EV402 પક્ષીઓ અને પ્રાણીઓમાં રહેલ વિવિધતાઓને ઓળખે છે. (જેમ કે ચાંચ દાંત, પંજો, કાન, વાળ, માળો / રહેઠાણ વગેરે)
EV408 અવલોકનક્ષમ લક્ષણોને આધારે પ્રાણી, પક્ષી, વનસ્પતિ, સાધનો તેમજ બિનઉપયોગી વસ્તુઓનું વર્ગીકરણ કરે છે. (જેમ કે દેખાવ (કાન, વાળ, ચાંચ, દાંત, ચામડી અને શરીરની સપાટી), પ્રાણી (પાલતું, જંગલી), વનસ્પતિ (ફળ, શાક, કઠોળ, તેજાના અને ખોરાકનો જીવનકાળ/ ટકાઉપણું), ઉપયોગ (ખાદ્ય, ઔષધીય, સુશોભન, અન્ય અને પુનઃઉપયોગ) લાક્ષણિકતાઓ (ગંધ, સ્વાદ, ગમો- અણગમો વગેરે)
EV413 સ્થાનિક અને બિનઉપયોગી વસ્તુઓના ઉપયોગથી કોલાજ, ડિઝાઇન, મૉડેલ્સ, રંગોળી, પોસ્ટર્સ, આલ્બમ અને સાદા નકશા (શાળા તથા આસપાસના વિસ્તારના) બનાવે છે.