ધોરણ ૩ કલશોર (ગુજરાતી) પાઠ : ૦૧ વાંદરાને વાંચતા ન આવડે PART 01
પ્રશ્ન ૧.ગીત પરથી નીચેના પ્રશ્રોના જવાબ આપો :
(૧) ઉંદર ક્યાં રહે છે? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[ ] ઝાડ પર [ ] પાણીમાં [ ] દરમાં [ ] માળામાં.
જવાબ : દરમાં
(ર) દરમાં બીજાં ક્યાં ક્યાં પ્રાણીઓ રહી શકે? સાચા વિકલ્પો પસંદ કરી ✓ કરી.
[] સાપ [] કીડી [] મંકોડો [] કૂતરો [] કબૂતર .
જવાબ : સાપ, કીડી, મંકોડો.
(૩) જાળામાં કોણ કોણ રહે છે?
જવાબ : બટેર અને તેતર જાળામાં રહે છે
(૪) કોનું ઘર ઊંચા ઝાડો હોય છે? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[] કાગડાનું [] ચકલીનું [] સમડીનું [] કબૂતરનું.
જવાબ : સમડીનું
(પ) ચામાંચીડીયાં ડાળે લટકે છે. (✓કે ×)
જવાબ : ✓
(૬) ચૂપચાપ તિરાડમાં વંદો રહે છે. (✓ કે × )
જવાબ : ✓
(૭) સિંહ / શિયાળ બોડમાં સૂવે છે. સાચો વિકલ્પ પસંદ કરે ✓ કરો.
જવાબ : સિંહ
(૮) જોડકાં જોડો : કોણ ક્યાં રહે છે?
વિભાગ : અ | વિભાગ : બ | જવાબ |
1. ઉંદર અને સાપ | (અ) ઘરમાં | (1) – (બ) |
2. માણસ | (બ) દરમાં | (2) – (અ) |
3. ચકો અને ચકી | (ક) બોડમાં | (3) – (ઇ) |
4. ગાય–બકરી | (ડ) વાડે | (4) – (ડ) |
5. સિંહ | (ઇ) માળામાં | (5) – (ક) |
(૯) બધાં પ્રાણીઓ, પંખીઓ, જીવ-જંતુઓ ઘર શા માટે બનાવતાં હશે ?
જવાબ : ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે બધાં પ્રાણીઓ અને જીવજંતુઓ ઘર બનાવતા હશે. ઘરમાં રહેવાથી તેમનું બીજા પ્રાણીઓથી રક્ષણ પણ મળી રહે છે.
પ્રશ્ન ૨. ગીતની પંક્તિઓ પૂર્ણ કરો :
(૧) ઉંદર રહે છે દરમાં____________
_____________બટેર તેતર જાળામાં.
જવાબ : માણસ રહેતો ઘરમાં
ચકો ચકી રે માળામાં.
(૨) સમડીનું ઘર ઊંચા ઝાડે________
____________વંદો તો ચૂપચાપ તિરાડે.
જવાબ : ચામાચીડિયાં લટકે ડાળે
ગાય બકરી રહેતાં વાડે.
પ્રશ્ન ૩. પાઠ્યપુસ્તકની વાર્તા ‘વાંદરાભાઈનું ઘર’ પરથી માગ્યા મુજબ જવાબ આપો :
(૧) વાંદરાભાઈનું નામ શું હતું? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[] પટપટ [] ખટખટ [] ગરબડ [] બડબડ
જવાબ : ખટખટ
(૨) ખટખટ જેવા બીજા પાંચ શબ્દો વિચારો અને લખો. (ઉદાહરણ : ચટપટ)
જવાબ : પટપટ, ઝટઝટ, નટખટ, વધઘટ, રમઝટ.
(૩) ખટખટ વાંદરાને શું ગમતું હતું?
જવાબ : ખટખટ વાંદરાને ઝાડે ઝાડે ફરવું ગમતું હતું. છાપરાં પર કૂદવું ગમતું હતું.
(૪) શિયાળો શરૂ થતાં __ વધવા લાગી.
