ગુજરાતી સાહિત્ય અને ગ્રામર નાં વન લાઈનર પાર્ટ -૨
-
‘ભારતી વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ? જવાબ : કનૈયાલાલ મુનશી
-
‘હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે ! આ પંક્તિ કયા કવિની છે? જવાબ : કલાપી
-
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું છે? જવાબ : કલાપી
-
‘‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ કયા કવિની પ્રખ્યાત કૃતિ છે? જવાબ : કલાપી
-
કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? જવાબ : કવિ દલપતરામના
-
‘‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ’ ની રચના કોણે કરી છે જવાબ : કવી બોટાદકર
-
‘જય સોમનાથ’ , ‘જય દ્રારકેશ, જય બોલો વિશ્વના નાથની’ આ કાવ્યના રચયિતા કોણ છે ? જવાબ : રમેશ ગુપ્તા
-
ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી તરીકે નવાજ્યા હતા ? જવાબ : કાકાસાહેબ કાલેલકરને
-
‘ચકોર’ નું નામ નીચેનામાંથી શેની સાથે સંકળાયેલું છે ? જવાબ : કાર્ટૂન
-
ભારતના શેક્સપીયર તરીકે સાહિત્યજગતમાં કોણ ઓળખય છે ? જવાબ : કાલીદાસ
-
‘કાવ્યમાં કયાંક વિરામ લેવાય તેને શું કહે છે ? જવાબ : યતિ
-
‘ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? જવાબ : કાળચક્ર
-
ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે- કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? જવાબ : ચિનુ મોદી
-
‘ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ’ ગુજરાતના કવિ કોણ છે ? જવાબ : કવિ ખબરદાર
-
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાન મિથુન, કચદેવયાની એ કયો પ્રકાર કહેવાય છે ? જવાબ : ખંડ કાવ્ય
-
‘અતિજ્ઞાન’ ના રચયિતા કવિ કાન્ત છે, આ ‘અતિજ્ઞાન’ શું છે ? જવાબ : ખંડ કાવ્ય
-
‘‘ઉગી જવાના’ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ રચિત ……….. છે. જવાબ : ગઝલ
-
“ન ધરા સુધી ન ગગન સુધી, નહિ ઉન્નતિના પતન સુધી”. – આ કાવ્યપંક્તિ કોની છે ? જવાબ : ગની દહીવાલા
-
‘દિવસો જુદાઈના જાય છે ‘ આ પંક્તિના રચયીતા કોણ છે ? જવાબ : ગની દહીવાલા
-
દયારામ સાથે કયું સાહિત્યસ્વરૂપ સંકળાયેલું છે ? જવાબ : ગરબી
-
બાળકોની મૂછાળી મા કોને માટે વપરાયેલ છે ? જવાબ : ગિજુભાઈ બધેકા
-
ગીતાધર્મ કોની કૃતિ છે ? જવાબ : સ્વામી આનંદ
-
‘હાલમાં અમદાવાદ સ્થિત ‘ગુજરાત વિદ્યાસભા’નું મૂળનામ શું હતું ? જવાબ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
-
ગુજરાતી ભાષાનો ‘સાર્થ જોડણીકોશ’ કઈ સંસ્થાનું પ્રકાશન છે ? જવાબ : ગુજરાત વિદ્યાપીઠ
-
રણજીતરામ સુવર્ણચંદ્ર્ક કોણ એનાયત કરે છે ? જવાબ : ગુજરાત સાહિત્યસભા
-
કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરુચિ જાગે એ માટે ‘આસ્વાદ’ ,’સંસ્કાર’ અને ‘દીક્ષા’ પરીક્ષાઓ યોજે છે ? જવાબ : ગુજરાત સાહિત્ય પરિષદ
-
‘દૈનીકપત્રમાં ‘વિચારોના વૃદાવનમાં ‘ કોલમ લખનાર લેખક કોણ છે ? જવાબ : ગુણવંત શાહ
-
‘ અખોવન’ કૃતિ કોની છે ? જવાબ : ગુણવંતરાય આચાર્ય
-
‘ગુજરાતની પ્રથમ નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ કોના દ્રારા રચવામાં આવેલી હતી ? જવાબ : ગોવર્ધનરામ ત્રિપાઠી
