ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન પાઠ : ૧૨ નકશો સમજીએ
- પ્રવાસ તેમજ અન્ય હેતુ માટે પણ નકશો ઉપયોગી છે.(√ કે ×)
જવાબ:-√2. GPS એટલે___.
A. Global Position System √
B.Guard Police Service
C.Globe Private System
D.Goods Privacy Service3. પૃથ્વીનો ગોળો કોનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે ?
A.પૃથ્વી √
B.સૂર્ય
C.ચંદ્ર
D.તારાઓ4.ગુજરાતમાં આવેલ પાટણ શહેરનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે નીચેનામાંથી શું ઉપયોગી છે?
A.પૃથ્વીનો ગોળો
B.નકશો √
C.ભૂમિસ્વરૂપો
D.આપેલ તમામ5.જે તે જિલ્લા નો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળા કરતા નકશો વધુ ઉપયોગી છે. કારણ કે …
જવાબ:- પૃથ્વીનો ગોળો સમગ્ર પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. પણ જ્યારે પૃથ્વીનાં કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશામાં વધુ અને વિસ્તૃત વિગતો દર્શાવેલી હોય છે. આમ જે તે જિલ્લા નો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળા કરતાં નકશો વધુ ઉપયોગી છે.6. ‘મેપ્પા મુંડી’ __ભાષાનો શબ્દ છે.
જવાબ:- લેટિન
7. Mappa Mundi ઉપરથી અપભ્રંશ થઈને અંગ્રેજી શબ્દ __બન્યો છે.
જવાબ:- Nao
- Mappa Mundi નો ગુજરાતી અર્થ શું થાય છે ?
જવાબ:- Mappa Mundi નો ગુજરાતી અર્થ ‘હાથમાં રાખી શકાય તેવા કાપડનો ટુકડો’ થાય છે.9. નકશો એટલે શું?
જવાબ:-નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું
આલેખન .10.નકશાપોથી એટલે શું?
જવાબ:-પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમુહને નકશાપોથી કહે છે.11.નકશાપોથીનાં નકશામાં કેવી વિગતો દર્શાવેલી હોય છે?
જવાબ:- નકશાપોથીના નકશામાં રાજકીય, વહીવટી , પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે.12.પર્વત, ઉચ્ચપ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે નકશાની __વિગતો ગણાય છે.
A.રાજકીય
B.વહીવટી
C.પ્રાકૃતિક √
D.સાંસ્કૃતિક
13.પરિવહન અને ઉદ્યોગો સાંસ્કૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે.(√ કે ×)
જવાબ:- √
14.ખેતી, સિંચાઈ જેવી વિગતો ___નકશામાં દર્શાવવામાં આવે છે.
જવાબ:- સાંસ્કૃતિક
15.મહાસાગરો સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે.(√ કે ×)
જવાબ:- ×
16.નકશાના મુખ્ય પ્રકાર જણાવો.
જવાબ:- નકશાના મુખ્ય બે પ્રકાર:(1) હેતુ આધારિત નકશા (2)માપ પ્રમાણે નકશા
17.હેતુ આધારિત નકશાના પ્રકાર લખો.
જવાબ:- હેતુ આધારિત નકશાના બે પ્રકાર છે: (1)પ્રાકૃતિક નકશા (2)સાંસ્કૃતિક નકશા
18. પ્રાકૃતિક નકશા કોને કહે છે ?
જવાબ:- કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. જેમકે ઉચ્ચપ્રદેશ, પર્વત, મેદાન ,નદીઓ, મહાસાગરો, વન્ય પ્રાણીઓ, વનસ્પતિ જંગલો વગેરે.
19.ભૂમિસ્વરૂપો કયા નકશામાં દર્શાવવામાં આવે છે?
A. સાંસ્કૃતિ
B.ખગોળીય
C.પ્રાકૃતિક √
D.ઐતિહાસિક
20.વન્યપ્રાણીઓ અને વનસ્પતિનું વિવરણ કરતા નકશા પ્રાકૃતિક નકશા છે.(√ કે ×)
જવાબ:- √
21. ભૂપૃષ્ઠના નકશામાં કઇ કઇ વિગતો દર્શાવેલી હોય છે ?
જવાબ:- ભૂપુષ્ઠના નકશામાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, જળપરિવાહ વગેરે દર્શાવેલ હોય છે.
22. આબોહવાના નકશામાંથી આપણને કઈ માહિતી મળે છે ?
