૧. ‘તબડક તબડક’ગીતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(૧) ઘોડો કેવી રીતે ચાલ્યો જાય છે ? સાચો વિકલ્પ ✓ કરો.
[] ખડબડ ખડબડ કરતો
[]દડબડ દડબડ કરતો.
(ર) બિલ્લી એક અવાજે દોડતી આવે છે. (✓ કે ×)
જ. [✓]
(૩) બિલ્લી ___ની માની બહેન થાય છે. (કૂતરા, વાઘ)
જ. વાઘ
(૪) હાથીભાઈ કેવી રીતે ચાલ્યા જતા નથી?
જ. હાથી ભાઈ સૂંઢ હલે નહીં તેવી રીતે ચૂપચાપ ચાલ્યા જવા નથી.
(પ) લુચ્ચા માણસો કેવા હોય છે. સાચો વિકલ્પ ✓ કરો.
[] સૌને મદદ કરે છે.
(૬) શિયાળભાઈ લુચ્ચા છે. (✓ કે ×)
જ. [✓](૭) સસલાભાઈએ છલાંગ મારી…..સાચો વિકલ્પ ✓ કરો.
[] દોડતાં દોડતાં ઊંઘી જાય.
[] ચાલતાં ચાલતાં બેસી જાય.
(૮) આગળ આગળ કોણ હાલ્યું જાય છે? તેમની ચાલ કેવી છે?
જ. આગળ આગળ કાચબાભાઈ હાલ્યા જાય છે. તેમની ચાલ ધીમી છે.
(૧) ચોમાસું પુરું થવા આવેલું.
(૩) એક પતંગિયું સાવ જ રંગ વગરનું હતું.
(૭) બેરંગ પર સાચુકલો રંગ ચઢતો ગયો.
(૪) આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું ‘બેરંગ’ .
(૨) આરવના ઘરની આસપાસ કેટલાંક પતંગિયાં ઊડાઊડ કરતાં હતાં.
(૫) આરવ કહે, ‘બેરંગ, હું તારું ચિત્ર બનાવું?’
(૬) આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા.
3. પાઠ્યપુસ્તકમાં આપેલી વાર્તા ‘ચાંદો પકડ્યો’ વાંચો અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(૧) ઝાડ પર કોનો પરિવાર રહેતો હતો? સાચો વિકલ્પ ✓ કરો.
[] પંખીઓનો
(૨) વાંદરાઓના સરદારનું નામ મહાબલી હતું. (✓કે ×)
જ. [✓]
(૩) ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ શું કરતા હતા?
જ. ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ હૂપાહૂપ કરે. એક ઝાડથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે. રમતાં – રમતાં ફરે. મીઠાં ફળ ખાતાં આનંદથી પેટ ભરે, પાણી પીએ. રાત્રે ઝાડ પર જ સૂઈ રહે.(૪) વાંદરાં ઝાડ પરનાં મીઠાં ફળો ખાતાં હતાં.(✓કે ×)
જ.[✓](પ) બચ્ચાંની વાતો ચાલતી હતી. સાચો વિકલ્પ ✓ કરો.
[] જાણે ભમરાઓનો ગુંજારવ
(૬)“નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે! ”આ વાકય કોણ બોલે છે?
જ. જગ્ગુ.(૭) વાંદરાંનાં બચ્ચાંઓ કેવાં – કેવાં તોફાન કરતાં હતાં?
જ. વાંદરાંઓનાં બચ્ચાંઓમાં કોઈ ઝાડની ડાળીએથી ઊંઘા માથે લટકે, તો કોઈ બીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય. વળી, એકબીજા સામે કચકચ દાંત કાઢે. અંધારું થાય તોયે આ બચ્ચi જરા પણ જે પે નહિ. રાત પડે તોય ઊંધે નહીં.
(૮) ચાંદો તળાવમાં ક્યાં પડ્યો હશે? તળિયે કે સપાટી ઉપર ?
જ. ચાંદો તળાવનાં તળિયે પડ્યો હશે. (એટલે કે તળાવના તળિયે ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હશે.)
(૯) બચ્ચાંને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે?
જ. બચ્ચાંએ તળાવના પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ જોયું. આ પ્રતિબિંબ જોયું. આ પ્રતિબિંબ જોઈને તેમને એમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે.
(૧૦) ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે?
જ. જે સાચુકલો ચાંદો છે.તે આકાશમાં દેખાય છે. અને તે ચાંદાનું પ્રતિબિંબ તળાવમાં પડતું હશે. આમ, બંને જગ્યાએ ચાંદો દેખાતો હશે.
(૧૧) “ના, ના, આ ચાંદો નથી.આ તો સરસ મજાનું ફળ છે.” આ વાક્ય કોણ બોલે છે?