જવાબ : ઠંડી
(૫) ઠંડી ભગાડવા ખટખટ વાંદરાઓ શું કરતો હતો ?
જવાબ : ઠંડી ભગાડવા ખટખટ વાંદરો એક ડાળથી બીજે ડાળ ફરતો જાય અને એક છાપરાં પરથી બીજા છાપરાં પર કૂદતો જાય.
(૬) ખટખટે એક ઝાડ / ઘર પાસે અચરજ જોયું. સાચો વિકલ્પ પસંદ કરી✓ કરો.
જવાબ : ઘર પાસે
(૭) માણસોને તાપવા જોઇને ખટખટને __ લાગી. (નવાઈ, નવરાશ)
જવાબ : નવાઈ
(૮) માણસો __ થી તાપતા હતા. (લાલ અંગારા, લાલ મરચાં)
જવાબ : લાલ અંગારા
(૯) શિયાળામાં લોકો કઈ રીતે ઠંડી ઉડાડે છે?
જવાબ : શિયાળામાં લોકો ગરમ કપડાં પહેરીને, તાપણું કરીને, સૂરજના તડકામાં બેસી, ને ઘરમાં હીટર કરીને આમ વિવિધ રીતે ઠંડી ઉડાડે છે.
(૧૦) “આહા ! મળતી ગઈ ઠંડી ભગવાની રીત.” કોણ બોલે છે?
જવાબ : ખટખટ બોલે છે.
(૧૧) ખટખટ ઠંડી ભગાડવા શું લઈ આવ્યો? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[✓] લાલ મરચાં [] લીલાં મરચાં [] લાલ ટામેટાં [] લાલ સફરજન .
જવાબ : લાલ મરચાં.
(૧૨) વાંદરાઓએ ઠંડી ભગાડવા માટે શું કર્યુ?
જવાબ : ખટખટ વાંદરાએ ખેતરમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. તેનો ઝાડ નીચે ઢગલો કર્યા. તેણે બીજા દોસ્ત વાંદરાઓને બોલાવ્યા બધાં ભેગાં મળીને ઠંડી ઉડાડવા બેઠા.
(૧૩) મરચાંનું તાપણું કરીએ તો શું થાય ?
જવાબ : મરચાંનું તાપણું કરીએ તો મરચાં આપણને આંખમાં,નાકમાં અને ગળામાં લાગે તેનાથી આપણને ખૂબ બળતરા થાય.
(૧૪)ખટખટે હૂપાહૂપ કરી પોતાના ___ ને બોલાવ્યા.(મિત્રો,વાંદરાઓ)
જવાબ : મિત્રો.
(૧૫) “આહાહાહા….! ઠંડી ભાગી રહી છે.” આ વાક્ય કોણ બોલે છે?
જવાબ : ખટખટ વાંદરો બોલે છે.
(૧૬) વાંદરા ની ચિંતા કોણ કરતું હતું ?સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[✓] સુઘરી [] કાગડો [] લોકો [] બાળકો
જવાબ : સુઘરી
(૧૭) સુઘરી નું નામ શું હતું? સાચો વિકલ્પ પસંદ કરી ✓કરો.
[] ખટખટ [✓] ચટપટ [] ચપચપ [] ચટચટ
જવાબ : ચટપટ
(૧૮) સુઘરી વાંદરાઓની ચિંતા કરતાં શું વિચારે છે ?
જવાબ : સુઘરી વાંદરાઓની ચિંતા કરતાં વિચારે છે. “બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે ઠંડીથી બચવા હું તેમને મારા માળા માંય પણ બોલાવી શકતી નથી.
(૧૯) સુઘરી વાંદરોઓને પોતાના માળામાં કેમ નથી બોલાવી શકતી ?
જવાબ : સુઘરી નો માળો નાનો છે તેમાં વાંદરાઓ સમાઈ શકે નહીં તેથી તે બોલવી શકતી નથી.
(૨૦) ચટપટ સુઘરીને જ્યારે ખટખટ વાંદરાએ તાપવા બોલાવી ત્યારે સુઘરીએ શો જવાબ આપ્યો?
