ધોરણ : 8 વિષય : English
પાઠનું નામ:
– Unit – 4 Sun Tour
અધ્યયન નિષ્પતિ :
– વાર્તાઓ સાંભળે, ટૂંકમાં કહે.
– અર્થપૂર્ણ સંવાદ કરે.
– નાટકીય સંવાદો, વ્યવહારિક સંવાદો કરે.
– ભૌગોલિક વિગતો ઓળખે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા શબ્દો વાકયો અને ૫રિચ્છેદનું મૂકવાંચન અને મુખવાંચન કરે.
– ઘટના, પ્રસંગ, વ્યક્તિ, સ્થળ અંગે પોતાની લાગણીઓ રજૂ કરે.
– ઉચ્ચારના શબ્દો વચ્ચે સબંઘ તારવે.
– ઉલટ પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
– ઘટના, વાર્તા, વિગતો અને કાર્ય – કારણ સબંઘ તારવે.
– ચિત્રોની વિગતોની સરખામણી અને વર્ગીકરણ કરે.
– શબ્દો, શબ્દ સમુહો અને અન્ય માહિતી ૫રથી ૫રિચ્છેદ લખે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 ચિત્ર વાર્તાનું કથન
– Activity – 2 સંવાદોનું વાંચન તથા ભજવવા
– Activity – 3 સૂર્યની માહિતીનું વાંચન
– Activity – 4 solar Energy વિશે વાંચન
– જોડકાં જોડા
– ખરાં – ખોટાં વિઘાનો
– સરખા અર્થવાળા વાકયો શોઘવા
– Activity – 5 A અને B માં આપેલ ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરો.
– ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન બનાવવા
– Activity – 6 Have you been Unique ? ની રમત
– Activity – 7 Clues ને આઘારે વાકયો બનાવવા.
– બે કલાક ૫હેલાં ૫રીક્ષાની તૈયારી કરવી.
– Activity – 8 ચિત્રમાં Sun વિશે આપેલ શબ્દોના આઘારે વાકયો બનાવવા.
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– શિક્ષક આવૃતિ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠય પુસ્તકમાં આપેલ ચિત્ર વાર્તાનું કથન કરીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે. આપેલ સંવાદોનું વિરોઘીઓ પાસે વાંચન કરાવીશ. સંવાદો ર્ગમાં ભજવવા જણાવીશ. સૂર્ય વિશે આપેલ માહિતી વાંચવા જણાવીશ. વિદ્યાર્થીઓ તે વિશે વાંચી માહિતી જાણશે. Solar Engergy એકમનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વ્યક્તિગત વાંચન કરવા જણાવીશ. આપેલ વિઘાનો સાચાં છે કે ખોટાં તે એકમને આઘારે જણાવવા કહીશ. ખોટાં વિઘાનોની નીચે સાચો વિઘાનો લખવા જણાવીશ. આપેલ વાકયો વાંચવા જણાવીશ. એકમમાંથી સરખા અર્થવાળા બીજા વાકયો શોઘવા જણાવીશ. A અને B માં આપેલ વિઘાનો સાચાં બને તે રીતે A અને B ની ખાલી જગ્યા પુરાવીશ. Ali ને સોપેલા કાર્યોમાંથી કરેલા કાર્યોની સામે સાચાની તથા ન કરેલા કાર્યોની સામે ખોટાની નિશાની કરેલ છે. તેને આઘારે ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન બનાવવા જણાવીશ. Have you been unique ? ની રમત સમુહમાં રમાડીશ. વિદ્યાર્થીઓ પાસે જૂથમાં ૧૦ પ્રશ્નો બનાવવા જણાવીશ. અને મિત્રોને પૂછવા જણાવીશ. પાઠય પુસ્તકમાં આપેલ clues ને આઘારે વાકયો બનાવવા જણાવીશ. વિદ્યાર્થીઓ વાકય બનાવશે. વાર્ષિક ૫રીક્ષાના બે કલાક બાકી છે તે માટે કેવી રીતે તૈયારી કરી તે વિશે paragraph લખવા જણાવીશ. વિદ્યાર્થીઓ તે વિશે લખશે. Sun વિશે ચિત્રમાં આપેલા શબ્દોની મદદથી વાકયો બનાવવા જણાવીશ. તે ૫રથી Sun વિશે paragraph બનાવવા જણાવીશ. તે વિદ્યાર્થીઓ Sun વિશે લેખન કરશે.
મૂલ્યાંકન
– સૂર્ય વિશે માહિતી સંગ્રહ કરી લાવવા જણાવીશ.
– સ્પેલિંગ તૈયાર કરવા જણાવીશ.
– Sun વિશે ૧૦ વાકયો લખવા જણાવીશ.