-
‘આજ રે સપનામાં’ કાવ્યામાં જેઠની સરખામણી કોની સાથે કરવામાં આવી છે ? જવાબ : ઘમ્મર વલોણું
-
‘પેરલીસીસ’ નવલકથા કયા લેખકની છે ? જવાબ : ચંદ્રકાંત બક્ષી
-
‘તપસ્વી સારસ્વત’ પાઠના લેખક જણાવો.જવાબ : ચંદ્રકાંત શેઠ
-
‘‘આગગાડી’ના રચયિતા કોણ છે ? જવાબ : ચંદ્રવદન મહેતા
-
કયા સાહિત્યકારનું તખલ્લુસ ‘ચંદામામા’ છે ? જવાબ : ચંદ્રવદન મહેતા
-
‘ઈર્શાદ’ કયા લેખકનું ઉપનામ છે? જવાબ : ચિનુ મોદી
-
‘વ્યવહાર અને પરમાર્થ’ પાઠનો પ્રકાર લખો. જવાબ : ચિંતનાત્મક નિબંધ
-
‘કોનું તખલ્લુસ માય ડીયર જયુ છે ? જવાબ : જયંતીલાલ ગોહેલ
-
શ્રધ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર?”- આ કોની પ્રસિદ્ધ પંક્તિ છે ? જવાબ : જલન માતરી
-
‘બ્રેડ લેબર’ શબ્દનો ગાંધીજીએ શું અનુવાદ કર્યો છે ? જવાબ : જાત મહેનત
-
”પર્વત તારા’ પ્રાર્થના ગીતના કવિનું નામ જણાવો. જવાબ : સુરેશ દલાલ
-
”રાત્રીના અંધકારમાં ટમટમ થતું જીવડું’ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ : આગિયા
-
‘નાદ’ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો. જવાબ : મધુર અવાજ
-
‘મહેનતનો રોટલો’ એકમના લેખક કોણ છે ? જવાબ : પન્નાલાલ પટેલ
-
‘મહેનતનો રોટલો’ એકમનો પ્રકાર જણાવો. જવાબ : બોધકથા
-
‘ ‘ગમ’ શબ્દનો સામાનાર્થી અર્થ જણાવો. જવાબ : સમજ
-
‘બાવડાના બળથી’ રૂઢીપ્રયોગનો અર્થ જણાવો. જવાબ : જાત મહેનતથી
-
‘ખૂણામાં નાખવું’ રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો. જવાબ : બેદરકારીથી બાજુમાં મુકવું
-
આહ નાખવી’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જવાબ : નિસાસો નાખવો
-
‘સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી’ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ : પારસમણી
-
‘પગ ઉપાડવો’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જવાબ : ઝડપથી ચાલવું
-
સુંદર સુંદર’ કાવ્યના કવિ કોણ છે ? જવાબ : ધર્મેંન્દ્ર માસ્તર
-
‘વિભુ’ શબ્દનો સામાનાર્થી અર્થ જણાવો. જવાબ : ભગવાન
-
‘પવન’ શબ્દ માટે સામાનાર્થી શબ્દ આપો. જવાબ : સમીર
-
‘ ‘શરદીના પ્રતાપે’ એકમના લેખકનું નામ જણાવો. જવાબ : જ્યોતીન્દ્ર દવે
-
‘નર્મદા મૈયા’ એકમનો પ્રકાર જણાવો. જવાબ : પ્રવાસ વર્ણન
-
‘નર્મદા મૈયા’ એકમના લેખકનું નામ જણાવો. જવાબ : રમણલાલ સોની
-
‘જીવનનો મુખ્ય આધાર’ શબ્દસમૂહ એક શબ્દ આપો જવાબ : જીવાદોરી
-
‘એક સફેદ ચીકણો પથ્થર’ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ : શંખજીરું
-
‘નદી કે દરિયામાં વચ્ચે આવેલ જમીન ભાગ’ શબ્દ સમૂહ એ એક શબ્દ આપો. જવાબ : બેટ
-
‘અલ્લક દલ્લક’ કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ : બાલમુકુંદ દવે
-
‘અલ્લક દલ્લક’ કાવ્ય એ સાહિત્યના કયા પ્રકારનું કાવ્ય છે ? જવાબ : ઊર્મિગીત
-
‘ચરણોમાં’ કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ : યોસેફ મેકવાન
-
‘ચરણોમાં’ કાવ્યમાં કઈ બાબતનો ઉલ્લેખ કરાયો છે ? જવાબ : ઉઘડતા પ્રભાતનો
-
‘કદર’ એકમના લેખકનું નામ જણાવો. જવાબ : દોલત ભટ્ટ
-
‘ભૂલની સજા’ એકમના લેખકનું નામ જણાવો. જવાબ : પ્રકાશ લાલા