A.વરસાદ
B.પવન
D.તાપમાન
D.આપેલ તમામ √
23.ગ્રહો, ઉપગ્રહો અને નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા નકશામાંથી મળે છે ?
A.ભૂપૃષ્ઠના નકશા
B.ઔદ્યોગિક નકશા √
C.ખગોળીય નકશા
D.સાંસ્કૃતિક નકશા
24. ટૂંકનોંધ લખો :- પ્રાકૃતિક નકશા
જવાબ:- કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. જેમાં ભૂમિ સ્વરૂપ જેમ કે પર્વતો, ઉચ્ચપ્રદેશ, મેદાન, નદીઓ- મહાસાગરો ઉપરાંત , પ્રાણીઓ વનસ્પતિ-જંગલો, ખનીજ વગેરેનું વિવરણ દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક નકશાના મુખ્ય ત્રણ ભાગો નીચે પ્રમાણે છે.
(1) ભૂપૃષ્ઠના નકશા:- તેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો મેદાનો ,જળપરિવાહ જેવી માહિતી દર્શાવાય છે.
(2) હવામાન /આબોહવા નકશા:- તેમાં વિવિધ પ્રદેશોના તાપમાન ,વરસાદ, પવનો વગેરે માહિતી દર્શાવાય છે.
(3) ખગોળીય નકશા: તેમાં ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્ત્રો, આકાશગંગા વગેરેની માહિતી દર્શાવે છે .
25.સાંસ્કૃતિક નકશા એટલે શું ?
જવાબ:- માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સંસ્કૃતિક નકશા કહે છે. જેમકે ખેતી, વસ્તી, પરિવહન વગેરે દર્શાવતા નકશા.
26. માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ સાંસ્કૃતિક નકશામાં કરેલો હોય છે.(√ કે ×)
જવાબ:-√
27. સાંસ્કૃતિક નકશામાં____ વિગતો દર્શાવેલ હોય છે.
જવાબ:- માનવસર્જિત
28.ખેતી, વસ્તી, પરિવહન વગેરે વિગતો કયા પ્રકારના નકશામાં દર્શાવવામાં આવે છે? A.રાજકીય
B.વહીવટી
C.સાંસ્કૃતિક
D.ખગોળીય √
29.રાજકીય નક્શો કોને કહે છે?
જવાબ:- ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય દેશ, ખંડ, વિશ્વની સરહદો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે.દા.ત. ગુજરાતનો જિલ્લાવાળો નકશો.
30. ઔદ્યોગિક નકશામાં ઉદ્યોગો અને ઉત્પાદનની માહિતી હોય છે. (√ કે ×)
જવાબ:- √
31. ઔદ્યોગિક નકશામાં કઇ-કઇ માહિતી આપવામાં આવે છે ?
જવાબ:- ઔદ્યોગિક નકશામાં ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરે માહિતી આપવામાં આવે છે.
- ઐતિહાસિક નકશા કોને કહે છે?
જવાબ:-પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા કહે છે.33. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશાનો તફાવત જણાવો .
જવાબ:-કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. જેમાં ભૂમિસ્વરૂપો જેમકે પર્વત, ઉચ્ચપ્રદેશ, મેદાન તથા નદીઓ, જંગલો, ખનીજ વગેરે દર્શાવતા નકશાનો સમાવેશ થાય છે. જ્યારે માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. જેમાં ખેતી, વસ્તી, પરિવહન જેવી વિવિધ માનવીની પ્રવૃત્તિઓનું વિવરણ કરતાં નકશાનો સમાવેશ થાય છે.
34. જોડકા જોડો:-
વિભાગ -અ | વિભાગ-બ |
1. ખગોળીય નકશા | (A) પર્વતો, ઉચ્ચપ્રદેશો |
2. રાજકીય નકશા | (B) ગ્રહો, ઉપગ્રહો |
3. ભૂપૃષ્ ના નકશા | (C) ઔદ્યોગિક ક્ષેત્રો |
4. ઔદ્યોગિક નકશા | (D) રાજ્ય ,દેશ |
જવાબ |
(1) – B |
(2) – D |
(3) – A |
(4) – C |
- મોટા માપના નકશામાં પ્રમાણમાપ કેટલું હોય છે?
