ગાય વિષે નિબંધ
ગાય એક ખુબ જ ઉ૫યોગી પાલતુ પ્રાણી છે. ગાય કાળી, ધોળી, રાતી અને તપખીરિયા રંગની હોય છે. ગાયને ચાર પગ,ચાર આંચળ, બે શીંગડા, બે કાન, બે આંખો હોય છે. તેને એક લાંબી પૂંછડી હોય છે. ગાય લીલુ અને સુકુ ઘાસ, દાણા અને ખોળ વગેરે ખાય છે. ગાય ના બચ્ચા ને વાછરડું કહે છે તે ખૂબ જ રૂપાળ હોય છે.
ગાયની શરીર રચના અને રંગ દરેક વિસ્તાર પ્રમાણે અલગ-અલગ હોય છે. ગાયના શરીર ૫ર બીજા પ્રાણીઓની સાપેક્ષમાં ખૂબ જ ઓછા વાળ આવેલ હોય છે. જયારે પૂંછડી પર લાંબા વાળ હોય છે તેનાથી તે તેના શરીર ૫ર બેસતા જીવજંતુઓને ભગાડે છે. ગાયને બે મજબૂત શીંગડા હોય છે. તેનાથી તે પોતાની તથા તેના વાછરડા ની રક્ષા કરે છે.

ગાય એક દિવસમાં ૩૦ થી ૪૦ લીટર જેટલું પાણી પડી જાય છે. ગાયને બે આંખો હોય છે તેનાથી તે 360 ડિગ્રી સુધી જોઈ શકે છે. ગાયનું વજન ૨૦૦ કિલો થી ૭૦૦ કિલો સુધીનું હોય છે. ગાય પણ માનવની જેમ નવ મહિને ગર્ભ ધારણ કરે છે. ગાય ચારો ખાધા પછી તેને વાગોળે છે. તે એક મિનિટમાં લગભગ ૫૦ વખત વાગોળે છે. ગાયની યાદશક્તિ ખૂબ જ સારી હોય છે તે તેના માલિકને તાત્કાલિક ઓળખી જાય છે.
ભારતમાં ૩૦ જેટલી જાણીતી ગાયોની ઓલાદો જોવા મળે છે. આ૫ણા ગુજરાતમાં ખાસ કરીને ગીર ગાય, કાંકરેજી ગાય જાણીતી છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના વર્ષ-૨૦૧૧ના એક રિપોર્ટ અનુસાર ભારતમાં ૧૯૦૦ મિલિયન ગાયો ની જનસંખ્યા છે.
ગાય વિશે 10 વાક્ય (10 lines on cow in gujarati)
-
ગાય એક ખૂબ ઉ૫યોગી પાલતુ પ્રાણી છે.
-
તેને બે શીંગડા, બે કાન, ચાર ૫ગ અને એક લાંબુ પુંછડુ હોય છે.
-
ગાય કાળી, ધોળી, રાતી અને તપખીરિયા રંગની હોય છે
-
ગાય લીલો અને સુકો ચારો ખાય છે.
-
ગાય ખૂબ પોષ્ટીક દુઘ આપે છે.
-
ગાયનું દુઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છે.
-
ગાય હિન્દુ ઘર્મનું ૫વિત્ર પ્રાણી છે. તેથી તો આ૫ણે સૌ તેને માતા કહીએ છીએ.
-
ગાયના છાણ અને મળમુત્ર માંથી ખાતર બને છે.
-
ગાયના દુઘ માંથી માખણ, દહી, ઘી અને ૫નીર બને છે.
-
ગાય ભારતભરમાં સૌથી પાળવામાં આવતુ પ્રાણી છે.