૨. સૌદર્યની સરવાણી (ધોરણ ૬ પલાશ)
સ્વાધ્યાય
1.2 જવાબ આપો.
(1) આમાં તમને કયા શબ્દો સાંભળવાની મજા પડી ગઈ?
જવાબ : આમાં મને નીચેના શબ્દો સાંભળવાની મજા પડી ગઈ :
- ઝાડવાં અદબ લગાવી ઊભાં રહી જાય, વાદળો ઢોલનગારાં વગાડે, આકાશ પણ સેલ્ફી લે …
- બેઉ બહેનપણીઓ તોફાનમસ્તી કરતી રહે …
- લોકો વર્ષાઋતુને મીઠી ફરિયાદ કરે … અને બીજા ઘણા શબ્દો સાંભળવાની મજા પડી ગઈ
(2) આવું તમે અગાઉ ક્યાંય સાંભળ્યું કે વાંચ્યું હોય એવું યાદ આવે છે?
જવાબ : આવું મેં પહેલા ધોરણ 5ના ‘કેકારવ’ પાઠ્યપુસ્તકમાં વાંચ્યું છે.
(૩) ધરતી તો આ જૂની બહેનપણી…‘માં ‘આ‘ એટલે કોણ? એ ધરતીની બહેનપણી કઈ રીતે કહેવાય?
જવાબ : ‘આ’ એટલે વર્ષાઋતુ – રાણીબા. દર વર્ષે વર્ષાઋતુ આવે, વરસાદ લાવે, ને ધરતી આનંદથી છલકાઈ જાય … ‘અત્તર લગાવી તૈયાર થઈ જાય’ એટલે વરસાદ થતાં, ધરતીમાંથી મીઠી સુગંધ છૂટે … એ અત્તર. વર્ષાઋતુ એક બહેનપણી બીજીને મળે એમ વરસો પછી ધરતીને મળવા આવે છે. એ રીતે વર્ષાઋતુ ધરતીની બહેનપણી કહેવાય.
(4) લોકો વર્ષારાણીને જે ફરિયાદ કરે છે તેને ‘મીઠી‘ કેમ કહી છે?
જવાબ : રાણીબા ઘણાં ‘વહાલાં’ છે, ને જે વહાલું હોય એની – સામેની ફરિયાદ ‘મીઠી’ હોય. લોકોને તેમના કામના સમયે વરસાદ ” પડે ત્યારે તે અડચણરૂપ બને છે, પરંતુ તેઓ વરસાદનું મહત્ત્વ જાણે છે. તેથી તેઓ, વર્ષારાણીને આવવાની ના પાડતા નથી, પણ મીઠી ખ ફરિયાદ કરે છે કે ‘સમયસર આવતાં હો તો !’
(5) ધીમા, મધ્યમ અને મુશળધાર વરસાદના અવાજને પાટલી પર વગાડી બતાવો.
જવાબ : બાળકોએ આ જાતે કરવું.
વાતચીત :
(1) આ નિબંધ (પરોણા પર્જન્યના) સાંભળવામાં તમને ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળવામાં શો ફરક પડે?
જવાબ : નિબંધનું શીર્ષક ‘પરોણા પર્જન્યના’ સાંભળીને, ‘પરોણા’ વિશે જાણવાનો કૌતુકભાવ જાગ્યો. મેઘનું સ્વાગત કરતાં દેડકાં, તમરાં ને પંખી, રેતના રંગીન કાંકરા, નીતર્યાં પાણીમાં માછલાં, પીળાં ફૂલોને નચાવતાં નદીનાં પાણી, પાણીમાં તરતી કાગળની હોડીઓ, દેડકાંનું એં છેં … ૐ, બત્તી સાથે અથડાતાં ફૂદડાં, પાંખાળા મંકોડા, સક્કરખોરો, રંગોની મિજલસ કરાવતું મેઘધનુષ – આ સઘળું સાંભળીને મજા આવી ગઈ. આંખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો. વર્ષાઋતુમાં જાણે ફરવા નીકળ્યો હોય તેવો સુખદ અનુભવ થયો.
(2) વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો.
જવાબ : વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભારધારિત વાદળાં એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લિસોટો તથા અવાજ ઉત્પન્ન થતાં વીજળી થતી હશે એમ કહી શકાય.
(૩) આપણે ‘વરસાદ ગાજે છે‘, એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે?
જવાબ : આપણે ‘વરસાદ ગાજે છે’, એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે, જળ ભરેલાં વાદળાં ટકરાય છે, વિદ્યુતભાર સાથે ગડગડાટ થાય છે, જાણે વરસાદ ‘ગાજે’ છે.
