ધોરણ : 8 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(રર) કિસ્સા ટૂચકા
અધ્યયન નિષ્પતિ :
– વિવિઘ સાહિત્ય સ્વરૂપો સાંભળે.
– વિવિઘ સામાજિક સંદર્ભે વ્યવહારમાં મેળા ઉત્સવોમાં ભાષામાં થતી રજૂઆત સમજે.
– ટૂચકાઓ રજૂ કરે તેમજ જૂથ ચર્ચા અને પ્રશ્ન સ્પર્ઘામાં ભાગ – લે અને રજુઆત કરે.
– વ્યક્તિગત અને જૂથમાં સક્રિયા ભાગીદારી લે અને પોતાની વાત રજૂ કરે.
– સારી નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લે.
શૈક્ષણિક મુદ્દા :
– શિક્ષક દ્વારા રમૂજી કિસ્સા ટૂચકાનું વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વારાફરતી વાંચન
– રમૂજી કિસ્સા ટૂચકાનું સમજણ
– અ૫રિચિત શબ્દોના અર્થની સમજૂતિ
– અન્ય ટૂચકાનું કથન
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ રમૂજી કિસ્સા ટૂચકાનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ વારાફરતી વાંચન કરાવીશ. રમૂજી ટૂચકાની સમજણ આપીશ. અ૫રિચિત શબ્દના અર્થ સમજાવી લખાવીશ. અન્ય કિસ્સા ટૂચકાનું કથન કરીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– રમૂજી ટૂચકાનો સંગ્રહ કરી લાવવા જણાવીશ.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.