ધોરણ – 8 વિજ્ઞાન અને ટેકનોલોજી એકમ કસોટી -15 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી ? ભૂકંપ વંટોળ ગાજવીજ સાથે વરસાદ ચક્રવાત આકાશમાં વીજળીના તેજસ્વી પ્રકાશનો લિસોટો અને ઉત્પન્ન થતા અવાજ વિષે શું સાચું છે ? પ્રકાશ પ્રથમ ઉત્પન્ન થાય છે અને અવાજ પછીથી ઉત્પન્ન થાય છે. અવાજ પ્રથમ ઉત્પન્ન થાય છે અને પ્રકાશ પછીથી ઉત્પન્ન થાય છે. બંને સાથે ઉત્પન્ન થાય છે. ચોક્કસ કહી શકાય નહિ. નીચે આપેલ કઈ જોડના પદાર્થોને પરસ્પર ઘસવાથી વીજભાર ઉત્પન્ન થતો નથી ? અંબરનો સળિયો અને ભીના વાળ રીફિલ અને પોલિથીનનો ટુકડો ફૂલવેલ ફૂગ્ગો અને ઊન કાચનો સળિયો અને રેશમ વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય છે ? અપાકર્ષણ કોઈ પ્રતિક્રિયા નહિ થાય આકર્ષણ એક પણ નહિ બોલપેનની વપરાયેલી રીફિલને જોરથી પોલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે છે. આ અંગે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી ? રીફિલ વીજભારિત બને છે. પોલિથીન વીજભારિત બને છે. રીફિલ કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. રીફિલ અને પોલિથીન પર ઉત્પન્ન થતા વીજભારો સમાન પ્રકારના હોય છે. ગાજવીજ સાથે તોફાન વખતે બહાર હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ ? નીચાં વૃક્ષો નીચે આશ્રય લેવો. ઊંચા વૃક્ષ નીચે જવું જોઈએ. પતરાંના છાપરાં નીચે જવું જોઈએ. ખુલ્લા મેદાનમાં જવું જોઈએ. 4 તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6 તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે ? દોઢ ગણી 1000 ગણી 100 ગણી બેગણી ભૂકંપના કેન્દ્રને શું કહે છે ? સિસ્મિક તરંગ ગુરુત્વકેન્દ્ર ફોલ્ટઝોન એપિસેન્ટર કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે ? ઊન રેશમ સુતરાઉ કાપડ અંબર સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે શું થાય છે ? તણખા થાય છે. એક પણ નહિ વીજપ્રવાહ બંધ પડી જાય છે. વીજપ્રવાહ ચાલુ ને ચાલુ જ રહે છે. શિયાળામાં ઊનનાં કે પોલિએસ્ટર કપડાં અંધારામાં ઉતારવામાં આવે છે ત્યારે શું થતું જોવા મળે છે ? તડ તડ અવાજ સંભળાય છે. પ્રકાશના લિસોટા કે તણખા ઉત્પન્ન થતા જોવા મળે છે. રૂંવાટી ઊભી થઇ જાય છે. આપેલ તમામ પૃથ્વીમાં થતી ધ્રુજારીનાં તરંગોને માપવા કયું સાધન વપરાય છે ? સિસ્મોગ્રાફ કેલીગ્રાફ ઇલેક્ટ્રોસ્કોપ માઈક્રોસ્કોપ ભૂકંપના કારણે દરિયામાં ઇત્પન્ન થતાં ઊંચા મોજાંને શું કહે છે ? વાવાઝોડું હરિકેન ત્સુનામી ચક્રવાત ઊંચી ઈમારતોને વીજળીની અસરથી બચાવવા શું વ્યવસ્થા કરવામાં આવે છે ? ઈમારત પર વીજળીના અવાહક લગાડવામાં આવે છે. ઈમારત પર શેડ કરવામાં આવે છે. ઈમારત પર પાણીની ટાંકી રાખવામાં આવે છે. ઈમારત પર વીજળીના વાહક લગાડવામાં આવે છે. કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી કાચના સળિયા પર કયો વીજભાર ઉત્પન્ન થાય છે ? ઋણ વીજભાર ઉત્પન્ન થતો નથી. ધન કે ઋણ ગમે તે એક ધન 26 જાન્યુઆરી, 2001 ના રોજ મોટો ભૂકંપ ક્યાં આવ્યો હતો ? કશ્મીરમાં ઓડીશામાં ગુજરાતમાં લાતૂરમાં જયારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે, ત્યારે સળિયો ... ધનભારિત થાય છે, જયારે કાપડ ઋણભારિત થાય છે. અને કાપડ બંને ઋણભાર મેળવે છે. ઋણભારિત થાય છે, જયારે કાપડ ધનભારિત થાય છે. અને કાપડ બંને ધનભાર મેળવે છે. આકાશમાં ચોમાસાની ઋતુ વખતે ઝડપી હિલચાલ કરતાં વીજભારિત વાદળો માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? વાદળની ઉપરની ધાર તરફ ધન વીજભાર હોય છે. વાદળની ઉપરની ધાર તરફ ઋણ વીજભાર હોય છે. વાદળની નીચેની ધાર તરફ ધન વીજભાર હોય છે. વાદળની બંને ધાર પર ઋણ વીજભાર હોય છે. નીચેના માંથી કયું સરળતાથી ઘર્ષણ વડે વીજભારિત થતું નથી ? ફૂલાવેલો ફૂગ્ગો તાંબાનો સળિયો ઊનનું કાપડ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી આકાશમાં ચોમાસાની ઋતુમાં વીજળી થવાનું કારણ શું છે ? વાદળમાંનાં નાનાં નાનાં જલબિંદુઓ અથડાવાથી ઊર્જા મુક્ત થવાથી વરસાદના પાણીમાંથી જળવિદ્યુત ઉત્પન્ન થવાથી ઈશ્વરનો કોપ વાદળોમાં એકઠો થતો વીજભાર Time's up