જવાબ : ચટપટ સુઘરીએ જવાબ આપ્યો ના..ના.. સોરી હોં ખટપટ હું તો મારા માળામાં છું. મને આ ઘરમાં જરાય ઠંડીના લાગે.
(૨૧) “આવ…આવ… ચટપટ તાપવા આવ…”આ વાક્ય કોણ બોલે છે?
જવાબ : “આવ..આવ..ચટપટ તાપવા આવ…”આ વાક્યો ખટખટ વાંદરો બોલે છે.
(૨૨) સુઘરી એક ખટખટ વાંદરાને શી સલાહ આપી?
જવાબ : સુઘરીએ ખટખટ વાંદરાને સલાહ આપી.ઘર હોય તો ઓછી ઠંડી લાગે હું તો કહું છું કે તમેય તમારું ઘર બનાવી લો ને! ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે મને સુઘરી કહે છે ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી.
(૨૩) સુઘરી સરસ ઘર બનાવે છે એટલે મને સુઘરી કહે છે.(✓ કે ×)
જવાબ : ✓
(૨૪) સુઘરીને સલાહ સાચી હતી કે ખોટી ? કેમ ?
જવાબ : સુઘરી ની સલાહ સાચી હતી કારણ કે તેને અનુભવ હતો કે ઘર હોય તો ઠંડી ઓછી લાગે આમ તેણે અનુભવ નાં આધારે સલાહ આપી હતી.
(૨૫) “ આ નાનકડી સુઘરી મને સલાહ આપવાની નીકળી છે.”— એવું વાંદરાએ કેમ કહ્યું હશે ?
જવાબ : સુઘરી વાંદરા ના કરતા નાની છે વળી નાનકડી સુઘરી મોટા વાંદરા ને સલાહ આપી જાય તે વાંદરાને ગમ્યું નહીં હોય આથી વાંદરાએ આ પ્રમાણે કહ્યું હશે.
(૨૬) વાંદરાઓ શિયાળામાં શું ગાતા હતા ?
જવાબ : વાંદરાઓ શિયાળામાં ગાતા હતા. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરી એ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ ! હૂપ હૂપાહૂપ હૂપ..હૂપ હૂપાહૂપ હૂપ.
(૨૭) ઉનાળામાં ખટખટને ખૂબ __ થતો હતો. ( પરસેવો , રેબઝેબ)
જવાબ : પરસેવો
(૨૮) શિયાળામાં આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. (✓ કે ×)
જવાબ : x
(૨૯) વાંદરાઓ શાનાથી પવન નાખવા લાગ્યા? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[] પંખાથી [] કપડાથી [] પૂંઠાથી [✓] પૂંછડીથી
જવાબ : પૂછડીથી
(૩૦) “ખટખટ, એય ખટખટ… તારી ઘર નથી બનાવવું?’’ આ વાકય કોણ બોલે છે?
જવાબ : સુઘરી બોલે છે.
(૩૧) વાંદરાઓ ઉનાળામાં શું ગાતા હતાં ?
ઉત્તર : વાંદારાઓ ઉનાળામાં ગાતા હતા.ઝાડને છાંયે રહીએ છીએ,પૂછડેથી પવન નાખીએ છીએ,ગરમીથી કયાં ડરીએ છીએ ! હૂપ હૂપાહૂપ હૂપ… હૂપ હૂપાહૂપ હૂપ..
(૩૨) ઉનાળામાં વાંદરાઓ કેવી રીતે ગરમી દૂર કરતા હતા ?
ઉત્તર : ઉનાળામાં વાંદરાઓ ઝાડના છાંયે રહીને અને પૂંછડીથી પવન નાખીને ગરમી દૂર કરતા.
(૩૩) ચોમાસામાં વાતાવરણમાં ક્યા ક્યા ફેરફાર થાય ?
ઉત્તર : ચોમાસામાં આકાશ માં વરસાદ તૂટી પડ્યો.કડડડધૂમ…ગડડડધૂમ..વીજળીના કડાકા ભડાકાને વાદળોનો ગડગડાટ.. બધાં ઝાડ પાણીથી તરબોળ બધેજ જળબંબાકાર જળબંબાકાર.
