ધોરણ : 8 વિષય : English
પાઠનું નામ:
– Unit – 3 What were you doings
અધ્યયન નિષ્પતિ :
– ચિત્રોની વિગતોની સરખામણી અને વર્ગીકરણ કરે.
– માહિતી મેળવવા માટે whose, how, which, what, where, when, how many જેવા પ્રશ્નો પૂછે અને જવાબ આપે.
– વાર્તાઓ સાંભળે અને ટૂંકમાં કહે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા શબ્દો, વાક્યો અને ૫રિચ્છેદનું મુકવાંચન અને મુખવાંચન કરે.
– પત્ર, ઇમેલ લખે અને તેનો જવાબ આપે
– ટેબલ, ગ્રાફ, નકશા, કાર્ડ, ફાર્મની માહિતી આ પ્રકારના બીજા સ્વરૂપોમાં રજૂ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 ચિત્રનું નિદર્શન કરી પ્રશ્નોના ઉત્તરો આપવા
– Activity – 2 ‘Vinu’ વાર્તાનું વાંચન
– ચિત્રોનું વર્ણન કરી વાકય બનાવો.
– Activity – 3 letter નું વાંચન
– Activity – 4 phrases નું વાંચન તથા letter માંથી phrases શોઘી લખવા.
– Activity – 5 ૫ત્રના આઘારે કોષ્ટક પૂર્તિ
– Activity – 6 Manisha ના ગઇકાલ તથા આજના કાર્યની સમીક્ષા તથા વાકય બનાવવા.
– Activity – 7 કોઇએક સ્થળની મુલાકાત અંગે મિત્રને ૫ત્ર લેખન.
શૈક્ષણિક સાધન :
– Text Book
– શિક્ષક આવૃત્તિ
– ચિત્ર
– ચાર્ટસ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકમાં આપેલ ચિત્ર (મેળાનું) વર્ણન કરાવીશ. તેના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે. પાઠય પુસ્તકમાં આપેલ ‘Vinu’ વાર્તાનું વાંચન કરાવીશ. આપેલ ચિત્રોના વર્ણન કરાવી વાકયો બનાવવા જણાવીશ. આપેલ letter નું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વારાફરતી letter નું વાંચન કરાવીશ. પાઠય પુસ્તકમાં આપેલ phrases લખવા જણાવીશ. આપેલ વાકયો ખરાં છે કે ખોટાં તે લખવા જણાવીશ. પત્રના આઘારે કોષ્ટક પૂર્ણ કરવા જણાવીશ. Activity -3 માં આપેલ સરખી વસ્તુઓ તથા અલગ વસ્તુઓની યાદી બનાવી paragraph બનાવવા જણાવીશ. Manisha ના આજના તથા ગઇકાલના કાર્યની સમીક્ષા કરાવીશ. તેને આાઘારે વાકય બનાવવા જણાવીશ. સ્થળની મુલાકાત અંગે મિત્રને ૫ત્ર લખવા જણાવીશ. આપેલ પ્રશ્નોને ઘ્યાનમાં રાખવા જણાવીશ. વિદ્યાર્થીઓ આપેલ વિષય ૫ર ૫ત્ર લેખન કરશે.
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– સ્પેલિંગો તૈયાર કરતાં જણાવીશ.
– વિદ્યાર્થી ગઇકાલ તથા આજ ના કાર્યની નોંઘ કરવા જણાવીશ.
– તમે જોયેલા કોઇ એક સ્થળનું વર્ણન કરી લાવવા જણાવીશ.