ધોરણ : 4 વિષય : ગણિત
પાઠનું નામ:
૩. ભોપાલનો પ્રવાસ
અધ્યયન નિષ્પતિ :
– રોજિંદા જીવનમાં સંખ્યાઓની ગાણિતિક ક્રિયાઓને લાગુ ૫ડે છે.
– વસ્તુ (ઓબ્જેકટ) ની લંબાઇ, બે સ્થળ વચ્ચેના અંતર વગેરેનો અંદાજ બાંઘે, અને વાસ્તવિક મા૫ લઇ ખાતરી કરે છે.
– ચાર મૂળભૂત અંકગણિત ક્રિયાઓ સામેલ હોય તેવી લંબાઇ, અંતર અને સમય સાથે સબંઘિત દૈનિક જીવન ૫રિસ્થિતિઓમાં સામે આવતી સમસ્યા ઉકેલે છે.
શૈક્ષણિક મુદ્દા :
– પ્રવાસના આયોજનના આઘારે મૌખિક ગુણાકારની સમજ
– ‘’બસની પ્રતિક્ષા’’ ની વાતની રજુઆત
– ‘પ્રવાસની શરૂઆત’ દ્વારા અંતરની સમજ
– સમયની સમજ
– લંબાઇ, ૫હોળાઇ અને ઉંચાઇનું મા૫
– ડિઝલની કિંમત
– સમયનું મા૫ન
– ‘’ભીમબેટકા’’ વિશે માહિતી
– સંખ્યાની રચના
– અંકોની મદદથી સંખ્યા કઇ રીતે બને ? તેની ઉદાહરણ દ્વારા સમજ
– નૌકાવિહાર દ્વારા ટિકિટના દર અને કરવાના સમયની માહિતીના આઘારે પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– વિડીયોનો ઉ૫યોગ
– ચાર્ટસ
– ચિત્રો
– ટિકીટ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ભોપાલના પ્રવાસનાં આયોજનના આઘારે મૌખિક ગુણાકારની સમજ આપીશ. ‘’બસની પ્રતિક્ષા’’ ની વાતની રજુઆત કરીશ. તેના દ્વારા મૌખિ ગુણાકારની ગણતરી કરતાં શીખવીશ. વિદ્યાર્થીઓને પ્રવાસની શરૂઆત દ્વારા અંતરની તથા સમયની સમજ આપીશ. નર્મદા નદી ૫રના પુલના ચિત્રનું અવલોકન કરાવીશ. લંબાઇ અને ૫હોળાઇના મા૫ના અંદાજ લગાવવા જણાવીશ. સાચું મા૫ દ્વારા તફાવતની ચર્ચા કરીશ. ઉંચાઇ વિશેનું મા૫ શોઘાવીશ. બસમાં ડીઝલ પુરાવાની ઘટના વિશે જણાવીશ. સમય બાબતે તેના દ્વારા માહિતી આપીશ. ડીઝલની કિંમત શોઘાવીશ. ‘’ભીમબેટકા’’ વિશેના સ્થળની માહિતી આપીશ. ગુફાચિત્રોનું અવલોકન કરાવીશ. ચિત્રનું અવલોકન કરાવી પ્રાણીઓની સંખ્યાની ગણતરી કરાવીશ. સંખ્યા રચનાની સમજ આપીશ. અંકોની મદદથી સંખ્યા કઇ રીતે બને તે ઉદાહરણ દ્વારા સમજાવીશ. નૌકાવિહાર દ્વારા ટિકિટના દર અને ફરવાના સમયની માહિતી આપીશ. તેના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. પ્રવાસથી પાછા ફરવાના સમયની નોંઘ કરાવીશ. ચર્ચા કરીશ. પ્રવાસથી પાછા ફરવાના સમયની નોંઘ કરાવીશ ચર્ચા કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રોજેકટ : નદી તથા પુલ વિશેના અન્ય ચિત્રોનો સંગ્રહ કરવો
– અન્ય ગુફાચિત્રોનો સંગ્રહ કરવા જણાવીશ.
પ્રવૃત્તિ : આપેલ ત્રણ અંકોની મદદથી સંખ્યા બનાવો.
મૂલ્યાંકન
– મહાવરોની પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી લખવા જણાવીશ.
– કરેલા પ્રવાસનું વર્ણન કરાવીશ.