A.1 સેમી=50 કિમી કરતાં ઓછું √
B.1 સેમી=50 કિમી કરતાં વધુ
C.1 સેમી=100કિમી કરતા ઓછું
D.1 સેમી=100 કિમી કરતાં વધુ36. આપેલ પૈકી કોનો મોટા માપનો નકશો બને?
A. ગામ
B.તાલુકો
C.શહેર
D.આપેલ તમામ √37.મોટા માપના નકશા વિશે જણાવો.
જવાબ:- સામાન્ય રીતે એક નકશા નું માપ 1 સેન્ટિમીટર: 50 કિલોમીટર કરતા ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. આ નકશામાં એક સેન્ટિમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે જેમકે તાલુકા,શહેર કે ગામના નકશા એ મોટા માપના નકશાના ઉદાહરણ છે. - __માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે.
જવાબ:-નાના39.નાના માપના નકશાના કેટલા પ્રકાર છે? કયા કયા?
જવાબ:-નાના માપના નકશામાં ચાર પ્રકાર છે:
(1) એટલાસ
(2) કેડેસ્ટ્રલ
(3) સ્થળવર્ણન
(4) ભીંતનકશા
40.નીચેની વિગતો દર્શાવતા નકશાને કયા કયા પ્રકારના નકશા કહી શકાય તે લખો.
જવાબ:- (1) ગુજરાત રાજ્યના જિલ્લા દર્શાવતો નકશો~~ રાજકીય નકશો
(2)ભારતના રાજ્યો અને તેની રાજધાની દર્શાવતો નકશો~~ રાજકીય નકશા
(3)ભારતના વિવિધ પ્રદેશોની દરિયાઈ સપાટીથી ઊંચાઈ દર્શાવતો નકશો~~ પ્રાકૃતિક નકશો
(4)દુનિયાના ખંડ અને મહાસાગરો દર્શાવતો નકશો ~~પ્રાકૃતિક નકશો
41. નકશાના મુખ્ય__ અંગ છે.
જવાબ:- 3
42.નકશાના અંગો જણાવો.
જવાબ:- નકશાના અંગો દિશા, પ્રમાણમાંપ અને રૂઢ સંજ્ઞાઓ છે.
43. નકશામાં || નિશાન___ દિશાનું સૂચન કરે છે.
જવાબ:- ઉત્તર
44. ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય દિશાઓ નક્કી કરી શકાતી નથી.(√ કે ×)
જવાબ:- ×
ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન પાઠ : 12 નકશો સમજીએ PART 2
45.ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભા રહો તો તમારી જમણી બાજુ પશ્ચિમ દિશા અને ડાબી બાજુ પૂર્વ દિશા આવે.(√ કે ×)
જવાબ:- ×
46.પૂર્વ તરફ મુખ રાખીને ઊભા રહો તો તમારી પીઠ બાજુ કઈ દિશામાં હોય ?
A.ઉત્તર
B.પશ્ચિમ √
C.દક્ષિણ
D.પૂર્વ
47.__ ઉગતા સૂર્યની દિશા છે.
જવાબ:- પૂર્વ દિશા
48.ઉગતા સૂર્ય સામે મુખ રાખી ઊભા રહેતા ડાબી બાજુ __ દિશા અને જમણી બાજુ ___દિશા આવે.
જવાબ:- ઉત્તર, દક્ષિણ
49. ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે __ખૂણો આવેલ છે.
જવાબ:- ઈશાન
50. અગ્નિ દિશા કઈ બે દિશાઓ વચ્ચે આવે છે?
A. દક્ષિણ- પૂર્વ
B.દક્ષિણ -પશ્ચિમ
C.ઉત્તર- પૂર્વ
D. ઉત્તર -પશ્ચિમ
51. નૈઋત્ય કઈ બે દિશા વચ્ચે આવે છે?
A. ઉત્તર-પૂર્વ
B.દક્ષિણ-પૂર્વ
C. ઉત્તર-પશ્ચિમ
D. દક્ષિણ-પશ્ચિમ
52.___દિશા ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચે આવેલો છે.
જવાબ:- વાયવ્ય
53.દિશાઓ અને મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે.
(√ કે ×)
જવાબ:- √
54.જોડકાં જોડો.
વિભાગ અ | વિભાગબ |
1. ઉત્તર-પૂર્વ | A. અગ્નિ દિશા |
2. દક્ષિણ- પૂર્વ | B. વાયવ્ય દિશા |
3. દક્ષિણ-પશ્ચિમ | C. ઈશાન દિશા |
4. ઉત્તર-પશ્ચિમ | D. નૈઋત્ય દિશા |
જવાબ |
(1) – C |
(2) – A |
(3) – D |
(4) – B |
- નકશામાં દિશા દર્શાવી કેમ જરૂરી છે?
