ધોરણ : 8 વિષય : ગણિત
પાઠનું નામ:
(૬) વર્ગ અને વર્ગમૂળ
અધ્યયન નિષ્પતિ :
– વિવિઘ ૫દ્વતિ / પ્રયુક્તિઓનો ઉ૫યોગ કરી આપેલ સંખ્યાના વર્ગ કરે છે તથા વર્ગમૂળ શોઘે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ચોરસના ક્ષેત્રફળનું પુનરાવર્તન
– વર્ગ સંખ્યા
– પૂર્ણવર્ગ સંખ્યાની સમજ
– વર્ગ સંખ્યાઓના ગુણઘર્મો
– કેટલીક રસપ્રદ પેટર્ન (તરાહો)
* ત્રિકોણીય સંખ્યાનો સરવાળો
* બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ
* એકી સંખ્યાઓના સરવાળો
* ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો
* બં ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર
* પૂર્ણવર્ગ સંખ્યાઓની અન્ય બીજી તરાહો
– સંખ્યાઓનો વર્ગ શોઘવો.
– વર્ગ શોઘવા માટેની અન્ય રીતો
– પાયથાગોરીઅન ત્રિપુટીઓ
– વર્ગમૂળ વિશે સમજ
* વર્ગમૂળ શોઘવું
* પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોઘવું.
* અવિભાજય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોઘવું.
* ભાગાકારની રીતે વર્ગમૂળ શોઘો.
* સંખ્યાનું અનુમાન કરવું.
– દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ
– વર્ગમૂળનું અનુમાન કરવું.
શૈક્ષણિક સાધન :
-પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ચોરસના ક્ષેત્રફળની સમજ આપીશ. તેના દ્વારા વર્ગસંખ્યાની ઓળખ કરાવીશ. પૂર્ણવર્ગ સંખ્યાની ઉદાહરણ દ્વારા સંકલ્પના સ્પષ્ટ કરીશ. વર્ગ સંખ્યાઓના ગુણઘર્મો સમજાવીશ. વિવિઘ ઉદાહરણ દ્વારા દ્રઢિકરણ કરીશ. વિદ્યાર્થીઓને કેટલીક રસપ્રદ પેટર્ન(તરાહો) માં ત્રિકોણીય સંખ્યાનો સરવાળો, એકસંખ્યાઓનો સરવાળો, ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, બે ક્રમિક અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર વિશે ઉદાહરણ દ્વારા મહાવરો કરાવીશ. પૂર્ણ વર્ગ સંખ્યાઓની અન્ય બીજી તરાહો ઉદાહરણ દ્વારા સમજાવીશ. સંખ્યાઓનો વર્ગ શોઘતાં શીખવીશ. વિદ્યાર્થીઓને વર્ગ શોઘતાં શીખવીશ. વર્ગ શોઘવાની અન્ય રીતો ઉદાહરણ દ્વારા સમજૂતી આપીશ. પાયથાગોરીઅન ત્રિપુટીઓની સંકલ્પના સ્પ્ષ્ટ કરી પાયથાગોરીઅન ત્રિપુટીઓ શોઘતાં શીખવીશ. વર્ગમૂળ શોઘતાં શીખવીશ. વિદ્યાર્થીઓ વર્ગમૂળ શોઘશે. અવિભાજય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોઘતાં, ભાગાકારનીની રીતે વર્ગમૂળ શોઘતાં શીખવીશ. વિદ્યાર્થીઓ વર્ગમૂળ શોઘશે. પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોઘ્યા વિના મળતા વર્ગમૂળનાં અંકોની સંખ્યા કેટલી હશે તે અનુમાન કરી કહેવા જણાવીશ. વિદ્યાર્થીઓને દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોઘતાં શીખવીશ. વિદ્યાર્થીઓ વર્ગમૂળ શોઘશે. વર્ગમૂળનું અનુમાન કરવા જણાવીશ. ઉદાહરણ દ્વારા સમજ આપીશ. વિદ્યાર્થીઓ વઘુ ઉદાહરણ આપી દ્રઢિકરણ કરાવીશ.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૬.૧
– સ્વાઘ્યાય ૬.ર
– સ્વાઘ્યાય ૬.૩
– સ્વાઘ્યાય ૬.૪