ધોરણ – 4 CET ગુજરાતી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર ડાંગર – અનાજ તો રાઈ -......? કઠોળ બીજ તેલીબીયા મસાલા વાક્ય વાંચો અને યોગ્ય શબ્દ મૂકી પૂરું કરો. દાખલો ગણતા પહેલાં રકમ ધ્યાનથી વાંચો અને _______તેની રીત વિચારો. ફરી ફરીથી પછી બીજીવાર મામાને ત્યાં ગયા રવિવારે ભલે ગયા હતા,આ રવિવારે._____________ .જઈશું. ફરી ફરીથી પછી બીજીવાર શુક - મેના એટલે ........ શુક નામની મેના પોપટ અને મેના શુક નામનો પોપટ એક પક્ષી પાણીથી સુરક્ષિત કરાયેલ એટલે વોટર પ્રૂફ તો આગથી સુરક્ષિત કરાયેલ એટલે? ફૂલ પ્રૂફ સન પ્રૂફ આગ પૂફ ફાયર પ્રૂફ પરિવહનનો સમાનાર્થી શબ્દ શોધો વાહનવ્યહવાર અવર-જવર જાનમાલની હેરાફેરી બધા જ અહીં કોના વિશે કહેવામાં આવ્યું છે? પંક્તિઓ વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ડુંગરદાદાની દીકરી, રૂમઝૂમ કરતી નીસરી, વાંકી ચૂંકી વહેતી જાય, વાંક વળાંક લેતી જાય. ઢાળ પ્રમાણે ઢળતી જાય, આગળ આગળ ધપતી જાય એકબીજાને મળતી જાય, વનવગડાને વીંધતી જાય. ઝરણું ડુંગર દીકરી નદી 'નીસરી' એટલે ..... પંક્તિઓ વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ડુંગરદાદાની દીકરી, રૂમઝૂમ કરતી નીસરી, વાંકી ચૂંકી વહેતી જાય, વાંક વળાંક લેતી જાય. ઢાળ પ્રમાણે ઢળતી જાય, આગળ આગળ ધપતી જાય એકબીજાને મળતી જાય, વનવગડાને વીંધતી જાય. નિસરણી ચાલતી નીકળી વહેતી લાગુ પડતી ન હોય તેવી બાબત શોધો. પંક્તિઓ વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ડુંગરદાદાની દીકરી, રૂમઝૂમ કરતી નીસરી, વાંકી ચૂંકી વહેતી જાય, વાંક વળાંક લેતી જાય. ઢાળ પ્રમાણે ઢળતી જાય, આગળ આગળ ધપતી જાય એકબીજાને મળતી જાય, વનવગડાને વીંધતી જાય. નદીના પિતા ડુંગરદાદા છે. વળાંક આવે ત્યારે રોકાઈ જાય છે. તે બીજી નદીને મળતી જાય છે તે વાંકીચૂંકી વહેતી જાય છે. ફકરો વાંચીને જવાબ આપો. નર રીંછને પોતાનાં નવજાત બચ્ચાં ઉપર સખત નફરત હોય છે. વસંતમાં માદા રીંછને વનમાં કોઈ એવી જગ્યાએ છૂપાઈ જવું પડે છે કે જ્યાં કુટુંબના વડાનો ભેટો થાય જ નહિ. બચ્ચાંને લઈને શિયાળો ગાળવા તે શરદમાં નોખું રહેઠાણ ગોતી લે છે. એક વાત જાણવા જેવી છે કે રીંછોમાં નર અને માદા દર બે વરસે જોડી બનાવીને બચ્ચાં પેદા કરે છે. કઈ કઈ ઋતુઓની વાત છે? શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય વસંત ઋતુ કઈ મુખ્ય ઋતુમાં આવે છે? શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય શરદ ઋતુ કઈ મુખ્ય ઋતુમાં આવે છે? ઉનાળો શિયાળો ચોમાસું ત્રણેય વસંતઋતુમાં માદા રીંછને વનમાં છૂપાઈ જવું પડે છે કારણકે. માદા રીંછને ગરમી લાગે છે. નર રીંછથી બચ્ચાંને બચાવવા હોય છે. નર રીંછે બચ્ચાં અને માદા માટે ઘર બનાવ્યું હોય છે. બચ્ચાંને ગરમીથી બચાવવા માટે તે શરદમાં નોખું રહેઠાણ ગોતી લે છે એટલે.... શરદ નોખું રહેવાનું બનાવે છે. શરદ જુદું રહેઠાણ બનાવે છે. શરદ ઋતુમાં અલગ રહેવાનું શોધી લે છે. શરદમાં રહેવાનું અલગ ઠેકાણું શોધી લે છે. માદા રીંછ પોતાના બચ્ચાઓને નર રીંછથી બચાવીને રાખે છે. કારણ કે. નર અને માદા રીંછ દર બે વરસે બચ્ચાં પેદા કરે છે. માદા રીંછ બચ્ચાઓને છૂપાવીને રાખે છે. નર રીંછ નવજાત બચ્ચાંઓને મારી નાખે છે. બચ્ચાંઓને કુટુંબના વડાને મળતા રોકવા માટે શિયાળો શરૂ થયો. ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટપટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાયને ઠંડી ભગાડતો જાય. ખટપટે એક ઘર પાસે અચરજ જોયું. થોડા માણસો ભેગા થઈ લાકડાં સળગાવીને બેઠા હતા. તેઓ લાલલાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા. “આહા! મળી ગઈ ઠંડી ભગાડવાની રીત." ખટપટે કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરીફરીને લાલ મરચાં ભેગાં કર્યાં. ઝાડ નીચે ઢગલો કર્યો. હૂપાહૂપ કરી દોસ્તોને બોલાવ્યા. બધાં ભેગાં મળી ઠંડી ભગાડવા બેઠા. ખટપટ કોણ છે? વાંદરો કૂકડો છોકરો પોપટ ખટપટને ઠંડીભગાડવાની કઈ રીત મળી ગઈ? એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદાકૂદ કરીને લાલ વસ્તુના ઢગલા પાસે હાથ રાખીને બેસવાથી લાલ લાલ અંગારા પાસે બેસીને હાથ રાખી ગાલ પર મૂકવાની ગાલ પર હાથ રાખીને ખટપટે લાલ મરચાં ક્યાંથી ભેગા કર્યા હશે? ઘેર ઘેર ફરીને જાડે જાડે ફરીને માણસો પાસેથી ખેતરોમાં ફરીને ખટપટ અને તેના દોસ્તો કેવી રીતે ઠંડી ભગાડતા હતા? એક ડાળથી બીજી ડાળ પર કૂદીને એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદકા મારીને લાકડા સળગાવીને લાલ મરચાંના ઢગલાની ફરતે બેસીને. ખટપટે એક ઘર પાસે નવાઈ જેવું જોયું. (લીટી દોરેલા શબ્દના સ્થાને ફકરામાં વપરાયેલ શબ્દ કયો છે?) કુંટુંબ હેરત અચરજ આશ્ચર્ય Time's up