G7.2 પરિચિત કે અપરિચિત પરિસ્થિતિમાં વાતચીત, વક્તવ્યો ચર્ચા સમજે છે અને યોગ્ય હાવભાવ સાથે સહજ રીતે બોલે છે.
G7.10 પ્રતિષ્ઠિત વ્યક્તિ, સંસ્થા, પરિચિત પ્રસંગો, સ્થળોની મુલાકાત લેશે અને પરિસ્થિતિ સંદર્ભે પોતાના અનુભવો, વિચારો અને મંતવ્યો આત્મવિશ્વાસપૂર્વક રજૂ કરે છે.
G7.11 જોયેલી, સાંભળેલી કે વાંચેલી સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોના જવાબ લખી શકે છે. કાર્યકરત સંબંધોને આધારે વધારે માહિતી મેળવવા માટે ‘શા માટે?’, ‘કેવી રીતે’ જેવા પ્રશ્નો પૂછી શકે છે.
G7.15 સ્વતંત્ર લેખન કરે છે. (મુદ્દા પરથી વાર્તા વિવિધ પત્રો, નિબંધ લખે છે. અરજીલેખન, સ્થળ અહેવાલ લેખન, પ્રેસનોટ, પ્રવાસવર્ણન, આત્મકથા, ડાયરી લખે છે.)
G7.18 સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, વચન, કાળ, વાક્યના પ્રકાર, સંસ્થા, વિશેષણ સહિત વ્યાવહારિક વ્યાકરણ, ઉદાહરણનો ઉપયોગ કરે છે.