જવાબ:- નકશામાં ઉત્તર દિશાનું નિશાન મૂકવામાં આવે છે. આ દિશા જાણવાથી અન્ય દિશાઓ જાણી શકાય છે .ઉત્તર દિશા તરફ મુખ રાખી ઊભા રહેતા પાછળ દક્ષિણ દિશા હોય છે. ડાબા હાથે પશ્ચિમ અને જમણા હાથે પૂર્વ દિશા હોય છે. આમ એક જ દિશા નું નિશાન હોવા છતાં બધી દિશાઓ જાણી શકાય છે. આમ ઉત્તર દિશાનાં નિશાનથી નકશામાંના સ્થળોની દિશા જાણી શકાય છે. વળી તે પર્વતારોહકો અને દરિયાખેડૂતોઓને માર્ગદર્શન આપે છે.
56.પ્રમાણમાપ એટલે શું ?
જવાબ:- પ્રમાણમાપ એટલે પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બે સ્થળો ના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે.
- 1 સેમી: 100કિમી એટલે શું ?
જવાબ:-પ્રમાણમાપ 1 સેમી: 100 કિમી એટલે નકશામાં દર્શાવેલ 1 સેન્ટિમીટર વાસ્તવિક પૃથ્વી પરનું અંતર 100 કિલોમીટર છે .58. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાતું નથી. (√ કે ×)
જવાબ:-×59.નકશાના બીજા અંગ તરીકે પ્રમાણમાં વિશે જણાવો.
જવાબ:- પ્રમાણમાપ એટલે નકશા પરનાં કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને તે બે સ્થળો ના નકશા ઉપરના અંતર વચ્ચેનો ગુણોત્તર.
દા.ત. પ્રમાણમાં: 1 સેમી =100 કિમી એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટિમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર 100કિલોમીટર છે આ રીતે પ્રમાણમાં દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર જાણી શકાય છે.
60.રૂઢ સંજ્ઞા એટલે શું?
જવાબ:- નકશામાં જુદી-જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિન્હોનો ઉપયોગ થાય છે તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે.
- રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા શાનો શાનો ઉપયોગ થાય છે?
જવાબ:-રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા નિશ્ચિત અક્ષરો, છાયા- પ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ થાય છે. - નકશાની ___ની ભાષા સરળ અને સર્વમાન્ય ભાષા છે.
જવાબ:-રૂઢ સંજ્ઞા63.•••••••••આ નદીની રૂઢ સંજ્ઞા છે.(√ કે ×)
જવાબ:-×64. આપેલ પૈકી રેલમાર્ગ માટેની રૂઢસંજ્ઞા કઈ છે?
A.##### √
B.=========
C.————
D.————65. પોલીસ સ્ટેશન માટેની રૂઢ સંજ્ઞા __ છે.
જવાબ:- PS
66. નદી અને બંધ બંને માટે એક જ રૂઢ સંજ્ઞા ઉપયોગમાં લેવાય છે.(√ કે ×)
જવાબ:- ×
67. CH રૂઢ સંજ્ઞા શેની માટે વપરાય છે?
A. છાયા હાઉસ
B. સર્કિટ હાઉસ √
C. દીવાદાંડી
D.આપેલ તમામ
68. નકશામાં પોસ્ટ અને તાર ઓફિસ દર્શાવવા PTO રૂઢ સંજ્ઞા વપરાય છે.(√ કે ×)
જવાબ:- √
69. જોડકા જોડો:
વિભાગ -અ | વિભાગ-બ |
1.===== | A. પોસ્ટ ઓફિસ |
2.PO | B. આંતરરાષ્ટ્રીય સરહદ |
3. ઉ | C. નદી |
4.———- | D. પ્રમાણમાં |
5.PS | E. ઉત્તર દિશા |
F. પોલીસ સ્ટેશન |
જવાબ |
(1) – D |
(2) – A |
(3) – E |
(4) – B |
(5) – F |
- નકશામાં રૂઢ સંજ્ઞાનઓ ઉપરાંત રંગોથી પણ વિગતો દર્શાવવામાં આવે છે.(√ કે ×)
જવાબ:-√71. કથ્થાઈ રંગ નકશામાં___ દર્શાવવા વપરાય છે.