-
‘સહેલાઈથી ન મળે તેવું’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જવાબ : દુર્લભ
-
‘પેટે પાટા બાંધવા’ રૂઢિપ્રયોગનો અર્થ આપો. જવાબ : ખુબ જ દુઃખ વેઠવું
-
‘દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક’ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ : પાક્ષિક
-
‘ભારતરત્ન : ડૉ.આંબેડકર’ એકમના લેખિકા કોણ છે ? જવાબ : હાસ્યદા પંડ્યા
-
‘સેન્ટીમીટર’ શબ્દની સાચી જોડણી લખો. જવાબ : સેન્ટિમીટર
-
‘મોંમાં આંગળા નાખવા’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જવાબ : ખુબ આશ્ચર્ય પામવું
-
‘માણસના વિશેષ કે ખાસ ગુણ’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જવાબ : ઓજસ
-
અપંગના ઓજસ’ એકમમાં વોલ્ટરની કઈ બીમારીનો ઉલ્લેખ કરાયો છે ? જવાબ : લકવો
-
‘અપંગના ઓજસ’ એકમના લેખકનું નામ જણાવો. જવાબ : કુમારપાળ દેસાઈ
-
‘રુદ્રાક્ષના મોટા મણકાની માળા’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જવાબ : બેરખો
-
‘સુરવાલ’ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો. જવાબ : પાયજામો, ચોરણો
-
‘એક જાતનો કસબી ફેંટો’ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ : મોળિયું
-
‘બેથી વધારે આંટાવાળી વાળાની વીંટી’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જવાબ : વેઢ
-
‘મારી ડાયરી’ કૃતિના કર્તાનું નામ જણાવો. જવાબ : મહાદેવભાઈ દેસાઈ
-
‘કાક અને મંજરી’ આ બે પાત્રો કઈ પ્રસિદ્ધ નવલકથાના છે ? જવાબ : પાટણની પ્રભુતા
-
‘ઈલા કાવ્યોના રચયિતા કોણ છે ? જવાબ : ચં.ચી.મહેતા
-
‘સમૂળી ક્રાંતિના રચયિતાનું નામ જણાવો. જવાબ : કિશોરલાલ મશરૂવાળા
-
‘ગાંધીજીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપ્યું હતું ? જવાબ : ઝવેરચંદ મેઘાણી
-
કયું પુસ્તક ગાંધીજીનું હસ્તલિખિત છે ? જવાબ : હિન્દ સ્વરાજ
-
કઈ કૃતિ તારાચંદ બંદોપાધ્યાય રચિત છે? જવાબ : ગણદેવતા
-
‘રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સાલથી આપવામાં આવે છે ? જવાબ : ઈ.સ.૧૯૨૮ થી
-
‘બાલાભાઈ વી. દેસાઈ કયા તખલ્લુસથી પ્રસિદ્ધ છે ? જવાબ : જયભિખ્ખુ
-
પ્રસિદ્ધ નવલકથા ચંદ્રકાંતાના લેખક કોણ છે ? જવાબ : દેવકીનંદન ખત્રી
-
ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કયું છે ? જવાબ : લક્ષ્મી
-
‘લક્ષ્મી’ નાટકના કર્તા કોણ છે ? જવાબ :દલપતરામ
-
ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે ? જવાબ : કરણઘેલો
-
અલી ડોસાના પાત્રના સર્જક કોણ છે ? જવાબ : ગૌરીશંકર જોશી
-
‘સત્યના પ્રયોગો’ એ કયા પ્રકારની કૃતિ છે ? જવાબ : આત્મકથા
-
ત્રિભુવનદાસ લુહારનું ‘સુન્દરમ’ ઉપરાંત બીજું કયું તખલ્લુસ હતું ? જવાબ : ત્રિશુળ
-
ગુજરાતી સાહિત્યમાં દરિયાઈ સાહસકથાઓ કોને લખી છે ? જવાબ : ગુણવંતરાય આચાર્ય
-
હરજી લવજી દામાણી કયા ઉપનામથી પ્રસિદ્ધ છે ? જવાબ : શયદા
-
‘આંધળી મા નો કાગળ’ કોની રચના છે ? જવાબ : ઇન્દુલાલ ગાંધી
-
‘દશકુમાર ચરિત’ કોની રચના છે ? જવાબ :દંડી
-
‘સોરઠ તારા વહેતા પાણી’ કૃતિના સર્જક કોણ છે ? જવાબ : ઝવેરચંદ મેઘાણી
-
‘ભદ્રભદ્ર’ ના લેખક કોણ છે ? જવાબ : રમણભાઈ નીલકંઠ