(૩૪) ચોમાસામાં ખટખટ અને તેના દોસ્તો ની શી હાલત થઈ ?
ઉત્તર : ચોમાસામાં ખટખટ અને તેના દોસ્તો ની ભીંજાઈ ગયા. માથે, મોઢે, પીઠે, પુંછડી, પાણી જ પાણી.. ઠંડીય ખૂબ લાગી.
(૩૫) વાંદરાઓ તેમની પૂંછડી ઊંચી કરી ___ જેવું બનાવીને બેઠા હતા.(મિનારા,મહેલ)
ઉત્તર : મિનારા
(૩૬) વાદરાઓ ચોમાસામાં શું ગાતા હતા?
ઉત્તર : વાંદરાઓ ચોમાસામાં ગાતા હતાં. પૂંછ મિનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ! હૂપ હૂપાહૂપ હૂપ… હૂપ..હૂપાહૂપ હૂપ…
(૩૭) વાંદરાઓ કોના કોનાથી ડરતા નથી? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[] ઠંડીથી [] ગરમીથી [] વરસારથી [✓] આપેલ ત્રણેયથી
(૩૮) સુઘરીએ વાંદરા ની ચિંતા કેમ છોડી દીધી ?
ઉત્તર : સુઘરીએ ઘણું સમજાવ્યું છતાં વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. સુઘરીની સલાહની વાંદરાઓ પર કોઈ જ અસર થઈ નહીં. તેથી સુઘરીએ વાંદરાની ચિંતા કરવાનું છોડી દીધી.
(૩૯) નીચેનામાંથી કોણ કોણ પોતાનું નું ઘર જાતે બનાવે ?
બિલાડી, ચકલી,કબૂતર,કૂતરો,ગાય, ભેંસ, ઘોડો, સુઘરી, કાગડો, ઉંદર,કીડી, મધમાખી.
ઉત્તર : ચકલી, કબૂતર, સુઘરી, કાગડો, ઉંદર, કીડી, મધમાખી વગેરે પોતાનું ઘર જાતે બનાવે છે.
(૪૦) ઉનાળાની કાળઝાડ ગરમીમાં બચવા માટે એ.સી સિવાય બીજા કયા કયા ઉપયોગ કરી શકાય ? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[✓] પંખા નીચે બેસી શકાય.
[✓] બારી પાસે બેસી શકાય.
[✓] લીમડા જેવા વૃક્ષ નીચે બેસી શકાય.
[] તડકામાં બેસી શકાય.
પ્રશ્નો 5 સરખા અથૅવાળાં વાક્યો જોડો:
અ | બ | જવાબ |
(૧) બધા ધ્રૂજતા ધ્રૂજતા બોલતા હતા. | (અ) આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. | (૧) – [ક] |
(૨) અચાનક વરસાદ તૂટી પડ્યો. | (બ) તેમણે ઊંચાઈ મિનારા જેવો આકાર કર્યો. | (૨) – [અ] |
(૩) આકાશમાંથી આગ વરસી રહી છે. | (ક) તેઓ ઠંડીથી થરથરતા થરથરતા વાતો કરતા હતા. | (૩) – [ડ] |
(૪) બારેમાસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરે. | (ડ) ખૂબ તાપ લાગે છે. | (૪) – [ઈ] |
(૫) વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો. | (ઈ) આખું વર્ષ તેઓ ફર્યા કરે. | (૫) – [બ] |
(૬) વરસાદથી અમે ક્યાં ડરિએ છીએ ? | (ફ) તું નાનકડી છે,તારી સલાહ હું કેમ માનું ? | (૬) – [ગ] |
(૭) નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે ? | (ગ) અમે વરસાદથી ડરતા નથી. | (૭) – [ફ] |
પ્રશ્નો ૬ નીચેના વાકયોના આધારે ઋતુ ઓળખો અને નામ લખો:
(૧) મારા ઘરમાં મને જરાય ઠંડી લાગે નહીં.
ઉત્તર : શિયાળો
(૨) બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા.
ઉત્તર : ચોમાસું
(૩) સુઘરી માળામાં ઝૂલતી હતી.