જ. ચિમ્પુ
જ.મોન્ટી
(૧૩) ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મીકીએ કયો ઉપાય બતાવ્યો ?
જ. ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મીકીએ ઉપાય બતાવ્યો કે, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે. ચિમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે. મોન્ટ ચિમ્પુની પૂંછડી પકડીને લટકશે.અને મીકી પોતે મોન્ટુની પૂંછડી પકડીને છેક પાણી સુધી પહોંચશે અને ચાંદાને બહાર કાઢશે.
(૧૪) “વાહ! કેવી મજા પડશે! કામ પણ થશે અને ગમ્મત પણ થશે.” આ વાક્ય કોણ બોલે છે?
જ. જગ્ગુ અને મોન્ટી
(૧૫) તળાવના શાંત જળમાં__ નું પ્રતિબિંબ દેખાતું હતું.
જ. ચંદ્ર
(૧૬) “પાણીમાં જુઓ, ચાંદો! બચાવો તેને.” આ વાક્ય કોણ બોલે છે?
જ. જગ્ગુ , મોન્ટી, ચિમ્યું, મીકી
(૧૭) મહાબલી સાથે બધા વડીલ વાંદરાઓ શાથી ખડખડાટ હસી પડ્યા?
જ. મહાબલી સાથે બધા વડીલ વાંદરાઓ ખડખડાટ હસી પડ્યા.કારણ કે જગ્ગુ, મોન્ટી, ચિમ્યુ, મીકી તળાવના પાણીમાં પડતા ચાંદાના પ્રતિબિંબને બનાવીને કહેવા લાગ્યા કે, “પાણીમાં જુઓ, ચાંદો! બચાવો તેને”.
(૧૮) પાણીમાં પહેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે ?
જ. જ્યાં સુધી આકાશમાં ચાંદો ઉગેલો હશે ત્યાં સુધી પાણીમાં તરતો દેખાતો હશે.
(૧૯) “એ તો ચાંદાનું પ્રતિબિંબ છે આકાશમાં જુઓ. એરહ્યો તમારો ચાંદો.” આ વાક્ય કોણ બોલે છે?
જ. મહાબલી
(૨૦) મોટાં વાંદરાઓએ જગ્ગુ, મોન્ટી, ચિમ્યુ અને મીકીને તળાવના પાણીમાં તેમનાં પ્રતિબિંબ શાથી બતાવ્યાં?
જ. મોટાં વાંદરાઓએ જગુ, મોન્ટી, ચિમ્યુ અને મીકીને તળાવના પાણીમાં તેમનાં પ્રતિબિંબ બતાવ્યાં, કારણ કે પ્રતિબિંબ એક આભાસ હોય છે, સાચું કલું હોતું નથી.તેને પકડી શકાય નહીં, આ વાત મોટા વાંદરાઓ તેમને શીખવવા માગતા હતા.
૪. ઉદાહરણ પ્રમાણેના શબ્દોના આધારે વાક્યો બનાવીને લખો :
ઉદાહરણ: રમતાં રમતાં- રમતાં : બાળકો રમતાં-રમતાં ઝઘડી પડ્યા.
(૧) ઊંચાં ઊંચાં : તળાવના કાંઠે ઊંચાં ઊંચાં ઝાડ હતાં
(૨) ખાતાં-ખાતાં : વાંદરાં મીઠાં ફળ ખાતાં ખાતાં આનંદથી પેટ ભરે.
(૩) કચ-કચ : વાંદરાં એકબીજા સામે કચ- કચ દાંત કાઢે.
(૪) કાઢતાં- કાઢતાં : બચ્ચાંને પાણીમાંથી બહાર કાઢતાં કlઢતાં કે દમઆવી ગયો
(૫) ડોલતો – ડોલતો : ચાંદો ડોલતો -ડોલતો પાણીમાં વિખેરાઇ ગયો.
૫ . વાર્તામાં આવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો :
ઉદાહરણ : પૂનમ- પૂનમની રાતે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે.
(૧) જંગલ-જંગલ ઘણાં પશુ પંખીઆનું આશ્રયસ્થાન છે.
(૨) તળાવ-તળાવમાં પાણી સાપ સુકાઇ ગયું હતું.
(૩) વાંદરો – વાંદરો બાળક પાસેથી કેળું લઈ ભાગી ગયો.
(૪) ચાંદો – ચાંદો વાદળોની પાછળ સંતાઈ ગયો.
(૫) પ્રતિબિંબ- વાંદરાંએ પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું.
૬. વાક્યોને ‘ચાંદો પક્ડ્યો’ વાર્તાના કમમાં ગોઠવો :
(૧)[૩] બાળ- વાનરસેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું.
[૫] જગ્ગુ ના હાથમાંથી ડાળીની પકડ છટકી ગઈ.
[૨] વડીલ વાંદરાં ઘસઘસાટ ઊંઘતાં હતાં.