(4) એવાં ક્યાં જંતુઓ / જીવો છે, જે તમને ચોમાસામાં જ જોવા મળે છે?
જવાબ : નાનાં-મોટાં ફૂદાં, પાંખોવાળા મંકોડા, અળસિયાં, તીતીઘોડા, ભરવાડ જેવાં જંતુ / જીવ મોટે ભાગે અલ્પજીવી હોય છે ને ચોમાસામાં જ જોવા મળે છે. આ ઉપરાંત, દેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે.
(5) તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાંને કહો.
જવાબ : બાળકો એ આ જાતે લખવું.
(6) હે જાની વાલી પીનારા! કહો કે મેઘધનુષમાં કયા કયા રંગો હોય છે?
જવાબ : મેઘધનુષમાં – જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એમ સાત રંગ હોય છે.
(7) ‘ભરવાડો, ભરવાડો, ભરવાડો !‘વાળો ફકરો સાંભળતી વખતે તમને જે દૃશ્ય દેખાયું તેનું વર્ણન કરો.
જવાબ : ‘ભરવાડો, ભરવાડો, ભરવાડો !’વાળો ફકરો સાંભળતી વખતે મારી સમક્ષ એક દશ્ય ખડું થયું : ગાજવીજ સાથે આખી રાત વરસાદ પડ્યો છે. થોડા દિવસોમાં અમારા સાફસૂફ રહેતા ઘરમાં ભરવાડોની ભરમાર, જાણે હુમલો કરવા નીકળી હોય એમ જોવા મળે છે. એ ઇયળો આમ તો નાની, પણ વેગવાળી. એક ઉપર એક ચાલી જતી. સમૂહમાં જાણે ધાબળો પાથર્યો હોય એવું દૃશ્ય લાગે !
(8) ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારનાં પાંચ વાદળ ચીતરો.
જવાબ : ચોમાસામાં વાદળ, રૂના મોટા ઊડતા પોલ જેવા લાગે છે. એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે. કેટલીકવાર આપણી અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે. ભૂખ્યા હોઈએ ત્યારે કેટલીકવાર જલેબી જેવો, કે માલપુવા જેવો આકાર પણ દેખાય છે.
(9) વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે? કેમ?
જવાબ : બાળકોએ આ જવાબ જાતે લખવો.
2.2 તમારા જૂથને સોંપેલો ગદ્યખંડ વાંચો. ટેબલમાં જે-તે શબ્દોની આગળપાછળના શબ્દો તે ગદ્યખંડમાંથી શોધીને લખો પછી તમારા જૂથના શબ્દો વર્ગમાં રજૂ કરો. અન્ય બંને જૂથન મિત્રો તેમનું વર્ગકાર્ય ૨જૂ કરે ત્યારે તે શબ્દો નિબંધમાંથી શોધ તેની નીચે લીટી કરો. અન્ય બંને જૂથના શબ્દો ગૃહકાર્યમ લખી લાવો.
ભાગ 1 અત્યારે ચોમાસું … પથ્થરની ગોળીઓ છે.
તમરાંના તીણા સ્વરોથી
આખા અંગે લીલી સાડી
ચોમાસાનું સહજ સૌંદર્ય
નીતર્યાં કાચ જેવા પાણીમાંથી
માછલાં ચોખ્ખચોખ્ખાં દેખાય છે.
રેતીની ઊંચીનીચી પથારીઓ છે.
રંગબેરંગી પથ્થરની ગોળીઓ છે.
ભાગ 2 કોઈ ઠેકાણે પાણી … જીવી ચાલ્યા ગયા.
નદીની ભેખડ પાસેથી બાવળે પીળાં ફૂલો
દેવનાં ઊતરેલાં ફૂલો
ભોંયમાં પેસીને સૂતાં
નાનું નાજુક રૂપ
ઊડીઊડીને બત્તી સાથે અથડાય છે.
બત્તી ફરતી ચાદર
થોડું જીવવા આવેલા
ભાગ 3 વરસાદ વરસ્યો ને… ખેલવા નીકળો
રંગબેરંગી પાંખે ઊડવા
ફૂલોમાંથી રસ ચૂસતું પક્ષી
આકાશે ઇંદ્રધનુષ ખેંચાયું
ખરેખરી ચમત્કૃતિ છે.
અનેક અખતરા ને અનુભવો
નિશાળનાં બારણાં ખુલ્લાં મૂકો
- આપેલા એક-એક શબ્દ / શબ્દસમૂહ વાંચૉ. તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ ફેંકતા જાઓ.
