૩.૪ સામગ્રીનું વિશ્લેષણ કરે
૪.૫ વ્યક્તિગત, જોડી, જૂથ કે સમૂહમાં કાવ્યગાન/કાવ્યપાઠ કરે સાભિનય રજૂઆત કરે
૪.૨ વાર્તા પરથી નાટક ભજવે
૪.૧ આરોહ અવરોહ સાથે અભિનય સાથે વાર્તા રજૂ કરે
૫.૯ ઘટના/પ્રસંગ/વાર્તા કે સંવાદની પછીની ઘટના પ્રસંગ/વાર્તા કે સંવાદનું અનુમાન કલ્પના કરે
૮.૨ લયાત્મક કાવ્યગાન કરે
૮.૩ અભિનય કાવ્યગાન કરે
૯.૧ ઘરે કે અન્ય સ્થળે મિત્રો સંબંધીઓ વચ્ચે ગીત, ગીતડું કાવ્યગાન કરે
શૈક્ષણિક મુદ્દા :
· અભિનય સાથે વાંચો અને ભજવે.
· વાર્તા વાંચન – લુચ્ચો વરસાદ વિષે સમજ
· વાતચીત થકી પ્રશ્નોતરી કરવી.
· ઉ.દા. મુજબ જૂથ કાર્ય કરવું.
· કાવ્ય ના આધારે પ્રશ્નોના જવાબો આપવા
· જોડકા જોડો, પ્રશ્નોતરી કરવી
· બંધ ન બેસતા અંગૂઠો નીચે કરો
· ‘વૃક્ષ માતા’, ‘સીમમાં વસતી’ વાર્તા વાંચન કરવું
· શબ્દ નીચે લીટી દોરો
· પ્રશ્નોના પૂર્ણ વાક્યમાં જવાબ લખો
· અભિનય કરો, પ્રશ્નોના જવાબ આપો
· અભિનય કરો છોડ રોપવાનો, વિચારો અને કહો
· બાળકો સાથે જૂથચર્ચા કરવી
· કાવ્ય આધારે પ્રશ્નોના જવાબ
· સ્વાધ્યાયની ચર્ચા કરવી
શૈક્ષણિક સાધનો :
· રેઇનકોટ, છત્રી ચિત્રો / વિડીયો
· મોબાઈલ / પ્રોજેકટર
· કાર્ડ
· ચિત્રો, વિડીયો
શિક્ષક – વિદ્યાર્થી પ્રવુત્તિ :
– શિક્ષક બે વરસાદ પાંચ પીપર કૃતિમાં ગીતનું ગાન કરાવશે. વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે વ્યક્તિગત ગાન – સમૂહગાન કરશે. કાવ્યને અભિનય સાથે કરશે.
– શિક્ષક લુચ્ચો વરસાદ વાર્તા વાંચન કરી વિદ્યાર્થીઓને ભાવાર્થ સમજાવશે. શિક્ષક પ્રશ્નોતરી, ઉ.દા. મુજબ જૂથકાર્ય કરાવવું, જોડકા જોડવા, તાળી પાડો જવાબ આપો પ્રવૃતિ કરાવી. વિદ્યાર્થીઓ સમજી નોટમાં લખશે.
– વૃક્ષમાતા વિશે તથા સીમમાં વસ્તી વાર્તા વાંચન શિક્ષક કરાવશે. વિદ્યાર્થીઓ પુનઃવાંચન નું કાર્ય કરી પ્રશ્નોના જવાબ આપશે. તેનું અભિનય કરી પ્રશ્નોતરી કરાવી, જૂથચર્ચા અને વર્ષાઋતુ લેખન વિશે સમજ આપી. શિક્ષક ‘ચાલી નીકળીએ પ્રવાસમાં’ ગીતગાન કરાવશે અને સમુહગાન કરાવી પ્રશ્નોના જવાબ આપશે. ક્રિયાનું વર્ણન કરાવશે. વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃતિમાં જોડાય જેવી કે અંગૂઠો ઉંચો કરો, નીચો કરો. કાવ્ય આધારીત પ્રશ્નોતરી ઉ.દા. મુજબ કાર્ય કરાવશે અને સમજીને કામ કરશે.
– શિક્ષક વર્ષાની કિરણાસ્ટોર ની વિગતો તથા ટેબલ ભરો, શબ્દ જોડી, ખાલી જગ્યા આવતા શબ્દ પર O કરો. સ્વરચિહ્ન સમજ આપે. વિવિધ પ્રવૃતિ કરાવે. હસો, ભૂલ શોધ સમજ આપી સ્વાધ્યાય નોંધ આપશે.
મૂલ્યાંકન / સ્વાધ્યાય :
-ગીતનું લેખન કરવા જણાવીશ
– વર્ષાઋતુ વિષે લેખન કરાવીશ
-પ્રશ્નોના જવાબો લખાવીશ
-કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની પ્રવૃત્તિ કરાવીશ
-વર્ષાઋતુ નું શ્રુતલેખન કરાવીશ
-ખાલી જગ્યા પૂરો
-કાવ્ય નુ ગાન કરાવી વાતચીતમાં આપેલા પ્રશ્નોના જવાબો નોટમાં લખવીશ
-વાક્યો ને ક્રમમાં ગોઠવો
-શબ્દ ભંડારમાં આપેલા શબ્દો નોટમાં લખવા