જવાબ:-ભૂમિ સ્વરૂપ72.નકશામાં જળસ્વરૂપ માટે કયો રંગ ઉપયોગમાં લેવાય છે?
A.લાલ
B.વાદળી √
C.કાળો
D..લીલો73.નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે. (√ કે ×)
જવાબ:- √74.નકશામાં કાળો રંગ___ માટે વપરાય છે.
જવાબ:- રેલમાર્ગ
75.નકશામાં લાલ રંગ શેની માટે વપરાય છે?
જવાબ:- નકશામાં લાલ રંગ જમીનમાર્ગ દર્શાવવા વપરાય છે.
76. નકશામાં રૂઢ સંજ્ઞાની અનિવાર્યતા સમજાવો.
જવાબ:- નકશામાં રૂઢ સંજ્ઞાઓ એટલે નિશ્ચિત અક્ષરો, છાયાપ્રકાશ ,રંગો ,ચિત્રો અને રેખાઓ દ્વારા વિગતોનું નિરૂપણ.આ રૂઢ સંજ્ઞાઓનાં ઉપયોગ દ્વારા નકશો સરળતાથી દોરી ,સમજી અને વાંચી શકાય છે. વળી તે ઓછી જગ્યામાં વધુ વિગતોનો સમાવેશ કરી આપે છે.વળી આ રૂઢ સંજ્ઞાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ હોવાથી દરેક વ્યક્તિ આ સંજ્ઞાને યોગ્ય રીતે ઉકેલી શકે છે.
77.નકશામાં રૂઢ સંજ્ઞાઓ આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ જ મુકવામાં આવે છે. કારણ કે……..
જવાબ:- રૂઢ સંજ્ઞાઓને આંતરરાષ્ટ્રીય રીતે નક્કી કરવામાં આવે છે. જેથી બધા દેશના લોકો તેને સમજી શકે. નકશાની રૂઢ સંજ્ઞાઓ સરળ અને સર્વ માન્ય ભાષા છે. તેમના સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તે આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકૃત હોવાથી સર્વમાન્ય બને છે. તેથી તેમને આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ મૂકવામાં આવે છે.
78. નકશામાં ખેતી દર્શાવવા કયો રંગ વપરાય છે?
A.સફેદ
B.કથ્થાઈ
C.લીલો √
D.પીળો
79.ભારત પૃથ્વી પર ઉત્તર-પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે. (√ કે ×)
જવાબ:- ×
80.ભારત દેશ કયા ખંડમાં આવેલો છે?
જવાબ:- ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે.
81. ભારત એશિયા ખંડની__ દિશામાં આવેલો છે.
જવાબ:- દક્ષિણ
82.જોડકા જોડો:-
વિભાગ -અ | વિભાગ-બ |
1. ભારતની પૂર્વે | (A) અરબ-સાગર |
2.ભારતની દક્ષિણે | (B)હિમાલયની પર્વતમાળા |
3. ભારતની પશ્ચિમે | (C) હિંદ મહાસાગર |
4. ભારતની ઉત્તરે | (D) બંગાળાનો ઉપસાગર |
જવાબ |
(1) – D |
(2) – C |
(3) – A |
(4) – B |
- ભારત કયા કયા અક્ષાંશવૃત્ત અને રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે.
જવાબ:-ભારત 8° 4′ થી 37° 6′ ઉત્તર અક્ષાંશ વૃત્તો અને 68° 7′ થી 97° 25′ પૂર્વ રેખાંશવૃત્તો વચ્ચે આવેલો છે.84.ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
A.ઉ. ધ્રુવવૃત્ત
B. દ. ધ્રુવવૃત્ત
C. કર્કવૃત્ત √
D. મકરવૃત્ત - ટૂંકનોંધ લખો: ભારતનું સ્થાન
જવાબ:-ભારત દેશ પૃથ્વી પર ઉત્તર-પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા, પૂર્વ, દિશાએ બંગાળાની ખાડી અને પશ્ચિમ દિશાએ અરબસાગર આવેલો છે.8°4 થી37° 6′ ઉત્તર અક્ષાંશ અને68° 7′ થી97°25 ‘પૂર્વ રેખાંશ વૃત વચ્ચે આવેલો છે. ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે.
86. નકશાનું અવલોકન કરી પ્રશ્નોના ઉત્તર આપો.