[૪] જગ્ગુ , ચિમ્યું , મોન્ટી, મીકી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા.
[૬] તળાવમાં નો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો.
[૧] ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો.
(૨)[૧] એક જંગલ હતું.તેમાં મોટું તળાવ હતું.
[૩] બધા વાંદરા ઝાડ પર જ સુઈ રહે.
[૨] વાંદરાઓના સરદારનું નામ મહાબલી.
[૫] મોન્ટી ચિમ્યુંની પૂંછડી પકડીને લટકશે.
[૪] એ બચ્ચાં તો ભારે તોફાની હતાં.
[૭] વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા.
[૬] મહાબલીએ પૂછૃયું.’ આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડયા?’ ‘
૭. મારા ફળિયાના લીમડે પોપટ રમે ‘ગીતના આધારે પ્રશ્નોના જવાબ લખો:
(૧) પોપટની _ ગોળ-ગોળ- આંખ’, લીલી- લીલી પાંખ.
(૨) ચકલીની . ઝીણી-ઝીણી- આંખ, નાની-નાની પાંખ.
(૩) બહેનીની .ભોળી – ભોળી આંખ,કાલી- કાલી બોલી.
કયાં છે ?
(૧) પોપટ- લીમડે
(૨) ચકલી-આંગણે
(૩) બહેની -ઘરમાં
જ. આ ગીતમાં બોલતો અને ઊડતો પોપટ, રમતી અને ઊઠતી ચકલી અને રમતી અને હસતી બહેની સૌને ગમે છે.
૯. ચિત્ર પરથી એક શબ્દમાં જવાબ લખો :
(૧) પોપટ કેવો છે?- લીલો
(૨) કઈ બિલાડી પાતળી છે? કાળી કે ધોળી ?- ધોળી
કાળી બિલાડી કેવી છે.?- જાડી
(૩) હાથી ઘોડા કરતાં કેવો છે.? નાનો કે મોટો ?- મોટો
બંનેમાંથી નાનું કોણ છે?- ઘોડો
(૪) ચકલીઓ કેટલી છે?- ત્રણ
કોણ વધારે છે.?- ચકલીઓ
કોણ ઓછું છે ?- કબૂતર
(૫) લંબુંજી કેવા છે? ઊંચા કે નીચા ?- ઊંચા
કાગડાનું પીંછુ પીંછું કેવું છે?- ટૂંકું(૭) ટેબલની ઉપર શું છે?- દડો
બેટ કયાં છે ?- ટેબલની નીચે
(૮) ક્રિકેટનો બોલ ફૂટબોલ કરતાં કેવો છે ?- હલકો
આ બંનેમાંથી ભારે બોલ ક્યો છે?- ફૂટબોલ
(૧૦) ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો:
ઉદાહરણઃ જાડો -પાતળો:
જ. ચોક જાડો છે. બોલપેન પાતળી છે.
(૨) ભારે-હલકું:
જ. પંખી ભારે છે.તેનું પીછું હલકુ છે.(૩) ઊંચું – નીચું:
જ. નાળિયેરીનું ઝાડ ઊંચું છે.પર્યૈયાનું ઝાડ નીચું છે.
(૪) મોટું – નાનું
જ. બસ મોટી છે.કાર નાની છે.
(૫) આગળ-પાછળ
જ. એન્જિન આગળ અને ડબ્બા પાછળ છે.
(૬) ઉપર – નીચે
જ. આકાશ ઉપર અને ધરતી નીચે છે.
(૭) કાળો-ધોળો
જ. કાગડો કાળો છે. હંસ ધોળો છે.
(૮) અંધારું- અજવાળું
જ. રાત્રે દીવા વિના અંધારું લાગે. દિવસે સૂરજનું અજવાળું હોય.
(૧૧) વાંચો, સમજો અને લખો:
(૧) બિલાડી રમે છે./ નાની બિલાડી રમે છે.
શાના વિશે ? – બિલાડી
શું કહ્યું છે? – નાની
શાના વિશે? – નમ્રતા
શુ કહ્યું છે? – તોફાની
શાના વિશે? – દૂધ
શું કહ્યું છે? – ગરમ(૪) દ્વારકેશ ઝભ્ભો પહેરે છે./ દ્વારકેશ સફેદ ઝભ્ભો પહેરે છે.
શાના વિશે? -ઝભ્ભો
શું કહ્યું છે? – સફેદ
(૫) રોબિનને માથે ચોટી છે./ રોબિનને માથે લાંબી ચોટી છે.
શાના વિશે? – ચોટી
શું કહ્યું છે? – લાંબી
(૬) આ મારું મકાન છે./ મારું મકાન મોટું છે.
શાના વિશે?-મકાન
શું કહ્યું છે? – મોટું
(૭) આ બગીચો છે./બગીચો સુંદર છે.
