ધોરણ : 8 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧૪) વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો
અધ્યયન નિષ્પતિ :
– ૫દાર્થને તેમનાં ગુણઘર્મો, રચના અને કાર્યના આઘારે જુદા પાડે છે.
દા.ત. પ્રવાહી, વિદ્યુતના સુવાહકો અને અવાહકો તરીકે
– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
દા.ત. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો
શૈક્ષણિક મુદ્દા :
– વિદ્યુત સુવાહક, અવાહક અને મંદવાહક
– શું પ્રવાહીઓ વિદ્યુતનું વહન કરે છે ?
– સુવાહક, મંદવાહક દ્રવ્યો
– વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરો
– ઇલેકટ્રોપ્લેટિંગ (ઢોળ ચઢાવવાની પ્રક્રિયા)
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વિદ્યુતના સુવાહક, અવાહક અને મંદવાહક ઉદાહરણ દ્વારા સમજાવીશ. શું પ્રવાહીઓ વિદ્યુત વહન કરે છે ? તે પ્રવૃત્તિ દ્વારા સમજાવીશ. વિવિઘ દ્રવ્યો દ્વારા તપાસ કરાવીશ. આપેલા સુવાહકી દ્રવ્યોને મંદવાહક પ્રવાહીઓમાં કોષ્ટકમાં નોંઘ કરાવીશ. વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરો પ્રવૃત્તિ દ્વારા સમજાવીશ. ઇલેકટ્રીપ્લેટિંગ (ઢોળ ચઢાવવાની પ્રક્રિયા) સમજાવીશ. વિવિઘ પ્રવૃત્તિ કરાવીશ. વિદ્યાર્થીઓ અવલોકન કરશે આવરણ ચઢાવેલ રોજિંદા જીવનમાં વ૫રાતાં વાસણોની યાદી બનાવડાવીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ : વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર તપાસવી.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.