(1) ચોમાસાને લગતા : ગર્જના, પૂર, મેઘ, ઇંદ્રધનુષ, મેઘધનુષ
(2) ચોમાસું જીવો : દેડકાં, ભરવાડો, કાનખજૂરા, વીંછી, ફૂદડાં, પાંખાળા મંકોડા
(૩) જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા : લીલું, તીખું, ઝીણું, આમતેમ, આજુબાજુ, સહજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝરું, તળિયું, તપખીરિયું, મોટું, નાનું, લીંબડો, ચોખ્ખુ, આખું, હમણાં, જાડું, પીપર, ઊંચુંનીચું, રંગબેરંગી
(4) નદીને લગતા : જળ, પૂર, રેતી, કાંકરા, માછલાં, વહેતું, છીપલાં, શંખલા, ભેખડ, કાંઠો, તણાવું
(5) પક્ષીઓને લગતા : સક્કરખોરો, મોર, પીંછાં, કાગડો, માળો
(6) ક્રિયાની વિશેષતા : વારંવાર, મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું, નીતર્યું
2.5 વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો, કરો. આ શબ્દવાળું વાક્ય વાર્તામાંથી શોધીને વાંચો. વાર્તાને આધારે તમે ધારેલો અર્થ સાચો હોય તો ઉપર V કરો અને ખોટો હોય તો પાસે x કરી સાચા અર્થ નીચે
(1) વેગ –ઝડપ
વાક્ય : નાનું શરીર, નાની વેગવાળી ચાલ ને નાનું નાજુક રૂપ.
(2) પાર વગરની – ગણાય નહિ તેટલી
વાક્ય : (ભરવાડો) ગામડામાં કે જંગલમાં તો પાર વગરની દેખતા.
(૩) નાજુક – કોમળ
વાક્ય : નાનું શરીર, નાની વેગવાળી ચાલ ને નાનું નાજુક રૂપ
(4) હર્ષ –આનંદ
વાક્ય : કોઈવાર આકાશે ઇંદ્રધનુષ ખેંચાતું હશે ત્યારે તો તમારો હર્ષ ક્યાંય સમાશે નહીં.
(5) સૌંદર્ય – સુંદર જગ્યા, સુંદર વ્યક્તિ, સુંદરતા
વાક્ય : ચોમાસાનું આ સહજ સૌંદર્ય છે.
2.6 શબ્દ, અને તેના અર્થ વાંચો, અર્થના આધારે વિકલ્પમાં – જેમાં કોઇ તેવી તેની આગળ √ કરો.
(1) તરવરિયાં – ચંચળ, ચપળ, અધીરાં
√ જિયા અને ઉર્વીશા એવાં તરવરીયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે.
(2) વેગ – ઝડપ
√ ઢાળ પર સાઇકલ સડસડાટ સરકે. તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે.
√ ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે.
√ સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા ઍક્સિલરેટર આપવું પડે.
(૩) નાજુક – કોમળ, મૃદુ
√ આ ગાદલું તો રૂ જેવું નાજુક છે.
√ નાનાં બાળકોનાં હાડકાં નાજુક હોય છે.
(4) હર્ષ – આનંદ
√ આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો.
√ ખો-ખોમાં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષ કિકિયારીઓ કરી ઊઠ્યાં.
(5) સૌંદર્ય – સુંદરતા, મનોહરતા
√ સૂર્યાસ્ત સુંદર જ હોય. તેમાં વળી વાદળાંના રંગ સૌંદર્ય વધારી દે.
√ મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ. તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે.
2.7 ગિજુભાઈ ને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો
- 1. ઝાડ આખો દિવસ ચાલે છે.
a.. વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું.
- ધરતી એ લીલી સાડી ધારણ કરી છે.
- બધે લીલું ઘાસ ઊંઘી નીકળ્યું છે.
- નદીના પાણી ફૂલોને નચાવે છે.
- ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે.
- મરેલા મંકોડા નો પથારો !
- મરેલા મંકોડા જમીન પર એવી રીતે પથરાયા હોય જાણે કે કાળી પથારી પાથરી હોય.
2.8 જોયું લખ્યું જોડો અને ગદ્ય માણો.
(અ) જોયું વરસાદ વરસે છે – (ઘ) મેઘના જળ પૃથ્વી ઉપર ઉતરે છે.
(આ) વરસાદને કારણે ધરતી પર જાતજાતના જીણા જીવો આવી ગયા છે – (ચ) અનેક પ્રકારના ઝીણા જીવડા ઓએ નવજીવન ધારણ કરી આમતેમ વિચરવા માંડ્યું છે.