શાના વિશે?- બગીચો
શું કહ્યું છે? – સુંદર
(૮) આ તેજસ છે./ તેજસ હોશિયાર છે.
શાના વિશે?- તેજસ
શું કહ્યું છે? – હોશિયાર
(૯) આ પતંગ છે./ આ ફાટેલો પતંગ છે.
શાના વિશે?- પતંગ
શું કહ્યું છે ?- ફાટેલ
(૧૦) આ રાજાનો મહેલ છે./ રાજાનો મહેલ વિશાળ છે.
શાના વિશે?- મહેલ
શું કહ્યું છે ?- વિશાળ
(૧૨)જેના વિશે માહિતી હોય તેના પર () અને જે વધારાની માહિતી હોય તેના પર [ ] કરો:
(૧) ઐશ્વર્યાની (આંખો) [માંજરી] છે.
(૨) આદ્યા [ચંચળ] (છોકરી)છે.
(૩) સોફિયાને (દાંત) [ચોખ્ખા] ગમે.
(૪) અરમાન [હોશિયારી] (વિધાર્થી) છે.
(પ) ક્રિશ [વિજ્ઞાન] (વાર્તાઓ) વાંચે છે.
(૬) પરિતાએ [સુંદરી]( દ્રશ્ય) જોયું
(૭) દાદાની (ફાંદ)[ગોળ મટોળ] છે.
(૮) સહજની (સાઇકલ)[નવી] છે.
(૯) સેજલની (ઢીંગલી)[રૂપાળી] છે.
(૧૦) દાદીના (વાળ) [ધોળા] છે.
૧૩. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:
(૧) નવ્યાએ બટન ટાંકવા ___ દોરો લીધો. (પાતળું / પાતળા / પાતળો)
જ. પાતળો
(૨) મિલિન્દે __ સાપ પકડ્યો. (એકેય / એક / બે)
જ. એક
(૩) જેઠાલાલે__ લસ્સી પીધી. (ઠંડી, ઠડો, ઠડું)
જ. ઠંડી
(૪) સુસ્મિતા ___ મચ્યું ખાઈ શકે છે. (તીખું / તીખી / તીખા)
જ. તીખું
(૫) __ ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠાં.( મોટા/મોટી/મોટું)
જ. મોટી
(૬) ઝાડનું થડ __ છે.( જાડું / જાડા / જાડી)
જ. જાડું
(૭) ડોશીમાના માથાના વાળ__ છે.( ધોળું / ધોળા / ધોળી)
જ. ધોળા
(૮) મારી બોલપેન___ છે.( સસ્તી / સસ્તું / સસ્તા)
જ. સસ્તી
(૯) મારી શાળા ખૂબ__ છે.( મોટું / મોટો / મોટી)
જ. મોટી
(૧૦) મારું શહેર જરાય__ નથી( ગંદું / ગંદાં / ગંદી)
જ. ગંદું
૧૪. નીચેનો ફ્કરો વાંચો અને અનુલેખન કરોઃ
કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો.તેઓ હળવી કસરત કરતા હતા. કાગડાને અચાનક ચક્કર આવ્યા. સસલાએ તેને કડવી દવા આપી. કાગડાએ તો મોં બગાડ્યું એટલે સસલાએ તેને ગળ્યા લાડવા જમાડયા અને સસલાએ લાલ ગાજરની મજા માણી પછી બંને ધેર પાછા ફર્યા.
૧૫. ઉપરોકત ફકરામાં આપેલા ઉદાહરણ પ્રમાણેના શબ્દો શોધો અને લખો.
(૧) સફેદ સસલું
(૨) હળવી ક્સરત
(૩) કડવી દવા
(૪) ગળ્યા લાડવા
(૫) લાલ ગાજર
ઉદાહરણ : મારા ઘરે ગાય છે. –
જ. મારા ઘરે સફેદ ગાય છે.
(૧) આકાશમાં પક્ષી ઉડે છે.
જ. આકાશમાં ત્રણ પક્ષીઓ ઉડે છે.
(૨) સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો.
જ. સુરેન્દ્રએ પીળો પતંગ ચગાવ્યો.
(૩) દાદીમાએ લાડવા વહેચ્યા.
જ. દાદીમાએ સાકરના લાડુ વહેચ્યા.
(૪) મીના અને રેણુકાએ રંગોળી પૂરી.
જ. મીના અને રેણુકાએ સુંદર રંગોળી પૂરી.
(પ) ૨જત પરીક્ષામાં પાસ થયો.
જ. રજત પરીક્ષામાં સારા ગુણથી પાસ થયો.
(૬) બગીચામાં ફૂલો ખીલ્યાં છે.
જ. બગીચામાં સુગંધીદાર ફૂલો ખીલ્યાં છે.
(૭) દાદાજીએ વાર્તા કહી.
