ધોરણ : 8 વિષય: English
પાઠનું નામ:
Unit – 2 LMBB : Learn more be brighter
અધ્યયન નિષ્પતિ :
– જોડકણાં, ગીતો, Action songs, Rhymes ગાય અને તેને આગળ વઘારે
– ચિત્રોની વિગતોની સરખામણી કરે અને વર્ગીકરણ કરે
– વાર્તાઓ સાંભળે અને ટૂંકમાં કહે
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા શબ્દો, વાકયો અને ૫રિચ્છેદનું મૂકવાંચન અને મુખ વાંચન કરે.
– માહિતી મેળવવા Whose, how, which, what, who, where, when, how many જેવા પ્રશ્નો પૂછે અને જવાબ આપે
– સામાજીક વિજ્ઞાનની વ્યવહારમાં વ૫રાતી સંકલ્૫નાઓ ઓળખે.
– ઉલટ, ગ્રાફ, નકશો વાર્તાની વિગતોની સરખામણી વર્ગીકૃત કરે
– ઘટના, પ્રસંગ વ્યક્તિ સ્થળ અંગે પોતાની લાગણીઓ રજૂ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 કાવ્યનું ગાન
– Activity – 2 ચિત્ર તથા તેની માહિતીનો અભ્યાસ
– Activity – 2 ચિત્રનો અભ્યાસ ૫રથી ખાલી જગ્યા પુરો
– વાકયો ખરાં કે ખોટાં
– ખરાં વિઘાનની સામે ખરાંની નિશાની કરો.
– પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
– Activity – 5 ઉદા. પ્રમાણે ખાલી જગ્યા પુરો
– Activity – 6 કૌસના શબ્દોથી ખાલી જગ્યા પુરવી
– પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
– Activity – 7 ગ્રાફનો અભ્યાસ
– Activity – 8 વર્ગખંડની માહિતીની નોંઘ
– Project Work
શૈક્ષણિક સાધન :
– Text Book
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ કાવ્યનું ગાન કરીશ. વિદ્યાર્થીઓ સમુહગાન કરશે. પાઠય પુસ્તકમાં આપેલ ચિત્ર બતાવીશ. વિદ્યાર્થીઓ ચિત્રનો અભ્યાસ કરશે. તેની માહિતીનું વાંચન કરાવીશ. આપેલ વાકયો ખરાં છે કે ખોટાં તે નક્કી કરાવીશ. ચિત્રનો અભ્યાસ કરાવી તેના આઘારે સાચા શબ્દો ૫સંદ કરી ખાલી જગ્યા પુરાવીશ. વિદ્યાર્થીઓ સમક્ષ વાર્તાનું કથન કરીશ. વારાફરતી વાર્તાનું વાંચન કરાવીશ. વાકયો ખરાં છે કે ખોટાં તે જણાવીશ. પ્રશ્નોના ઉત્તર સાચાં વિકલ્પ ૫સંદ કરાવીશ. તેમને ખરાંની નિશાની કરાવીશ. પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે. ઉદા. લખશે. કૌસમાં આપેલ શબ્દોની મદદથી ખાલી જગ્યા પુરો. સામાજીક વિજ્ઞાનના શિક્ષકની મદદથી પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરાવીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે. પાઠય પુસ્તકમાં આપેલ ગ્રાફનો અભ્યાસ કરાવીશ. તેના આઘારે આપેલ વાકયો ખરાં છે કે ખોટાં તે જણાવવા કહીશ. વર્ગખંડના વિદ્યાર્થીઓની માહિતીની નોંઘ કરાવીશ. પ્રોજેકટ કાર્ય જૂથમાં સોંપીશ. વિદ્યાર્થીઓ જૂથમાં પ્રોજેકટ કાર્ય કરશે.
મૂલ્યાંકન
કાવ્ય કંઠસ્થ કરવા જણાવીશ.
પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
પ્રોજેકટની માહિતીનો સંગ્રહ કરવા જણાવીશ.