૨. સોંદર્યની સરવાણી – અધ્યયન નિષ્પતિ 1. પરિચ્છેદનું સ્પષ્ટ વાચન ઓછામાં ઓછી, પ્રતિ મિનિટના 60 + શબ્દોની ઝડપથી કરે. 2. વાતચીત સાંભળે અને તેનો ભાવ સમજીને પ્રતિભાવ આપે. ૩. સામગ્રી અંગે પૃચ્છા કરે અને તે વિશે વિવેચનાત્મક ચિંતન કરે. 4. અધ્યયન અંગેના અનુભવોનું અનુચિંતન કરે. 5. એકાધિક વિશેષણ અને ક્રિયાવિશેષણનો ઉપયોગ કરે. 6. અપરિચિત શબ્દના અર્થની ધારણા કરે, શોધખોળ કરે અને તારવે. 7. સામગ્રીમાં રહેલા ભાવ જાણે, શાબ્દિક / અશાબ્દિક રીતે પ્રગટ કરે. 8. લયાત્મક કાવ્યગાન કરે. 9. ગદ્યખંડ અને સંવાદોનું વાચિકમ્ કરે. 10. વિષયવસ્તુનું ચિત્રાત્મક નિરૂપણ કરે.