ધોરણ ૬ વિજ્ઞાન અને ટેક્નોલોજી પાઠ : ૧૩ ચુંબક સાથે ગમ્મત
1. ચુંબકનો ઉપયોગ થતો હોય તેવી કોઈપણ ચાર વસ્તુઓનાં નામ જણાવો.
જવાબ:- રેડિયો,ટીવી, ટેલિફોન, વિદ્યુત પંખો, વિદ્યુત ઘંટડી, લાઉડસ્પીકર ,માઇક્રોફોન રેફ્રિજરેટર, ડાયનેમાં વગેરે બનાવવા.
2. ચુંબકની શોધ_________દેશમાં થઈ હતી.
જવાબ:- પ્રાચીન ગ્રીસ
3.મૅગ્નેટાઇટ__________ધાતુની ખનીજ ધરાવે છે.
જવાબ:- લોખંડ
4.કયા પ્રદેશ માંથી ‘મેગ્નેટ’ સૌ પ્રથમ વખત મળી આવ્યો હતો?
જવાબ:- પ્રાચીન ગ્રીસ દેશમાં મેગ્નેશિયા પ્રાંતમાંથી સૌપ્રથમ મેગ્નેટ મળી આવ્યો હતો.
5.ચુંબક એટલે શું?
જવાબ:- જે પદાર્થ લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે તેને ચુંબક કહે છે.
6. કુત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ(√ કે ×)
જવાબ:- ×
જવાબ:- ચુંબકના મુખ્ય બે પ્રકાર છે:(1) કુદરતી ચુંબક(2) કૃત્રિમ ચુંબક8.વ્યાખ્યા આપો:
(1) કુદરતી ચુંબક: જમીનમાંથી મળતા ચુંબકીય પથ્થરને કુદરતી ચુંબક કહે છે.
(2) કૃત્રિમ ચુંબક : લોખંડના ટુકડા પર ચુંબક ઘસીને તેમાંથી બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે.9. આકારની રીતે ચુંબકના પ્રકાર વર્ણવો.
જવાબ:- ચુંબકના પ્રકારો: (1) લંબઘન પટ્ટીના આકારનો ગજિયો ચુંબક (2) ઘોડાની નાળ આકારનો ચુંબક,(3) સોયાકાર ચુંબક (4) નળાકાર ચુંબક (5) બૉલ-એન્ડેડ ચુંબક (6) કંકણાકાર ચુંબક
10. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે, તેને_______કહે છે.
જવાબ:- ચુંબકીય પદાર્થો
જવાબ:- જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેવા પદાર્થોને ચુંબકીય પદાર્થો કહે છે.12. ચુંબકીય પદાર્થોનાં ચાર ઉદાહરણ લખો.
જવાબ:- લોખંડ,નીકલ ,કોબાલ્ટ ,પોલાદ વગેરે ચુંબકીય પદાર્થો છે.
13. બિનચુંબકીય પદાર્થો એટલે શું? તેના ઉદાહરણ આપો.
જવાબ:- જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી. તેને બીનચુંબકીય પદાર્થો કહે છે. કાગળ ,પ્લાસ્ટિક, લાકડું, તાંબુ, પથ્થર વગેરે બિનચુંબકીય પદાર્થો છે.
14.ચુંબક વડે આકર્ષાતી ધાતુઓ લખો.
જવાબ:- ચાવી ,નિકલનુંપાત્ર ,ટાંકણી, ખીલી સોય,કોબાલ્ટ ધાતુ.
15. કાગળ એ _______પદાર્થ નથી.
જવાબ:- ચુંબકીય
16. રબર એ ચુંબકીય પદાર્થ છે.(√ કે ×)
જવાબ:- ×
17. ચુંબક સ્ટેઈનલેસ સ્ટીલને આકર્ષતું નથી.(√ કે ×)
જવાબ:- ×
18. નીચેનામાંથી કઈ વસ્તુને ચુંબક આકર્ષી શકશે?
A. પેન્સિલ
B.રબરનો દડો
C.લોખંડની ચાવી √
D.આપેલ તમામ
19.નીચેનામાંથી કોણ ચુંબક તરફ આકર્ષણ નહીં પામે ?