ઉત્તર : ઉનાળો
(૪) વાંદરા પુંછડી માથે મૂકી બેઠા.
ઉત્તર : ચોમાસું
(૫) વાંદરાઓએ માણસોની નકલ કરી.
ઉત્તર : શિયાળો
(૬) ઝાડના છાંયે બેસી વાંદરો એકબીજાને પવન નાખતા હતા.
ઉત્તર : ઉનાળો
પ્રશ્નો ૭ કોણ છે તે શોધો અને તેના વિષય એક વાક્ય લખો.
(૧) ચાર અક્ષરનો એક નામ.
નામના છેલ્લા બે અક્ષર તર
ત્રીજો અને પહેલા અક્ષરથી બને તક તો એ કોણ હશે?
ઉત્તર : કબૂતર
વાક્ય : કબૂતર ખૂબ ઝડપથી ઉડતું પંખી છે.
(૨) ચાર અક્ષરનું એક નામ નામ પહેલાં બે અક્ષર ‘કરો’
પહેલા અને છેલ્લા અક્ષરથી બને’કર્યો ‘
તો એ કોણ હશે?
ઉત્તર : કરોળિયો
વાકય : કરોળિયો ખૂબ મહેનતથી જાળું ગૂંથે છે.
(૩) ચાર અક્ષરનું એક નામ.
તેનો ત્રીજો, બીજા અને પહેલા અક્ષરથી બને છે ‘ચરક’
ચોથા અને પહેલા અક્ષરની બને ‘લોક’
તો એ કોણ હશે?
ઉત્તર : કરચલો
વાકય : કરચલો એક દરિયાઈ જીવ છે.
(૪) ચાર અક્ષરનું એક નામ.
પહેલા અને બીજા અક્ષરની બને ‘દર’
પહેલો અને ચોથા અક્ષરથી બને ‘દડો’
પહેલા ત્રણ અક્ષરોની બને એક કારીગર તો એ કોણ હશે?
ઉત્તર : દરજીડો
વાક્યો : દરજીડો પાંદડાં સીવીને માળો બનાવે છે.
(પ) પાંચ અક્ષરનું એક નામ.
પહેલા બે અક્ષરથી બને ‘કાન’
ત્રીજો અને પાંચમો અક્ષરભેગા થઈ બને ‘ખરો ‘
તો એ કોણ હશે?
ઉત્તર : કાનખજૂરો
વાક્ય : કાનખજૂરાને ઘણા બધા પણ હોય છે.
(૬) ત્રણ અક્ષરનું એક નામ.
પહેલો અક્ષર કપાય તો ‘દર’ બની જાઉં
છેલ્લો અક્ષર કપાય તો ‘બંદ ‘ થઈ જાઉં. તો એ કોણ હશે?
ઉત્તર : બંદર
વાક્ય : ઝાડ પર બંદર બેઠો છે.
(૭) બે અક્ષરનું મારું નામ.
મારા વિના ના ચાલે કામ.
રંગહીન અને સ્વાદહીન છું.
પળે પળે હું આવું છું કામ.
વાક્ય: હવા આપણી ચારે તરફ છે.
પ્રશ્નો ૮ નીચેનાં ઉખાણાં નો જવાબ આપો:
(અ) જાણે મોટો કારીગર
ગૂંથી ગૂંથી બનાવે ઘર
એવું પક્ષી કયું વળી ?
ડાળે લટકે જેનું ઘર.
ઉત્તર : સુઘરી.
(બ) કાળો રંગ અને કડવું ગાતો,
કા કા કા કા કા કરતો રહેતો,
માળો એનો ઢંગ વિનાનો,
કોઈને પણ ના ગમતો.
ઉત્તર : કાગડો
(ક) છાપરાની પાંખમાં, દીવાલની બખોલમાં, માળો બનાવીને રહેને ઘૂ ઘૂ ઘૂ કરે. માળો ચેનો ચરકથી ભરેલો, ગંદો અને છીછરી રકાબી જેવો.
ઉત્તર : કબૂતર
(ડ) સૌથી પહેલો ઊઠી જાતો
સૂરજનો છડીદાર !
બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર !
ઉત્તર : ફૂકડો
(ઇ) ક્લબલ કરતી આવી,
આંગણે ઘણા ખાય
જ ઝઘડા-ઝઘડી ચાલે ત્યારે માથું દુ:ખી જાય.
ઉત્તર : કાબર
(ઈ) પંખી પેલું ફૂફૂ ગાય,
ક્યાં જઈને છુપાય
આંબા ડાળે બેઠી બેઠી મીઠાં ગીતો ગાયા !
ઉત્તર : કોયલ
પ્રશ્નો ૯ ‘ટીકુ બહેન તો વાંચનનાં શોખીન’ ગીતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(૧) વાંચનનું શોખીન કોણ છે? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[✓]ટીકુબહેન []બકુ બહેન []ટીનું બહેન []મીનું બહેન
(૨) ટીકુ બહેન___અક્ષરવાળી રંગીન ચોપડીઓ વાંચે છે. (નાના, મોટા)
ઉત્તર : નાના
(૩) ટીકુ બહેન કોની કોની ચોપડીઓ વાંચે છે?
ઉત્તર : ટીકુ બહેન છોટા ભીમ ને સોટીપોટી બધું જ વાંચે છે.
(૪) ટીકુ બહેન બધી જ વાર્તા દાદી ને માફક આબેહૂબ બોલે છે.
ઉત્તર : ×
(પ) ટીકુ બહેનનું લેશન વાર્તામાં નો જીન કરે છે.
ઉત્તર : ✓
(૬) ટીકુ બહેન ના ઘરે શાના થપ્પા છે? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[]નોટોના []રૂપિયાના []રમકડાંના [✓]ચોપડી ઓના
(૭) ટીકુ બહેન આજ્ઞાથી મમ્મી-પપ્પા/ભાઈ-બહેન પણ તેમની સાથે વાંચે છે.
ઉત્તર : મમ્મી-પપ્પા.
(૮) ટીકુ બહેન ક્યાં અને કેવી રીતે પહોંચી જાય છે?
ઉત્તર : ટીકુ બહેન વાંચતા-વાંચતા ઊંઘી જાય છે અને ચીન પહોંચી જાય છે.
(૯) એક દિવસ અજવાળામાં શું થયું?
ઉત્તર : એક દિવસ અજવાળામાં ટીકુ બહેન ગુમ થઈ ગયા.
(૧૦) બધા ટીકુ બહેનને આખા શહેરમાં શોધવા લાગ્યા.
ઉત્તર : ×
(૧૧) ટીકુ બહેન આખરે ક્યાંથી મળ્યો? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[]બારણા પાછળથી []માળિયામાંથી [✓]પલંગ નીચેથી [] ઘર પછવાડેથી.
(૧૨) ટીકુ બહેનને વાંચવાનું શાથી ગમતું હશે?
ઉત્તર : વાર્તા, કવિતા, ગીત, જોડકણાં વગેરે નાં પુસ્તકો આપણને આનંદ આપે છે. ઉખાણાં, કોયડા-ગમ્મતનાં પુસ્તકો આપણી વિચાર શક્તિ અને બુદ્ધિ વિકસાવે છે આ બધા કારણે પુસ્તક ગમતાં હશે.
પ્રશ્નો ૧૦ નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :
(૧)છોટા ભીમ_____
_______આબેહૂબ.
ઉત્તર : ને સોટીપોટી બધું જ વાંચે ખૂબ બધી જ વાર્તા દાદી માફક બોલ
(૨) ટીકુ બહેનનું _____
____વાચનનાં શોખીન.
ઉત્તર : લેશન કરતો વાર્તામાંનો જીન!
