આપેલ પાઠ માંથી ધોરણ ૫ ની નીચેની અધ્યયન નિષ્પતિઓ લાગુ પડે છે:
E501: Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે અને તેને આગળ વધારે છે.
E504: મુદ્દાને આધારે ચિત્રનું મૌખિક / લેખિત વર્ણન કરે છે અથવા ચિત્રને આધારે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને મૌખિક/લેખિત વર્ણન કરે છે. સાંભળેલી વિગતોને આધારે ચિત્ર દોરે છે.
E505: લૉનવર્ડ્ઝ સહિત આશરે 500 જેટલાં શબ્દો જાણે છે, વાચનમાં રહેલા તે શબ્દો ઓળખે છે અને લેખનમાં તેનો ઉપયોગ કરે છે.
E506.1: પ્રાસવાળા શબ્દો વાંચીને ઓળખે છે, તેની જોડ બનાવે છે, તેમાં બીજા નવા શબ્દો ઉમેરે છે અને લખે છે. વાચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ અને ભેદ ઓળખે છે, તારવે અને લખે છે. જેમ કે, Bat, Cat, But, Rat.
E508: ટૂંકી પરિચિત વાર્તા, પ્રસંગ, ઘટના સાંભળી પૂછેલી વિગતો / પ્રશ્નોના જવાબ આપે છે.
E509.1: વાર્તા, કવિતા, પરિચ્છેદ અને વિવિધ પ્રકારની સામગ્રી (નક્શો, ટાઈમટેબલ, ચાર્ટ વગેરે) નું વાચન કરી અર્થગ્રહણ કરે છે. વાર્તા, કાવ્ય, પરિચ્છેદ તેમજ નકશો, ચાર્ટ, ટાઈમ ટેબલ જેવા authentic material સાંભળીને અને વાંચીને સમજે છે તેમજ પુછાયેલા પ્રશ્નોના જવાબ મૌખિક અને લેખિતમાં આપે છે અને મુદ્દા કે ચિત્રોની મદદથી લખે છે.
E511: પોતાના માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રો, પ્રવાસ, અનુભવ ગમતી બાબત વિશે ચારથી પાંચ વાક્યોમાં મૌખિક અથવા લેખિતમાં જણાવે છે.
E514: વસ્તુના કદ, આકાર, રંગ, સંખ્યા અને વજન વિશે ચારથી પાંચ વાક્યોમાં જણાવે છે.
E515: વસ્તુ, વ્યક્તિ, સ્થાન, વ્યવસાયકારો, પશુ-પક્ષી, વૃક્ષ વગેરે વિશે ચારથી પાંચ વાક્યોમાં જણાવે છે.
E516: ઉલટ પ્રશ્નો (Inversion Questions) તેમજ Wh. Questions (who, what, how many, how much, where, when, why, how) ના મૌખિક અને લેખિતમાં ચારથી પાંચ વાક્યોમાં જવાબ આપે છે.