(ઇ) પથ્થર વચ્ચે આવે ત્યારે પાણી તેની આસપાસથી વહે છે. – (ખ) પથરાની બંને બાજુએ પાણી જુદા થઈને વહે છે.
(ઈ) માછલા પાણીના પ્રવાહની તેમજ તેની વિરુદ્ધ એમ બંને દિશામાં તરે છે. – (છ) નદીના વહેતા પાણીમાં નાના નાના માચલા ઘડીક પાણીની સામે ચાલે છે ઘડીક પાણી સાથે ચાલે છે.
(ઉ) પાણી ઉતરી ગયા પછી કિનારાની રેતી પાણીની લહેરોની જેમ ઊંચી નીચી ગોઠવાઈ છે. – (ક) જ્યાંથી પાણી સુકાઈ ગયું છે ત્યાં ઝીણી જાળી રેતીની ઉંચી નીચી પથારીઓ છે.
(ઊ) જો આખી રાત લાઈટ ચાલુ રાખીએ તો સવારે ત્યાં મરેલા પાંખાડા મકોડા નો ઢગલો હોય. – (ગ) રાત આખી બત્તી રાખો એટલે સવાર પડે ત્યાં મરેલા મંકોડા નો પથારો.
(એ) વરસાદને કારણે પાણીના રેલા જતા હોય તેના પર પુલ બનાવવાની રમત રમો – (ડ) વરસાદની નદીઓ પર પુલ બાંધો.
2.9 જવાબ લખો.
(1) પર્જન્યના પરોણા કોણ છે? તેઓને પરોણા શા માટે કહે છે?
જવાબ : પરોણા એટલે મહેમાન. દેડકાં, ભરવાડો, તમરાં, કાનખજૂરા, નાનાં નાનાં ફૂદડાં, પાંખોવાળા મંકોડા, વીંછી, ઇયળો, રંગબેરંગી પતંગિયાં – આ બધાં પર્જન્યના પરોણા છે. જેમ મહેમાન (અતિથિ) આપણે ત્યાં આવે, આપણે આગતા-સ્વાગતા કરીએ, સમ્માન કરીએ ને થોડા સમય પછી તેઓ આપણા ઘેરથી જતા રહે એમ પર્જન્યના પરોણા પૃથ્વી ઉપર, વરસાદ આવે એ સાથે એકાએક પ્રગટ થાય છે, તે મોટે ભાગે અલ્પજીવી હોય છે. વરસાદ પૂરો થતાં મહેમાનની જેમ ચાલ્યા જાય છે, તેથી તેમને ‘પરોણા’ કહે છે.
(2) નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદું? તમને કેવી રીતે ખબર પડી?
જવાબ : નદીના નીતર્યાં પાણીમાં સરતાં માછલો ચોખચોખ્ખાં દેખાતાં હતાં. એમનાં શરીર, આંખ, મોં, નાક, પૂછડી સ્પષ્ટ જોઈ શકાતાં હતાં. પાણી નિર્મળ હોય, કાચ જેવું પારદર્શક હોય તો જ માછલાંની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય. એટલે નદીનું પાણી ચોખ્ખું હતું.
(૩) બાવળનું ઝાડ હલતું હતું? કેમ ખબર પડી?
જવાબ : ઝાડનો પડછાયો નદીનાં પાણીમાં પડતો હતો. નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું. પણ બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું,
(4) કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગિજુભાઈને કેમ લાગ્યું હશે?
જવાબ : હોડીઓ કાગળની છે. કાગળ નોટબુકનો કે ચોપડીનો હોય, સ્વાભાવિક છે કે એ નકામાં પાનાંમાંથી નિશાળિયાઓએ હોડી બનાવી, વહેતાં પાણીમાં તરતી મૂકી હોય. એથી ગિજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે.
(5) સક્કરખોરાનું બે-ત્રણ વાક્યમાં વર્ણન કરો.
જવાબ : સક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પંખી છે, એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો, લાંબો પટ્ટો હોય છે. મોટે ભાગે તે થોર, કરેણ, ફૂલઝાડ કે વેલ પાસે ઊડતું હોય છે ને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે.
(6) ગિજુભાઈ બાળકોને શી સલાહ આપે છે?
જવાબ : ગિજુભાઈ બાળકોને સલાહ આપે છે : કુદરતી મેઘધનુષના સૌંદર્યને ધરાઈને જોઈ લ્યો, સૌંદર્ય-દર્શનનો ઉત્સવ મનાવો, કૂદો, ખેલો, બસ ખેલો … ખેલો ને ખેલો. કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો; ખુશીથી સરોવરો ને પર્વતો બનાવો. પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરા ને અનુભવો કરો. ચોમાસું આવ્યું હોવાથી નિશાળનાં અને ઘરનાં બારણાં ખુલ્લાં મૂકો તથા કુદરતમાં ખેલવા નીકળો.