ટીકુ બહેન તો
(૩) ટીકુ બહેનના_____
______મમ્મી-પપ્પા.
ઉત્તર : ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા ટીકુની આજ્ઞાથી સાથે વાંચે
પ્રશ્નો ૧૧ જોડકાં જોડો અને વાંચો :
અ | બ | જવાબ |
(૧) ટીકુ બહેનને | (અ) ઘણી બધી ચોપડીઓ હતી. | (૧) – ઇ |
(૨) તેનું લેશન | (બ) બૂમો પાડી.શોધતા હતા. | (ર) – ડ |
(૩) તેના ઘરમાં | (ક) સંતાઈને વાંચતાં હતાં. | (3) – અ |
(૪) તે પલંગ નીચે | (ડ) વાર્તાનો જીન કરી આપતો. | (૪) – ક |
(પ) બધા ટીકુ બહેનને | (ઇ) વાંચવાનું ખૂબ ગમતું. | (પ) – બ |
પ્રશ્નો ૧૨ જોડકા જોડો અને વાંચો:
અ | બ | જવાબ |
(૧) ટીકુ બહેન નાના અક્ષર વાળી | (અ) ગૂમ થઈ ગયા | (૧) – ડ |
(૨) ટીકુ બહેનની આજ્ઞાથી | (બ) ઊંધી જતાં હતાં | (૨) – ક |
(૩) ટીકુ બહેન વાંચતાં વાંચતાં | (ક) તેમનાં મમ્મી-પપ્પા સાથે વાંચે | (૩) – બ |
(૪) એક દિવસ ટીકુ બહેન | (ડ) રંગીન ચોપડીઓ વાંચે. | (૪) – અ |
પ્રશ્નો ૧૩ નીચેના શબ્દોમાં આડા અવળા થયેલા અક્ષરોને સવળા કરીને યોગ્ય શબ્દો બનાવીને લખો અને વાંચો.
(૧) ડીપચો : …………..
ઉત્તર : ચોપડી
(૨) પહોંચી : …………..
ઉત્તર : પહોંચી
(૩) ટાભીમછો : …………..
ઉત્તર : છોટા ભીમ
(૪) ળાંવાજબ :…………..
ઉત્તર : અજવાળાં
(૫) યેળિફ : …………..
ઉત્તર : ફળિયે
(૬) વસદિ :…………..
ઉત્તર : દિવસ
(૭) ગલંપ :…………..
ઉત્તર : પલંગ
(૮) નજી :…………..
ઉત્તર : જીન
(૯) ખીશોન :………….
ઉત્તર : શોખીન
(૧૦) કુટી બહેન :…………..
ઉત્તર : ટીકુ બહેન
(૧૧) નરંગી :…………..
ઉત્તર : રંગીન
(૧૨) ટીસોટીપો :…………..
ઉત્તર : સોટી પોટી
(૧૩) જ્ઞાઆ :…………..
ઉત્તર : આજ્ઞા
(૧૪) નશલે :…………..
ઉત્તર : લેશન
(૧૫) નલ્લીત :…………..
ઉત્તર : તલ્લીન
(૧૬) નવાંચ :…………..
ઉત્તર : વાંચન
પ્રશ્નો ૧૪ નીચેનાં વાક્યોમાં આડા અવળા થયેલા શબ્દોને સવળા કરીને યોગ્ય વાકય બનાવીને લખો :
(૧) એને ઝાડે ગમે ઝાડે ફરવું.
ઉત્તર : એને ઝાડે ઝાડે ફરવું ગમે.
(ર) ઘર બનાવું હું છું મજાનું સરસ.
ઉત્તર : હું સરસ મજાનું ઘર બનાવું છું.
(૩) થોડાં લાકડાં ભેગાં થઈ માણસો સળગાવીને બેઠા હતા.
ઉત્તર : થોડાં માણસો ભેગા થઈ લાકડાં સળગાવીને બેઠા હતા.
(૪) જાણે આગ વરસી રહી આકાશમાંથી હતી.
ઉત્તર : આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી.
(૫) વાંચનનાં શોખીન ટીકુ બહેન તો.
ઉત્તર : ટીક બહેન તો વાંચનનાં શોખીન.
(૬) પલંગ તલ્લીન નીચે ટીકુબહેન શાણાં વાંચવામાં.
ઉત્તર : શાણાં ટીકુ બહેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન .
પ્રશ્નો ૧૫ નીચેનાં શબ્દો ના સમાનાર્થી શબ્દો લખો:
(૧) ઉંદર =…………..
