પાઠ – ૪ તડકો અધમણ ડાંગર ઝલમલ
અધ્યયન નિષ્પતિઓ :
૮.૨ લયાત્મક કાવ્યગાન કરે.
૮.૪ પઠન તથા ગાન માટે શ્વાસ નિયમન કરે.
૧.૨ વાક્યનું વાચન સ્પષ્ટ ઉચ્ચારણથી કક્ષાનુસારી ગતિપૂર્વક પ્રવાહિતાથી કરે.
૩.૪ સામગ્રીનું વિશ્લેષણ કરે.
૯.૧ ઘર કે અન્ય સ્થળે મિત્રો સંબંધીઓ વચ્ચે ગીત ગીતડું કાવ્યોનું ગાન કરે વાર્તા અને જોક કહે.
૫.૨ સાદા અને સંયુક્ત ક્રિયા પદોનો ભૂત ભવિષ્ય અને વર્તમાનનાં સંદર્ભે ઉપયોગ કરે.
૫.૩ ક્રિયા વિશેષણ ઓળખે અને ઉપયોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
- તડકો અધમણ ડાંગર ઝલમલ કાવ્યગાન પ્રવૃતિ કરીએ.
- બીજા વાક્યો બનાવી બોલો.
- રમૂજી ઉપાય લખો જોડી કાર્ય.
- તડકો વાર્તા વાંચન-સમજ.
- હા કે ના કહો, બંધ બેસતા અર્થ સામે √ કરો.
- ગીતગાન કરો.
- વાક્ય વાંચો બરાબર ન લાગે તે છેકી નાંખો.
- કૌંસમાં ખરું કરો પ્રવૃતિ કરો.
- આ વાક્ય કોણ કોને કહે લખો.
- તડકો પડ્યો બૂમ પાડી પ્રશ્નોતરી.
- ઘટના ક્રમમાં ગોઠવો, ‘હી’ કરો.
- ઘરમાં પૂછીને લખો.
- આ વાર્તા બીજી કઇ રીતે કહી શકાય.
- ક્રિયાપદ ઓળખો. ક્રિયાને લીટો દોરો.
- પ્રશ્નોતરી કવિતામાં ન આવે તે છેકી કાઢો.
- નજીકના વિકલ્પ સામે √ કરો.
- તડકાના રંગનું અનુમાન કરો.
- ખાલીજગ્યા ભરો, શબ્દ ગોઠવો.
- વાક્ય ઉ.દા. મુજબ પૂર્ણ કરો.
- હસો, વાંચન ઝડપ રમત.
શૈક્ષણિક સાધનો :
- પાઠ્ય પુસ્તક
- મોબાઈલ / પ્રોજેક્ટર
- ઋતુચક્ર ચાર્ટ
- ઉનાળા વિષયક કાવ્યો અને વાર્તાઓ
શિક્ષક – વિદ્યાર્થી પ્રવુત્તિ :
♦️ શિક્ષક તડકો અધમણ ડાંગર ઝલમલ કાવ્યગાન પ્રવૃતિ કરાવશે. વિદ્યાર્થીઓ સમૂહગાન કરી ભાવાર્થ સમજ મેળવશે.
♦️ શિક્ષક બીજા વાક્યો બનાવશે, રમૂજી ઉપાય લખશે, જોડી કાર્ય, તડકો વાર્તા વાંચન કરી ભાવ સમજ આપશે.
♦️ વિદ્યાર્થીઓ વિગતે સમજે હા કે ના માં કહો, બંધ બેસતા અર્થ સામે ‘√’ કરાવશે. વાક્ય વાંચન, બરાબર ન લાગે ત્યાં છેકી નાંખો વગેરે પ્રવૃતિ સમજી કરાવશે.
♦️ કૌંસમાં ખરું કરો પ્રવૃતિ કરાવશે.. શિક્ષક આ વાક્ય કોણ કોને કહે તે લખો તડકો પડ્યો બૂમ પાડી પ્રશ્નોતરી ઘટના ક્રમમાં ગોઠવો વગેરે બાબતો વિદ્યાર્થી સમજીને લખે.
♦️ વિદ્યાર્થીઓ ક્રિયાપદ, ક્રિયાને લીટી દોરે વાક્ય પૂરા કરો, વાક્યો બનાવો વગેરે બાબત વિગતે સમજ મેળવે. શિક્ષક ડાંગરના ખેતરમાં તડકો કાવ્યગાન, સમૂહગાન
રમત પ્રોજેક્ટ પ્રવુત્તિ :
- કંઇ ઋતુમાં કયો પાક પાકે તેનો ચાર્ટ્સ બનાવો.
- મોબાઈલ / પ્રોજેક્ટર
- ઋતુગીતાનો અંક બનાવો
મૂલ્યાંકન / સ્વાધ્યાય :
- શિક્ષકની સૂચનાથી વિવિધ પ્રવૃતિ કરો.
- સ્વાધ્યાય લેખન કરવું.