E301: Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે.
E302: શિક્ષક અને અન્ય વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન અરસપરસ પ્રતિભાવ આપે છે.
E303: પરિચિત પરિસ્થિતિ મુજબ ટૂંકી અને સરળ સૂચનાઓ સાંભળે છે, તેનો પ્રતિભાવ આપે છે અને અન્યને તેવી સૂચનાઓ આપે છે.
E304: વર્ગખંડમાં ઉપલબ્ધ લેખિત સામગ્રી (ફ્લેશકાર્ડ / ચિત્રમાં રહેલા શબ્દો) તેમજ ઘર અને આસપાસના પર્યાવરણમાં રહેલી વિવિધ વસ્તુઓનું વર્ણન સાંભળે છે, સમજે છે અને ટૂંકમાં તેનું વર્ણન કરે છે.
E307: 51 થી 100 સુધીના અંગ્રેજી અંકોને વાંચે અને લખે છે તેમજ વ્યવહારમાં તેનો ઉપયોગ કરે છે.
E309.1: ટૂંકી પરિચિત વાર્તા અંગ્રેજીમાં સાંભળે છે. વાર્તા અને પાત્રો વિશે અંગ્રેજી / ઘરની ભાષામાં પ્રશ્નો પૂછે છે.
E309.2: અભિનયયુક્ત અને ચિત્રની મદદથી રજુ થયેલ વાર્તા સાંભળીને સમજે છે તેમજ વાર્તામાં આવતા શબ્દો અને શબ્દ સમૂહો જાણે છે, વાંચે છે અને તેનો ઉપયોગ કરે છે તેમજ પુછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે અને મુદ્દા કે ચિત્રોની મદદથી વાર્તા કહે છે.
E310: વાર્તા / કવિતા સંબંધી પ્રશ્નોના દ્વિભાષામાં શબ્દ સમૂહ અથવા ટૂંકા વાક્યોમાં મૌખિક રીતે જવાબ આપે છે.
E311: પોતાના વિશે અને પોતાના મિત્ર / ભાઈ–બહેન વિશે વાત કરે છે તેમજ તેમની પસંદ / નાપસંદનું ટૂંકમાં વર્ણન કરે છે.
E312.3: સાદા અંગ્રેજી શબ્દોનું અનુલેખન કરે છે.
E313: વર્ગખંડ / શાળાકીય પર્યાવરણમાં ઉપલબ્ધ લખાણ (કવિતા, ચાર્ટ, સૂચના વગેરે) માં રહેલા શબ્દો / ટૂંકા વાક્યો વાંચે છે.
E314: વસ્તુનું વર્ણન કરવા માટે તેના કદ, આકાર, રંગ, સંખ્યા, વજન સાથે સંકળાયેલ big, small, round, pink, red, heavy, light, soft શબ્દોનો ઉપયોગ કરે છે.
E315: વસ્તુ, વ્યક્તિ, સ્થાન, વ્યવસાયકારો, પશુ-પક્ષી, વૃક્ષ વગેરે વિશેનું વર્ણન વાંચે છે અને તેના વિશે ચાર થી પાંચ શબ્દો/શબ્દસમૂહમાં જણાવે છે.