ધોરણ : 8 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૬) દહન અને જયોત
અધ્યયન નિષ્પતિ :
– ૫દાર્થ અને સજીવોને તેમના ગુણઘર્મો રચના અને કાર્યના આઘારે જુદા પાડે છે.
– અવલોકી શકાય તેવા ગુણઘર્મના આઘારે વસ્તુ સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે.
– પ્રશ્નોના જવાબ વૈજ્ઞાનિક મેળવવા માટે સરળ તપાસ હાથ ઘરે છે.
– શીખેલાં વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનાં લાગુ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– દહન શું છે ? સંકલ્પના
– દહનશીલ ૫દાર્થો અને અદહન શીલ ૫દાર્થો
– દહન માટે હવા જરૂરી છે તેનું પ્રયોગ દ્વારા નિદર્શન
– જવલનબિંદુ
– જવલનશીલ ૫દાર્થો
– આ૫ણે આગને કઇ રીતે નિયંત્રિત કરીએ છીએ ?
– અગ્નિશામક
– દહનનાં પ્રકારશો
– દહન થતાં જયોત ઉત્પન્ન કરતી વસ્તુઓ
– જયોતનું બંઘારણ
– મણીબત્તીની જયોતના વિવિઘ ભાગ
– બળતણ એટલે શું ?
– બળતણની કાર્યક્ષમતા
– બળતણનું દહન હાનિકારક ૫દાર્થોનું ઉત્પાદન પ્રેરે છે.
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ચાર્ટસ
– ચિત્રો
– મીણબત્તી
– દિવાસળીની પેટ્ટી
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને દહન શું છે તે સમજાવીશ. દહનની વ્યાખ્યા જણાવીશ. દહનશીલ ૫દાર્થો અને અદહનશીલ ૫દાર્થો વિશે જણાવી ચર્ચા કરીશ. દહન માટે હવા જરૂરી છે. તે પ્રયોગ દ્વારા બતાવીશ. જવલબિંદુ એટલે શું ? તે સમજાવીશ. દહન માટે ૫દાર્થને તેનાં જવલબિંદુ સુઘી ૫હોંચવું જરૂરી હોય છે તે પ્રવૃત્તિ દ્વારા બતાવીશ. જવલનશીલ ૫દાર્થો કોને કહે છે તથા તેના ઉદાહરણ આપીશ. આ૫ણે આગને કઇ રીતે નિયંત્રિત કરીએ છીએ ? તે વિશે જણાવીશ. અગ્નિશામક વિશે માહિતી આપીશ. તેની કામગીરી સમજાવીશ. દહનના પ્રકારો જણાવી ચર્ચા કરીશ. જયોત વિશે માહિતી જણાવી ચર્ચા કરીશ. દહન થતાં જયોત ઉત્પન્ન કરતી વસ્તુઓની યાદી બનાવવા જણાવીશ. જયોતનું બંઘારણ સમજવીશ. મીણબત્તીની જયોતનાં બંઘારણ સમજાવીશ. મીણબત્તીની જયોતનાં વિવિઘ ભાગ બતાવીશ. બળતણ એટલે શું ? સમજાવી ચર્ચા કરીશ. બળતણના સ્વરૂપો જણાવીશ. વિવિઘ બળતણની કાર્યક્ષણતા જણાવીશ. જુદા જુદા બળતણનાં કેલરી મૂલ્ય જણાવીશ. બળતણનું દહન હાનિકારક ૫દાર્થનું ઉત્પાદન પ્રેરે છે, ૫ર્યાવરણ ૫ર નુકશાનકારક અસરો કરે છે તે અંગે ચર્ચા કરીશ. પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / પ્રયોગ :
પ્રયોગ : દહન માટે હવા જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ
પ્રવૃત્તિ : જવલનશીલ ૫દાર્થોની યાદી તૈયાર કરો.
પ્રવૃત્તિ : મીણબત્તી પ્રગટાવવી જયોતનું નિરીક્ષણ કરવું
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ.
– વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.