ધોરણ : 8 વિષય : संस्कृत
પાઠનું નામ:
(2) खेल महोत्सव
અધ્યયન નિષ્પતિ :
– સાદાં, સરળ, વાતચીત, સંવાદ અને વર્ણન સંસ્કૃતમાં કરે.
– ગદ્યાંશનું આરોહ-અવરોહ અને હાવભાવ તથા શુદ્ઘ ઉચ્ચારણ સાથે મુખવાચન કરે.
– સામાન્ય વાતચીતમાં ઉ૫યોગી વ્યાકરણના મુદ્દાઓ જાણે.
શૈક્ષણિક મુદ્દા :
– પાઠનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વાંચન
– અ૫રિચિત શબ્દોના અર્થ
– પાઠમાં આવતીક્રિયાઓનો અભિનય
– અેકવચન તથા બહુવચનની સમજ
– જીવનમાં રમતનું મહત્વ
– વર્તમાનકાળ તથા ભવિષ્યકાળના રૂપો
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ફલેશકાર્ડ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વાંચન કરાવીશ. અ૫રિચિત શબ્દો, ફલેશ કાર્ડ પર દર્શાવી અર્થ બતાવીશ.પાઠમાં આવતી ક્રિયાઓ અભિનય દ્વારા બતાવીશ. ક્રિયા દ્વારા એકવચન તથા બહુવચનની સમજ આપીશ. જીવનમાં રમતનું મહત્વ સમજાવીશ. ભવિષ્યકાળના તથા વર્તમાનકાળનાં રૂપોનો અભ્યાસ કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.