2.11 કોષ્ટક માં જોઈ વાક્ય જોઈ લાંબુ વાક્ય બનાવો.
(1) ચમકતી, લીસી, તેના શરીરની ગંધ સાથે પાછલી ડા અને કાચ જેવા પાણીમાં સરસર સરકે છે,
(2) આકાશે ગડગડાટ કરતાં ભેજ ભરેલાં ઘનઘોર વાદળમાં વારંવાર ચડી આવે છે.
(૩) આકાશેથી મેઘનાં અમૃત જેવાં જળ પપ, ધડાધડ પૃથ્વી ઉપર ઊતરે છે.
(4) ઝીણાં, પીળાં, નીતર્યાં, બાવળની ગંધવાળાં તુરા, મીઠાં ફૂલો નદીના પાણીમાં ટપટપ, પાક પડે છે.
(5) ઝમમમ અને સટસટ કરતા પાંખાળા મંકોડા ગરમ પરી સાથે અથડાય છે, જેથી મંકોડા ભળવાની ગંધ આવે છે
(6) ધરતીમાતાએ રેશમ જેવી માટીની સુગંધવાળી ચીચી સાડી પહેરી છે.
3.1 ટૂંકમાં જવાબ લખો.
(1) માછલી કેવી ? ચમકતી, લીસી
(2) ફૂલનો રંગ કેવો? પીળો
(૩) નદીનું પાણી કેવું? કાચ જેવું, ઠંડું
(4) વાદળાં કેવાં? ઘનઘોર, ભેજ ભેરલાં
(5) ધરતીમાતાની સાડી કેવી? લીલી
કેવી રીતે ?
(1) માછલી પાણીમાં કઈ રીતે સરકે છે? સરસર
(2) મેઘ પૃથ્વી પર કઈ રીતે ઊતરે છે? ટપટપ, ધડાધડ
(૩) મંકોડા બત્તી સાથે કેવી રીતે અથડાય છે? ઝમમમ, સટસટ
(4) ફૂલ પાણીમાં કેવી રીતે પડે છે? ટપટપ, છપાકછપ
(5) વાદળાં આકાશે કઈ રીતે ચઢે છે? વારંવાર
3.2 …. તો તે કામ કઈ રીતે કરશો / કરશે?
જવાબો : (૧) ઝડપથી (૨) સાચવીને (3) ઘસીઘસીને (૪) મોટેથી (૫) ધરાઈને (૬) ઓછું, મોટેથી (૭) ગુસ્સે થઈને (૮) રમતાં રમતાં, રડતાં રડતાં
3.3 હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
એક પહેલવાન જેવો શક્તિશાળી છોકરો હતો. એ નીચે ઊભો રહ્યો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો. એનાથીય હલકો હતો તે બીજા છોકરાના ખભા ઉપર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો ઘણે ઊંચે પહોંચી ગયો. એના હાથમાં સુગંધીદાર પાકી કેરી આવી ગઈ. ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ ઊભા ઊભા ખાવા માંડ્યો.
3.4 ઉ.દા. પ્રમાણે વાક્ય બનાવો.
(1) લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે.
(2) મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું.
(3) મને થોડું પાણી આપો.
(4) હીના ધીમેધીમે ચાલતી હતી.
(5) બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે.
(6) શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે.
(7) છોકરાં સાચવીને રમે છે.
(8) મુન્ની પથારીમાં આમતેમ હલે છે.
(9) મારો નવો મોબાઇલ ખોવાઈ ગયો.
(10) મને શાક ફીકું લાગે છે, ને દાળ તીખી લાગે છે.
(11) મમ્મી ખડખડાટ હસી.
(12) સાંકળચંદ થરથર ધ્રૂજે છે.
(13) ઊંચો છોકરો ઝડપથી વાંચે છે.
(14) કોરોનાથી લોકો ટપોટપ મરવા લાગ્યા.
(15) તે ખોંખારીને કંઈ બોલ્યો નહિ.
(16) હળવે હળવે હરજી મારે મંદિર આવોને
(17) મને ઠંડુ દૂધ ભાવે છે.
(18) કાકાએ પાકી કેરી મને આપી.
(19) આપણે ધીમેથી જમવું જોઈએ.
(20) ગુરુની વાત તે ધ્યાનથી સાંભળતો હતો.
3.6 ખાલી જગ્યા પૂરો.