A.પથ્થર √
B.ખીલી
C.લોખંડની ચાવી
D.સોય
20. નિકલ ચુંબક વડે આકર્ષાતી ધાતુ છે. (√ કે ×)
જવાબ:- √
21. આપેલી વસ્તુઓનું ‘ચુંબકીય પદાર્થ’ અને ‘બિનચુંબકીય પદાર્થ’માં વર્ગીકરણ કરો:
જવાબ:-
બિનચુંબકીય પદાર્થ:- બોલપેન,કાચ, રેતી,તાંબુ, દીવાસળી ,એલ્યુમિનિયમ, પથ્થર22. બૂટનો દરેક ભાગ ચુંબક વડે આકર્ષણ પામે છે.(√ કે ×)
જવાબ:- ×23. માટીમાં લોખંડની રજકણ છે કે નહીં તે કેવી રીતે નક્કી કરશો?
જવાબ:- લોખંડ એ ચુંબકીય પદાર્થ છે. કોઈ એક ચુંબક લઈ તેને લોખંડની રજમિશ્રિત વિસ્તારમાં ફેરવવાથી તેમાં રહેલી લોખંડની રજ ચુંબક વડે આકર્ષાઈને ચુંબકને ચોંટી જશે. આ રીતે માટીમાં લોખંડની રજકણ છે કે નહીં તે નક્કી કરી શકાય છે.
24. એવું જોવામાં આવ્યું કે પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. સંચાનો થોડોક ભાગ બનાવવા માટે ઉપયોગ થયો હોય એવા પદાર્થનું માત્ર નામ આપો.
જવાબ:- સંચાની બ્લેડ લોખંડની બનેલી હોય છે.
25. પેન્સિલની અણી કાઢવાનો સંચો ચુંબક વાળી આકર્ષાય છે, કારણ કે….
જવાબ:- પેન્સિલની અણી કાઢવા માટેના સંચામાં પેન્સિલ છોલવા માટેની બ્લેડ લોખંડની બનેલી હોય છે. વળી, લોખંડ એ ચુંબક વડે આકર્ષતો પદાર્થ છે. આથી સંચો ચુંબક વડે આકર્ષાય છે.
26. જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે ત્યારે મહતમ રજકણ તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે.(√ કે ×)
જવાબ:- ×
27. ચુંબકને હંમેશાં_______ધ્રુવ હોય છે.
જવાબ:- બે
જવાબ:- ×29. વ્યાખ્યા આપો: ચૂંબકીય ધ્રુવો
જવાબ:- ચુંબકના બંને છેડાની નજીક ચુંબકીય શક્તિ વધુ હોય છે. ચુંબકના આ છેડા આગળના ભાગને ચુંબકીય ધ્રુવ કહે છે.30. ગજીયા ચુંબકના ધ્રુવો કયાં આવેલા હોય છે ?
જવાબ:- ગજિયા ચુંબકના ધ્રુવો તેના બે છેડાની નજીક આવેલા હોય છે .
31.ગજિયા ચુંબકના વચ્ચેના ભાગમાંથી બે ટુકડા કરતાં દરેક ટુકડામાં એક ધ્રુવ હોય છે. (√ કે ×)
જવાબ:- ×32. ચુંબકના ધ્રુવનાં સ્થાન કેવી રીતે નક્કી કરશો?
જવાબ:- ચુંબકને એક કાગળ પર મૂકી તેની આસપાસ લોખંડનો ભૂકો ભભરાવી, ધીમે ધીમે ઠપકારતા લોખંડનો ભૂકો તેના બંને ધ્રુવો તરફ આકર્ષાય અને તે તરફ વધુ જથ્થામાં ચોટી જશે જેથી ચુંબકના ધ્રુવના સ્થાન નક્કી કરી શકાય.
33. એક સમાન દેખાતી ચુંબકની પટ્ટી અને લોખંડની પટ્ટી પૈકી કઈ પટ્ટી લોખંડની અને કઈ પટ્ટી ચુંબકની -તે કઈ રીતે નક્કી કરશો ?
