પ્રશ્નો ૧ ગીત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(૧) બાળકને કોને જોઇને ઉડવાનું મન થાય છે ? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો?
[✓]પંખીને
(૨) તો આભલે / આકાશે ઊડ્યા કરું, બસ ઊડ્યા કરું ? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
જ. આભલે
(૩) બાળકને બા કેટલા વાગે ખોળવા આવે છે? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[]બાર વાગે
(૪) બાળકને બા શા માટે ખોળવા લાગી હશે?
જ. બાળકને શાળાએ જવાનો સમય થયો હશે એટલે બા ખોળવા લાગી હશે.
(૫) બાળક ઊડતાં ઊડતાં ક્યાં જવા માગે છે ?
જ. બાળક ઉડતાં ઉડતાં ડુંગરાની ટોચ પર જવા માગે છે.
(૬) બાળકની ડુંગળીને ટોચે રહીને બા અને બાપુ કેવાં લાગે છે ?
[✓] ઢીંગલી – ઢીંગલી જેવાં
(૭) બા અને બાપુજી બાળકને નાના ઢીંગલી ઢીંગલા જેવા કેમ લાગે છે?
જ. બા પંખીની જેમ ઉડીને ખૂબ ઊંચા ડુંગર પર જઈ પહોંચે છે ખૂબ ઊંચે થી જોતા નીચે ની વસ્તુ નાની લાગે છે તેથી બાળકને બા અને બાપુજી નાના ઢીંગલી ઢીંગલા જેવા લાગે છે.
(૮)કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો :
(૧)પેલા પંખીને_____
_____બસ ઊડ્યા કરું.
જ. જોઇ મને થાય.
(૨)પેલા ડુંગરા ટોચે_____
____બાપુ ઢીંગલા જેવા !
જ. મારી પાંખ જઈ પહોંચે !
બા ઢીંગલી જેવાં !
પ્રશ્નો ૨ પાઠ્યપુસ્તક ની વાર્તા વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો:
(૧) ઠંડી કેવી હતી? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[] કડકડતી
(૨) ગુલાબી ઠંડી હતી. તેનો અર્થ શું ?સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[] ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી.
[✓] મઝા પડે તેવી ઠંડી હતી.
[] ખૂબ વધારે ઠંડી હતી.
[] ખાસ ઠંડી ન હતી.
(૩)પવન ધીમે ધીમે વાતો હતો.
(૪)કૂકડો ___ કરતો હતો. (કુહૂકુહૂ, કૂકડેકૂક)
જ. કૂકડેકૂક.
(૬) “આપણે સારાં સારાં કપડાં પહેરી ફરવા જઇએ ને ગમ્મત કરીએ.” આ વાક્ય કોણ બોલે છે ?
જ. એક વાંદળું બોલે છે.
(૭) વાંદળાંએ કેવા કેવા રંગનાં કપડાં પહેર્યાં ?
જ. વાંદળાંએ રાતાં, પીળાં, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા.
(૮) દીવો કોણે પ્રગટાવ્યો? સાચો વિકલ્પ પસંદ કરી ✓કરો:
[]નાના વાદળાએ
(૯) વાંદળોએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા?
જ. વાંદળોએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો સૂર્યોદય થયો એમ કહેવા લાગ્યા.
(૧૦) સૂયાૅદય થયો. સાચા અથૅવાળું વાક્ય શોધીને ✓ કરો.
[] સૂર્યને લોકોની દયા આવતી હશે.
[] સૂર્ય અને ઉદયનો ઝગડો થયો હશે.
[✓] સુર્ય ઊગ્યો હશે.
[] સૂર્ય અને ઉદય સાથે આવ્યા.
(૧૧) દીવાની જ્યોત માટી થઈ એટલે કેટલાંક વાંદળો….(✓ કરી વાક્ય પૂર્ણ કરો)
[] દૂર જવા લાગ્યાં.
(૧૨) વાંદળોએ દિવાની મોટી થયેલી જ્યોતની ફરિયાદ કરી ત્યારે મોટા વાંદળાએ શું કહ્યું ?
જ. વાંદળોએ દીવાની મોટી થયેલી જ્યોત ની ફરિયાદ કરી ત્યારે મોટા વાંદળાએ કહ્યું બધા વાંદળો ભેગાં થઈ જુઓ અને દિવાને કહી દો કે એના એકલાનું અહીં રાજ નથી.
