E402: પરિચિત પરિસ્થિતિને અનુરૂપ સંવાદ સમજે છે અને તેમાં ભાગ લે છે. વિવિધ પાત્રો સંબંધિત સંવાદ કરે છે.
E403: પરિચિત પરિસ્થિતિ મુજબ ટૂંકી અને સરળ સૂચનાઓ સાંભળે છે, તેનો પ્રતિભાવ આપે છે અને વાંચીને અન્યને તેવી સૂચનાઓ આપે છે. વિવિધ રમતો/ભાષા રમતો અંગેની સૂચનાઓ અંગ્રેજીમાં સાંભળે છે અને તેને અનુસરે છે.
E404: વર્ગખંડમાં ઉપલબ્ધ લેખિત સામગ્રી/વસ્તુઓ તેમજ ઘર અને આસપાસના પર્યાવરણમાં રહેલી વિવિધ વસ્તુઓનું વર્ણન સાંભળે છે, સમજે છે, વાંચે છે અને ટૂંકમાં તેનું વર્ણન કરે છે.
E405: લૉનવર્ડ્ઝ સહિત આશરે 400 જેટલાં શબ્દો જાણે છે, વાચનમાં રહેલા તે શબ્દો ઓળખે છે અને લેખનમાં તેનો ઉપયોગ કરે છે.
E406: પ્રાસવાળા શબ્દો વાંચીને ઓળખે છે તેમજ તેની જોડ બનાવે છે અને તેમાં પ્રાસવાળા નવા બીજા શબ્દો ઉમેરે છે.
E407: 101 થી 10000 સુધીના અંગ્રેજી અંકોને વાંચે અને લખે છે તેમજ વ્યવહારમાં તેનો ઉપયોગ કરે છે.
E408: ટૂંકી પરિચિત વાર્તા સાંભળી પૂછેલી વિગતો / પ્રશ્નોના જવાબ આપે છે. મુદ્દા કે ચિત્રની મદદથી વાર્તાનું વર્ણન કરે છે.
E409: આપેલ લખાણ સમજપૂર્વક વાંચે છે અને લખાણની વિગતો સમજે છે. વાર્તા અને પરિચ્છેદનું વાચન કરી અર્થગ્રહણ કરે છે. વાર્તા, કાવ્ય અને પરિચ્છેદ સાંભળીને અને વાંચીને સમજે છે તેમજ પુછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે અને મુદ્દા કે ચિત્રોની મદદથી વાર્તા કહે છે.
E410: અંગ્રેજી / દ્વિભાષી રોલ પ્લે/ નાટકમાં યોગ્ય હાવભાવ સાથે ભાગ લે છે અને પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.
E411: પોતાના માતા-પિતા, ભાઈ-બહેન અને મિત્રોનો સામાન્ય પરિચય આપે છે.
E412: વિરામચિહ્નનો ઉપયોગ કરી સાદા અંગ્રેજી વાક્યોનું અનુલેખન કરે છે.
E413: વર્ગખંડ / શાળાકીય પર્યાવરણમાં ઉપલબ્ધ લખાણ (કવિતા, પોસ્ટર, ચાર્ટ, સુવિચાર, ચિહ્નો, સંકેતો, લૉગો અને લેબલ વગેરે) વિશે ચારથી પાંચ શબ્દોમાં જણાવે છે.
E414: વસ્તુના કદ, આકાર, રંગ, સંખ્યા અને વજન વિશે ચારથી પાંચ શબ્દો / શબ્દસમૂહમાં જણાવે છે.
E415: વસ્તુ, વ્યક્તિ, સ્થાન, વ્યવસાયકારો, પશુ-પક્ષી, વૃક્ષ વગેરે વિશેનું વર્ણન વાંચે છે અને તેના વિશે ચારથી પાંચ શબ્દો / શબ્દસમૂહમાં જણાવે છે.
E416: ઉલટ પ્રશ્નો (Inversion Questions) તેમજ Wh. Questions (who, what, how many, how much, where, when) ના ચાર થી પાંચ શબ્દો / શબ્દસમૂહમાં જવાબ આપે છે.
E417: I-me- my, we-us-our, you-you-your, he – him – his, she – her – her, it-it-its, they-them – their જેવા સર્વનામોનો સાદા વાક્યોમાં ઉપયોગ કરે છે.
E418: in, into, on, over, under વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરી વસ્તુઓને નિર્દેશ કરે છે તેમજ પ્રશ્નોના જવાબ આપે છે. શબ્દો જેવાં કે and, but, or નો ઉપયોગ કરે છે. and, but, or નો ઉપયોગ કરીને શબ્દો કે વાક્યોને જોડે છે
E419: ભૂતકાળની ક્રિયાઓનું વર્ણન કરે છે. જેમ કે. Yesterday was Sunday.
E420: પોતાના પરિચયક્ષેત્રના શબ્દો શબ્દકોશમાંથી શોધે છે. શબ્દકોશનો ઉપયોગ કરી શબ્દ વિશેની માહિતી મેળવે છે. જેમ કે, શબ્દનો સમાનાર્થી, વિરુદ્ધાર્થી વગેરે.