EV503 પ્રાણીઓ. વનસ્પતિઓ અને મનુષ્યના પરસ્પરાવલંબન સંબંધો વર્ણવે છે. (જેમ કે કેટલાંક લોકો દ્વારા જીવનનિર્વાહ માટે પશુપાલન કરવું કે પ્રાણીઓ – પક્ષીઓ દ્વારા વનસ્પતિના બીજનો ફેલાવો થવો)
EV506 આકાર, સ્વાદ, રંગ, રચના, ધ્વનિ, ખાસિયતો વગેરે ગુણધર્મોને આધારે પદાર્થ કે સામગ્રીનું વર્ગીકરણ કરે છે.
EV509 અવલોકનો, અનુભવો, માહિતીઓ (જેમકે કોષ્ટકો, ચિત્રો, સ્તંભઆલેખ, પાઇચાર્ટના સ્વરૂપમાં)ની વ્યવસ્થિત નોંધ કરે છે અને તેના આધારે ઘટનાઓ કે પ્રવૃત્તિઓની તરાહો (જેમ કે તરવું, ડૂબવું, મિશ્રણ, બાષ્પીભવન, અંકુરણ, બગાડ)ના કાર્યકારણ સંબંધો સ્થાપિત કરે છે.