ધોરણ : 8 વિષય : English
પાઠનું નામ:
Unit – 3 Ah ! Ouch !
અધ્યયન નિષ્પતિ :
– જોડકણાં, ગીતો, Action Songs, Rhymes ગાય અને તેને આગળ વઘારે.
– અર્થપૂર્ણ સંવાદ કરે.
– ચિત્રનું વર્ણન કરે.
– ઘટના, વાર્તા, પ્રક્રિયાની વિગતો તાર્કિક ક્રમમાં ગોઠવે.
– નાટકીય સંવાદો અને વ્યવહારિક સંવાદો કરે.
– માહિતી મેળવવા માટે, Whose, How, Which, What, Who, Where, When, How Many જેવા પ્રશ્નો
પૂછે અને જવાબ આપે.
– ઉલટ પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
– ટેબલની વિગતો, માહિતી આ પ્રકારશના બીજા સ્વરૂપોમાં રજૂ કરે.
– શબ્દકોશનો ઉપયોગ કરે.
– ચિત્રોની વિગતોની સરખામણી કરે.
– સ્થાનિક ૫ર્યાવરણમાં ઉ૫લબ્ઘ અંગ્રેજી જાણે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 નું ગાન
– Activity – 2 સંવાદોનું વાંચન
– Activity – 3 smiley ના ચિત્રોની નીચે તેના Proper word લખવા
– Activity – 4 (A) તથા (B) ના સંવાદો બનાવવા
– Activity – 5 ચિત્રો જોઇ વાર્તાને યોગ્ચ ક્રમમાં લખી ખાલી જગ્યા પૂરો
– Activity – 6 (A) વાર્તાનું વાંચન
– (B) વાર્તાના આઘારે વાકયો ખરાં છે કે ખોટાં તે જણાવો.
– (C) વાકયો કોણ બોલે છે અને કોણ સાંભળે છે તે જણાવો.
– આપેલ વિઘાનો માટે યોગ્ય વિકલ્પની સામે √ ની નિશાની કરો.
– (E) પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
– Activity – 7 (A) ફકરાના આઘારે પ્રશ્નોના જવાબ લખો.
– (B) વાકયો માટે યોગ્ય expressions ખાનામાંથી શોઘી લખો.
– Activity – 8 (A) આપેલ પ્રશ્નો માટે બોકસમાંથી યોગ્ય શબ્દ મૂકી પૂર્ણ કરો.
– (B) ચિત્રોને આઘારે How Much અને How Many થી પ્રશ્નો બનાવવા જણાવીશ. ઉત્તર લખવા
જણાવીશ.
– Activity – 9 આપેલ વાકયો વાંચો બોકસમાંથી યોગ્ય expressions શોઘી લખવા જણાવીશ.
– Activity – 10 (A) Alphabet માંથી Matot ના નામ બનાવવા
– (C) આપેલ Words માંથી બીજા Words બનાવવા
– Activity – 11 (A) ચિત્રનું અવલોકન અને તેના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો.
– (A) Project Work પીંછા શોઘી પીંછા ચોટાડી પીંછા પોથી બનાવવી.
– આપેલ ચોરસમાં વિવિઘ ૫ક્ષીઓના પીંછા દોરવા
શૈક્ષણિક સાધન :
– Text Book
– Teacher Adition
– પ્રવૃત્તિ માટે જરૂરી સાઘનો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ Activity – 1 ના Poem નું ગાન કરીશ. વિદ્યાર્થીઓ યોગ્ય હાવભાવ સાથે Poem નું ગાન કરશે. Activity – 2 માં આપેલ સંવાદોનું વિદ્યાર્થીઓ બે – બે ની જોડી બનાવી વાંચન કરાવીશ. Activity – 3 માં આપેલ Smiley ના ચિત્રોની નીચે તેના Proper Word શોઘી લખવા જણાવીશ. Activity – 4 (A) તથા (B) માં ના આપેલ સંવાદોનું વાંચન કરાવીશ. સંવાદોની નીચે આપેલ શબ્દોનો ઉ૫યોગ કરી નવા સંવાદો બનાવડાવીશ. Activity – 5 માં આપેલ ચિત્રનું અવલોકન કરાવીશ. વાર્તાના ચિત્રોને યોગ્ય ક્રમ આપી ખાલી જગ્યા પુરાવીશ. Activity – 6 (A) માં આપેલ Story “Two Boys in a Jungled” નું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ વાર્તાનું યોગ્ય હાવભાવ સાથે વાંચન કરશે. વાર્તાના આઘારે વાકયો ખરાં છે ખોટાં તે જણાવવા કહીશ. વાર્તાના આઘારે આપેલ વાકયો કોણ બોલે છે ? અને કોણ સાંભળે છે ? તે જણાવવા કહીશ. આપેલ વિઘાનો માટે યોગ્ય વિકલ્પની સામે √ ની નિશાની કરાવીશ. આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે. Activity – 7 (A) માં આપેલ ફકરાના આઘારે પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લખવા જણાવીશ. વાકયો માટે યોગ્ય expressions ખાનામાંથી શોઘી લખવા જણાવીશ. Activity – 8 (A) માં આપેલ પ્રશ્નો બોકસમાં આપેલ શબ્દોની મદદથી પૂર્ણ કરવા જણાવીશ. આઇસ્ક્રીમના ક૫ના ચિત્રનું અવલોકન કરાવી આપેલ પ્રશ્નોના જવાબ લખવા જણાવીશ. સોડાની બોટલ, પુસ્તકો, સફરજનના ચિત્રોને આઘારે How Many અને How Much થી પ્રશ્નો બનાવવા જણાવીશ. તેના ઉત્તરો લખવા જણાવીશ. Activity – 9 માંથી આપેલ વાકયોનું વાંચન કરાવીશ. તેની નીચે આપેલ બોકસમાંથી યોગ્ય Expression શોઘી લખવા જણાવીશ. Activity – 10 માં આપેલ Alphabet માંથી Month અને Birds ના નામ ખવા જણાવીશ. આપેલ Word માંથી બીજા Words બનાવવા જણાવીશ. Activity – 11 માં આપેલ ચિત્રનું અવલોકન કરાવી તેના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ. (B) માં આપેલ Project Word જૂથમાં કરાવીશ. પીંછામાંથી બનાવવા વિવિઘ ૫ક્ષીઓના પીંછા શોઘી લાવવા જણાવીશ અને તેને ચોટાડવા જણાવીશ. વિવિઘ પીંછા દોરવાની પ્રવૃત્તિ આપેલ ચોરસમાં કરાવીશ. વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમાં સહભાગીદાર બનશે. જૂથ કાર્ય કરશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– Poem કંઠસ્થ કરવા જણાવીશ.
– વાકયો ખરાં છે કે ખોટાં તે જણાવો.
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– Words તૈયાર કરવા જણાવીશ.
– વિવિઘ ૫ક્ષીઓનાં પીંછાં શોઘી લાવવા જણાવીશ.