(૧૩) વાદળાં એક પહાડની પાછળ જઈને બેઠાં. (✓ કે ×) વાક્ય ખોટું હોય તો સુધારીને ફરીથી લખો.[×]
જ. વાદળાં એક પહાડ જેવા મોટા કાળા વાદળાની પાછળ જ તે બેઠાં.
(૧૪)વાદળાં કોની પાછળ જઈને બેઠાં ? એક શબ્દ માં જવાબ આપો.
જ. એક મોટા વાદળાની પાછળ.
(૧૫) લોકો કહેવા લાગ્યા કે___ઘેરાવા લાગ્યું.(મેદાન, આકાશ)
જ. આકાશ
(૧૬) દિવાનો તેજ પુરું ઢંકાયું નહિ ત્યારે મોટું વાંદળૂં કોને મદદ માટે બોલાવે છે?
[] વરસાદને
(૧૭) પવનને દીવાને ઓલવવા માટે શું કર્યું ?
જ. પવનન દીવાને ઓલવવા માટે વાવાઝોડા સ્વરૂપે ફુંકાયો.
(૧૮) પવને પોતાનું કામ શરૂ કર્યું ત્યારે ધરતી પર શું આવ્યું? એક શબ્દમાં જવાબ આપો.
જ. વાવાઝોડું
(૧૯) વાદળાં પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યાં. સાચો અથૅવાળું વાક્ય શોધીને ✓ કરો.
[✓] પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતાં હતા.
[] વાદળાં દોડતાં હતાં.
[] પવન ની ગાડી ઝડપથી ચાલતી હતી.
[] વાદળાં પવનની ગાડી લઈને ભાગી ગયાં.
(૨૦) આકાશમાં દોડાદોડી, પડાપડી ને ધમાચકડી થઈ ગઈ.(✓ કે ×)
જ. [✓]
(૨૧) ધોળાં, પીળાં ને બીજાં નાનાં વાંદળાંને મોટા વાદળે પોતાની ઓથે લઈ લીધાં.
[] દીવો ક્યાંક ચાલ્યો ગયો.
[] દીવો ઓલવાઈ ગયો.
[✓] એક મોટા કાળા વાદળાની પાછળ દીવો દેખાતો બંધ થઈ ગયો.
[] દીવાને વાદળાંએ ભેગા મળીને ઓલવી નાખ્યો.
(૨૩) પોતાની જીદથી__ની આંખો ચમકવા લાગી. (પવન,વાંદળાં)
જ. વાદળાં
(૨૪) નીચેના લોકો શાથી કહેવા લાગ્યા કે વીજળી ઝબુકવા લાગી ?
જ. પોતાની જીતથી વાદળાંને આખો ચમકવા લાગી આ જોઈને નીચેના લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબૂકવા લાગી.
(૨૫) એકબીજાની સામે આંખો ચમકાવતાં વાંદળો શું કરવા લાગ્યાં ?
જ. એકબીજાની સામે આંખો ચમકાવતાં વાંદળાં દિવાની સામે જોરથી ખડખડાટ હસવા લાગ્યાં.
(૨૬) વાદળાં બડબડાટ હસવા લાગ્યાં.(✓કે ×) વાક્ય ખોટું હોય તો સુધારીને ફરીથી લખો.[×]
જ. વાંદળા ખડખડાટ હસવા લાગ્યાં.
(૨૭) નીચેના લોકો ને એમ શાથી લાગ્યું કે આકાશ ગાજવા લાગ્યું ?
જ. એકબીજાની સામે આંખો ચમકાવતાં વાદળાં દીવાની સામે જોરથી ખડખડાટ હસવા લાગ્યાં. આ હસવાનો ખડખડાટ સાંભળી નીચેના લોકોને લાગ્યું કે આકાશ ગાજવા લાગ્યું.
(૨૮) નીચેના લોકો ક્યારે કહેવા લાગ્યા કે, ‘વરસાદ વરસવાં માંડ્યો’ ?
