૧. ‘જૂતાજીના દાક્તર’ ગીત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(૧) ‘જૂતાજીના દાક્તર’ ગીતમાં કયા ડૉક્ટરની વાત છે ? સાચો વિકલ્પ પસંદ કરી ✓કરો :
આંખના
નાકના
કાનના
ચંપલ ✓
(૨) નીચેનામાંથી ‘જૂતાજીના દાક્તર’ કોને કહેવાય છે? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો :
મોચી ✓
સોની
લુહાર
દરજી
(૩) ચંપલની કઈ ટેવ નઠારી છે?
ઉત્તર : ચંપલ બાળકને વારેવારે ડંખે છે, ચંપલની ડંખવાની ટેવ નઠારી છે.
(૪) બાળક કોને ‘થેંક યુ’ કહેશે? શા માટે ?
ઉત્તર : બાળક જૂતાંજીના દાક્તરને ‘થેંક યુ’ કહેશે, કારણ કે તે તેનાં જૂતાં (ચંપલ) ને ઠીક કરશે. બાળકને તે ડંખે છે,તેની આ નઠારી ટેવને દૂર કરશે.
(૫) ચંપલ બીમાર કેવી રીતે પડી શકે ? વિચારો અને લખો.
ઉત્તર : ચંપલ તૂટી જાય અથવા તો ડંખે, તો તે બીમાર પડ્યાં કહી શકાય.
(૬) દાક્તર ચંપલની દવા કરશે. (✓કે X)
ઉત્તર : X
(૭) આપણે ક્યારે કોઈને ‘થેંક યુ’ કહીએ છીએ ? શા માટે ?
ઉત્તર : આપણને કોઈક મદદ કરે અથવા આપણું કોઈક કામ કરી આપે તો આપણે તેમને ‘થેંક યુ’ કહીએ છીએ. કારણ કે આ એક સારી ટેવ છે.
(૮)‘સારી-નઠારી – સુધારી’ આવા બીજા ત્રણ-ચાર શબ્દો લખો.
ઉત્તર : અમારી -તમારી – બીમારી -વધારી -ઉતારી વગેરે.
(૯) ‘થેંક યુ’ જેવા બીજા ચાર-પાંચ શબ્દો યાદ કરો અને લખો.
ઉત્તર : સૉરી, વેલકમ, ગુડ મોર્નિંગ, ગુડ આફટર નૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, બાય-બાય.
૨. યોગ્ય જોડકાં જોડો :
(અ) |
(બ) |
જવાબ |
(અ) મોચી |
(૧) કપડાંનો દાક્તર |
(અ) – (૨) |
(બ) દરજી |
(૨) જૂતાંનો દાક્તર |
(બ) – (1) |
(ક) વાળંદ |
(૩) વાળનો દાક્તર |
(ક) – (3) |
(ડ) સફાઈ કામદાર |
(૪) સ્વચ્છતાનો દાક્તર |
(ડ) – (4) |
3. શબ્દચિત્ર ઓળખો અને શબ્દ લખો :
(૨) નાક
(3) બગલો
(૪) ધજા
(૫) દડો
(૬) ઝાળ
(૭) ટીફીન
(૮) ગાડી
(૯) આંખ
(૧૦) કેરી
(૧૧) કાતર
(૧૨) શરણાઈ
૪. નીચેનાં ચિત્રોમાં આપેલાં વાક્યો વાંચો અને અનુલેખન કરો :
દૂધ પીવો સ્વસ્થ રહો.
મને હળદરવાળું દૂધ ભાવે છે.
હું રોજ દૂધ પીવું છું.
દૂધ શક્તિદાયક છે.
ઘર ટાઢ, તડકા અને વરસાદ સામે રક્ષણ આપે.
ઘરમાં પરિવારના બધા સભ્યો રહે.
મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે.
દોસ્ત અને મહેમાનોને મારા ઘરે આવવું ગમે.
રમવાનું, જમવાનું, વહાલ કરવાની જગ્યા મારું ઘર.
ઝાડ આપણને ફળો આપે છે.
ઝાડ ઔષધી આપે છે.
ઝાડ લાકડું પણ આપે છે.
ઝાડ હવાને ચોખ્ખી રાખે છે.
ઝાડ પર વરસાદ લાવે છે.