જવાબ:- બંને પટ્ટીઓને બરાબર મધ્યમાં દોરી બાંધી અલગ-અલગ લાકડાંના સ્ટેન્ડ પર સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો , બંને પટ્ટી સ્થિર થાય એટલે બંનેની દિશા નોંધો. વારંવાર આ પ્રવૃત્તિ કરવાથી દરેક વખતે જે પટ્ટી ચુંબક ની પટ્ટી હશે તે એકસરખી દિશામાં સ્થિર થશે. જ્યારે જે લોખંડની પટ્ટી હશે તે દરેક વખતે જુદી જુદી દિશામાં સ્થિર થશે. એક જ દિશામાં સ્થિર થતી પટ્ટી ચુંબક ની પટ્ટી છે.
34.ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતાં તે ઉત્તર- દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
જવાબ:-
હેતુ :- ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતાં તે ઉત્તર -દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, તે સાબિત કરો.
સાધનસામગ્રી:- લાકડાનું સ્ટેન્ડ, દોરી, ગજિયો ચુંબક.
આકૃતિ:-
પદ્ધતિ:- ગજિયા ચુંબકને તેની મધ્ય ભાગમાં દોરી વડે બાંધી તેને લાકડાના સ્ટેન્ડ પરથી સમક્ષિતિજ દિશામાં મુક્ત રીતે લટકાવો. હવે કોઈપણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારતા થોડીવાર પછી ચુંબક સ્થિર થાય એટલે બંને છેડાની સ્થિતિ નોંધો. બે-ત્રણ વાર આ પ્રવૃત્તિ કરી તેનું અવલોકન નોંધો.
અવલોકન:- દરેક વખતે ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. જેમાં તેનો ઉત્તર ધ્રુવ તરફ અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ તરફ સ્થિર થાય છે.
નિર્ણય:- ગજિયા ચુંબકને મુક્ત રીતે સમક્ષિતિજ લટકાવતાં તે ઉત્તર- દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.
35. એક ગજિયા ચુંબક પર ધ્રુવ દર્શાવતી કોઇ જ નિશાની નથી, તો તેનો કયો છેડો ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણી શકાય?
જવાબ:- આપેલા ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો. જ્યારે ગજિયો ચુંબક સ્થિર થાય ત્યારે તેનો છેડો ઉત્તર દિશા તરફ રહે તે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય.
36. ગજિયો ચુંબક હંમેશાં ઉત્તર – દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે.(√ કે ×)
જવાબ:- √
37.લોખંડની પટ્ટીને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતાં તે હંમેશા ઉત્તર- દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. (√ કે ×)
જવાબ:- ×
38. ચુંબકના કોઈપણ બે ગુણધર્મ લખો.
જવાબ:- (1) ચુંબકને સમક્ષિતિજ દિશામાં મુક્ત રીતે લટકાવતાં તે ઉત્તર- દક્ષિણ દિશામાં સ્થિર થાય છે.(2) ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે.(3) ચુંબકના બે ધ્રુવો હોય છે.
39. ચુંબકને કેટલા ધ્રુવ હોય છે? કયા કયા ?
જવાબ:- ચુંબકને બે ધ્રુવો હોય છે.(1) ઉત્તર ધ્રુવ(N) અને દક્ષિણ ધ્રુવ (S)
40.ચુંબકના ઉત્તર ધ્રુવને_______દક્ષિણ ધ્રુવને વડે દર્શાવવામાં આવે છે.
B. N,S √
C. S,S
D. U,D41. ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતાં તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે?
A. ઉત્તર
B.દક્ષિણ √
C. પૂર્વ
D.પશ્ચિમ
જવાબ:- હોકાયંત્ર43. હોકાયંત્રનો સિદ્ધાંત જણાવી તેનો ઉપયોગ લખો.
