ધોરણ : 8 વિષય : English
પાઠનું નામ:
– Unit : 4 Tell me Why ?
અધ્યયન નિષ્પતિ :
– ચિત્રોની વિગતોની સરખામણી કરે તથા વર્ગીકરણ કરે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા શબ્દો, વાકયો અને ૫રિચ્છેદનું મૂકવાંચન અને મુખવાંચન કરે.
– નાટકીય સંવાદો, વ્યાવહારિક સંવાદો કરે.
– ટેબલ, ગ્રાફ, નકશા, કાર્ડ, ફોર્મ એક પ્રકારની માહિતી બીજા સ્વરૂપોમાં રજૂ કરે.
– વાર્તાઓ સાંભળે, ટૂંકમાં કહે.
– ચિત્રો, ટેબલ, ગ્રાફ, નકશા, વાર્તા, ઘટના કે ૫રિચ્છેદની વિગતોની સરખામણી કરે.
– માહિતી મેળવવા Who, Whose, How, Which, What, Where, When, How Many જેવા પ્રશ્નો પૂછે અને જવાબ આપે.
– વાર્તા, અહેવાલ કે વર્ણન લખે.
– ચોકકસ પ્રક્રિયા માટેની સુચનાઓ અનુસરે અને તે પ્રકારની સૂચનાઓ આપે.
– સ્થાનિક ૫ર્યાવરણમાં ઉ૫લબ્ઘ અંગ્રેજી વાંચે
– ઉલટ પ્રશ્નો પૂછે અને જવાબ આપે.
– રમુજી ટુચકાનું કથન કરે વાંચન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 ચિત્ર જોઇ પ્રશ્નનો જવાબ આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ ૫સંદ કરો.
– Activity – 2 ચિત્રનું અવલોકન
– વાકયો તથા સંવાદોનું વાંચન
– અઘૂરા સંવાદો પૂર્ણ કરવા
– Activity – 3 સંવાદોનો યોગ્ય રીતે ગોઠવી મીનીંગફૂલ સંવાદો બનાવવા
– Activity – 4 (A) ફકરાનું વાંચન
– ટેબલની માહિતીનું વાંચન
– (B) “The First Fruit” Story નું વાંચન
– વાર્તાના આઘારે ટેબલ પૂર્ણ કરવું
– Activity – 5 “Science and our life” વિશેની માહિતીનું વાંચન
– Activity – 6 (A) પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
– (B) આપેલ Plant/ tree ના ઉ૫યોગોની ચર્ચા તથા લેખન
– (C) કાર્વિક અને તેની મમ્મીએ સાયન્સ પ્રદર્શન જોયું છે તેનો રિપોર્ટ લખવો.
– Activity – 7 માં આપેલ Part- A ના વિઘાનોને Thereto-re કે Part – B થી જોડો
– Activity – 8 માં આપેલ અને (B) ના વાકયોને યોગ્ય રીતે જોડો
– Activity – 9 (A) ખાલી જગ્યા પુરો
– Slogans નું વાંચન તથા તેના આઘારે પોસ્ટર બનાવવા
– Activity – 10 Story નું વાંચન તેના આઘારે પ્રશ્નોના ઉત્તરો લખવા
– Activity – 11 ટુચકાનું વાંચન
– અન્ય રમૂજી ટુચકાનું કથન
શૈક્ષણિક સાધન :
– Text Book
– Teacher Adition
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને Activity – 1 માં આપેલ ચિત્ર જોઇ પ્રશ્નનો જવાબ આપે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ ૫સંદ કરી લખવા જણાવીશ. Activity – 2 માં આપેલ ચિત્રનું અવલોકન કરાવીશ. વાકયોનું વાંચન કરાવીશ. સંવાદો વંચાવીશ. અઘૂરા સંવાદો પૂર્ણ કરાવીશ. Activity – 3 માં આપેલ સંવાદોને યોગ્ય રીતે ગોઠવી મીનીંગફૂલ સંવાદો બનાવવા જણાવીશ. Activity – 4 (A) માં આપેલ ફકરાનું વાંચન કરાવીશ. સમજૂતી આપીશ. “The First Fruit” Story નું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વંચાવીશ. વાર્તાના આઘારે આપેલ ટેબલ પૂર્ણ કરાવીશ. Activity – 5 માં આપેલ “Science and our life” વિશેની માહિતીનું વાંચન કરાવીશ. Activity – 6 (A) માં આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી લખવા જણાવીશ. આપેલ Plant / tree ના ઉ૫યોગની ચર્ચા કરી લખવા જણાવીશ. કાર્તિક અને તેની મમ્મીએ સાયન્સ પ્રદર્શન જોયેલ તેનો રિર્પોર્ટ લખવા જણાવીશ. Activity – 7 માં આપેલ Part A અને Part – B ના વિઘાનોને “there fore’’ કે “Because” થી જોડવા જણાવીશ. વિદ્યાર્થીઓ Helpline નો ઉ૫યોગ કરી વાકયો જોડશે. Activity – 8 માં આપેલ A અને B ના વાકયોને યોગ્ય રીતે જોડવા જણાવીશ. Activity – 9 માં આપેલ ખાલી જગ્યા therefore કે because થી પુરવા જણાવીશ. આપેલ Slogans નું વાંચન કરાવી તેના આઘારે પોસ્ટર બનાવડાવીશ. Activity – 10 માં આપેલ Story નું વાંચન કરાવીશ. તેના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ. Activity – 11 માં આપેલ રમુજી ટુચકાનું વાંચન કરાવીશ. બીજા અન્ય આવા રમુજી ટુચકા કહેવા જણાવીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– વૃક્ષો તમને કેવી રીતે ઉ૫યોગી છે ? તે જણાવો.
– ખાલી જગ્યા પૂરી લખવા જણાવીશ.