જ. મોટી જીતના આનંદમાં વાદળાં એટલું હસ્યાં, એટલું હસ્યાં કે એમની આંખો માંથી આનંદની ધારાઓ વહેવા લાગી. આ ધારાઓ જોઈને નીચેના લોકો કહેવા લાગ્યા કે ‘વરસાદ વરસવા માંડ્યો. ‘
(૨૯) પછી હરીફરી, ગમ્મત કરી, બધાં વાદળાં પોતપોતાને ઘેર ચાલ્યાં ગયાં. (✓ કે×)
જ. [✓]
(30) “વરસાદ હવે બંધ થઈ ગયો.” આ વાક્ય કોણ બોલે છે?
જ. ધરતી પરના લોકો
(૩૧) ધરતી પર લોકોને ક્યારે કહેવા લાગ્યા કે “વરસાદ હવે બંધ થઇ ગયો”?
જ. હરીફરીને, ગમ્મત કરીને, બધાં વાદળાં પોતપોતાને ઘેર ચાલ્યાં ગયાં. ત્યારે ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે, “વરસાદ હવે બંધ થઈ ગયો.”
(૩૨) સૂર્ય ઊગે ત્યારે આકાશ અને ધરતી પર શું થાય?
જ. સૂર્ય ઊગે ત્યારે આકાશમાં ચારે તરફ અજવાળું ફેલાઇ જાય છે. ધરતી પર પણ બધે પ્રકાશ ફેલાઈ જાય છે. ધરતી પર વૃક્ષો….. વનસ્પતિ… માણસો….. નદી….સાગર… પર્વત…મેદાન….એમ બધાં સૂર્યના તેજથી જાણે જીવંત બની જાય છે. સૂર્યની ઊર્જા સૌમાં શક્તિ પ્રેરે છે અને સૌ પોતપોતાના કામમાં લાગી જાય છે.
(૩૩) પવન જોરથી ફુંકાય ત્યારે શું શું ઊડે છે?
જ. પવન જોરથી ફુંકાય ત્યારે ધૂળ, પાંદડાં, ઝાડ, ઘરનાં છાપરાં, ઘરનો કેટલોક સામાન, કપડાં વગેરે ઊડે છે.
[૫] વાદળો ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગાં થઈ ગયાં.
[૭] વાદળાંની આંખો ચમકવા લાગી.
[૩] કૂકડો ફૂકડેકૂક કરતો હતો.
[૬] વાદળાં આકાશમાં દોડવા લાગ્યાં.
[૧] સવાર થઈ.
[ર] ગુલાબી ઠંડી હતી.
[૯] વરસાદ હવે બંધ થઈ ગયો.
[૧૦] વાદળાં પોતપોતના ઘેર ચાલ્યાં ગયાં.
(૧) વાદળાંના હાથીએ સૂંઢથી મોટા ફૂંફાડા માર્યા.
જવાબ : વાવાઝોડું આવ્યું હોય તેવું લાગે.
(૨) આકાશમાં મોટી ટ્યુબલાઈટ થઈ.
જવાબ : વીજળી થાય તેવું લાગે.
(૩) ગુસ્સે થઈ વાદળાં ઝઘડ્યાં.
જવાબ : વાવાઝોડું આવ્યું હોય તેવું લાગે.
(૪) વાદળાં એ દિવાળી ઊજવી.
જવાબ : વીજળી ચમકી હોય તેવું લાગે.
(૫) આખી ધરતી પર ફેલાઈ એવડો ફુવારો છોડ્યો.
જવાબ : વરસાદ આવ્યો હોય તેવું લાગે.
(૬) એક વિશાળ કાર્યની આગિયાઓએ બરણીમાં મિટિંગ કરી.
જવાબ : વીજળી ચમકી હોય તેવું લાગે.
(૭) ઉપર કોઈ મોટો નળ ચાલુ કર્યો.
જવાબ : વરસાદ આવ્યો હોય તેવું લાગે.
(૮) આકાશની પરીઓએ વાળ ધોયા.
જવાબ : વરસાદ આવ્યો હોય તેવું લાગે.
પ્રશ્નો ૫. પાઠ્ય પુસ્તકમાં આપેલા ફકરા ના આધારે કૌંસમાં આપેલા શબ્દ પરથી ખાલી જગ્યા પૂરો અને માટેથી વાંચો.