ત્યાં ઘણા બધાં ઝાડ-છોડ હોય છે.
બગીચામાં ફૂલો ખીલે છે.
ફૂલોથી બગીચો સુંદર લાગે છે.
બગીચામાં લોકો આવે છે.
ત્યાં બેસીને તાજગી અનુભવે છે.
કમ્પ્યૂટર સંગીત પણ સંભળાવે છે.
કમ્પ્યૂટર બેંક, ઑફિસોમાં ખૂબ કામ આવે છે.
કમ્પ્યૂટર ઉપયોગી મશીન છે.
૫. ખોટા શબ્દ પર — કરો :
(૧) જ્યોર્જકાળગ / કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે.(ર) દાદા ૨કાબી / રબાકીમાં કૉફી પીવે.(૩) પેન્સિલ / પેસ્નિલથી લખેલું ભૂસી શકાય છે.
(૪) મેઘાએ લાલ રંગના / રગના ફુગ્ગા ફુલાવ્યા.
(૫) અગજર / અજગર ઝાડને વીંટળાઈ ગયો.
(૬) વાળ કપાવા વાળંદ / વાણંદ પાસે જવું પડે.
(૭) ફિરદૌસ કાગળના નમૂના પ્રમાણે / પ્રણામેપંખો બનાવે છે.
(૮) છશ્વાસોચ્છશ્વાસ / શ્વાસોચ્છવાસ બોલવામાં તકલીફ / તફલીક પડે છે.
(૯) અહીં અલગ / અગલરંગના કાગળના ટુકડા ચોંડાટો / ચોંટાડો.
(૧૦) જલેબી / જ્બેલી સાથે ફાફડા / ફાડફા ખવાય.
(૧૧) મેં ગરમાગમર /ગરમાગરમદધૂ / દૂધ પીધું.
૭. ‘આંગળાનો જાદુ’ ગીતની ખૂટતી પંક્તિઓ પૂર્ણ કરો :
(૧) આંગળાનો જાદુ મારા આંગળાંનો જાદુ
મારાં આંગળાંમાંથી બે હરણ બની જાય.
ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતાં જાય.
મારાં આંગળામાંથી પતંગિયું બની જાય.
ઊડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય.
(૨) મારા આંગળાંમાંથી માછલી બની જાય;
પાણીમાં સરસર તરતી ઉપર નીચે થાય.
આંગળાંથી પેન્સિલ પકડું ચિત્રો સરસ દોરાય;
આંગળાંથી પીંછી પકડું રંગો નવા ભરાય.
ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય.
કાનમાં જઈને ખણખણ કરતી આવું ન કરાય.
૮. પાઠ્યપુસ્તકમાં આપેલા ગીત ‘આંગળાંનો જાદુ’ પરથી નીચેનાપ્રશ્નોના જવાબ આપો :
(૧) હાથ અને આંગળીઓની મદદથી કયા કયા આકારોના પડછાયા પાડી શકાય છે ?
ઉત્તર : હાથ અને આંગળીઓની મદદથી પતંગિયું, માછલી વગેરે આકારોના પડછાયા પાડી શકાય છે.
(૨) આંગળાંની મદદથી બીજાં કયાં કયાં કામ કરી શકો?
ઉત્તર : આંગળાંની મદદથી જુદા જુદા આકારના પડછાયા પાડવા ઉપરાંત આ મુજબનાં કાર્યો થઈ શકે. લખવું, પકડવું, જમવું, ચપટી વગાડવી, ચોંટાડવું, દોરવું, તાળી પાડવી, ફૂલ ચૂંટવાં, ચીંધવું (બતાવવું) વગેરે.
લખવું
X રડવું
ટીંગાડવું
દોરવું
ફૂલ ચૂંટવાં
X ગાવું
જમવું
X હસવું
પીવું
X જોવું
પકડવું
ચપટી વગાડવી
ચોંટાડવી
X સૂવું
તાળી પાડવી
ચીંધવું
વાળ ઓળવવા
X કૂદવું
X દોડવું
સાંધવું
X સાંભળવું
૧૦. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો :
(૧) ફરવા ગયાં / અમે / ટ્રેનમાં બેસીને
ઉત્તર : અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયાં.(૨) હોશિયાર છે /અને / નમ્રતા વિક્મ
ઉત્તર : વિક્રમ અને નમ્રતા હોશિયાર છે.(૩) ફૂલ પર / બેસે છે / પતંગિયું
ઉત્તર : પતંગિયું ફૂલ પર બેસે છે.