જવાબો : (૧) દરરોજ (૨) અવારનવાર (3) કોઈકવાર (૪) થોડીવાર (૫) વારેઘડીએ
4.0 કૌસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો.
(1) થાળી / દૂધ / લાડવા જેવો ચાંદો
(2) ચકોર / લખોટી / મોતી જેવી આંખ
(૩) કૂતરા / કાગડા / બિલાડીનાં બચ્ચાં જેવી નીંદર
(4) ઢીંગલા / ચાંદા / ગુલાબ જેવું બાળક
(5) રાવણ / કુંભકર્ણ / રાક્ષસ જેવું મોઢું
(6) મહોતા / નૅપ્કિન / ગાભા જેવો રૂમાલ
4.1 વાતચીત :
(1) તમને કવિતાની કઈ પંક્તિઓ ખૂબ ગમી? મોટેથી વાંચી સંભળાવો.
જવાબ : મને કવિતાની ઘણી પંક્તિઓ ગમી છે, પણ મને વધુ : ગમતી પંક્તિ હું વાંચુ છું, સાંભળો.
‘મારા ગામની નદી
મારી માએ બનાવેલી કઢીમાં
નાંખેલા મીઠા લીમડાનાં પાંદની
આવતી ને વહેતી સોડમ જેવી છે.’
(2) તમે જોયેલી સૌથી સુંદર નદીનું વર્ણન કરો.
જવાબ : હા, મેં જોઈ છે એક નદી … નામે નર્મદા. ‘નર્મ’ એટલે કે આનંદ અને ‘દા’ એટલે આપનારી, નર્મદા. એનાં પ્રવાસવર્ણનો વાંચેલાં પણ એને જોયાનો આનંદ તો વધુ અનેરો. એનો વિશાળ પટ, એનાં જળ, એની પવિત્રતા, અનેક તીર્થ-સ્થાનો, આશ્રમો, સાધુ-સંતો … એનું શું વર્ણન કરું!
(૩) તમારે કવિતા લખવી હોય તો તમે તમારા ગામ / વિસ્તારની કઈ જગ્યા / વિશેષતા / વસ્તુ વિશે લખો?
જવાબ : મારે કવિતા લખવી હોય, તો મારા પુરાતન ગામ વડનગરના સમેળા તળાવ ઉપર લખું.
(4) તમે જોયેલાં નદી/દરિયો /તળાવ/પર્વત તમને શાનાં જેવાં લાગ્યાં, તે કહો.
જવાબ : જે ની મેં જોઈ, તે ખળખળ વહેતી શાંત, ઠરેલ ક્યા જેવી, દરિયો દીઠો તોફાની નવયુવક જેવો, તળાવ વિશાળ, ઊંડું – પિતાના વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ જેવું ને પર્વત છપ્પનની છાતીવાળા સૈનિક જેવો રક્ષક લાગ્યો.
(5) તમે કઈ નદીએ ગયાં હતાં? ત્યાં જઈને શું કર્યું હતું?
જવાબ : અમે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીએ ગયાં હતાં. ત્યાં સરદાર સરોવર ડેમ જોયો. વિશ્વનું ધ્યાન જેના પર આકર્ષાયું તે પર્યટક સ્થળ – સ્ટૅચ્યુ ઑફ યુનિટી, જોઈને આનંદ અને ગૌરવનો અનુભવ થયો.
(6) તમને આવડતાં નદીનાં નામ બોલો.
જવાબ : મને આવડતાં નદીઓનાં નામ : ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, બ્રહ્મપુત્રા, કાવેરી, રૂપેણ, મહી, તાપી, સાબરમતી, સરસ્વતી, ભાદર, બનાસ …
(7) કઈ સરખામણી તમને સૌથી સારી લાગી ? કઈ ઓછી ગમી?
જવાબ : મને સૌથી સારી લાગતી સરખામણી :
‘મારા ગામની નદી
મારી માએ બનાવેલી કઢીમાં
નાંખેલા મીઠા લીમડાનાં પાંદની
આવતી તે વહેતી સોડમ જેવી છે.’
મને ઓછી ગમતી સરખામણી :
‘મારા ગામની નદી
નાના બાળકને મોઢું આવ્યું હોય
ત્યારે તેના મોઢામાં પાડવામાં આવતી
બકરીના દૂધની શેડ્સ જેવી છે.’
4.2 કવિતામાં જોઈ ને ઉદાહરણ મુજબ લખો.
જવાબ :
(ક) (૪) (ઇ)
(ખ) (3) (ઉ)
(ગ) (૨) (અ)
(ઘ) (૫) (આ)
(ચ) (૧) (ઈ)
4.3 કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને √ કરો.
