આધાર રાખે છે.
(4) મોટા ભાગના ખેડૂતો અભણ કે ઓછું ભણેલા હોય છે.
(5) તેઓ વર્ષો જૂની પદ્ધતિથી ખેતી કરતા હોય છે.
તફાવત : (1) કેટલાક ખેડૂતોને પોતાની જમીન હોય છે.
(2) કેટલાક પરિવારોના થોડાક જ લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે. બીજા સભ્યો અન્ય વ્યવસાય કરતા હોય છે.
(3) કેટલાક ખેડૂતો ભણેલા અને ખેતી અંગેનું સારું જ્ઞાન ધરાવતા હોય છે.
(4) કેટલાક ખેડૂતો પાસે ખેતીની નવી ટેકનીકલ અને સાધનો હોય છે.
35. કયાં કયાં કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે ?
ઉત્તર : 
લોકો નોકરી કે ધંધાની શોધમાં, હાયર સ્ટડી માટે, નવા ઘરમાં જવા માટે , પરિવારથી અલગ થવાને કારણે સ્થળાંતર કરતા હોય છે. આ ઉપરાંત બાંધવાથી ડૂબમાં જતા ગામ, મોટા ઉદ્યોગ કે રસ્તા બનવાના કારણે સ્થળાંતર કરવાની જરૂર પડે છે.