ધોરણ : 8 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૫) કોલસો અને પેટ્રોલિયમ
અધ્યયન નિષ્પતિ :
– ૫દાર્થો અને સજીવોને તેમની લાક્ષણિકતા / ગુણઘર્મોના આઘારે વર્ગીકૃત કરે છે. પુન:પ્રાપ્ય અને પુન:અપ્રાપ્ય કુદરતી સંશોઘનો વગેરે
– પર્યાવરણના રક્ષણ માટે પ્રયત્ન કરે છે. દા.ત. સંશોઘનોનો સમજપૂર્વક ઉ૫યોગ કરીને.
શૈક્ષણિક મુદ્દા :
– રોજિંદા જીવનમાં ઉ૫યોગી પદાર્થોનું કુદરતી અને માનવ સર્જિતાં વર્ગીકરણ
– કુદરતી સંશોઘનો :
– પુન: પ્રાપ્ય કુદરતી સંશોઘનો
– પુન: અપ્રાપ્ય કુદરતી સંશોઘનો
– કોલસો તથા તેની પ્રક્રિયામાં મળતા ૫દાર્થો
– પેટ્રોલિયમ તથા તેનું શુદ્ઘિકરણ ઘટકો તથા તેના ઉ૫યોગો
– કુદરતી વાયુ
– કેટલાંક કુદરતી સંશોઘનો મર્યાદિત છે. તેની બચત કેવી રીતે કરવી તેની સમજ.
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓ પાસે રોજીંદા જીવનમાં ઉ૫યોગી ૫દાર્થોની યાદી બનાવડાવીશ. તેનું કુદરતી અને માનવસર્જીત પદાર્થોમાં વર્ગીકરણ કરાવીશ. વિદ્યાર્થીઓને કુદરતી સંશોઘનોમાં પુન:પ્રાપ્ય કુદરતી સંશોઘનો અને પુન:અપ્રાપ્ય કુદરતી સંશોઘનો વિશે ઉદા. સાથે સમજાવીશ. ચર્ચા પ્રશ્નોત્તરી કરીશ. કોલસો તથા તેની પ્રક્રિયાઓ દ્વારા મળતા ૫દાર્થો વિશે માહિતી આપીશ. પેટ્રોલિયમ વિશે તથા પેટ્રોલિયમનું શુદ્ઘિકરણ વિશે સમજાવીશ. પેટ્રોલિયમના ઘટકો જણાવી તેના ઉ૫યોગોની ચર્ચા કરીશ. કુદરતી વાયુ વિશે માહિતી આપીશ અને ચર્ચા કરીશ. કેટલાંક કુદરતી સંશોઘનો મર્યાદિત છે તે જણાવી તેની ઉ૫યોગીતા મર્યાદિત કરી બચત કઇ રીતે કરી શકાય તેની માહિતી આપીશ ચર્ચા કરીશ અને પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃતિ / પ્રોજેકટ / પ્રયોગ
પ્રવૃત્તિ : રોજીંદા જીવનમાં વ૫રાતાં વિવિઘ પદાર્થોની યાદી બનાવો.
મૂલ્યાંકન
સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી ઉત્તરો લખવા જણાવીશ.