ધોરણ : 8 વિષય: English
પાઠનું નામ:
Unit : 1 For Question
અધ્યયન નિષ્પતિ :
-અર્થપૂર્ણ સંવાદ કરે.
– નાટકીય સંવાદો, વ્યાવહારિક સંવાદો કરે.
– પોતાના ૫રિચય ક્ષેત્રમાં બનતી ક્રિયાઓ અને બનેલા પ્રસંગોની રજૂઆત કરે.
– ઘટના, પ્રસંગ વ્યકિત, સ્થળ અંગે પોતાની લાગણીઓ રજૂ કરે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા, શબ્દો, વાકયો અને ૫રિચ્છેદનું મૂકવાંચન અને મુખવાંચન કરે.
– માહિતી મેળવવા whose, which, what, who, where, when, how many જેવા પ્રશ્નો પૂછે અને જવાબ આપે.
– અ૫રિચિત વ્યક્તિનો સામાન્ય ૫રિચય મેળવે.
– ઘટના, વાર્તા, પ્રક્રિયાની વિગતો તાર્કિક ક્રમમાં ગોઠવે.
– ઘટના, વાર્તાના પાત્રો, પાત્રોની લાક્ષણિકતા, સ્થળો, મુખ્ય ઘટના, ઘટનાક્રમની વિગતો તારવે.
– ઉલટા પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
શૈક્ષણિક મુદ્દા :
-Activity -1 સુનિતા વિલિયમ્સ સાથેના ઇન્ટરવ્યુંના સંવાદો
– Activity – 2 (A) પ્રશ્નોના સાચા જવાબ શોઘી કરો.
– Activity – 2 (B) આપેલ વાકયોમાં લીટી દોરેલા શબ્દો જવાબ આવે તે રીતે પ્રશ્નો બનાવવા
– Activity – 3 Riddles નું વાંચન તથા તેના ઉત્તરો
– Activity – 4 Fast, Finger First રમત – વાંચન
– જોડકાં જોડો
– પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
– વિઘાનો ખરાં કે ખોટાં તેની ચર્ચા
– Activity – 5 કનૈયાલાલ મુનશીની જીવન રેખાનો અભ્યાસ માતા / પિતાની જીવન રેખાનો અભ્યાસ
– Activity – 6 (A) વાકયોને યોગ્યક્રમમાં ગોઠવવા
– Activity – 6 (B) ક્વિઝનું આયોજન
– Activity – 6 (C) પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પ બનાવવા
– Activity – 6 (D) આપેલા વિકલ્પો માટે પ્રશ્નો બનાવવા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ફોટોગ્રાફસ
– શિક્ષક આવૃતિ
– ચાર્ટસ
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ દ્વારા પાઠયપુસ્તકમાં આપેલ સુનિતા વિલિયમ્સ સાથેના ઈન્ટરવ્યુંના સંવાદોનું વાંચન કરાવીશ. જૂથમાં તમારા મિત્રના ઈન્ટરવ્યું વિશે લેખન કરવા જણાવીશ. આપેલા વાકયોનું વાચંન કરાવીશ. આપેલા વાકયોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે ખરાંની નિશાની કરાવીશ. પાઠયપુસ્તકમાં આપેલા વાકયોમાં લીટી દોરેલ જવાબ આવે. તે રીતે પ્રશ્નો બનાવવા જણાવીશ. વિદ્યાર્થીઓ વાકયો બનાવશે. પાઠય પુસ્તકમાં આપેલ Riddles નું વાંચન કરાવીશ. તેના જવાબો શોઘાવીશ. તે માટે ગૃ૫ બનાવીશ. વિદ્યાર્થીઓ જવાબ લખશે. First Finger First રમતનું વાંચન કરાવીશ. વિદ્યાર્થીઓને તે મુજબ રમત રમાડીશ. તેના આઘારે A અને B જોડકાં જોડાવીશ. તેના આઘારે પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે. આપેલ વાકયો ખરાં છે કે ખોટાં તે જણાવવા કહીશ. વિદ્યાર્થીઓને કનૈયાલાલ મુનશીની જીવનરેખાનો અભ્યાસ કરાવીશ. જયારે તમને મળે ત્યારે ઉદ્ભવતા પ્રશ્નોની યાદી બનાવવા જણાવીશ. તમારા માતા – પિતાની જીવનરેખા લખી લાવવા જણાવીશ. તેના આઘારે વાકયો બનાવવા જણાવીશ. વિદ્યાર્થીઓ પાસે આપેલ વાકયોને યોગ્યક્રમમાં ગોઠવવા જણાવીશ. શાળામાં કિવઝ સ્પર્ઘાનું આયોજન કરાવીશ. વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેશે. ટી.વી. ૫ર આવતા કિવઝના કાર્યક્રમની નોઘ કરી લાવવા જણાવીશ. વિદ્યાર્થીઓ પાસે પાઠય પુસ્તકમાં આપેલા પ્રશ્નો વિકલ્પો માટે પ્રશ્નો બનાવવા જણાવીશ. વિદ્યાર્થીઓ સૂચના મુજબ કાર્ય કરશે.
મૂલ્યાંકન
– બીજા Riddles સંગ્રહ કરી લાવવા જણાવીશ.
– સ્પેલિંગો તૈયાર કરવા જણાવીશ.
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– વિદ્યાર્થીઓના પિતા / માતાની જીવનરેખા નોંઘી લાવવા જણાવીશ.