1.જમ્મુ અને કાશ્મીર ભારતમાં કઇ દિશાએ આવેલ છે?
જવાબ:- ઉત્તર
2.મધ્યપ્રદેશ ગુજરાતની કઇ દિશાએ આવેલ છે?
જવાબ:- પૂર્વ
3.અરુણાચલપ્રદેશ ભારતમાં કઇ દિશાએ આવેલું છે?
જવાબ:- પૂર્વ
4. કેરળની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે?
જવાબ:- કર્ણાટક
5.ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે.
જવાબ:- દીવ
6.કયા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ રાજસ્થાન સાથે જોડાયેલી છે ?
જવાબ:- પાકિસ્તાન
7.ભારતની દક્ષિણે આવેલો પાડોશી દેશ કયો છે?
જવાબ:- શ્રીલંકા
8.બંગાળના ઉપસાગરમાં આવેલ કેન્દ્રશાસિત પ્રદેશનું નામ લખો .
જવાબ:- અંદમાન અને નિકોબાર ટાપુઓ
9.બાંગ્લાદેશને ઉતારે ભારતનું કયું રાજ્ય આવેલું છે ?
જવાબ :- મેઘાલય
10.પશ્ચિમ બંગાળ અને પૂર્વમાં કયો દેશ આવેલો છે ?
જવાબ:- બાંગ્લાદેશ
87. પ્રાકૃતિક વારસામાં કઇ કઇ બાબતો દશાવવામાં આવે છે ?
જવાબ:-કુદરતી નિમિૅત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો પવૅતો,ઉચ્ચ પદેશો ,મેદાનો,નદીઓ, મહાસાગરો તથા વન્ય પ્રાણીઓ, વનસ્પતિ જંગલો, ખનીજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ સમાવિષ્ટ થાય છે .
88. ટૂંકનોંધ લખો: સાંસ્કૃતિક નકશા
જવાબ:- માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સંસ્કૃતિક નકશાઓ કહે છે.આ નકશામા માનવીની વિવિધ પ્રવૃતિઓ નિર્દેશ કરેલ હોય છે. રાજ્યનો નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે.
-ખંડ,દેશ,સ્થાનિક વહીવટી તંત્ર તથા તેમની સરહદોની માહિતી આપતા નકશા રાજકીય નકશા રાજકીય નકશા કહેવાય છે.
-ઔઘોગિક ક્ષેત્રો,ઉદ્યોગનો તબક્કાવાર ઇતિહાસ ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશામાં દશાૅવાય આવે છે.
-પ્રાદેશિક અને રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહેવાય છે.
- ટૂંકનોંધ લખો :-માપના આધારે નકશાના પ્રકાર
જવાબ:-માપ ના આઘારે નકશાનાં મુખ્ય બે પ્રકાર છે :
[1] મોટા માપના નકશા,[2] નાના માપના નકશા
સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણમાપ 1સેમી :50 કિમી કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. આ નકશામાં 1સેમી બરાબર પૃથ્વી પરનું 50 કિલોમીટર વાસ્તવિક અંતર દશાૅવે છે.આ નકશામાં વિગતો વઘારે દશાૅવાય છે. જેમ કે તાલુકા ,શહેર કે ગામના નકશા.
નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દશાૅવવામાં આવે છે.દેશ કે ખંડનાં નકશા નાના માપના નકશા છે.વિશ્વનો નકશો પણ નાના માપનો નકશા છે.
નાના માપના નકશાના ચાર પ્રકાર છે:(1)ઍટલાસ (2)કેડેસ્ટ્રલ (3)સ્થળવણૅન (4) ભીંતનકશા
90. રૂઢ સંજ્ઞાઓ વિશે જણાવો.
જવાબ :- નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક ચિહ્નોનો ઉપયોગ થાય છે. તેને રૂઢ સંજ્ઞા કહેવાય છે. રૂઢ સંજ્ઞાઓ દશાૅવવા નિશ્ચિત અક્ષરો-છાયા- પ્રકાશ, રંગો,ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
રૂઢ સંજ્ઞાઓની મદદથી નકશામાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. તે સરળ અને સર્વમાન્ય હોય છે. તે આંતરરાષ્ટ્રીય સમજૂતીથી નક્કી કરવામાં આવે છે. તેમની મદદથી નકશો સરળતાથી દોરી,વાંચી અને સમજી શકાય છે તથા ઓછી જગ્યામાં ઘણી બધી જાણકારી આપે છે.