જવાબ:-
સિદ્ધાંત: સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ધરીભ્રમણ કરતી ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ હંમેશા ઉત્તર દિશામાં સ્થિર થાય છે. ઉપયોગ: હોકાયંત્રનો ઉપયોગ અજાણ્યાં સ્થળોએ હવાઈ મુસાફરીમાં, દરિયાઈ મુસાફરીમાં તથા રણપ્રદેશોમાં દિશાઓ જાણવા માટે થાય છે.
44. કારણ આપો: દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે.
જવાબ:- સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ધરીભ્રમણ કરતી ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. તેથી દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે.
45. હોકાયંત્રની આકૃતિ દોરી તેની રચના અને કાર્યપદ્ધતિ સમજાવો.
આકૃતિ:-
જવાબ:-
કાર્યપદ્ધતિ: હોકાયંત્રને સમક્ષિતિજ સપાટી પર ગોઠવી ચુંબકીય સોય વર્તુળાકાર ચંદા પર લખેલા ઉત્તર દિશા પર સ્થિર થતાં હોકાયંત્ર સાચી દિશા દર્શાવે છે.
46. જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે__ ના ટુકડાને લટકાવતા હતા.
જવાબ:- કુદરતી ચુંબક
47. કોઇ પણ સ્થળે હોકાયંત્રનો ઉપયોગ દિશા જાણવા માટે થાય છે.(√ કે ×)
જવાબ:- √
48. લોખંડની પાતળી પટ્ટીમાંથી ચુંબક બનાવી શકાય છે.(√ કે ×)
જવાબ :- √
49. કૃત્રિમ ચુંબક __, ___અને___ જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે.
જવાબ:- સોયાકાર, નળાકાર, ઘોડાની નાળ
50.ચુંબકના સમાન ધ્રુવો અને અસમાન ધ્રુવો એટલે શું ?
જવાબ:- બે અલગ અલગ ચુંબકના એક જ પ્રકારનાં બે ધ્રુવોને સમાન ધ્રુવો કહે છે. જ્યારે બે ચુંબકના વિરુદ્ધ પ્રકારનાં બે ધ્રુવોને અસમાન ધ્રુવો કહે છે.
51. બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે?
જવાબ:- બે ચુંબકોના અસમાન ધ્રુવો એટલે કે એક ચુંબકનો N- ધ્રુવ અને બીજા ચુંબકનો S-ધ્રુવ એકબીજાની નજીક લાવતાં આકર્ષણ થાય છે.
52. બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યારે થાય છે?
જવાબ:- બે ચુંબકો ના સમાન ડ્રો એટલે કે N અને NઅથવાS અનેS ધ્રુવોને એકબીજાની નજીક લાવતાં અપાકર્ષણ થાય છે.
53. ચુંબક ના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે.(√ કે ×)
જવાબ:- √
54. કારણ આપો: અપાકર્ષણ એ ચુંબકત્વની ખાતરીપૂર્વકની કસોટી છે.
જવાબ:- લોખંડ અને ચુંબક વચ્ચે આકર્ષણ થાય છે. તેમજ બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે પણ આકર્ષણ થાય છે. આથી, બે પદાર્થો વચ્ચે આકર્ષણ થવાથી તે પદાર્થોમાંથી કયું ચુંબક છે. તે ચોક્કસપણે કહી શકાય નહીં. પરંતુ અપાકર્ષણ એ માત્ર બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે જ થાય છે. લોખંડ અને ચુંબક વચ્ચે અપાકર્ષણ થતું નથી. આથી બે પદાર્થો વચ્ચે અપાકર્ષણ થવાથી તે પદાર્થો ચુંબક છે તેમ ખાતરીપૂર્વક કહી શકાય છે.
55. બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે, તે સાબિત કરતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો.
જવાબ :-
હેતુ:- બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તેમ સાબિત કરવું.