(૪) બસ ચલાવીને / પાવાગઢ ગયા / ડ્રાઇવર
ઉત્તર : ડ્રાઇવર બસ ચલાવીને પાવાગઢ ગયા.
(૫) હરણ / ઠેકડા / ઊંચા કાન કરીને / મારે છે
ઉત્તર : ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે.
(૬) રાજા હતો / મગધનો / અશોક
ઉત્તર : અશોક મગધનો રાજા હતો.
(૭) ગુલાબી ફ્રોક / પહેર્યું છે / ઢીંગલીએ
ઉત્તર : ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે.
ઉત્તર : મારાં આંગળાંમાંથી પાણીમાં તરતી માછલી બને છે.(૯) લીંબુ શરબત પીધું / સ્ટ્રોથી / કાગડાએ
ઉત્તર : કાગડાએ સ્ટ્રોથી લીંબુ શરબત પીધું.(૧૦) કરે છે / પરાક્રમો / છોટા ભીમ
ઉત્તર : છોટા ભીમ પરાક્રમો કરે છે.
(૧૧) બાળકો / કરે છે / ધમાલ મસ્તી / ખૂબ
ઉત્તર : બાળકો ખૂબ ધમાલ મસ્તી કરે છે.
(૧૨) રામે / ધનુષ તોડયું /શિવનું
ઉત્તર : રામે શિવનું ધનુષ તોડ્યું.
(૧૩) વરસાદ વરસ્યો / ચોમાસામાં / ધોધમાર
ઉત્તર : ચોમાસામાં ધોધમાર વરસાદ વરસ્યો.
(૧૪) સસલો હાર્યો / દોડની હરીફાઈમાં / અને કાચબો જીત્યો.
ઉત્તર : દોડની હરીફાઈ માં સસલો હાર્યો અને કાચબી જીત્યો.
(૧૫) આકાશમાં / ટમટમે છે / રાતે /તારા
ઉત્તર : રાતે આકાશમાં તારા ટમટમે છે.
(૧) વિનમ્ર
ઉત્તર : વિનમ્ર(૨) ધૂમ્રપાન
ઉત્તર : ધૂમ્રપાન(૩)ડ્રાઉં – ડ્રાઉં
ઉત્તર : ડ્રાઉં – ડ્રાઉં
(૪) ઉષ્ટ્ર
ઉત્તર : ઉષ્ટ્ર
ઉત્તર : ટ્રેન
(૬) સમ્રાટ
ઉત્તર : સમ્રાટ
(૭) ક્રમિક
ઉત્તર : ક્રમિક
(૮) રાષ્ટ્ર
ઉત્તર : રાષ્ટ્ર
(૯) આમ્રવૃક્ષ
ઉત્તર : આમ્રવૃક્ષ
ઉત્તર : સમ્રાટ
ઉત્તર : ટ્રિનટ્રિન(૧૨) તામ્રપત્ર
ઉત્તર : તામ્રપત્ર
(૧) હંટ્રીક શિકારી જંગલમાં…………કરવા ગયો.
જવાબ : શિકાર
(૨) બપોરના તાપમાં હંટ્રીક શિકારી ઝાડ………….આરામ કરવા બેઠો.
જવાબ : નીચે
(૩) શિકારીએ થોડેક દૂર કોને જોયો ? સાચો વિકલ્પ ✓કરો.
શકરા શિયાળને
ગલબા ગધેડાને
ઍકસપ્રેસ ડૉગી ✓
(૪) ફાસ્ટુ સસલાભાઈ સાચો વિકલ્પ ✓ કરો.
કૂદતાં – કૂદતાં આવ્યા.
દોડતાં – દોડતાં આવ્યા. ✓
નાચતાં – નાચતાં આવ્યા.
(૫) આગળ ફાસ્ટુ સસલાભાઈ અને…………….ઍકસપ્રેસ કૂતરું.
