ધોરણ – 5 CET ગુજરાતી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેના ફકરા પરથી પ્રશ્નો ના જવાબ આપો. નંદિનીના મનમાં વારેઘડીએ એકના એક જ વિચાર આવતા હતા : પહેલાં બધું કેટલું સારું હતું! મમ્મી રોજ સવારે ઉઠાડતી, દૂધ અને ગરમાગરમ નાસ્તો આપતી. હું નાહી, ધોઈને થોડું ઘણું વાંચતી, લખતી. વળી જમી-પરવારીને નિશાળે જતી. નિશાળેથી આવીને વળી કંઈક ખાતી. રાત્રે પણ મમ્મી સ્વાદિષ્ટ રસોઈ બનાવતી. હું મમ્મીને કચરાં, પોતાં, વાસણ, કપડાં, કરવા લાગતી પણ મોટાભાગે તો ભણતી અને રમતી. મમ્મી સાજી નરવી હતી ત્યારે તો ઘરનું બધું કામ ચપટીકવારમાં થઈ જતું. હવે તો બધાં કામ મારે જ કરવાં પડે છે. નંદિનીની મમ્મીને શું થયું હશે? મૃત્યુ થયું હશે? બહારગામ ગયા હશે? બીમાર હશે? બજાર ગયા હશે? નંદિનીને હવે ઘરનું કામ કેમ જાતે કરવું પડતું હશે? તેની મમ્મી મૃત્યુ પામી હશે. તે મોટી થઇ ગઈ છે એટલે. તેની મમ્મી બીમાર હશે. મમ્મી બહારગામ ગયા હશે. પહેલાં બધું કેટલું સારું હતું? તેનો અર્થ નીચેનામાંથી શું હોઈ શકે? પહેલાં ઘરે નોકરચાકર કામ કરતાં હતા. મમ્મી બધું જ કામ કરી લેતી હશે. નંદિનીને કામ નહોતું કરવું પડતું. નંદિનીને સ્વાદિષ્ટ રસોઈ તૈયાર મળતી હતી એટલે હવે તો બધું જ કામ મારે જ કરવું પડે છે.આવું નંદિની એ કેમ કહ્યું હશે? તેની મમ્મી હવે કામ કરી શકે તેમ નહતી તેની મમ્મી બીમાર હતી. તેને શાળાએ જવું ગમતું નહોતું તે બધા જ કામ ચપટીક્વારમાં કરી શકતી હતી. સાજી નરવી એટલે શું? સારી બીમાર નવરી તંદરસ્ત નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. ગોપાલ ગાડામાં ચડયાં અને બળદ હાંકવા માંડયા. બળદોને ખબર પડી ગઈ કે ગાડામાં બાપુ કે કાકા નથી. તે તો મસ્તીએ ચડ્યાં જોશભેર દોડવા માંડ્યા. ગાડું ઊછળવા માંડ્યું અને સાથે સાથે અમે, પણ. બળદોની રાશ અમારા હાથમાંથી છૂટી ગઈ. કોઈ ટામેટાં, દૂધી, બટાકાની જેમ અમે ગાડામાં અફળાવા માંડ્યા. ઘરેથી ખેતરે પહોંચતાં જે બળદોને દસ મિનિટ થતી તે બે મિનિટમાં જ પહોંચી ગયા. ખેતરમાં ઊભેલા કાકાને થયું કે ‘આ શું વાવાઝોડું આવે છે!' તેમણે અમને ગાડામાં ઊછળતા જોયા ત્યારે તેમને વાત શી છે તે સમજાયું. બળદગાડું ખેતરે કેમ લઇ ગયા હશે? કાકા અને બાપુને લેવા. ખેતરેથી શાકભાજી લાવવા. બાળકોને હાંકવાની મજા આવતી હતી એટલે. પાકેલો મોલ ગાડામાં ભરી ઘરે લાવવા માટે. અહીં "વાવાઝોડું”શબ્દ એટલે શું અર્થ થાય? પવન અને ધૂળની ડમરી ફાસ્ટ આવતું બળદગાડું જોરથી પવન સાથે વરસાદ બુમો પાડીને આવતા બાળકો. ઘરેથી ખેતરે જલ્દી પહોચ્યા એવું શા પરથી કહી શક્યા? બળદ મસ્તીએ ચઢ્યા હતા એટલે. બાળકો જોશભેર હંકારતા હતા એટલે ઘરેથી ખેતરે પહોંચતા રોજ કરતા ઓછો સમય લાગ્યો એટલે. બળદની રાશ હાથમાંથી છૂટી ગઈ એટલે. ફકરામાં કેટલા વ્યક્તિઓ વિશે વાત છે? બે ત્રણ ચાર પાંચ અમે ગાડામાં અફળાવા માંડ્યા. લીટી કરેલ શબ્દ ની જગ્યા એ કયો શબ્દ મુકીએ તો પ્રશ્ન બને. તમે ક્યારે શું કોણ અમે ગાડામાં અફળાવા માંડ્યા. અમે એટલે કોણ? ગોપાલ કાકા બાળકો દુધી બટાકા ઘટના પહેલા શું બન્યું હશે? મિહિર અચાનક ચીસાચીસ કરવા માંડ્યો. તેણે જોકર જોયો હશે. તેને ગેમ રમવા મોબાઈલ લેવો હતો. તેની મમ્મીએ માર્યું હશે . તેણે દફતરમાં ગરોળી જોઈ હશે. સમૂહ દર્શાવતો શબ્દ કયો છે. પ્રવાસી વણજાર સભ્ય સૈનિક ચોમાસામાં ખુબ વરસાદ પડતા જ ગામના બધા કૂવામાં પાણી ઓસરી ગયા. લીટી કરેલા શબ્દને આધારે વાક્યમાં ભૂલ છે સાચું વાક્ય શું હશે શોધો. ચોમાસામાં ખૂબ વરસાદ પડતા જ ગામના બધા કુવામાં પાણી ભરાઈ ગયા, ચોમાસામાં ઓછો વરસાદ પડતાં જ ગામના બધા કૂવામાં પાણી ઊંડા ઉતરી ગયા. ચોમાસામાં ખુબ વરસાદ પડતા જ ગામના બધા કૂવામાં પાણી ઉભરાઈ ગયા. ચોમાસામાં ખુબ વરસાદ પડતા જ ગામના બધા કૂવામાં પાણી સુકાઈ ગયા. Time's up