સાધનસામગ્રી:- બે ગજિયા ચુંબક, મજબૂત દોરી
આકૃતિ:-
પદ્ધતિ:- એક ગજિયો ચુંબક લઈ તેની મધ્યમાં દોરી લટકાવો. બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો. હવે લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ (N)ની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ (S)લાવી અવલોકન કરો. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષીણ ધ્રુવ(S) ની નજીક બીજાનો ઉત્તર ધ્રુવ(N) લાવી અવલોકન કરો હવે લટકાવેલા ગજિયા ચુંબક ના ઉત્તર ધ્રુવ(N) ની નજીક હાથમાં રાખેલા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ(N) લાવો. આ જ રીતે લટકાવેલા ગજીયા ચુંબકના દક્ષીણ ધ્રુવ(S) ની નજીક બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ(N) લાવી અવલોકન કરો.
અવલોકન:-
ક્રમ |
લટકાવેલા ગજિયા ચુંબકનો |
1. |
ઉત્તર ધ્રુવ(N) |
2. |
દક્ષિણ ધ્રુવ(S) |
3. |
ઉત્તર ધ્રુવ(N) |
4. |
દક્ષિણ ધ્રુવ(S) |
હાથમાંપકડેલા ગજિયા |
પરિણામ |
દક્ષિણ ધ્રુવ(S) |
આકર્ષણ |
ઉત્તર ધ્રુવ(N) |
આકર્ષણ |
ઉત્તર ધ્રુવ(N) |
અપાકર્ષણ |
દક્ષિણ ધ્રુવ(S) |
અપાકર્ષણ |
નિર્ણય :- ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે.
56. બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે.(√ કે ×)
જવાબ:- ×
57.ચુંબકનું ચુંબકત્વ કઈ રીતે નાશ પામે છે ?
જવાબ:- (1) તે વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું.
(4) ચુંબક વપરાશમાં ન હોય ત્યારે બે ચુંબકના અસમાન ધ્રુવો એક જ બાજુ રહે તેમ ગોઠવી ચુંબકો વચ્ચે લાકડાની પટ્ટી મુકીશું અને અસમાન ધ્રુવો આગળ બંને બાજુએ નરમ લોખંડની પટ્ટી મુકીશું.
જવાબ:- લાકડાના ટેબલ નીચે પડેલી સોય અને સ્ટ્રોમાંથી સોય એ લોખંડની છે . જયારે સ્ટ્રો એ પ્લાસ્ટિકની છે . વળી , લોખંડ એ ચુંબક વડે જ આકર્ષાતો ચુંબકીય પદાર્થ છે . તેથી ટેબલની નીચે પડેલી સોય નજીક ચુંબકને લઈ જતાં તે ચુંબક વડે આકર્ષાઈને તેની સાથે ચોંટી જશે.60. દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે ?
જવાબ:- હોકાયંત્રને સમક્ષિતિજ સમતલ સપાટી પર ગોઠવવામાં આવે છે . જેમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે . ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે , ચુંબકીય સોય હંમેશા ઉત્તર – દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે . દિશાઓ જાણવા હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકાયંત્રનો ચંદો સાચી દિશાઓ દર્શાવે છે. આમ, કોઈ પણ અજાણ્યા સ્થળે હોકાયંત્રની મદદથી દિશાઓ જાણી શકાય છે.
જવાબ:- લોખંડની પટ્ટીને ટેબલ પર મુકો .હવે ગજિયો ચુંબક લો. તેના એક ધ્રુવને લોખંડના ટુકડાના કોઈ એક છેડા પાસે રાખો. હવે ચુંબકને ઊંચક્યા વગર ટુકડાના બીજા છેડા સુધી પૂરી લંબાઈ પર ઘસો .ચુંબકને ઊંચું કરી તેના તે જ ધ્રુવને લોખંડના ટુકડાના તે જ છેડા પાસે લાવી ફરીથી આ જ રીતે ઘસો.આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરવાથી લોખંડની પટ્ટીનું અસ્થાયી ચુંબક બનાવી શકાય છે . લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ચકાસણી કરવા માટે તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ . આમ , લોખંડની પટ્ટી એ લોખંડના ભૂકાને આકર્ષશે. તે પરથી ખાતરી થાય કે ,લોખંડની પટ્ટીમાથી ચુંબક બનાવી શકાય.
આકૃતિ:-
(1) ગજીયો ચુંબક:-
આકૃતિ:-

આકૃતિ:-