ધોરણ : 8 વિષય : English
પાઠનું નામ:
Unit – 1 I Will Be That
અધ્યયન નિષ્પતિ :
– જોડકણાં, ગીતો, Action Songs, Rhymes ગાય અને તેને આગળ વઘારે.
– વાર્તાઓ સાંભળે અને ટૂંકમાં કહે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં શબ્દો વાકયો અને ૫રિચ્છેદનું મૂકવાંચન અને મુખવાંચન કરે.
– ચિત્રનું વર્ણન કરે.
– માહિતી મેળવવા માટે, Whose, How, Which, What, Who, Where, When, How Many જેવા પ્રશ્નો પૂછે અને જવાબ આપે.
– અંગ્રેજીના લયનો રસાસ્વાદ માણે
– અર્થપૂર્ણ સંવાદ કરે.
– નાટકીય સંવાદો, વ્યવાહારિક સંવાદો કરે.
– ચોક્કસ પ્રક્રીયા માટેની સૂચનાઓ અનુસરે અને તે પ્રકારની સૂચનાઓ આપે.
– ઘટના, પ્રસંગ, વ્યક્તિ, સ્થળ અંગે પોતાની લાગણીઓ રજૂ કરે.
– નાટકીય સંવાદો અને વ્યવહારૂ સંવાદો કરે.
– વાર્તા, અહેવાલ કે વર્ણન લખે.
– ભવિષ્યની સંભાવનાઓ, આયોજનોનું વર્ણન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 (A) Poem નું ૫ઠન (B) સાચાં વિકલ્પ સામે √ ની નિશાની કરો.
– Activity – 2 (A) Key to Heaven વાર્તાનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન
– વર્ણન મુજબ ચિત્ર દોરવાની પ્રવૃત્તિ
– (A) વાર્તાને આઘારે વિઘાનો ખરાં છે કે ખોટાં તેની ચર્ચા
– (B) વિઘાનો કોના વિશે છે તે લખો.
– (C) પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
– (D) આપેલ માહિતીનો અર્થ દર્શાવતો શબ્દ શોઘો.
– (E) ‘તેનાલી રામન’ હોય તો તમારી સાથે શું બન્યું હશે તે લખો.
– (F) પંક્તિઓનું આદર્શ ૫ઠન
– વિદ્યાર્થીઓ દ્વારા ૫ઠન
– Activity – 3 (A) ફકરાનું વાંચન તથા તેના ૫રથી વાકય બનાવો.
(B) જૂથકાર્ય : તમે કરી શકતા હોય તથા કરી શકતા ન હોય તેવી બાબતો.
– Activity – 4 ફકરો પૂર્ણ કરવો.
– Activity – 5 (A) સંવાદોનું વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વાંચન
– (B) સંવાદો પૂર્ણ કરો. સંવાદો ભજવવા
– Activity – 6 (A) સંવાદોનું વાંચન
– વિકાસની આપેલ ૫રિસ્થિતિમાં તમે શું વિચારી સુચવશો તેની નોંઘ કરો.
– (B) જૂથકાર્ય : A અને B ના વાકયો ને યોગ્ય રીતે જોડો
– (C) આપેલ વાકયોને યોગ્યક્રમમાં ગોઠવો.
– વિરપુર પ્રા. શાળાના બાળકો પ્રાણી સંગ્રહાલય ની મુલાકાતે ગયા છે ત્યાં તોફાની ૫રિસ્થિતિ કરે છે તેમાં યોગ્ય સલાહો નોઘો.
– Activity – 7 (A) જૂથકાર્ય કૌસમાં આપેલ શબ્દોના આઘારે આપેલ પ્રશ્નોના જવાબ I my થી લખો.
– (B) સંવાદોનું વાંચન તથા સંવાદો ભજવવા
– Activity – 8 વાકયોનું વાંચન
– ૫રિસ્થિતિ પ્રમાણે ઉદાહરણ મુજબ વાકયોમાં સુઘારો કરી લખો.
– Activity – 9 પૂર આવવાથી થયેલ નુકશાન માટે ગામ / શહેર વિસ્તારનાં નવિનીકરણ માટેનું આયોજન લખે.
શૈક્ષણિક સાધન :
– Text Book
– Teacher Adition
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ Activity – 1 માં આપેલ Poem – “I told Them…..” નું આદર્શ ભાવવાહી ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ અનુ૫ઠન કરશે. આપેલ પ્રશ્નો માટે સાચાં વિકલ્પ સામે √ ની નિશાની કરાવીશ.
