ધોરણ : 8 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૧૪) સાકરનો શોઘનારો
અધ્યયન નિષ્પતિ :
– ૫રિચિત, અ૫રિચિત ૫રિસ્થિતિમાં વાતચીત અને સંવાદો સમજે.
– ૫રિસંવાદ, ચર્ચામાં ભાગ લે પોતાના અભિપ્રાયો રજૂ કરે જે તે સંદર્ભે પ્રશ્નો પૂછે.
– ટૂચકાઓ, કિસ્સાઓ, વાર્તાઓ અને વકતવ્યને ક્રમશ: રજૂ કરે તેમજ જૂથ ચર્ચા અને પ્રશ્ન સ્પઘામાં ભાગ લે અને રજૂઆત કરે.
– સાંભળેલી કે વાંચેલી સામગ્રીમાંથી યોગ્ય તારણો કાઢી પ્રશ્નોના જવાબ લખે.
– સ્વાનુભાવો, વિચારો અને મંતવ્યોને રોજનીશીમાં નોઘે.
– સારી નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લે.
શૈક્ષણિક મુદ્દા :
– વિદ્યાર્થીઓ સમક્ષ એકાંકીનું આદર્શ ૫ઠન
– વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન
– પાઠની ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– નવા શબ્દોના અર્થ
– વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ
– એકાંકીનું નાટયીકરણ
– સ્વાઘ્યાય ચર્ચા – પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ એકાંકીનું આદર્શ ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન કરાવીશ. વારાફરતી વંચાવીશ. પાઠની ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરીશ. નવા શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ કરીશ. એકાંકીના પાત્રોને વિદ્યાર્થીઓ વહેંચી દઇ નાટયીકરણ કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– અભ્યાસ અને સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.