૧. તમે કયાં કયાં પક્ષીઓ જોયાં છે ? કોઈ પણ આઠ નામ લખો.
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૨.મોરને માથે શું હોય છે ?
(A) ચાંચ
(B) કલગી

(C) પૂંછડી
(D) પાંખો
ઉત્તર : B3. મોર તેના નૃત્ય માટે પ્રખ્યાત છે. (✓ કે X)
ઉત્તર : 

૪. ……….નાં પીછાં સૌથી સુંદર હોય છે.
ઉત્તર : મોર
૫. ………..ની પૂંછડી લાંબી અને ખાંચાવાળી હોય છે.
(A) કાગડો
(B) કોયલ
(C) મેના
(D) સમડી

ઉત્તર : D૬. જામફળ અને લીલા મરચાં કોને ખૂબ ભાવે ?
(A) પોપટ
(B)કાકાકૌવા
(C) ગીધ
(D) મોર
ઉત્તર : A

૭. પોપટની ચાંચ………….રંગની હોય છે.

ઉત્તર : લાલ

૮. ………..અને …………..ની ચાંચ અને પીછાં કાળા રંગનાં હોય છે.

ઉત્તર : કાગડા, કોયલ

૯. કોયલ તેના……………માટે પ્રખ્યાત છે.
(A) રંગ
(B) પીંછાં
(C)ટહુકા
(D) ચાંચ
ઉત્તર : 
C

૧૦. મરેલા જીવોને કોણ ખાય છે ?
(A) ઘુવડ
(B) પોપટ
(C) ગીધ
(D) લક્કડખોદ
ઉત્તર :
 C

૧૧. ગીધ પર્યાવરણને કઈ રીતે મદદરૂપ થાય છે ?
ઉત્તર :
 ગીધ મરેલા જીવોને ખાય છે. જેનાથી જમીન ઉપરની ગંદકી સાફ થાય છે.ભૂમિનું અને વાતાવરણમાં હવાનું પ્રદૂષણ ઓછું થાય છે. આમ, ગીધ પર્યાવરણને મદદરૂપ થાય છે.

૧૨. ………..નાં પીંછાં ભૂખરા રંગનાં હોય છે.

ઉત્તર : કબૂતર

૧૩. કબૂતર ક્યાં રહે છે ?
ઉત્તર : 
કબૂતર કૂવા, મકાન કે દીવાલની બખોલમાં પોતાનો માળો બનાવીને રહે છે.

૧૪. કબૂતરની ચાંચ ગુલાબી હોય છે. (✓ કે X)
ઉત્તર :
 ✓

૧૫. બધાં પક્ષીઓમાં સૌથી સુંદર માળો કોણ બનાવે છે ?

ઉત્તર : બધા પક્ષીઓમાં સૌથી સુંદર માળો દરજીડો બનાવે છે.૧૬. દરજીડો પોતાનું ઘર કેવી રીતે બનાવે છે .?
ઉત્તર :
 દરજીડો પાંદડા સીવીને પોતાનું ઘર બનાવે છે.

૧૭. ઝાડના થડને ચાંચ વડે કાણું કયું પક્ષી કરે છે ?
ઉત્તર : 
ઝાડના થડને ચાંચ વડે લક્કડખોદ કાણું કરે છે.

૧૮. લક્કડખોદ…………ખોદી શકે છે.
(A) લાકડું
(B) ભીંત
(C) માટી
(D) કૂવો
ઉત્તર :
 A

૧૯. વરસાદ પહેલાં આકાશ તરફ કાળાં વાદળો જોઈ કોણ ટહુકા કરે છે ?
ઉત્તર : 
વરસાદ પહેલાં આકાશ તરફ કાળાં વાદળો જોઈ મોર ટહુકા કરે છે.

૨૦. ………….પક્ષી દિવસ દરમિયાન પક્ષીઓના અવાજમાં સૂઈ શકતું નથી.

ઉત્તર : ઘુવડ