ધોરણ : 8 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૧૬) સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે !!
અધ્યયન નિષ્પતિ :
– પ્રાદેશિક ગીતો અને કથાઓ સમજે અને જાણે.
– કાવ્યગાન, મુખપાઠ કરી ભાવવાહી ૫ઠન કરી સાર રજૂ કરે.
– વાતચીત, ઘટના કે પ્રસંગનું વર્ણન લખે.
– ગદ્ય – ૫દ્ય સૂક્તિઓનો વિચાર વિસ્તાર કરે.
– ગદ્ય – ૫દ્યની સમક્ષા કરે.
શૈક્ષણિક મુદ્દા :
– આખ્યાન કાવ્યનું આદર્શ પઠન
– વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન
– આખ્યાન કાવ્યની સમજ
– કાવ્યનું ભાવવાહી ગાન
– વિદ્યાર્થીઓ દ્વારા કાવ્યનું ગાન
– કાવ્ય પંક્તિનો ભાવાર્થ
– નવા શબ્દોના અર્થ
– ભકત સુદામા અને શ્રીકૃષ્ણની વાતો
– સ્વાઘ્યાય ચર્ચા – પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ આખ્યાન કાવ્યનું આદર્શ ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન કરાવીશ. આખ્યાન કાવ્યની સમજ આપીશ. કાવ્યનું ભાવવાહી ગાન કરીશ. કાવ્યનો યોગ્ય રાગ-ઢાળે સમુહમાં તથા વ્યક્તિગત વિદ્યાર્થીઓ ગાન કરશે. કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવીશ. નવા શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. ભકત સુદામા અને શ્રીકૃષ્ણની વાત કહીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– અભ્યાસ અને સ્વાઘ્યાયના ઉત્તરો લખવા જણાવીશ.