(ક્યાંથી, મેહુલ, સ્મિત, રમવાનું, અજવાળું, વરસાદ, વાગતું, પાંદડાં, જમીન, અવાજ, નળિયાં, ખનખન, સળિયા, ટપટપ , ઝાંઝર)
નાનકડો__________વરસાદ સાથે વાતો કરે છે: ‘વરસાદભાઈ, ઓ વરસાદભાઈ! થોડીવાર________ અટકાવીને મારી વાત સાંભળો ને ! કેમ છો તમે? આ બધા કહે છે કે________ પડે છે. તે હેં! તમને______ નથી? હું પડું તો તો ખૂબ વાગે! તમે_______ પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે. તમે તો જાતજાતના___ ______કાઢો શકો છો._______ પર પડો ત્યારે જુદો અવાજ…. પતરાં પર પડો ત્યારે________ જેવો, જાણે________ નો અવાજ અને પાણીમાં પડો ત્યારે તો _______…તમને બારીના_______ પર અને ઝાડનાં_________પર ઝૂલતાં મેં જોયા છે.સૂરજદાદાનું&________તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત _________ કરો છો. અરછા ! પણ એ તો કહો તમે _______ આવો છો ? તમે મને ક્યાં લઇ જશો ?’
પ્રશ્નો ૬. નીચેના વાક્યો નું લેખન કરો.
(૧) મને ગીત ગાવાનું મજા પડી
જવાબ : છે.
(૨) અમે રોજ સાંજે બગીચામાં ફરવા
જવાબ : નથી
(૩) ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી
જવાબ :નથી
(૪) બધાં વાદળાં પાણી ભરીને આવ્યાં
જવાબ : છે
(૫) મારે એરોપ્લેન માં બેસી દિલ્હી જવું છે
જવાબ : છે
(૬) કુટુંબ કુતુબમિનાર જોવા દિલ્હી પહોંચી
જવાબ : છે
(૭) અમદાવાદમાં કાંકરિયા તળાવ
જવાબ : નથી
(૮) બાળકો ! ધમાલમસ્તી કરશો નહીં
જવાબ : છે
(૯) હું અને ભાઈ ટીવી
જવાબ : નથી
(૧૦) મારું નામ કલરવ નથી
જવાબ : નથી
પ્રશ્નો ૮. નીચેનાં શબ્દ સમૂહો માં ખૂટતા શબ્દો મૂકી વાક્ય બનાવો અને પૂર્ણ વિરામ મૂકો:
(૧) સંતાકૂકડી રમવાની
જવાબ : મજા પડી.
જવાબ : આપ.
(૩) મને શાળાએ જવું
જવાબ : ગમે છે.
(૪) આજે વરસાદ ખૂબ
જવાબ : પડશે.
(૫) સૂરજ દિવસે
જવાબ : અજવાળું આપે.
પ્રશ્નો ૯ વાક્યમાં આડા-અવળા થઈ ગયેલા શબ્દોને ગોઠવીને વાક્ય બનાવીને લખો.
(૧) ચકલી બેઠી ઝાડ પર છે
જવાબ : ચકલી ઝાડ પર બેઠી છે.
(૨) મેદાનમાં મીકી છે દોડે
જવાબ : મેદાનમાં મીકી દોડે છે.
(૩) ઠંડી આઈસ્ક્રીમ લાગે ઠંડી
જવાબ : આઈસ્ક્રીમ ઠંડી ઠંડી લાગે.
(૪) હું બહેન અને બેઠાં જમવા
જવાબ : હું અને બહેન જમવા બેઠાં.
(૫) દાદી કહે વાત છે મજાની
જવાબ : દાદી મજાની વાર્તા કહે છે.
(૬) નહિ મોડા સવારે ઊઠો
જવાબ : સવારે મોડા ઊઠી નહીં.
પ્રશ્નો ૧૦. આપેલા શબ્દોનો ઉપયોગ કરી તેમને મનપસંદ ચાર વાકયો લખો.
(દેડકો, મોર, કાદવ, મેઘધનુષ)
(૧) દેડકો
(૨) મોર
(૩) કાદવ
(૪) મેઘધનુષ
પ્રશ્નો ૧૧. ગીત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(૧) ધરતી પર કોણ આવ્યું છે? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[]છોરાં
(૨) વરસતો વરસાદ જોઈને બાળકોને શું મન થાય છે ?