(૧) બોપટ્ટી – રિબન
(૨) શેડય – ધાર
(3) રેલો – નાનો પ્રવાહ
(૪) વાઢી – ધારવાળી વાટકી કે પવાલું
(૫) સોડમ – સુગંધ
(૬) મોઢું આવ્યું – ચાંદી પડી
4.4 ખાલી જગ્યા પૂરો.
(૧) શેડ્ય (૨) મોઢું આવ્યું (3) સોડમ (૪) બોપટ્ટી (૫) વાઢી (૬) રેલો
4.5 કૌસમાંથી શબ્દો પસંદ કરીને ઉ.દા. મુજબ લખો.
(૧) મુન્નીની બોપટ્ટી : વહાલી વ્યક્તિની શોભામાં વધારો
(૨) લાપસીમાં ચોખ્ખું ઘી : પૌષ્ટિક વાનગીમાં સરસ રેલો
(૩) મોઢું આવે તો બકરીનું દૂધ : રોગનો ઇલાજ
(4) કઢીમાં મીઠો લીમડો : ઝટપટ થતી વાનગીમાં સુગંધ :
4.6 કવિતાની પંક્તિઓના નજીકનો હોય તેની સામે √ કરો.
( 1 ) મારા ગામમાં નદી જ નથી એટલે તેની શી વાત કરું!
(2) કઢી બનાવવાની હોય ત્યારે તો વધારમાં નાખવા લીમડો લેવા મારી મમ્મી જ જાય છે.
(૩) ધાર્મિકની નાની બહેન ગીતાને ઘરમાં બધાં મુન્ની કહે છે. માથામાં કાપડની રંગબેરંગી પટ્ટીઓ નાખે ત્યારે તો તે ઢીંગલી જેવી જ લાગે. √
(4) મારા ગામની નદી એટલી વહાલી અને સરસ છે કે ગમે તેટલું કહું, તેની વાત અધૂરી જ રહે. √
(5) સ્વાદિષ્ટ લાપસીમાં ઘીનો રેલો વહેતો જોવાની મજા પડી જાય.
(6) મુન્ની જ્યારે પણ નદીકિનારે ફરવા જાય ત્યારે માથામાં બોપટ્ટી નાખીને જ જાય.
(7) ઘીથી તરબતર લાપસી બહુ સ્વાદિષ્ટ લાગે. એમાંય જો ઘીનો રેલો થાય તો તો ખાવાનો જલસો જ પડી જાય. √
(8) વઘારમાં મીઠો લીમડો નાખવાથી કઢી વધુ સ્વાદિષ્ટ બને. √
4.7 જવાબ માટે નજીકનો વિકલ્પ પસંદ કરી √ કરો.
- મારા ગામની નદીની વાત ન થાય’ એવું કેમ કહ્યું હશે?
√ એ એટલી ગમે છે કે એનું વર્ણન કરવા માટે શબ્દ મળતા નથી.
- નદીની સરખામણી નાની બહેનની બોપટ્ટી સાથે કેમ કરી હશે?
√ જેમ રિબન નાખવાથી બહેન વધુ સુંદર લાગે તેમ નદીથી ગામ વધુ સોહામણું લાગે છે.
- નદીની સરખામણી ઘીના રેલા સાથે કેમ કરી હશે?
√ ઘીનો રેલો જેમ લાપસી પરથી થાળીમાં ચાલે એમ નદીનું પાણી ખડકો પરથી નીચે વહેતું રહે છે.
- નદીની સરખામણી બકરીના દૂધની શેડ્ય (ધાર) સાથે કેમ કરી હશે?
√ નદીનું પાણી પીવાથી તે બકરીના દૂધની જેમ મોઢાની પીડા દૂર કરે છે.
- નદીની સરખામણી મીઠા લીમડાનાં પાંદડાંની સોડમ સાથે કેમ કરી હશે?
√ જેમ મીઠા લીમડાના પાનની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય એમ નદી પણ ગામના લોકોને તનમનમાં ફેલાઈ ગઈ છે.
