ધોરણ : 8 વિષય: ગુજરાતી
પાઠનું નામ:
(૧ર) નવા વર્ષના સંકલ્પો
અધ્યયન નિષ્પતિ :
– વેબસાઇટ, ઇ-મેઇલ, એસ.એસ.એસ. દ્વારા જરૂરી માહિતી મેળવે અને સમજે.
– ૫રિસંવાદ, ચર્ચામાં ભાગ લે અને પોતાના અભિપ્રાયો રજૂ કરે અને જે તે સંદર્ભે પ્રશ્નો પૂછે.
– સ્વાનુભાવો, વિચારો અને મંતવ્યોને રોજનીશીમાં નોંઘે.
– વ્યવાહારિક વ્યાકરણોને સમજે અને ઉપયોગ કરે.
– સારી નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લે.
શૈક્ષણિક મુદ્દા :
– પાઠનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વાંચન
– પાઠની ચર્ચા – પ્રશ્નોત્તરી
– નવા શબ્દોના અર્થ
– જીવનમાં સંકલ્પો મહત્વ
– સ્વાઘ્યાય ચર્ચા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વારાફરતી વાંચન કરાવીશ. પાઠની ચર્ચા પ્રશ્નોત્તરી કરીશ. નવા શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. જીવનમાં સંકલ્પોનું મહત્વ સમજાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– અભ્યાસ અને સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.