જ. દાદાજીએ સરસ વાર્તા કહી.
(૮) મમ્મીએ ભોજન બનાવ્યું.
જ. મમ્મીએ મસાલેદાર ભોજન બનાવ્યું.
(૯) પાંડવો વનમાં જવા લાગ્યા.
જ. પાંચ પાંડવો વનમાં જવા લાગ્યાં.
(૧૦) બિનાએ બિલ્લી પાળી છે.
જ. બિનાએ ધોળી બિલ્લી પાળી છે.
૧૭. પાકપપુસ્તકમાં આપેલ લપલપિયો કાચબો’ ગીત ગાઓ.
(૧) કાચબાનું નામ અને અટક શું હતી? સાચો વિકલ્પ✓ કરો.
[ ]મોન્ટી , બકબક્રિયા
[✓] ટટ્યું, લપલપિયા
[ ]બમ્યુ, કચકચિયા
[ ] પિન્ટુ, બડબડીયા
(૨) કાચબો આખો દિવસ પાણીમાં પડ્યો રહીને સૂઈ રહે તો હતો.(✓ કે×)
જ. [×]
(૩) ખાલી જગ્યા પૂરી પંક્તિઓ પૂરી કરો.
એક સવારે સાવ નિરાંતે- બેઠો ટટયું પાળે,
પીઠ ઉપરથી- લપસે ટીપાં- લીસા લીસા ઢાળે,
(૪) આકાશેથી તળાવકાંઠે કોની ટોળી ઉતરી ? સાચો વિકલ્પ✓ કરો.
[ ] કાગડાઓની
[ ] કબૂતરોની
[ ] બગલાઓની
[✓] હંસોની
(૫) હંસોએ કાચબા સાથે દોસ્તી કરી નહીં.(✓ કે×)
જ. [×]
(૬) કાચબાને માનસરોવર લઈ જતાં પહેલાં હસે કઈ શરત મૂકી?
જ. કાચબાને માનસરોવર લઈ જતાં પહેલાં હંસોએ શરત મૂકી કે,’ મૂગા રહેવું . જરાપણ બોલવું નહીં. ”
(૭) હંસોએ કાચબાને કેવી રીતે ઉડાડવાનું વિચાર્યું?ક્યો ઉપાય બતાવ્યો.?
જ. હંસો એક મોટી લાકડી લઈ આવ્યા. લાકડીને બંને છેડેથી હંસોએ પકડી અને વચ્ચેથી કાચબાને પકડવાનું કહ્યું .પછી તેઓ કાચબાને લઈને લાકડીની મદદથી ઉડશે. આમ, હંસોએ કાચબાને ઉડાડવાનો આ ઉપાય કર્યો.
(૮) માનસરોવરમાં જવા માટે કાચબાએ શું-શું ખરીધું?
જ. માન સરોવરમાં જવા માટે કાચબાએ ઘણી બધી વસ્તુઓ અને ખારી શિંગ ખરીદી.
(૯) હંસોએ કાચબાને ક્યું ગાણું ગોખાવ્યું ?
જ. હંસોએ કાચબાને મૂંગા રહેવાનું ગાણું ગોખાવ્યું.
(૧૦) કાચબાને આકાશમાં ઉડતાં કોણ – કોણ જુએ છે.?
જ. કાચબાને આકાશમાં ઉઠતાં મગર, માછલાં , દેડકાં, અને દરવાજા ખોલીને સૌ જુએ છે.
(૧૧) ફુલાઈ જઈને ટપ્યુભાઈ સૌનો શું બોલ્યા સાચો વિકલ ✓ કરો.
[ ] આવજો…..
[ ] ફરી મળીશું……
[✓] બાય,બાય, ટાટા
[ ] કેમ છો?
(૧૨) ટપ્પુભાઇના મોંમાંથી લાકડી શાથી છૂટી ગઇ?
જ. ટટ્યુલાઇના મોંમાંથી લાકડી છૂટી ગઈ., કારણ કે નીચે ઉભેલા લોકોને જોઈને ટટપુભાઈ મૂંગા રહેવાને બદલે બોલી ઊઠ્યા.
(૧૩) ટપ્યું કેવી રીતે બચી ગયો.?
જ. ટપ્યું કાચબાએ પોતાની સાથે એક પેરાશૂટ રાખ્યો હતો.જ્યારે તે બોલ્યો અને લાકડી મોંમાંથી છૂટી ગઈ ત્યારે તેણે પેરાશૂટ ખોલ્યો અને તેની મદદથી તે ધીમે ધીમે નીચે ઉતર્યો અને બચી ગયો.
(૧૪) હંસોને કઈ બાબતનો ધ્રાસ્કો પડ્યો?
જ. હંસોને ધ્રાસ્કો પડ્યો કે, કાચબાના મોં માંથી લાકડી છૂટી ગઈ છે. હવે તે નીચે પડશે અને પછડાઇને મરી જશે.
