ધોરણ : 8 વિષય : English
પાઠનું નામ:
Unit – 5 English Plus
અધ્યયન નિષ્પતિ :
– અર્થપૂર્ણ સંવાદ કરે.
– માહિતી મેળવવા How Many જેવા પ્રશ્નોના પૂછે અને જવાબ આપે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા શબ્દો, વાકયો અને ૫રિચ્છેદનું મુકવાંચન અને મુખવાંચન કરે.
– ઉલટ પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
– અંગ્રેજીના લયનો રસાસ્વાદ માણે
– નાટકીય સંવાદો, વ્યાવહારિક સંવાદો કરે.
– ટેબલ, ગ્રાફ, નકશા, કાર્ડની માહિતી બીજા સ્વરૂપે રજૂ કરે.
– ઘટના, વાર્તા, પ્રક્રિયાની વિગતો તાર્કિક ક્રમમાં ગોઠવે.
– ઘટના, વાર્તાના પાત્રો, પાત્રોની લાક્ષણિકતા, સ્થળ, મુખ્ય ઘટના, ઘટનાક્રમની વિગતો તારવે.
– પુસ્તકાલયમાં પુસ્તકો, સામયિકો, વર્તમાન ૫ત્રો વાંચે તથા ઉ૫યોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 (A) જૂથકાર્ય
– સંવાદ ભજવવા
– આપેલી વિગતોને આઘારે How Many થી How Much થી પ્રશ્ન બનાવો.
– (C) Advertisent નું વાંચન
– Activity – 2 (A) એકમ “A Dialogue Within a Dialogue નું વાંચન
– (B) વાકયો True કે False છે તે જણાવો.
– (B) પાઠના આઘારે પ્રશ્નોના ઉત્તરો લખો.
– Activity – 3 (A) વિશે આપેલ પંક્તિઓનું ગાન
– (B) Set – 1 માં પૂછેલા પ્રશ્નોના ઉત્તરો યોગ્ય શબ્દ મૂકી પૂર્ણ કરો. તેના આઘારે પ્રશ્નો અને ઉત્તરો લખવા.
– Activity – 4 (A) પિયુશ અમદાવાદથી મુંબઇ જઇ રહ્યો છે તે સમયે તેના દાદાએ શું કરવું અને શું ન કરવું ? તેની આપેલ માહિતીનું વાંચન
– (B) આપેલ સંવાદોનું વાંચન તથા Do/ Don’t થી સંવાદો બનાવવા.
– Inter School Competition ની નોટીસનું વાંચન
– (D) Science – Maths exhibition ના Invitation Card બનાવવાની પ્રવૃત્તિ કેવી રીતે રજૂ કરવું ? તેની નોંઘ કરવી.
– Activity – 5 Butter Milk બનાવવાની રીત ના ૫ગથિયાં યોગ્ય ક્રમમાં ગોઠવવા.
– Activity – 6 (A) Bhavin અને Alpa ની વિગતોનું વાંચન
– (B) બન્નેની વિગતોની સરખામણી કરવી.
– (C) તમારા અને તમારા મિત્રની વિગતોની નોંઘ કોષ્ટકમાં કરવી.
– Activity – 7 માં Right to Education 2009 ના Rights નું વાંચન
શૈક્ષણિક સાધન :
– Text Book
– Teacher Adition
– પ્રવૃત્તિ માટે જરૂરી સાઘનો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને જૂથમાં Activity – 1 (A) માં આપેલ સંવાદ ભજવવા જણાવીશ. આેલ વિગતોને આઘારે How Much અને How Many થી પ્રશ્નો બનાવવા જણાવીશ. આપેલ Advertisement નું વાંચન કરાવીશ. તેના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ. Activity – 2 માં આપેલ “A Dialogue within a Dialogue” એકમનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વારાફરતી વાંચન કરાવીશ. તેના આઘારે આપેલ વાકયો ખરાં છે કે ખોટાં તે જણાવીશ. પાઠના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે. Activity – 3 માં આપેલ The Absent Guests વિશેની પંક્તિઓનું ગાન કરાવીશ. Activity – 3 (B) માં આપેલ Set – 1 માં પૂછેલા પ્રશ્નોના ઉત્તરોમાં ખાલી જગ્યામાં યોગ્ય Words મુકવા જણાવીશ. તેના આઘારે પ્રશ્નો તથા ઉત્તરો લખવા જણાવીશ. તેના આઘારે પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ. Activity – 4 (A) માં પિયુશ અમદાવાદ મુંબઇ જઇ રહ્યો છે તે સમયે તેના દાદાએ શું કરવું અને શું ન કરવું ? તેની આપેલ માહિતીનું વાંચન કરાવીશ. સંવાદોનું વાંચન કરી વિદ્યાર્થીઓ પાસે વંચાવીશ. Do/ Don’t થી સંવાદો બનાવડાવીશ. Activity – 4 (C) માં આપેલ Inter School Competition ની નોટીસનું વાંચન કરાવીશ. તથા Science – Maths exhibition ના Invitation Card બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ. કલાસરૂમમાં કેવી રીતે આમંત્રણ રજૂ કરવું ? તેની નોંઘ કરવીશ. Activity – 5 માં Butter Milk બનાવવાની સામગ્રી આપેલી છે તથા તે બનાવવાની રીત ના ૫ગથિયાં આડાં – અવળાં ક્રમમાં ગોઠવાયેલ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવા જણાવીશ. Activity – 6 (A) માં આપેલ Bhavin અને Alpa ની વિગતોનું વાંચન કરાવીશ. (B) માં બન્નેની વિગતોની સરખામણી કરાવીશ. (C) માં તમારા અને તમારા મિત્રની વિગતોની નોંઘ કોષ્ટકમાં કરવીશ. Activity – 7 માં Right to Education 2009 ની આપેલ કોલમોનું Rights નું વાંચન વર્ગ સમક્ષ કરાવીશ. વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમાં ભાગ લેશે.
મૂલ્યાંકન
– વિવિઘ જાહેરાતોનો સંગ્રહ કરી લાવવા જણાવીશ.
– વાકયો ખરાં છે કે ખોટાં તે જણાવો.
– પાઠના આઘારે પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– Butter Milk બનાવવાની રીત લખવા જણાવીશ.