4.8 નદીની એક સરખામણી કવિતા પ્રમાણે આવેલી છે. બીજા મુદ્દા વિશે તમારાં સંવેદનો મુજબ સરખામણી લખો:
(1) તેને જોઈએ ત્યારે : લાપસી પર ઘીના રેલા જેવી
(2) તેને ચાખીએ ત્યારે : મીઠા મધુરા નાળિયેર પાણી જેવી
(૩) તેને સૂંઘીએ ત્યારે : નાનીએ બનાવેલી ગરમ કઢીની સોડમ જેવી
(4) તેને અડીએ ત્યારે : જે રણમાં ચાલીએ તે રણમાં પાથરેલા રેશમી પટ્ટા જેવી
(5) તેને સાંભળીએ ત્યારે : ખળખળ વહેતા ઝરણાના ગીત જેવી
(6) તેને વાત કહીએ ત્યારે : મારા દાદાના વાત્સલ્ય જેવી
(7) તેની સાથે રમીએ ત્યારે : મારી સાથે રમતાં શેરીમિત્રો જેવી
(8) તેમાં નાહવા પડીએ ત્યારે : માની જેમ વહાલથી નવડાવતી
5.2 શબ્દ ટ્રેનમાંથી શબ્દો શોધી વાક્ય બનાવો.
- લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે.
- ત્રણ એકી સંખ્યાનો સરવાળો / એકી સંખ્યાનો સરવાળોય / એકી જ સંખ્યા થાય.
- વિટામિનો આપણા શરીરને રોગોથી રક્ષણ આપવામાં મદદ કરે છે.
- વનસ્પતિ અને પ્રાણીઓ આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે.
5.4 ચર્ચા કરો અને લખો.
(1) ચોમાસા સાથે જોડાયેલી કઈ કઈ વાતો તમને ગમે છે અને કઈ કઈ વાતો નથી ગમતી ? કેમ?
જવાબ : મને ચોમાસા સાથે જોડાયેલી વાતોમાં વરસાદ ગમે છે, ફોરાં ગમે છે, વાછટ ગમે છે, વરસાદ વિશેનાં કાવ્યો ગમે છે, ઘર ઉપર, રસ્તા ઉપર, તળાવ ઉપર, … વરસતો વરસાદ ગમે છે … વરસાદ પહેલાંનું ને પછીનું આકાશ ગમે છે… હરિયાળી ગમે છે. પણ કાદવ-કીચડ થાય, રસ્તા ઇયળો ને જીવજંતુથી ઉભરાઈ જાય એ ગમતું નથી.
(2) હવે તમે નદી, તળાવ કે દરિયાકિનારે જાઓ તો શું શું જુઓ?
જવાબ : હવે હું નદી, તળાવ કે દરિયાકિનારે જાઉં તો … દરેકનું જુદા જુદા સમયે, બદલાતું જતું સૌંદર્ય, અનેરો આનંદ-અનુભવ કરું. નદીકિનારે રેતી, દૂર દૂરથી આવીને પથરાયેલા ગોળ ગોળ રંગીન પથ્થરો, તળાવના કિનારે ઘાટ, મંદિરો ને દરિયાકિનારે નજર પહોંચે ત્યાં સુધી દેખાતું પાણી, ઘેઘૂર અવાજ, પરવાળાં, છીપલાં, શંખ… જોઉં.
(૩) ખેતર, નદી, વાડો, વાડી, ડુંગર, જંગલ જેવી જગ્યાને સરસ રીતે જોવા તમે શું કરશો? શું નહીં કરો?
જવાબ : ખેતર, નદી, વાડો-વાડી, ડુંગર, જંગલ જેવી જગ્યાઓને સરસ રીતે જોવા અમે જુદા જુદા સમયે જઈશું. જે-તે જગ્યાઓને સારી રીતે જોવા-માણવા અમે કૅમેરા કે વીડિયો સાથે લઈશું. ભોમિયાને સાથે લઈને, અમે એ જગ્યાઓ જોઈશું. એવું કશું નહિ કરીએ કે જેથી એ સ્થળોને કે એનાં ઝાડ-પાનને કંઈ નુકસાન થાય. અમે અમારું ગૌરવ સાચવીશું, સ્થળનું ગૌરવ કરીશું.
(4) તમારા ઘર અને ગામ/વિસ્તારની કઈ જગ્યા તમને ખૂબ વહાલી કે ગમતીલી છે? ત્યાં હો ત્યારે તમને શું થાય?
જવાબ : મારા ઘરમાં મારી વહાલીને ગમતીલી જગ્યા – રસોડું. જ્યાં મને મારી મમ્મીનો પ્રેમ અને તેના હાથે બનાવેલું ભાવતું ભોજન મળે. મારા ગામ વિસ્તારની ગમતીલી, વહાલી જગ્યાઓ ઘણી છે. એમાં વહાલું મારા ગામનું પુસ્તકાલય. ગાયકવાડ સરકારના જમાનાનું, ગામનું એક જમાનાનું આધુનિક મકાન. જૂના બાળ- મૅગેઝિનોની ફાઈલો – એ ફોસવાની, વાંચવાની મજા અનેરી જ લાગે.