(૧૫) કાચબો શાના લીધે બચી ગયો.? સાચો વિકલ્પ✓ કરો.
[ ] હંસોના લીધે
[✓] પેરાશૂટને લીધે
(૧૬) બજારમાં જઈ કાચબાએ ખારી શિંગ અને કેટલીક વસ્તુઓની સાથે___ પણ ખરીધો.( છત્રી, પેરાશૂટ)
જ. પેરાશૂટ
(૧૭) જૂની વાર્તામાં…….✓ કરી વાકય પૂરું કરો.
[✓] કાચબાભાઈ મરી ગયા હતા.
[ ] કાચબાભાઈ બચી ગયા હતા.
[ ] કાચબાભાઈ પાણીમાં પડ્યા હતા.
[ ] કાચબાભાઈ ખોવાઈ ગયા હતા.
(૧૮) ટટપુભાઈતો આકાશેથી___ ની જેમ ઉતરતા.( પીંછાં, પંખી)
જ. પીંછીં
(૧૯) ટટપુભાઈ હવામાં પેરાશૂટની મદદથી__ કરી શકતા હતા.( ડાન્સિંગ , સ્વિમિંગ)
જ. સ્વિમિંગ
(૨૦) પંકિતઓ પૂર્ણ કરીઃ
નીચે ઉતરી ટટપુભાઇ તો- ગંગાજીમાં નાહ્યા.
ખાદ્યું – પીધું રાજ- કીધું ને મીઠા ગીતો ગાયાં.
૧૯. નીચેનાં વાક્યો વાંચો અને અનુલેખન કરોઃ
(૧) મિત્રો ભેગા મળી રાત-દી’ મજા કરતા.
(૨) સસલાનું બચ્ચું રૂની પૂણી જેવું ધોળું હતું.
(૩) મળ્યા એ પળથી ટટયુ અને રાજહંસને દોસ્તી થઈ ગઈ.
(૪) પ્રવાસમાં જવાનું હોવાથી મેં નવાં કપડાં, બૂટ અને નાસ્તાનું શોપિંગ કર્યું.
(૫) ઊંઘવા ટાણે ઊંઘ આવતી નથી.
(૬) અમે પ્રવાસે ગયા ત્યારે મમ્મી-પપ્પા અમને બાય-બાય કહેતાં હતાં.
(૭) પપ્પાએ પ્રોમિસ કર્યું કે તેને તેના જન્મ દિવસે નવી સાઇકલ લાવી આપશે.
(૮) તરતાં ન આવડતું હોય તેમણે સ્વિમિંગ-પૂલમાં તરતાં શીખવું જોઈએ.
(૯) ઓટલી ઉપર નાના બાબાને બેસાડી સંગીતાબહેન ઘરને તાળું મારવા ગયાં.
(૧૦) ગરમી લાગતી હોય તો પૂઠું વીંઝો,પવન આવશે.
ઉદાહરણઃ લપલપિયા-છબછબિયાં
પાળે- ઢાળે
ખોલ્યા- બોલ્યા
પીધું- કીધું
ધોળી-ટોળી
માથે – સાથે
પ્રોમિસ- ચોવીસ
જાશું ખાશું
મરશે-તરશે
ટાણું – ગાણું
મરતા- ઉતરતા
ધારી- સવારી
નાહ્યા-ગાયા
આવ્યું – ગોખાવ્યું
ર્પરાશૂટ- માથાકૂટ
ટ્પ્યુ-ગપ્યું
પાણી-વાણી
સાવ – તાવ
જોયેલું – ખોયેલું
વસ્તુ- સસ્તું
ઊડીએ-દોડીએ
લાકડી-પાઘડી[✓]
તળાવ-હરણ[ ]
ફરીને – ડરીને[✓]
દેડકાં-છોકરાં[ ]
ફુલાઈ- ધુલાઈ [✓]
શિંગ-રિંગ [✓]
૧. અદ્ધૈત અને પ્રતીક્ષા શું- શું બન્યાં હતાં?
જ. અદ્રૈત પતંગિયું અને પ્રતીક્ષા વંદો બની હતી.
જ. ઊડાઊડ
૩. પતંગિયું ફૂલની ગાદી પર બેસે ત્યારે_______સાચો વિકલ્પ ✓ કરો.
[ ] ખુરશી જેવું લાગે.
[✓] મલમલની ગાદી જેવું લાગે.
[ ] બેડ પર બેઠા હોય તેવું લાગે.
૪. ફૂલની ગાદી પર પતંગિયાએ શું કર્યું?
જ. ફૂલની ગાદી પર બેઠાં-બેઠાં પતંગિયાએ ધરાઇને જાતજાતના રસ પીધા.
૫. તડકાથી બચવા માટે પતંગિયાએ શું કર્યું? સાચો વિકલ્પ ✓ કરો.