જવાબ : પાછળ
(૬) ફાસ્ટુ સસલું બહુ સ્પીડથી / ધીમેથી દોડે. (ખોટો વિકલ્પ ચેકી નાખો)
(૭) ઍક્સપ્રેસ કૂતરો ફાસ્ટુ સસલાને પકડી ન શક્યો. સાચો વિકલ્પ ✓ કરો.
ફાસ્સુ સસલું ક્યાંક સંતાઈ ગયું.
ફાસ્ટુ સસલું બહુ સ્પીડથી દોડે. ✓
ફાસ્તુ સસલાને શિકારીએ બચાવી લીધું.
(૮) ફાસ્ટુ સસલું જંગલની………..નીકળી ગયું.
જવાબ : બહાર
ઉત્તર : શિકારીનું નામ હંટ્રીક, કૂતરાનું નામ ઍક્સપ્રેસ અને સસલાનું નામ ફાસ્ટુ હતું.(૧૦) ફાસ્ટુ સસલું ખૂબ ઝડપથી દોડતું હતું. સાચો વિકલ્પ ✓ કરો.
ઍક્સપ્રેસ ડૉગીથી બચવા ✓
હંટ્રીક શિકારીથી બચવા
દોડની હરીફાઈ હતી.
(૧૧) આટલું નાનું સરખું સસલુંય તમે પકડી ન શક્યા ! એટલે કે,
ફાસ્ટુ સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું. ✓
ફાસ્ટુ સસલું ધીમેથી દોડતું હતું.
ફાસ્ટુ સસલું પકડવાની ઍક્સપ્રેસ ડોગીની ઇચ્છા ન હતી.
(૧૨) ‘સસલું અને કૂતરો’ ચિત્રવાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી ?
ફાસ્ટુ સસલાને ✓
હંટ્રીક શિકારીને(૧૩) તમારી પાછળ કોઈ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો? શા માટે ?
ઉત્તર : ચોક્કસ. કૂતરું પાછળ પડે તો આપણે ઝડપથી દોડી શકીએ, કારણ કે, કૂતરું કરડવાથી તેની ખૂબ પીડા સહન કરવી પડે. ઇંજેક્શન લેવાં પડે ને ક્યારેક મોત પણ થઈ શકે. આ બધાં કારણોસર કૂતરું પાછળ પડે તો આપણે ઝડપથી દોડી શકીએ.
૧૭. નીચેની સૂચનાઓ વાંચો, તે પ્રમાણે અભિનય કરો અને બે વાર શબ્દ વપરાયા હોય તેની નીચે લીટી દોરો.
(૧) લખતાં-લખતાં હસો.
(૨) રડતાં-રડતાં માથું ખંજવાળો.
(૩) ઝોકાં ખાતાં-ખાતાં જુઓ.
(૪) હસતાં – હસતાં નાચો.
(૫) ગાતાં – ગાતાં લખો.
(૬) મિત્રને પકડતાં-પકડતાં ગાઓ.
(૭) જમતાં-જમતાં વાંચો.
(૮) વાંચતા-વાંચતા કૂદો.
(૯) લડતાં-લડતાં રમો.
(૧૦) ખાતાં-ખાતાં રડો.
૧૮. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ
(૧) અમે………………ગિરનાર પર્વત ઊતર્યાં. (ખાતાં-ખાતાં, દોડતાં-દોડતાં)
જવાબ : ખાતાં–ખાતાં
જવાબ : હાંફતાં–હાંકતાં
જવાબ : પડતાં–પડતાં(૪) અક્ષરા ટી.વી………………..ઊંધી ગઈ. (ખાતાં-ખાતાં, જોતાં-જોતાં)
જવાબ : જોતાં–જોતાં
(૫) મોબાઇલમાં વાતો…………….હસવું આવ્યું. (કરતાં-કરતાં, લખતાં-લખતાં)
જવાબ : કરતાં–કરતાં
(૬) નદીકિનારે…………પગ દુઃખી ગયાં. (નહાતાં-નહાતાં, ફરતાં-ફરતાં)
જવાબ : ફરતાં–ફરતાં
૧૯. શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો :
(૧) ડરતાં-ડરતાં
જવાબ : અંધારામાં રાજુ ડરતાં-ડરતાં ચાલતો હતો.
જવાબ : પુજારીએ શંખ ફૂંકતાં-ફંકતાં પૂજા કરી.