જવાબ : વરસતો વરસાદ જોઈને બાળકોને થાય છે કે તે દોડી દોડીને આંગણામાં પહોંચી જાય. વરસતા વરસાદનાં નાનાં નાનાં ફોરાં ને હાથમાં ઝીલે અને ખોબામાં ભેગા કરીને લઈ આવે.
(૩) વરસાદના ફોરાં નાનાં નાનાં છે.(✓ કે ×)
જવાબ : [✓]
(૪) વરસાદ આવે ત્યારે કેવો કેવો અવાજ આવે છે?
જવાબ : વરસાદ કોઈના છાપરાના પતરા પર પડતો હોય તો તેનો અવાજ ખનખન એવો આવે પાણીમાં પડે ટપટપ અવાજ આવે પાકા મકાનની છત પર પડે તો અલગ અવાજ મેદાનમાં પડે તો અલગ અવાજ આવે એમ જુદી જુદી જગ્યાએ વરસાદ પડવાનો જુદો જુદો અવાજ આવે છે.
(૫) વરસાદના આવવા અને જવા બાબતે બાળકને શો પ્રશ્ન થાય છે ?
જવાબ : બાળકને વરસાદના આવવા અને જવાબ અને પ્રશ્ન થાય છે કે તે કયા દેશ થી આવતો હશે અને ક્યાં દેશે જશે.
(૬) વરસાદના ટીપા વરસતાં વરસતાં આવ્યા છે.
[] ઝળહળ ઝળહળ કરતાં આવે છે.
[] નાચતાં કૂદતાં આવે છે.
[✓] રિમઝિમ રિમઝિમ કરતાં આવે છે.
[] દોડી દોડી આવી છે.
(૮) વરસાદના ફોરાં હસતાં હસતાં આવે છે.
જવાબ : બાળક
પ્રશ્નો ૧૩ શિક્ષક ગવડાવે તેમ નીચેની પંક્તિઓ ઝીલો અને લખો.
(૧) થાય મને કે દોડી-દોડી,
આંગણમાં જઈ આવું હું.
સાવ ટબુકલાં એ ફોરાં ને,
ખોબામાં લઈ આવું હું.
કોણ તને બોલાવે છે?
અલકમલકથી આવી પાછું .
અલકમલક તું જાવે છે.
પ્રશ્નો ૧૪. નીચેના શબ્દો વાંચો અને લખો.
અલકમલક -……………
ગરમગરમ , ભમભમ, હણહણ, ધબધબ.
(૧) મેં તળાવમાં ચાર બતક જોયાં.
જવાબ : વધુ
(૨) વાંદરાને કેળાં ભાવે છે.
જવાબ : વધુ
(૩) પાણીમાં બળક તરતું હતું.
જવાબ : એક
(૪) ઝાડ પર વાંદરો બેઠો છે.
જવાબ : એક
(પ) ગામમાં ઘણાં ઢોર હોય છે.
જવાબ : વધુ
(૬) નિશાળમાં એક મેદાન છે.
જવાબ : એક
(૭) બગીચામાં ઘણાં ફૂલો છે.
જવાબ : વધુ
(૮) ઝાડ પર પંખીઓ બેઠાં છે.
જવાબ : વધુ
(૯) પાયલટ વિમાન ચલાવે છે.
જવાબ : એક
(૧૦) વર્ગમાં વિયાથીઓ ભણી રહ્યા છે.
જવાબ : વધુ
પ્રશ્નો ૧૭. આપેલા ચિત્રો જુઓ અને ઉદાહરણ પ્રમાણે શબ્દો લખો.
દડો, દડા, ફુગ્ગો, ફુગ્ગા, છોકરો, છોકરા, ફૂલ, ફૂલો, કબૂતર, કબૂતરો, દેડકો, દેડકા, ઈંડું, ઈંડાં, તારો, તારા,ભમરડો, ભમરડાં, પતંગ, પતંગો
પ્રશ્નો ૧૮ ચિત્ર પ્રમાણે સાચું વાક્યમાં ✓ કરો.
(૧) અહીં બે માટલું છે.
અહીં બે માટલાં છે.[✓]
(૨) અહીં ત્રણ ચકલીઓ છે.[✓]
અહીં ત્રણ ચકલી છે.
(૩) ચાર વાંદરા છે.[✓]
ચાર વાંદરું છે.
(૪) પાંચ પતંગો છે.[✓]
પાંચ પતંગ છે.