ઉત્તર : મૂષક
(૨) ઝાડ =…………..
ઉત્તર : વૃક્ષ, તરુ
(૩) બા =…………..
ઉત્તર : મા
(૪) દોસ્ત =…………..
ઉત્તર : મિત્ર
(૫) પવન =…………..
ઉત્તર : વાયરો
(૬) પાણી =…………..
ઉત્તર : જળ, નીર
(૭) ચોપડી =…………..
ઉત્તર : પુસ્તક
(૮) દિવસ =…………..
ઉત્તર : દિન
(૯) શાણા =…………..
ઉત્તર : સમજું
(૧૦) માણસ =…………..
ઉત્તર : માનવ
(૧૧) ચૂપચાપ =…………..
ઉત્તર : શાંત
(૧૨) બોડ =…………..
ઉત્તર : ગુફા
(૧૩) માળો =…………..
ઉત્તર : નીડ
(૧૪) આકાશ =…………..
ઉત્તર : આભ
(૧૫) પૂંછડી =…………..
ઉત્તર : પૂંછ
(૧૬) આબેહૂબ =…………..
ઉત્તર : હૂબહૂ
(૧૭) અજવાળું =…………..
ઉત્તર : પ્રકાશ
(૧૮) તલ્લીન =…………..
ઉત્તર : મશગૂલ
(૧૯) ઘર =…………..
ઉત્તર : રહેઠાણ
(૨૦) સિંહ =…………..
ઉત્તર : વનરાજ
(૨૧) વાંદરો =…………..
ઉત્તર : વાનર
(૨૨) સલાહ =…………..
ઉત્તર : શિખામણ
(૨૩) વરસાદ =…………..
ઉત્તર : વર્ષો
(૨૪) ચિંતા =…………..
ઉત્તર : ફિકર
(૨૫) આજ્ઞા = …………..
ઉત્તર : હુકમ
(૨૬) ઝાઝી =…………..
ઉત્તર : વધારે
પ્રશ્નો ૧૬ નીચેનાં શબ્દોના વિરોધી શબ્દો લખો:
(૧) ઊંચા x …………..
ઉત્તર : નીચા
(૨) દોસ્ત x…………..
ઉત્તર : દુશ્મન
(૩) ભેગું x…………..
ઉત્તર : છૂટું
(૪) ઝાઝી x…………..
ઉત્તર : ઓછી
(૫) સૂવે x…………..
ઉત્તર : જાગે
(૬) ઉપર x…………..
ઉત્તર : નીચે
(૭) દિવસ x…………..
ઉત્તર : રાત
(૮) આકાશ x…………..
ઉત્તર : ધરતી
(૯) ઠંડી x…………..
ઉત્તર : ગરમી
(૧૦) ધીમે x…………..
ઉત્તર : ઝડપથી
(૧૧) અજવાળું x…………..
ઉત્તર : અંધારુ
પ્રશ્નો ૧૭ નીચેનાં શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:
(૧) સમળી :…………..
ઉત્તર : સમડી
(૨) સીયાળો :…………..
ઉત્તર : શિયાળો
(૩) પૂંછળું :…………..
ઉત્તર : પૂંછડું
(૪) ઊંદર :…………..
ઉત્તર : ઉંદર
(૫) હુપાહુપ :…………..
ઉત્તર : હૂપાહૂપ
(૬) વિજડી :…………..
ઉત્તર : વીજળી
(૭) ચામાચીડીયું :…………..
ઉત્તર : ચામાચીડિયું
(૮) સુગરી :…………..
ઉત્તર : સુઘરી
પ્રશ્નો ૧૮ નીચેના રૂઢિપ્રયોગો નો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો.
(૧) પરસેવે રેબઝેબ થઈ જવું
અથૅ – ગરમીના કારણે ખૂબ જ પસીનો થવો.
વાક્ય – ઉનાળાની આકરી ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ જવાય છે.
(૨) જળબંબાકાર થઈ જવું
અથૅ – ખૂબ પાણી પાણી થઈ જવું.
વાક્ય – અતિશય વરસાદના કારણે બધી જળબંબાકાર થઈ ગયો.