[ ] ટોપી પહેરી.
[ ] છત્રી ઓઢી
[✓] ગોગલ્સ પહેર્યાં.
જ. ફૂલ
૭. પવનથી બચવા પતંગિયું પાંખડીને ચોંટી જ પડ્યું. (✓ કે × )
૮.પતંગિયું પડોશના બગીચામાં શા માટે પહોંચ્યું?
જ. પતંગિયું બીજાં ફૂલોનો રસ ચાખવા પડોશના બગીચામાં પહોંરયું.
૯.પતંગિયાને દરિયો લાગ્યું તે શું હશે?
જ. રસ્તામાં વચ્ચે પાણીનું મોટું ખાબોચિયું ભરેલું આવ્યું હશે. પતંગિયાને તેને જોઈને દરિયો લાગ્યો હશે.
૧૦.વંદો બનેલી પ્રતીક્ષાએ શું શું કહ્યું હશે? વિચારો અને લખો.
જ. વંદો બનેલી પ્રતીક્ષાએ કહ્યું હશે કે, ‘હું એક રસોડામાં ધૂસી.ત્યાં આન્ટી રસોઈ બનાવી રહ્યાં હતાં. લોટનો ડબ્બો ખૂલ્લો રહી ગયો હતો. હું લોટના ડબ્બામાં ધૂસી અને લોટ ખાવા લાગી.થોડીવાર બાદ આન્ટીએ લોટનો ડબ્બો ‘ફટાક’ કરતો બંધ કરી દીધો.હું અંદર પૂરાઇ ગઇ. હું પહેલાં તો ગભરાઈ ગઈ. પછી કોઈક લોટનો ડબો બોલેને હું બહાર તેની રાહ જોતી હું તેમાં બેસી રહી. છેક સાંજે રસોઈ કરવાના સમયે ફરીથી ડળો ખૂલ્યો. હું એકદમ ઝડપથી બહાર નીકળી ભાગવા લાગી, આન્ટી મને જોઈને બૂમ પાડી ઉઠ્યા, ‘વંદો …… વંદો ….. વંદો’ આન્ટીનો નાનો દીકરો મોન્ટી દોડતો આવ્યો.તેના હાથમાં સાવરણી હતી. તેણે સાવરણીથી મને પકડવાનો પ્રયત્ન કર્યો. હું ફટાફટ ભાગીને સંતાઈ ગઈ નળની પાઇપની પાછળ ખૂણામાં મારાં બચ્ચાં સાથે .’
૧૧. પતંગિયાએ માસ્ક શાથી પહેર્યું હશે?
જ. કોઈ ફૂલ પર દવા છાંટે અને જંતુનાશક દવાની અસર પોતાને થાય નહીં, તે માટે પતંગિયાએ માસ્ક પહેર્યું હશે.
૧૨. આપણે માસ્ક ક્યારે ક્યારે પહેરવું જોઈએ?
જ. જ્યારે ધૂળ કે ધુમાડો થતો હોય, જ્યારે રોગચાળો ફેલાયો હોય, જ્યારે તમે કોઈ રોગની અસરમાં આવી ગયા હોય ત્યારે માસ્ક પહેરવું જોઈએ.
૧૩. માસ્ક પહેરવાથી શું ફાયદો થાય છે? સાચા વિકલ્પ✓ કરો.
[✓] ધૂળ કે ધુમાડો શરીરમાં જતો અટકે છે.
[✓] વાતાવરણમાં ફેલાયેલાં રોગનાં જંતુઓ આપણા શરીરમાં પ્રવેશી શકતાં નથી.
[✓] એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ચેપજન્યરોગોનો ચેપ લાગતો નથી.
[ ] માસ્ક પહેરવાથી ચહેરાનો દેખાવ સારો લાગે છે.
૧૪. નીચેનાં દરેક જીવજંતુ વિશે એક -બે વાક્યો લખો:
(૧) અળસિયું : નાનકડું સાપોલિયા જેવું અળસિયું ચોમાસામાં જોવા મળે છે.
(૨) દેડકો : ચોમાસામાં દેડકો ચારે તરફ ડ્રાઉં ડ્રાંઉં કરે છે.
(૩) મંકોડો : મંકોડો કીડી કરતાં મોટા કદનો હોય છે અને દરમાં રહે છે.
(૪) કીડી : કીડીઓ સમૂહમાં સંપીને દરમાં રહે છે.
(૫) ફુદું : દીવાના પ્રકાશમાં ફુદાં આમ તેમ ઉડે છે.
