પ્રાણી નિબંધ – વાંદરો વાંદરો જંગલમાં રહેનારું ચપળ પ્રાણી છે. તે બાગબગીચામાં કે ગામમાં પણ જોવા મળે છે. તેના આખા શરી ધોળા રાખોડી રંગના વાળ હોય છે. તેનું મોટું કાળું અને ચપટું તેમજ નાક બુચું હોય છે. વાંદરાની પૂંછડી ખૂબ લાંબી હોય છે. વાંદરો હમેશા ઝાડ ઉપર અને ટોળામાં જ રહે છે. એ છલાંગ મારીને એક ડાળથી બીજી ડાળે કૂદી શકે છે. તે પોતાના બચ્ચાને છાતીએ વળગાડીને દોડે છે. વાંદરા ઝાડપાન અને ફળફળાદિ ખાય છે. તે હૂપ હૂપ એવો અવાજ કરે છે.