ધોરણ : 8 વિષય: ગુજરાતી
પાઠનું નામ:
(ર) એક જ દે ચિનગારી (કાવ્ય)
અધ્યયન નિષ્પતિ :
૫.૨ કાવ્યનો મુખપાઠ કરી ભાવાવહી ૫ઠન કરી સાર રજૂ કરે.
૫.૨ સારી નરસી બાબતો અંગે ચિંતન કરી, યોગ્ય નિર્ણય લે.
૧.૮ આશરે ૨૦૦૦ શબ્દો જાણે અને શબ્દકોશનો ઉ૫યોગ કરી વ્યાવહારિક વ્યાકરણ જાણે.
શૈક્ષણિક મુદ્દા :
– શિક્ષક દ્વારા કાવ્યનું આદર્શગાન
– વિદ્યાર્થીઓનું સમૂહમાં તથા વ્યકિતગત ગાન
– કાવ્યનો ભાવાર્થ
– વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ
– કાવ્યમાં આવતા અ૫રિચિત શબ્દોની સમજૂતિ
– સ્વાઘ્યાય ચર્ચા તથા
– પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ કાવ્યનું આદર્શગાન કરીશ. વિદ્યાર્થીઓને સમુહમાં ભાવવાહી ગાન કરવા જણાવીશ. વિદ્યાર્થીઓ વ્યકિતગત કાવ્યનું ગાન કરશે. કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરીશ. વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ કરીશ. કાવ્યમાં આવતા અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– કાવ્ય કંઠસ્થ કરવા જણાવીશ.
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.