(પ) મારા પપ્પાએ મને ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું.
મારા પપ્પાએ મને ગમતું પુસ્તક ભેટમાં આપ્યું.[✓]
(૬) રાઘવે બગીચામાં ફૂલો જોયું.
રાઘવે બગીચામાં ફૂલો જોયાં [✓]
(૭) મેળામાં ઘણા માણસો હતું.
મેળામાં ઘણા માણસો હતાં. [✓]
(૮) ઘરમાં છોકરું રડતું હતું.[✓]
ઘરમાં છોકરું રડતાં હતાં.
(૯) મમ્મીએ મોન્ટુને રમકડાં આપ્યું.
મમ્મીએ મોન્ટુને રમકડું આપ્યું. [✓]
પ્રશ્નો ૧૯ સૃજન અને પ્રધોત દ્રારા રચાયેલી વાતાૅ વાંચો.
(ચોમાસામાં, પૂર, છલકાવા, પાણી, મગર, ફિકર, પહાડ, કાનખજૂરા, વીંછીઓ, કૌતુક , દશ્ય, જીવજંતુઓ, કાબર બહેન, મંકોડો, વાતોડિયણ, કીડી, દર, ક્લબલ, બોલકી , કાબર, માળા, હીંચકા, વડલો, નદી )
મગરની પીઠ પર સવારી કરનાર __________ને જે મઝા પડી છે મઝા પડી છે કે ના પૂછો વાત!
જવાબ : નદી, વડલો, હીંચકા,માળા, કાબર, બોલકી , કલબલ,દર, કીડી, વાતોડિયણ, મંકોડો, કાબર બહેન, આકાશ, ચોમાસા, પૂર, છલકાવા, પાણી, મગર, ફિકર, પહાડ, કાનખજૂરા, વીંછીઓ, કૌલુક, દશ્ય, જીવજંતુઓ.
પ્રશ્નો ૨૧ વાર્તાના આધારે નીચેના પ્રશ્રોના જવાબ આપો :
(૧) સૃજન અને પ્રધોત બંને… ✓ કરો અને વાકય પૂર્ણ કરો.
[✓] પાકા ભાઈબંધ હતા.
[] સગા ભાઈઓ હતા.
[]એક વર્ગના વિધાર્થીઓ હતા.
[]જંગલમાં ફરનારા હતા.
(૨) સૃજન અને પ્રધોત બંને ભેગા થાય ત્યારે અવનવું વિચારે. (✓કે ×)
જવાબ : [✓]
(૩) સૃજન અને પ્રધોત બંનેએ શું વિચાર્યું?
જવાબ : સૃજન અને પ્રધોત બંનેએ વાર્તા બનાવવાનું વિચાર્યું.
(૪) સૃજન અને પ્રધોત બંનેએ વાર્તા કેવી રીતે બનાવવાનું વિચાર્યું?
જવાબ : વાર્તાનું એક વાકય સૃજન બોલે અને એના પછીનું પ્રધોત બોલે.બંને વાક્યો જોડવાની રમત રમતાં-રમતાં વાર્તા બની જાય.
(પ) નદીકિનારે ઘણાં__હતાં. (પ્રાણીઓ, ઝાડ)
જવાબ : ઝાડ
(૬) એક વિશાળ વડલો / આંબો હતો.
જવાબ : આંબો
(૭) વડની વડવાઈએ હીંચકા ખાવાની મજા પડે. (✓કે ×)
જવાબ : [✓]
(૮) કાબરનો માળો ક્યાં હતા?
જવાબ : કાબરનો માળો વડના ઝાડ પર હતો.
(૯) કાબર ક્લબલ કરીને…✓ કરો અને વાકય પૂર્ણ કરો.
[]બધાંને હેરાન કરે.
[✓]અન્ય કાબરોને બોલાવે.
[]ઝઘડો કરે.
[]તોફાન કરે.
(૧૦) કીડી અને મંકોડો ક્યાં રહેતાં હતાં?
જવાબ : કીડી અને મંકોડા વડલાની નીચે પાસપાસેના દરમાં રહેતાં હતાં.
(૧૧) કીડી ખૂબ શાંત સ્વભાવની હતી. (✓કે ×)
જવાબ : [×]
(૧૨) કીડી અને મંકોડો તથા કાબર કોની વાતો કરતાં ?
