EV503 પ્રાણીઓ. વનસ્પતિઓ અને મનુષ્યના પરસ્પરાવલંબન સંબંધો વર્ણવે છે. (જેમ કે કેટલાંક લોકો દ્વારા જીવનનિર્વાહ માટે પશુપાલન કરવું કે પ્રાણીઓ – પક્ષીઓ દ્વારા વનસ્પતિના બીજનો ફેલાવો થવો)
EV505 ભૂમિપ્રદેશો, આબોહવા, સંસાધનો (જેમકે ખોરાક, પાણી, રહેઠાણ, આજીવિકા) અને સાંસ્કૃતિક જીવન વચ્ચે જોડાણ સાધે છે. (મુશ્કેલભર્યા અને દુર્ગમ વિસ્તારોમાં લોકોનું જીવન જેવા કે ગરમ અને ઠંડા રણપ્રદેશો)
EV510 નકશામાં દર્શાવેલ ચિહ્ન દિશાઓ, વસ્તુની સ્થિતિ કે દર્શાવેલ સ્થળ/ મુલાકાત લીધેલ સ્થળોને નકશામાં ઓળખે છે તેમજ જુદાં જુદાં સ્થળોએથી અન્ય સ્થળની દિશાઓનું અનુમાન કરે છે.
EV511 સ્થાનિક બિન-ઉપયોગી સામગ્રીનો ઉપયોગ કરીને પોસ્ટર, ડિઝાઇન, મૉડેલ્સ, ચારિક વાનગીઓ, ચિત્રો તેમજ આસપાસના કે મુલાકાત લીધેલ સ્થળોના નકશા બનાવે છે. તે વિશે જોડકણાં, કવિતાઓ, સૂત્રો બનાવે છે અને પ્રવાસવર્ણનો નોંધે છે.
EV514 નકશામાં રાજ્યની વિગતો શોધી શકે છે અને તેની નોંધ કરે છે. (જેમ જોવાલાયક અને મહત્ત્વના સ્થળો, નદીઓ, ખેતી, ડુંગરો, લોકજીવન વગેરે)