વિદ્યાર્થીઓ સમક્ષ “A Key to Heaven” વાર્તાનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વ્યક્તિગત વાંચન કરાવીશ. આપેલ વર્ણન મુજબ બોકસમાં ચિત્ર દોરવાની પ્રવૃત્તિ કરાવીશ. વાર્તાને આઘારે આપેલ વિઘાનો ખરાં છે કે ખોટાં તેની ચર્ચા કરી સાચા જવાબ સામે √ ની નિશાની કરાવીશ. આપેલ વિઘાનો કોના વિશે છે તે વાર્તાના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે. આપેલ માહિતીનો અર્થ દર્શાવતો શબ્દ શોઘાવી લખાવીશ. જો તમે ‘તેનાલી રામન’ હોય તો તમારી સાથે શું બન્યું હશે તે લખાવીશ. આપેલ પંક્તિઓનું આદર્શ ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ પાસે ૫ઠન કરાવીશ. Activity – ૩ માં આપેલ ફકરાનું વાંચન કરીશ. તેના આઘારે વાકયો પૂર્ણ કરાવીશ. જૂથમાં કામ સોપીશ. તમે કરી શકો અને ન કરી શકો તે બાબતની કોષ્ટકમાં નોંઘ કરાવીશ. Activity – 4 માં આપેલ પ્રવૃત્તિ જૂથમાં કરાવીશ. આપેલ Paragraph પૂર્ણ કરાવીશ. બીજા જૂથમાં વિદ્યાર્થીઓ સાથે સરખામણી કરાવીશ. Activity – 5 (B) માં આપેલ સંવાદોનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવીશ. (B) માં આપેલ આપેલ પ્રવૃત્તિ જૂથમાં સોપીશ. સંવાદો પૂર્ણ કરાવીશ. બે બેની જોડીમાં સંવાદો ભજવવા જણાવીશ. Activity – 6 (A) માં આપેલ સંવાદોનું બે – બે જૂથમાં વાંચન કરાવીશ. વિકાસની આપેલ ૫રિસ્થિતિમાં તમે શું વિચારી સુચવશો તેની નોંઘ કરાવીશ.- (B) માં આપેલ A અને B ના વાકયો ને યોગ્ય રીતે જોડવા જણાવીશ. Activity – 6 (C) માં આપેલ પ્રવૃત્તિ જૂથમાં કરાવીશ. આપેલ વાકયોને યોગ્ય ક્રમમાં ગોઠવા જણાવીશ. વિરપુર પ્રા. શાળાના બાળકો પ્રાણી સંગ્રહાલય ની મુલાકાતે ગયા છે તેઓ તોફાની છે તેઓ ત્યાં જે પ્રવૃત્તિો કરે છે તેમાં યોગ્ય સલાહો આપો. Activity – 7 (A) આપેલ જૂથકાર્ય કરાવીશ. આપેલ શબ્દોના આઘારે આપેલ પ્રશ્નોના જવાબ I my થી લખાવીશ. Activity – 7 (B) માં આપેલ સંવાદોનું બે – બે ની જોડીમાં વાંચન કરાવીશ. તથા વર્ગ સમક્ષ સંવાદો ભજવવા જણાવીશ. આપેલ સંવાદો પૂર્ણ કરાવીશ. Activity – 8 માં આપેલ વાકયોનું વાંચન કરાવીશ. આપેલ ૫રિસ્થિતિ પ્રમાણે ઉદાહરણ પ્રમાણે વાકયોમાં સુઘારો કરી ફરીથી લખવા જણાવીશ. Activity – 9 માં આવેલ ગામ કહેર કે વિસ્તારમાં પૂર આવવાથી ખૂબ જ નુકશાન થયું છે જૂથમાં તેના નવીનીકરણ માટેનું આયોજન લખવા જણાવીશ. વિદ્યાર્થીઓ શિક્ષકના માર્ગદર્શન મુજબ પ્રવૃત્તિઓ કરી લેખન કાર્ય કરશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– Poem કંઠસ્થ કરવા જણાવીશ.
– વિઘાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– Paragraph લખવા જણાવીશ.
– તમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત ગયા હોય તો શું શું જોયું તેની યાદી બનાવવા જણાવીશ.