જવાબ : કીડી અને મંકોડો દરની વાત કરતાં તથા કાબર આકાશની વાતો કરતી.
(૧૩) એક વખત ચોમાસામાં શું થયું?
જવાબ : એક વખત ચોમાસામાં ખૂબ વરસાદ થયો. નદીઓમાં પૂર આવ્યું. કીડી અને મંકોડાના દરમાં પાણી પેસી ગયું.
(૧૪)પૂરના કારણે કાબરો…✓ કરો અને વાકય પૂર્ણ કરો.
[]ડૂબવા લાગી.
[]ઊડવા લાગી
[✓]કલબલાટ કરવા લાગી.
[]નાચવા લાગી.
(૧૫) કીડી-મંકોડાને બચાવવા મગર / કાચબો આવ્યો.
જવાબ : મગર
(૧૬) મગરે સૌને શું કહ્યું?
જવાબ : મગરે સૌને કહ્યું,“ફિકર ના કરો. ચાલો બધાં મારી પીઠ પર બેસી જાઓ. આપણે કોઈ ઊંચા પહાડ પર જતાં રહીએ.
(૧૭) કીડી-મંકોડા સાથે કોણ કોણ મગરની પીઠ પર બેસી ગયું.
[]સાપ-ઉંદરડા
(૧૮) ગામલોકોને શું કૌતુક લાગ્યું ?
જવાબ : તરતા જતા મગરની પીઠ પર કીડીઓ, મંકોડાઓ, કાનખજૂરા અને વીંછીએ આ બધાંએ જોઈને ગામ લોકોને કૌતુક થયું.
(૧૯) મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો… ✓ કરો અને વાકય પૂર્ણ કરો.
[✓]મઝા પડી ગઇ
(૨૦) આપેલ ફકરામાં એક હોય તેવા અને એક કરતાં વધુ હોય શબ્દો ઉદાહરણ પ્રમાણે લખો:
(૧) એક
જવાબ : નદી, વૃક્ષ, વડવાઇ, માળો.
(૨) એક કરતાં વધુ
જવાબ :નદીઓ, વૃક્ષો, વડવાઈઓ, માળાઓ.
(૩) એક
જવાબ : કાબર, કીડી, મગર, પક્ષી.
(૪) એક કરતાં વધુ
વિધા – …………..
સૃષ્ટિ – …………..
વિધુત – …………..
ઉદ્યમ – …………..
પદ્ય – …………..
સૃપ – …………..
ઉદ્યત – …………..
સૃજન – …………..
દશ્ય – …………..
આદ્ય – …………..
આસૃતિ – …………..
સૃંગાલ – …………..
દષ્ટિ – …………..
દઢતા – …………..
રુષ્ટાંત – …………..
ગદ્ય – …………..
સૃજન – …………..
સૃણી – …………..
પ્રશ્નો ૨૩. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
પંખી = …………..
બા = …………..
ગમ્મત = …………..
ફોરાં = …………..
વૃક્ષ = …………..
આભલું = …………..
બાપુ = …………..
આંખ = …………..
પગ = …………..
ભાઈબંધ = …………..
કૌતુક = …………..
ડુંગરો = …………..
છાનામાના = …………..
મદદ = …………..
ધરતી = …………..
સૂરજ = …………..
નદી = …………..
ઊંચા x …………..
ભાઈબંધ x …………..
સૂર્યોદય x …………..
મોટા x …………..
ધીમેથી x …………..
દેશ x …………..
નીચે x …………..
બહાર x …………..
સારાં x …………..
ભેગાં x …………..
કાળાં x …………..
હસવું x …………..
મોકલવું x …………..
ઠંડી x …………..
ધીમે x …………..
આકાશ x …………..
જીત x …………..
બંધ x …………..
આવવું x …………..
પ્રશ્નો ૨૫. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો.
ઘડીયાલ – …………..
સુયોદય – …………..
સુજન – …………..
કિડી – …………..
ઉંચું – …………..
ઢીંગલિ – …………..
વાવાજોડું – …………..
વીશાલ – …………..
વાતોળીયણ – …………..
કોતુક – …………..
કુકડેકુક – …………..
વિજડી – …………..
હિચંકો – …………..
કાનખંજૂરો – …………..
જીવજતું – …………..