૧૮. ગામ-ગામનાં પાણી………..
અધ્યયન નિષ્પતિ
4.06 ખોરાક, પાણી, કપડાં જેવી મૂળભૂત જરૂરિયાતોના ઉત્પાદન અને વિતરણની પ્રક્રિયા (જેમ કે મૂળ સ્રોતથી ઘર સુધી, અનાજનું ખેતરમાંથી બજારમાં અને ત્યાંથી ઘર સુધી પહોંચવું તથા સ્થાનિક જળસ્રોતમાંથી પાણીનું શુદ્ધીકરણ અને વપરાશ માટેની રીતો) સમજાવે છે.
4.10 પોતાના અવલોકનો, અનુભવો, વસ્તુઓ અંગેની માહિતી, પ્રવૃતિઓ, મહત્ત્વની ઘટનાઓ કે મુલાકાત લીધેલ સ્થળો (જેમ કે મેળાઓ, તહેવારો, ઐતિહાસિક સ્થળો) અંગે અલગ રીતે નોંધ કરે છે તથા પ્રવૃત્તિઓ અને અસાધારણ ઘટનાઓની આગાહી કરે છે.
4.12 સાઇનબૉર્ડ, પોસ્ટર, નાણું (નોટા સિક્કા), રેલવે ટિકિટ, સમયપત્રક વગેરે માહિતીનો ઉપયોગ કરે છે.
4.14 જોયેલ અને અનુભવેલ (શાળા પરિવાર પડોશની) બાબતો (જેમ કે પસંદગી, નિર્ણય, સમસ્યા નિવારણ વગેરે જાહેર સ્થળોએ પાણીનો ઉપયોગ મધ્યાહ્ન ભોજન યોજના વગેરેમાં જાતિગત ભેદભાવી, બાળઅધિકારો (જેમ કે શાળાએ જવું, બાળઅપમાન, સજા, બાળમજૂરી વગેરે), સ્પર્શ (સારો અને ખરાબ) અંગે અભિપ્રાય આપે છે.
4.15 સ્વચ્છતા અંગેનાં તથા સંસાધનોનાં કરકસરયુક્ત અને પુનઃઉપયોગ, પુનઃનિર્માણ અંગેના ઉપાયો સૂચવે છે. વિવિધ સજીવો (જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ, વડીલો અને દિવ્યાંગ વ્યક્તિઓ)ની કાળજી લે છે તથા વિવિધ સ્રોતો (જેમ કે ખોરાક, પાણી અને જાહેર મિલકતો)ની જાળવણી કરે છે.