(૩) નાચતાં-નાચતાં
(૪) બેઠાં-બેઠાં
(૫) વાગતાં-વાગતાં
જવાબ : કબૂતરને તીર વાગતાં-વાગતાં રહી ગયું.
(૬) પીતાં-પીતાં
જવાબ : પાણી પીતાં-પીતાં હરણ ભાગ્યું.
૨૦. નમૂનાપ્રમાણે શબ્દો બનાવો અને લખો :
ગણ – ગણગણ
ખણ – ખણખણ
મણ – મણમણ
સણ – સણસણ
બણ – બણબણ
ખન – ખનખન
ચણ – ચણચણ
ઝણ – ઝણઝણ
લખ – લખલખ
ખટ – ખટખટ
ત્રણ – ત્રણત્રણ
ધમ – ધમધમ
ટન – ટનટન
કટ – કટકટ
બક – બકબક
લપ – લપલપ
ચપ – ચપચપ
ધબ – ધબધબ
૨૩. મને ઓળખો અને મારું નામ લખો :
(૧) ઉત્તરાયણમાં આકાશ મારાથી રંગબેરંગી થઈ જાય છે.
ઉત્તર : પતંગ
(૨) પાણીમાં હું તરું છું. બહાર કાઢો તો મરું છું.
ઉત્તર : માછલી
ઉત્તર : મોબાઇલ(૪) બે આંખોને રાખું અળગી, સુગંધ પારખું હું સઘળી.
ઉત્તર : નાક
(૫) મારે રંગબેરંગી પાંખો છે. હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું.
ઉત્તર : પતંગિયું
(૬) ત્રણ અક્ષરનું નામ મારું, પહેલો અને બીજો અક્ષર ‘હર’ છે અને બીજો અને ત્રીજો અક્ષર ‘રણ’ છે.
ઉત્તર : હરણ
(૭) હું ત્રણ પાંખોવાળું પંખી છું. બધાંના ઘરમાં રહું છું.
ઉત્તર : પંખો
(૮) હું સાત ગાંઠોવાળી લાકડી છું. મારામાં રસ ભર્યો છે.
ઉત્તર : શેરડી
(૯) હું વહેંચવાથી વધતી રહું, મને કોઈ છીનવી શકે નહી; હું જેની પાસે હોઉં તેનું માન વધે છે.
ઉત્તર : વિદ્યા
ઉત્તર : કાબર(૧૧) હું ગણપતિજીનું વાહન છું ને ‘ ચૂં.…….ચૂં ……‘ કરું છું.
ઉત્તર : ઉંદર
ઉત્તર : બિલાડીનો ટોપ
૨. કાળી ટોપીવાળો ધોળો માણસ
ઉત્તર : દીવાસળી
૩. હું એને જોઉં છું પણ એ મને નથી જોતો.
ઉત્તર : અરીસો
ઉત્તર : સીતાફળ
ઉત્તર : ચમચી
ઉત્તર : વિમાન૭. મને કાપે એટલે લોકો ગીત ગાય છે.
ઉત્તર : કેક
૮. સીટી એની ઘર ઘર વાગે. ખાવાનું એ ઝટપટ બનાવે.
ઉત્તર : કૂકર
ઉત્તર : ટેબલ૨૫. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
જુતાજી – જૂતાજી
પતંગીયું – પતંગિયું
શીકારી — શિકારી
બિમાર –બીમાર
પેન્સીલ –પેન્સિલ
ટિલડી —ટીલડી
ઉંચુ – ઊંચું
પિંછી – પીંછી
૨૬. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :
જૂતાં = ચંપલ
નઠારી = ખરાબ
તોફાની = નટખટ
ઝાડ = વૃક્ષ
નાડી = નસ
ઠેકડો= કૂદકો
જંગલ= વન
જીવ = જાન
બીમાર = માંદું
ફૂલ = પુષ્પ
તાપ = તડકો
ફેર = તફાવત
૨૭. નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો :
બીમારી X તંદુરસ્ત
ઊંચા X નીચા
દૂર X નજીક
નઠારી X સારી
ઉપર X નીચે
પાછળ × આગળ
સુધારી X બગાડી
નવા X જૂના
બહાર X અંદર