૧૫. નીચેના ફકરામાં નકામો શબ્દ છેકી નાંખો અને ફરીથી વાંચોઃ
એક જંગલ હતું.તેમાં/ (તેની) એક સસલું રહેતું હતું. એક દિવસ એક ફતરો (તેને )/તેની પાછળ પડ્યો.ફતરાથી બચવા (તું)/ તે ખૂબ દોડ્યું. સસલું એટલું ઝડપથી દોડ્યું કે કૂતરું(તેના)/ તેને પકડી શક્યું નહીં. છેવટે, હાંફીને કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેણે /(તેને) કૂતરાને પૂછ્યું,” કેમ,(હું)/ તું આટલું સસલુંય પકડી ના શક્યો?” કૂતરું કહે, “(તું) / હું મારવા દોડતો હતો, તે/(હું) બચવા માટે દોડતું હતું.”
૧૬. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ
(૧) એક જંગલ હતું.__ એક મોટું તળાવ હતું.( તેનું/ તેમાં)
જ. તેમાં
(૨) ઝાડ પર વાંદરાં રહેતા હતાં.___ સરદારનું નામ મહાબલી હતું.( અમારા/ તેમના)
જ. તેમના
(૩) મીકી પાણી સુધી પહોંચ્યું__ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો.( તેને/ તેણે)
જ. તેણે
(૪) જગ્ગુએ માંડીને વાત કરી.___ વાત પૂરી થઈ ત્યાં સુધીમાં પાણી સ્થિર થઈ ગયું.( તેનું/ તેની)
જ. તેની
(૫) ‘પાણી માં જુઓ, ચાંદો ! બચાવો___ .( મને/ તેને)
જ. તેને
૧૭. નમૂના પ્રમાણેના પાંચ શબ્દો લખો :
નમૂના. : હરતી-ફરતી, ડરતાં-ડરતાં
જ. ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં,
ન્હાતાં -ધોતાં, જોતાં-જોતાં,. સૂતાં-સૂતાં,
૧૮. ‘ચકાચક, ખટાખટ…….’ આવા બીજા શબ્દો લખો.
જ. પડાપડ, ઘડાઘડ, શોધાશોધ , દોડાદોડ , ભાંગ ભાગ, હસાહસ, રડારડ.
૧૯. લીસું કે ખરબચડું ?: નવી નોટનું પાનું , ગાલ, ચોપડીનું પૂંઠું, રસોડાની ટાઇલ્સ, ઇંટ
જ. લીસું- નવી નોટનું પાનુ , ગાલ, રસોડાની ટાઇલ્સ
ખરબચડું- ચોપડીનું પૂંઠું, ઈંટ
૨૦. પોચું કે કઠણ ?: કાચુ પપૈયું, પાકું પપૈયું’, ગાલ, હથેળી, ઓશીકું ,. ઈટં , સાઇકલની ચાવી
પોચું- પાકું પપૈયું, ગાલ, હથેળી, ઓશીકું
કઠણ – કાચું પપૈયું, ઈંટ, સાઇકલની ચાવી.
૨૧. સુગંધવાળું કે દુર્ગંધવાળું ?: એંઠવાડ, દાળ, ધોયેલા વાળ, ધોયા વગરના વાળ, નહાવાનો સાબુ, ગટરનું પાણી, ગુલાબનું ફૂલ.
સુગંધવાળું- દાળ, ધોયેલા વાળ, નહાવાનો સાબુ, ગુલાબનું ફૂલ
દુર્ગધવાળું- એઠવાડ , ધોયા વગરના વાળ, ગટરનું પાણી
૨૪. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો :
બીલ્લી- બિલ્લી
માશી- માસી
ઉંચુ- ઊંચું
સુઢ- સૂંઢ
શીયાળ- શિયાળ
ઉડાઉડ- ઊડાઊડ
મીણીયા- મીણિયા
પેન્શીલ- પેન્સિલ
કીનારી- કિનારી
જાંબૂળી- જાંબુડી
હુપાહુપ- હૂપાહૂપ
પરીવાર- પરિવાર
પ્રતીબીબ- પ્રતિબિંબ
જીણવટ- ઝીણવટ
સોપિંગ- શોપિંગ
પેરાસુટ- પેરાશૂટ
સ્વીમીંગ-સ્વિમિંગ’
લુરચું- કપટી
છલાંગ- કૂદકો
વાંદરો- વાનર
ચાંદો- ચંદ્ર
પ્રતિબિંબ- પડછાયો
પાણી- જળ
આકાશ- આભ
દોસ્તી- ભાઈબંધી
ગાણું- ગીત
ટાણું- સમય
પાળ- કિનાર
ઊંચું× નીચું
લુચ્ચું× ભોળું
આકાશ× ધરતી
દોસ્તી× દુશ્મની
જાડા× પાતળા
આગળ× પાછળ
બેરંગ× રંગીન
મોટું× નાનું
તોફાની× શાંત
દિવસ× રાત
ઊંઘવું×જાગવું
પ્રકાશ× અંધકાર
બહાદુર× કાયર
સાચ્ચા× જૂઠાં
ઊંધું× ચતું