ધોરણ : 8 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૭) વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
અધ્યયન નિષ્પતિ :
– ઘટનાઓને સમજાવે છે અને કારણો સાથે જોડે છે.
– પર્યાવરણના રક્ષણ માટે પ્રયત્ન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વનનાબૂદી અને તેનાં કારણો
– વનનાબૂદીના ૫રિણામો
– વન તેમજ વન્યજીવનનું સંરક્ષણ
– જૈવ આરક્ષણ વિસ્તાર
– વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ
– સ્થાનિક જાતિઓ
– વન્યપ્રાણી અભ્યારણ
– રાષ્ટ્રીય ઉદ્યાનો
– સ્થળાંતર
– પ્રવાસી ૫ક્ષીઓ
– કાગળનું રિસાયક્લિંગ
– પુન:વનીકરણ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ચાર્ટસ
– ચિત્રો નકશાઓ (જિલ્લા રાજય, દેશનો)
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વનનાબૂદીનો અર્થ આપી તેના કારણો જણાવી ચર્ચા કરીશ. વનનાબૂદીના ૫રિણામો જણાવીશ. દુષ્કાળ અને રણ નિર્માણ વિશે સમજાવીશ. વન તેમજ વન્યજીવનનું સરક્ષણ કેવી રીતે થાય તે જણાવી ચર્ચા કરીશ. જૈવ આરક્ષણ વિસ્તાર વિશે માહિતી આપી જિલ્લા, રાજય, દેશમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યપ્રાણી અભ્યારણ્ય, જૈવાવરણ આરક્ષિત વિસ્તારની યાદી બનાવડાવીશ. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે માહિતી આપીશ. ચર્ચા કરીશ. સ્થાનિક જાતિઓમાં વનસ્પતિ અને પ્રાણીઓની માહિતી આપીશ. વન્યપ્રાણી અભ્યારણ્ય વિશે જણાવીશ. ચર્ચા કરીશ. રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે જણાવીશ. ચર્ચા કરીશ. રેડ ડેટા બુક વિશે માહિતી આપીશ. સ્થળાંતર વિશે જણાવીશ. પ્રવાસી ૫ક્ષીઓ કેમ સ્થળાંતર કરે તેની ચર્ચા કરીશ. કાગળનું રિસાયક્લિંગની પ્રક્રિયા વિશે સમજ આપી. તેના દ્વારા વૃક્ષોને બચાવી શકાય છે. તેની ચર્ચા કરીશ. પુન:વનીકરણ વિશે માહિતી આપી વઘુમાં વઘુ વૃક્ષોરો૫વા માટે જણાવીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / પ્રયોગ :
પ્રવૃત્તિ : ભારત રેખાચિત્રમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યપ્રાણી અભ્યારણ્યો, જૈવ આરક્ષણ વિસ્તાર દર્શાવો.
પ્રવૃત્તિ : તમારી આસપાસના વિસ્તારમાં આવેલ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની યાદી બનાવો.
પ્રવૃત્તિ : વૃક્ષારો૫ણ કરવું.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ.
– વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.